Analysis of Bhupendra Patel’s New Cabinet भूपेंद्र पटेल के नए मंत्रिमंडल का विश्लेषण
અમદાવાદ, 18 ઓક્ટોબર 2025
ગુજરાતના નવા મંત્રીમંડળમાં 5 કેબિનેટ મંત્રી, 3 રાજ્યકક્ષાના (સ્વતંત્ર પ્રભાર) મંત્રી અને 12 રાજ્યકક્ષાના મંત્રીઓએ શપથ લીધા હતા.
નવા મંત્રી મંડળની જાહેરાત રાજકીય સાહસ છે, સાથે જોખમ પણ વહોર્યું છે. અગાઉ 17 મંત્રીઓ અને હવે 26 મંત્રીઓની જંબો સાઈઝનું મંત્રીમંડળ છે, સંતુલન મંત્રીઓની કાર્યક્ષમતા સામે પડકાર બની રહેશે. જૂના 10 મંત્રીઓને સ્થાન નથી આપ્યું.
ગુજરાતના નવા મંત્રીમંડળના મંત્રીઓને ખાતાની ફાળવણી
મુખ્યમંત્રી
ભૂપેન્દ્ર પટેલ (સામાન્ય વહીવટ, વહીવટી સુધારણા અને તાલીમ, આયોજન, બિન-નિવાસી ગુજરાતીઓનો વિભાગ, મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન, માર્ગ અને મકાન, બંદરો અને મૂડી પ્રોજેક્ટ, નર્મદા, કલ્પસર, ખાણ અને ખનીજ, પોલીસ આવાસ, માહિતી અને પ્રસારણ, તમામ નીતિ અને અન્ય મંત્રીઓને ફાળવવામાં ન આવેલા તમામ વિષયો)
નાયબ મુખ્યમંત્રી
હર્ષ સંઘવી (ગૃહ, પોલીસ હાઉસિંગ, જેલ, બોર્ડર સિક્યુરિટી, ગ્રામ રક્ષક દળ, સિવિલ ડિફેન્સ, ટ્રાન્સપોર્ટ, કાયદો, સ્પોર્ટ્સ, MSMe વિભાગ, પ્રવાસન અને યાત્રાધામ, સિવિલ એવિએશન)
કેબિનેટ મંત્રી
ઋષિકેશ પટેલ (ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ, પંચાયત અને ગ્રામ્ય આવાસ, કાયદો અને ન્યાય, વૈધાનિક અને સંસદીય બાબતો)
જીતુ વાઘાણી (કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર, મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન અને ગૌ સંવર્ધન)
કુંવરજી બાવળિયા (શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, ગ્રામ વિકાસ)
કનુ દેસાઈ (નાણાં, શહેરી વિકાસ અને શહેરી આવાસ)
નરેશ પટેલ (આદિજાતિ વિકાસ, ખાદી, ગ્રામ્ય ઉદ્યોગો અને ગ્રામ્ય આવાસ)
અર્જુન મોઢવાડિયા (વન અને પર્યાવરણ, જળવાયુ પરિવર્તન, વિજ્ઞાન અને ટેકનોલોજી)
ડૉ. પ્રદ્યુમન વાજા (સામાજિક ન્યાય અને અધિકારીતા, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ)
રમણ સોલંકી (અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતો.)
રાજ્યકક્ષાના મંત્રી (સ્વતંત્ર હવાલો)
ઈશ્વર પટેલ (પાણી પુરવઠા અને જળ સંપતિ)
પ્રફુલ પાનસેરિયા (આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ)
મનીષા વકીલ (મહિલા અને બાળ વિકાસ, સામાજિક ન્યાય અને અધિકારીતા)
રાજ્યકક્ષાના મંત્રી
પરસોત્તમ સોલંકી (મત્સ્યોદ્યોગ)
કાંતિલાલ અમૃતિયા (શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર)
રમેશ કટારા (કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર, પશુપાલન અને ગૌ સંવર્ધન)
દર્શના વાઘેલા (શહેરી વિકાસ આવાસ)
કૌશિક વેકરીયા (કાયદો અને ન્યાય, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ, વૈધાનિક અને સંસદીય બાબતો)
પ્રવીણ માળી (વન અને પર્યાવરણ, જળવાયુ પરિવર્તન, પરિવહન)
જયરામ ગામિત (રમતગમત અને યુવા સેવાઓ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, ઉદ્યોગો, મીઠા ઉદ્યોગ, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો, પ્રિન્ટીંગ અને સ્ટેશનરી, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ, નાગરિક ઉડ્ડયન)
ત્રિકમ છાંગા (ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ)
કમલેશ પટેલ (નાણાં, પોલીસ આવાસ, જેલ, સરહદ સુરક્ષા, ગૃહ રક્ષક દળ, ગ્રામ રક્ષક દળ, નાગરિક સંરક્ષણ)
સંજયસિંહ મહિડા (મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન, પંચાયત અને ગ્રામ્ય આવાસ, ગ્રામ વિકાસ)
પુનમચંદ બરંડા (આદિજાતિ વિકાસ, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતો)
સ્વરૂપજી ઠાકોર (ગ્રામ વિકાસ અને ખાદી ઉદ્યોગ)
રિવાબા જાડેજા (પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ)
જણાવી દઈએ કે, આજે નવા મંત્રી મંડળ માટે 26 મંત્રીના નામ જાહેર થઈ ગયા હતા. ત્યાર પછી ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે શપથગ્રહણ સમારોહમાં કુલ 21 મંત્રીએ શપથ લીધા હતા. ઋષિકેશ પટેલ (વિસનગર), કુંવરજી બાવળિયા (જસદણ), પરસોત્તમ સોલંકી (ભાવનગર ગ્રામ્ય) અને કનુ દેસાઈ (પારડી)એ શપથ લીધા ન હતા કારણ કે, તેમનો મંત્રીપદનો દરજ્જો યથાવત રાખવાનું નક્કી હતું. હર્ષ સંઘવીને નાયબ મુખ્યમંત્રી તરીકે બઢતી આપવામાં આવી છે. નવા મંત્રીમંડળમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તથા કેબિનેટ કક્ષાના 8, રાજ્યકક્ષાના (સ્વતંત્ર હવાલો) 3 અને રાજ્ય કક્ષાના 13 મંત્રીનો સમાવેશ થાય છે.
ફેરફાર
ફરી પ્રધાન
6 મંત્રીઓ પુનરાવર્તન થયું
ઋષિકેશ પટેલ
કુંવરજી બાવળીયા
પરષોત્તમ સોલંકી
પ્રફુલ પાનસેરિયા
હર્ષ સંઘવી
કનુ દેસાઈ
19 નવા પ્રધાનો
દર્શના વાઘેલા (અસારવા)
મનીષા વકીલ (વડોદરા શહેર)
રિવાબા જાડેજા (જામનગર ઉત્તર)
સ્વરૂપજી ઠાકોર (વાવ)
જીતુ વાઘાણી (ભાવનગર પશ્ચિમ)
કાંતિ અમૃતીયા (મોરબી)
કૌશિક વેકરીયા (અમરેલી)
રમેશ કટારા (ફતેપુરા)
ત્રિકમ છાંગા (અંજાર)
ઈશ્વરસિંહ પટેલ (અંકલેશ્વર)
રમણ સોલંકી (બોરસદ)
સંજયસિંહ મહિડા (મહુધા- ખેડા)
પ્રવીણ માળી (ડીસા)
પ્રદ્યુમન વાઝા (કોડીનાર)
નરેશ પટેલ (ગણદેવી)
ઈશ્વરસિંહ પટેલ (અંકલેશ્વર)
પી.સી. બરંડા (ભીલોડા)
કમલેશ પટેલ (પેટલાદ)
અર્જુન મોઢવાડિયા (પોરબંદર)
પડતા મુકાયા
નવા મંત્રીમંડળની યાદીમાં સૌથી મોટો ફેરફાર એ છે કે, 10 જેટલા જૂના મંત્રીઓને પડતા મૂકવામાં આવ્યા છે.
બળવંતસિંહ રાજપૂત (સિદ્ધપુર)
રાઘવજી પટેલ (જામનગર ગ્રામ્ય)
બચુ ખાબડ (દેવગઢ બારિયા)
મૂળુ બેરા (ખંભાળિયા)
કુબેર ડિંડોર (સંતરામપુર)
મુકેશ પટેલ (ઓલપાડ)
ભીખુસિંહ પરમાર (મોડાસા)
કુંવરજી હળપતિ (માંડવી- સુરત)
જગદીશ વિશ્વકર્મા (નિકોલ)
ભાનુબહેન બાબરીયા (રાજકોટ ગ્રામ્ય)
કપાયા
ઘણાં મંત્રીઓના કારનામાને લીધે ભાજપ સરકારની પ્રતિષ્ઠા ધુળધાણી થઇ હતી. કૌભાંડ અને વિવાદને લીધે ત્રણ મંત્રીઓની ખુરશી છિનવાઈ હતી. બચુ ખાબડ, મુકેશ પટેલ અને ભીખુસિંહ પરમારને વિવાદો જ ભરખી ગયાં.
દાહોદ જિલ્લામાં ગરીબ આદિવાસીને મજૂરી આપવાને બદલે માત્ર કાગળ પર જ મટીરિયલ્સ સપ્લાય કરીને મંત્રી બચુ ખાબડના પુત્રોએ લાખો-કરોડોની કમાણી કરી હતી. છેલ્લાં દસેક વર્ષથી આ કૌભાંડ ચાલી રહ્યુ હતુ. આખરે પાપનો ધડો ફૂટતાં વિપક્ષે હંગામો મચાવતા ભાજપ સરકારની આબરૂ ધોવાઈ હતી. બચુ ખાબડને સચિવાલયમાં જ નહીં, સરકારી કાર્યક્રમમાં નહીં આવવા સૂચના અપાઈ હતી.
અન્ય નેતાઓના વિવાદો
કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ આ સિવાય બળવંતસિંહ રાજપૂત (કથિત GIDC કૌભાંડ), રાઘવજી પટેલ પર પણ વિવિધ ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા છે. જોકે, ભાજપ દ્વારા આ મંત્રીઓને પડતા મૂકવા પાછળનું સત્તાવાર કારણ સંગઠનમાં કામગીરી કે નવા ચહેરાઓને તક આપવાનું ગણાવવામાં આવી રહ્યું છે.
મુકેશ પટેલના દીકરાનું કૌભાંડમાં નામ
ખૂબ ચર્ચિત બોગસ હથિયારના લાઇસન્સને લઈને પણ સરકાર કઠેડામાં ઉભી થઈ ગઈ હતી કેમ કે, ખુદ વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલના પુત્ર વિશાલ પટેલે જ નાગાલેન્ડમાં બોગસ દસ્તાવેજો રજૂ કરી રિવોલ્વરનું લાઇસન્સ મેળવ્યુ હતું. આ ઉપરાંત વિજ સબ સ્ટેશનની જગ્યામાં જમીન એનએ કરાવવાના કૌભાંડમાં પણ મુકેશ પટેલ સામે આંગળી ચિંધવામાં આવી હતી. આ બધા કારણોસર તેમને મંત્રીપદેથી પડતા મૂકવામાં આવ્યા છે.
BZ કૌભાંડ
કરોડોનું ઉઠમણું કરનારા બીઝેડ કૌભાંડનો રેલો છેક ગાંધીનગર સુધી પહોંચ્યો હતો કેમ કે, મુખ્ય સૂત્રધાર સાથે મંત્રીપુત્રની મીલીભગત હોવાનું બહાર આવ્યું હતું. પોન્ઝી સ્કિમના કૌભાંડી ભુપેન્દ્ર ઝાલા સાથે મંત્રીપુત્ર કરણસિંહ પરમારના નજીકના સંબંધો રહ્યા છે. ભૂપેન્દ્ર ઝાલાએ ભાજપને પણ મોટું ફંડ આપ્યું હોવાનો આરોપ મૂકાયો હતો. આમ, આ ત્રણેય મંત્રીઓને વિવાદો ભરખી ગયાં હતાં.
પ્રદેશમાં સ્થાન
મધ્ય ગુજરાત
મધ્ય ગુજરાતમાંથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (ઘાટલોડિયા) સહિત 7 નેતાઓને સ્થાન આપવામાં આવ્યું છે, જે અન્ય પ્રદેશોની સરખામણીમાં વધુ છે. જેમાં દર્શનાબહેન વાઘેલા, કમલેશ પટેલ, જયસિંહ મહિડા, રમેશ કટારા, મનીષા વકીલ અને રમણ સોલંકી પણ સામેલ છે.
ઉત્તર ગુજરાત
ઉત્તર ગુજરાતમાંથી 4 નેતાઓને સ્થાન મળ્યું છે, જેમાં સ્વરુપજી ઠાકોર, પ્રવીણ માળી, ઋષિકેશ પટેલ અને પી.સી.બરંડાનો સમાવેશ થાય છે.
પાટીલના દક્ષિણ ગુજરાતનો પ્રભાવ
દક્ષિણ ગુજરાતમાંથી 6 નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં ઈશ્વર સિંહ પટેલ, પ્રફુલ્લ પાનસેરિયા, હર્ષ સંઘવી, જયરામ ગામીત, નરેશ પટેલ અને કનુ દેસાઈનો સમાવેશ થાય છે.
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે સી.આર. પાટીલની વિદાય બાદ રચાયેલા ગુજરાતના નવા મંત્રી મંડળમાં પણ દક્ષિણ ગુજરાતનો દબદબો યથાવત રહ્યો છે. અગાઉના મંત્રી મંડળમાં દક્ષિણ ગુજરાતના પાંચ મંત્રીઓ હતા તે સંખ્યાબળ યથાવત રહ્યું છે. તેની સાથે પહેલી વખત સુરતને નાયબ મુખ્યમંત્રીનું પદ મળ્યું છે.
સી.આ. પાટીલ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ હતા ત્યારે મંત્રી મંડળમાં દક્ષિણ ગુજરાતનો દબદબો હતો જોકે, તેમની વિદાય બાદ નવા મંત્રી મંડળની રચના થઈ તેમાં સી.આર. પાટીલની નજીક ગણાતા મુકેશ પટેલની બાદબાકી થઈ ગઈ છે. તેની સાથે કુંવરજી હળપતિ માંડવીના ધારાસભ્યની પણ બાદબાકી થઈ છે. જોકે, નવા મંત્રી મંડળમાં નિઝરના જયરામ ગામીતને સ્થાન મળ્યું છે. અને મુકેશ પટેલની જગ્યાએ ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલને સ્થાન મળ્યું છે.
ગુજરાત સરકારમાં પહેલા નંબર ટુનું સ્થાન નાણાં મંત્રી કનુ દેસાઈનું હતું તેમને રીપીટ કરવામા આવ્યા છે આ સાથે જ કામરેજના ધારાસભ્ય પ્રફુલ પાનસેરીયાને પણ રીપીટ કરવામાં આવ્યા છે. આ મંત્રી મંડળમાં મજૂરાના ધારાસભ્ય હર્ષ સંઘવીના કારણે ગુજરાત સરકારમાં સુરતનું સ્થાન વધુ મજબૂત બન્યું છે. મજુરાના ધારાસભ્ય હર્ષ સંઘવીને પ્રમોશન આપી નાયબ મુખ્યમંત્રી બનાવ્યા છે.
સૌરાષ્ટ્રમાં રાજકોટ કપાયું
પ્રાદેશિક દૃષ્ટિએ જોઈએ તો મંત્રીમંડળમાં સૌરાષ્ટ્ર-કચ્છ પ્રદેશનું વર્ચસ્વ જોવા મળે છે. સૌરાષ્ટ્ર-કચ્છમાંથી સૌથી વધુ 9 નેતાઓને સ્થાન મળ્યું છે, જે મંત્રીમંડળમાં તેમનો દબદબો સૂચવે છે. આ પ્રદેશમાંથી ત્રિકમ છાંગા (અંજાર), કાંતિ અમૃતિયા (મોરબી), કુંવરજી બાવળીયા (જસદણ), રિવાબા જાડેજા (જામનગર ઉત્તર), અર્જુન મોઢવાડિયા (પોરબંદર), ડૉ. પ્રદ્યુમન વાજા (કોડિનાર), કૌશિક વેકરિયા (અમરેલી), પરશોતમ સોલંકી (ભાવનગર ગ્રામ્ય) અને જીતુ વાઘાણી(ભાવનગર પશ્ચિમ)ને સ્થાન મળ્યું છે.
સૌરાષ્ટ્રમાં પ્રભાવ વધ્યો પણ રૂપાણીના રાજકોટમાં કોઈ પ્રધાન બનાવાયા નથી.
અગાઉના 5 મંત્રીઓની સરખામણીમાં આ વખતે સૌરાષ્ટ્રના 8 છે. વિસાવદર પેટાચૂંટણીમાં શાસક પક્ષને મળેલા પરાજયના પડઘા રૂપે જોઈ રહ્યા છે. સૌરાષ્ટ્રના મતદારોની નારાજગી દૂર કરવા માટે નક્કી કરાયું છે.
વિસાવદરની હાર શાસક પક્ષ માટે માત્ર એક બેઠક ગુમાવવા બરાબર ન હતી. તે સૌરાષ્ટ્રના રાજકીય હવામાનનો સ્પષ્ટ સંકેત હતો. ખેડૂતોના પ્રશ્નો, સ્થાનિક સ્તરે નેતૃત્ત્વનો અભાવ અને જ્ઞાતિગત સમીકરણોમાં આવેલી નારાજગી જેવા પરિબળોએ આ પરિણામમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ હાર એ વાતનો પુરાવો હતી કે સૌરાષ્ટ્રના મતદારોને હવે હળવાશથી લઈ શકાય તેમ નથી. આ પરાજય બાદ પક્ષના મોવડીમંડળ માટે સૌરાષ્ટ્ર પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવું અનિવાર્ય બની ગયું હતું. મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રનું કદ વધારવું એ આ ‘ડૅમેજ કન્ટ્રોલ’ની રણનીતિનું પ્રથમ અને સૌથી મજબૂત પગલું માનવામાં આવે છે.
વિસ્તરણના કારણો
રાજકીય પરિસ્થિતિ વધુને વધુ પ્રવાહી બની રહી છે. ભાજપથી વિમુખ થઈ રહેલી જનતાએ હવે વિપક્ષ તરફ નજર માંડી છે. આ જોતાં ભાજપે નાછૂટકે મંત્રીમંડળની રાજકીય સર્જરી કરવા મજબૂર થવુ પડયું છે. આખરે જાતિગત સમીકરણ આધારે મંત્રી પદ આપી લોકોમાં રોષ ઠારવા ભાજપે મથામણ કરવી પડી છે.
આ પણ વાંચોઃ ગાંધીનગરમાં આજે નવા મંત્રીમંડળની શપથ ગ્રહણ વિધિ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત લેવડાવશે શપથ
ગુજરાતના મંત્રી મંડળમાં ફેરફાર
ગુજરાતના મંત્રીમંડળમાં ફેરફાર કરવા પાછળ ભાજપની ગણતરી એ છે કે, છેલ્લાં ઘણાં સમયથી સરકાર-સંગઠન વચ્ચે મોટી ખાઈ પડી છે. ખુદ ભાજપના ધારાસભ્ય-સાંસદો જ સરકાર વિરોધી હોય તેવું ચિત્ર ઊભું થયુ છે. દક્ષિણ ગુજરાતને વધુ પ્રતિનિધિત્વ અપાતાં અન્ય પ્રદેશોને વંચિત રખાયા હોય તેવું લોકો અનુભવી રહ્યા છે જેથી સ્થાનિકો સરકારથી નારાજ છે.
આ પણ વાંચોઃ વેન્ડર્સ ટ્રેનિંગની ધીમી કામગીરીથી નારાજગી , તમારાથી કામ ના થતુ હોય તો એજન્સીને કામ સોંપો, મ્યુ.કમિશનર
ગુજરાતને મળશે નાયબ મુખ્યમંત્રી?
આ ઉપરાંત પાટીદાર, કોળી, ઓબીસી, એસસી-એસટી સહિત અન્ય જ્ઞાતિને પૂરતું પ્રતિનિધિત્વ મળી શક્યું નથી. આ જોતાં રાજકીય સમીકરણો બંધબેસતા નથી. વર્તમાન મંત્રીઓ-પરફોર્મન્સ ખૂબ જ નબળું રહ્યું છે. લોકોના પ્રશ્ન હલ કરવામાં સદંતર નિષ્ફળ નિવડ્યા છે. આ જોતાં સરકારની કાર્યક્ષમતા વધારવા માટે યુવા અને નવા ચહેરા-મંત્રીપદ આપવું જરૂરી બન્યું છે. આ જોતા જ મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં પણ નાયબ મુખ્યમંત્રી બનાવવાનો પણ કોન્સેપ્ટ અજમાવાય તો નવાઈ નહીં. સ્થિતિને થાળે પાડવા માટે જ ભાજપના આલા નેતાઓએ ગાંધીનગર દોડી આવવું પડ્યું હતું.
કોળી સમાજ
કુંવરજી બાવળિયા (જસદણ) અને પરષોત્તમ સોલંકી (ભાવનગર ગ્રામ્ય), બંને કોળી સમાજના કદાવર નેતાઓ છે. સૌરાષ્ટ્રના રાજકારણમાં કોળી સમાજ એક મોટો અને નિર્ણાયક વોટબેંક ધરાવે છે. આ બંને નેતાઓને મંત્રીપદ આપીને કોળી સમાજને સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે સરકારમાં તેમનું મહત્વ અકબંધ છે.
શું છે જાતિગત સમીકરણો
નવા મંત્રીમંડળમાં પાટીદાર અને ઓ.બી.સીને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. મંત્રીમંડળમાં સામાજિક સંતુલન જાળવવા માટે વિવિધ જાતિઓને પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે.
ઓ.બી.સી.માંથી સૌથી વધુ 8 નેતાઓને સ્થાન આપીને ઓ.બી.સી. (અન્ય પછાત વર્ગ) મતદારોને વિશેષ મહત્ત્વ આપ્યું છે. જ્યારે સત્તાધારી પક્ષના મુખ્ય આધાર સ્તંભ ગણાતા પાટીદાર સમાજના 7 નેતાઓને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે. તો બીજી તરફ એસ.ટી. (અનુસૂચિત જનજાતિ) 4 નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે અને એસ.સી. (અનુસૂચિત જાતિ): 3 નેતાઓને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે.
મહિલા પ્રતિનિધિત્વ અને યુવા નેતૃત્વને તક
મંત્રીમંડળમાં ત્રણ મહિલાઓનો સમાવેશ કરીને મહિલા પ્રતિનિધિત્વની ગેરહાજરી નિવારવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જેમાં રિવાબા જાડેજા(જામનગર ઉત્તર), મનીષા વકીલ(વડોદરા શહેર) અને દર્શનાબહેન વાઘેલા(અસારવા)નો સમાવેશ કરવામાં આવ્યો છે. આ મંત્રીમંડળમાં પ્રવિણ માળી (ડીસા) સૌથી યુવા નેતા છે, જે યુવા નેતૃત્વને પ્રોત્સાહન આપવાની પાર્ટીની નીતિ દર્શાવે છે.
નવા મંત્રીમંડળની રચના દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અનુભવી અને નવા નેતાઓ, તેમજ વિવિધ પ્રદેશો અને જાતિઓના પ્રતિનિધિત્વ વચ્ચે સંતુલન જાળવવાનો સફળ પ્રયાસ કર્યો હોય તેમ જણાય છે.
પાટીદાર
જીતુ વાઘાણી (ભાવનગર પશ્ચિમ), કાંતિ અમૃતિયા (મોરબી), અને કૌશિક વેકરિયા (અમરેલી) ની પસંદગી પાટીદાર સમાજને સાચવી રાખવાનો પ્રયાસ છે. ખાસ કરીને અમરેલી જેવા કોંગ્રેસના ગઢ ગણાતા વિસ્તારમાંથી કૌશિક વેકરિયાને મંત્રી બનાવીને પક્ષ ત્યાં પોતાની પકડ મજબૂત કરવા માંગે છે. જીતુ વાઘાણી જેવા અનુભવી નેતાને ફરી સ્થાન આપીને પક્ષે જૂના જોગીઓનું મહત્ત્વ પણ જાળવી રાખ્યું છે.
અર્જુન મોઢવાડિયા (પોરબંદર) જેવા વિપક્ષના દિગ્ગજ નેતાને મંત્રીમંડળમાં સ્થાન આપવું એ એક માસ્ટરસ્ટ્રોક ગણી શકાય. આનાથી માત્ર પોરબંદર વિસ્તારમાં જ નહીં, પરંતુ સમગ્ર મેર સમાજ અને અન્ય પછાત વર્ગોને પણ એક સકારાત્મક સંદેશ જાય છે. એ જ રીતે, કોડીનારના ધારાસભ્ય ડૉ. પ્રદ્યુમનસિંહ વાજાને સ્થાન આપીને દલિત સમાજને પણ પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે.
રિવાબા જાડેજા (જામનગર ઉત્તર) ને મંત્રીપદ આપીને પક્ષે એક સાથે અનેક હેતુઓ પાર પાડ્યા છે.
રણનીતિની સાચી કસોટી હવે શરૂ થશે. શું આ નવા મંત્રીઓ માત્ર પોતાના પદની શોભા વધારશે કે પછી ખરા અર્થમાં સૌરાષ્ટ્રના ખેડૂતો, યુવાનો અને સામાન્ય નાગરિકોના પ્રશ્નોનું નિરાકરણ લાવી શકશે? માત્ર મંત્રીઓની સંખ્યા વધારવાથી નારાજગી દૂર નહીં થાય; જમીન પર નક્કર કામગીરી અને પરિણામો જ આવનારી ચૂંટણીઓમાં મતદારોનો વિશ્વાસ પાછો જીતી શકશે.
પરસોત્તમ સોલંકી
ચાર મુખ્યમંત્રી અને અનેક વખત મંત્રીમંડળ બદલાયું પણ પરસોત્તમ સોલંકી નથી બદલાતા. નરેન્દ્ર મોદી, આનંદીબહેન પટેલ, વિજય રુપાણી, ભૂપેન્દ્ર પટેલ એમ ચાર વખત મુખ્યમંત્રી બદલાયા પણ તમામ મુખ્યમંત્રીઓની કેબિનેટમાં પરષોત્તમ સોલંકીને સ્થાન મળ્યું. આટલા વર્ષોમાં અનેક વખત કેબિનેટ પણ બદલાઈ, જોકે પરષોત્તમ મંત્રી પદે યથાવત્ રહ્યા.
ભાજપની 1998ની સરકારથી પ્રધાન રહ્યાં છે. કોળી સમાજના નેતા પરષોત્તમ સોલંકી. ભાવનગર ગ્રામ્ય મતવિસ્તારના ધારાસભ્ય પરષોત્તમ સોલંકીનું મંત્રીપદમાં સ્થાન યથાવત્ છે. આ વખતે પણ તેમને મત્સ્ય ઉદ્યોગ ફાળવવામાં આવ્યો છે.
ભાવનગર, અમરેલી સહિત સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોના કોળી સમાજના પ્રભુત્વવાળા મતવિસ્તારમાં પરષોત્તમ ઓધવજીભાઈ સોલંકીની સારી પકડ છે. તેઓ 1998થી ભાવનગર ગ્રામીણ મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા આવ્યા છે. પહેલા ઘોઘા બેઠક પરથી અને ત્યારબાદ ઘોઘા બેઠક ભાવનગર ગ્રામ્યમાં ભળી જતાં તેઓ ગ્રામ્યમાંથી જીતતા આવ્યા છે.
1998માં ઘોઘા બેઠક પર પ્રથમ વખત ધારાસભ્ય બન્યા
પરસોત્તમ સોલંકી 1996માં અપક્ષમાંથી ભાવનગર બેઠક પરથી લોકસભા ચૂંટણી લડ્યા હતા. 1997માં ભાજપના તત્કાલીન પ્રદેશ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાએ તેમને ભાજપમાં જોડાવવા આમંત્રણ આપ્યું હતું. આમ ભાજપમાં જોડાયા બાદ પરસોત્તમ સોલંકી વર્ષ 1998માં પહેલીવાર ઘોઘા બેઠક પરથી વિધાનસભા ચૂંટણી લડીને ધારાસભ્ય બન્યા હતા. ત્યારબાદ 2002, 2007, 2012 અને 2017માં પણ ચૂંટાયા હતા. જોકે, સીમાંકન બાદ ઘોઘા બેઠક ભાવનગર ગ્રામ્યમાં ભળી હતી. જેથી બેઠક બદલાતા વર્ષ 2012, 2017 અને 2022માં પરસોત્તમ સોલંકી ભાવનગર ગ્રામ્યમાંથી ચૂંટણી જીતતા છઠ્ઠી વખત ધારાસભ્ય બન્યા હતા.
પરષોત્તમ સોલંકીને વર્ષ 2007માં પહેલી વખત મત્સ્યોદ્યોગ અને પશુપાલનના રાજ્યકક્ષાના મંત્રી બનાવામાં આવ્યા હતા. આમ તેમની રાજકીય કારકિર્દીમાં વર્ષ 2007થી સતત ગુજરાત સરકારના મંત્રીમંડળના ભાગ રહ્યા છે.
વર્ષ 2008માં મત્સ્યોદ્યોગ મંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન પરષોત્તમ સોલંકીએ ટેન્ડર વગર ફિશરીઝ તળાવના રૂ. 400 કરોડના કોન્ટ્રક્ટ આપ્યા હોવાની ફરિયાદના પગલે ગાંધીનગર સ્થિત સ્પેશિયલ કોર્ટમાં તેમના વિરુદ્ધ કાર્યવાહી ચાલી રહી છે. આ કેસમાં મત્સ્યઉદ્યોગ મંત્રી તરીકે સોલંકી પર નિર્ધારિત પ્રક્રિયાનું પાલન કર્યા વગર 58 જળાશયોમાં માછીમારીના કૉન્ટ્રેક્ટ આપી દેવાનો આરોપ લાગ્યો હતો.
હર્ષ સંઘવી
પૂર્વ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી રાજ્યના સૌથી નાની વયના નાયબ મુખ્યમંત્રી છે.
નવમા ધોરણ સુધી અભ્યાસ, હીરા વેપારી
મારવાડી જૈન પરિવારમાંથી આવતા હર્ષ સંઘવીનો જન્મ 8 જાન્યુઆરી 1985ના રોજ થયો હતો. તેમણે નવમા ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે. તેઓ સુરતના એક હીરા વેપારી છે. નાની ઉંમરથી જ તેઓ રાજનીતિમાં સક્રિય થઈ ગયા હતા.
2008માં તેમની ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના પ્રદેશ મહામંત્રી તરીકે નિયુક્તિ કરાઈ હતી. આ બાદ 2010માં ફરીથી તેઓ યુવા મોરચાના મહામંત્રી બન્યા હતા. 2011માં ભાજપના યુવા મોરચાના પ્રદેશ ઉપપ્રમુખની જવાબદારી નિભાવી. આ બાદ 2013માં તેમને ભાજપે રાષ્ટ્રીય યુવા મોરચામાં રાષ્ટ્રીય મહામંત્રી તરીકે તો 2014માં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પદે નિમણૂક થઈ.
ત્રણ ટર્મથી ભાજપના ધારાસભ્ય તરીકે ચૂંટાય છે
વર્ષ 2012માં હર્ષ સંઘવીને મજૂરા વિધાનસભા પરથી ભાજપે ટિકિટ આપી હતી, તે સમયે તેઓ 27 વર્ષની વયે ગુજરાતના સૌથી યુવા ઉમેદવાર હતા. ચૂંટણીમાં તેઓ 73 ટકા વોટ મેળવીને વિજેતા બન્યા હતા. આ બાદ 2017 તથા 2022ની વિધાનસભા ચૂંટણીમાં પણ તેમની જીત થઈ. આમ તેઓ સતત ત્રણ ટર્મથી મજુરા સીટ પરથી ભાજપના ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવે છે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી બનેલા હર્ષ સંઘવી રાજ્યમાં ગૃહ વિભાગ, વાહન વ્યવહાર, સરહદી સુરક્ષા, ઉદ્યોગ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, રમત ગમત અને યુવક સેવા સહિતના વિભાગો સંભાળી રહ્યા હતા.
ગુજરાત રાજ્યની 1960માં થયેલી સ્થાપના બાદથી 2025 સુધીમાં કુલ 6 નાયબ મુખ્યમંત્રીઓ રહ્યા છે. જેમાં તાજેતરમાં નાયબ મુખ્યમંત્રી બનેલા હર્ષ સંઘવી આ લિસ્ટમાં છઠ્ઠા ક્રમે છે. આ પહેલા ચિમનભાઈ પટેલ ગુજરાતના પહેલા નાયબ મુખ્યમંત્રી હતા. કોંગ્રેસ પક્ષમાંથી વર્ષ 1972-73 દરમિયાન નાયબ મુખ્યમંત્રીના પદે રહ્યા હતા. આ બાદ કોંગ્રેસમાંથી જ કાંતિલાલ ઘિયા વર્ષ 1972-73માં નાયબ મુખ્યમંત્રી રહ્યા હતા. આ બાદ ભાજપે 1990ના વર્ષમાં કેશુભાઈ પટેલને નાયબ મુખ્યમંત્રી બનાવ્યા હતા. કોંગ્રેસે 1994-95 દરમિયાન નરહરિ અમિનને તો ભાજપે 2016-21 દરમિયાન નીતિન પટેલને નાયબ મુખ્યમંત્રી બનાવ્યા હતા.
સૌરાષ્ટ્ર
અગાઉ સરકારમાં સૌરાષ્ટ્ર કચ્છના પાંચ મંત્રી હતા, જે ભૂપેન્દ્ર પટેલ મંત્રી મંડળમાં મંત્રીઓની સંખ્યા વધી નવ સુધી પહોંચી છે.
રાજકીય અને પ્રજાકીય પડકારોને નજર અંદાજ કરાયા છે. ખેડૂતો, આમ આદમી પાર્ટીની વધતી હાજરી, નાના વેપારીઓની સમસ્યા, વિસ્થાપન, રોડ અને પ્રાથમિક સુવિધાની સ્થિતિ, મોંઘુ બનતું શિક્ષણ અને આરોગ્ય સામે ભાજપના મતદારો બોલકા થયા છે. જેની અસર વિસાવદર પેટા ચૂંટણી પર પડી. ઉત્તર ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં સહકાર ક્ષેત્રે જૂથવાદ ચરમસીમા એ છે. સરકારી અધિકારીઓ ધારાસભ્યોના ફોન પણ રીસીવ ન કરતા, મુખ્ય મંત્રીએ લેખિતમાં ઓર્ડર કરવો પડ્યો હતો. આ સ્થિતિમાં નવા સવા મંત્રીઓની પ્રજાકીય કાર્યોમાં કેવી ફાવટ હતી એ પડકાર બની રહેશે.
સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણી હવે નજીક છે, ત્યારે પાટીદાર, કોળી, ક્ષત્રિય અને આદિવાસી સમાજ કોઈને કોઈ કારણોસર નારાજ છે. આ સ્થિતિમાં સ્થાનિક પ્રજાકીય પ્રશ્નોના ઉકેલમાં વિલંબ કે નિષ્ફળતા સરકારને મોંઘી પડી શકે છે.
વિવાદ
છેલ્લા ઘણા સમયથી મંત્રી મંડળ વિસ્તારની ચર્ચામાં જે નામો મોખરે હતા એ નામોની બાદબાકી થઈ છે. સૌરાષ્ટ્રથી જયેશ રાદડિયા, બનાસકાંઠાથી શંકર ચૌધરી, કોંગ્રેસથી આવેલ સી. જે. ચાવડા, ઠાકોર યુવા નેતા અલ્પેશ ઠાકોરના નામો નવા મંત્રી મંડળથી બાદબાકી થતા પક્ષના કાર્યકરો પણ આશ્ચર્યચકિત થયા છે.
સહકાર ક્ષેત્રે સૌરાષ્ટ્રમાં જયેશ રાદડિયા અને ઉત્તર ગુજરાતમાં શંકર ચૌધરી મોખરે છે. છેલ્લા થોડા સમયથી સહકારી સંસ્થાઓમાં ચૂંટણીમાં ભાજપ પક્ષ મેન્ડેટ આપતા છતાં પક્ષના મેન્ડેટ વિરુદ્ધ મતદાન થાય છે. પક્ષમાં આંતરિક જૂથવાદ, વિવાદ, ભ્રષ્ટાચારના આક્ષેપ પણ મંત્રીમંડળમાંથી બાદબાકીનું કારણ બન્યો છે.
રાજ્યમાં અનેક પ્રસંગે અમદાવાદ સહિત વિવિધ વિસ્તારમાં આવતા કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહની નવ નિયુક્ત મંત્રી મંડળના શપથ ગ્રહણ સમારંભમાં ગેર હાજરી રાજકીય રીતે સૂચક બની છે.
દક્ષિણ ગુજરાતમાં આદિવાસી વિસ્તારમાં ચાલતા આંદોલનો અને દાહોદ, ભરૂચ અને મહીસાગરમાં સરકારી યોજનામાં ભ્રષ્ટાચારના આક્ષેપ ભાજપ સામે આગામી ચૂંટણીમાં પડકાર બની રહ્યા છે. દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસ તો મધ્ય અને સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટી ભાજપને જો સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણીમાં પડકાર આપે તો મંત્રી મંડળની ફેર બદલ અંગે ચર્ચા જામી શકે છે.
3.0 સરકાર
ભૂપેન્દ્ર પટેલના 3.0 સરકારના મંત્રી મંડળમાં પહેલા કરતા નવ મંત્રીઓ વધુ છે. રાજ્યમાં પાટીદારોના રોષને ડામવા માટે પહેલા ચાર મંત્રીની સામે હવે સાત મંત્રી પદ અપાયા છે. OBC સમાજને પહેલા છ પદ આપ્યા હતા, હવે આઠ ઓબીસી સમાજના મંત્રી બનાવ્યા છે. અનુસૂચિત જાતિના એક સામે ત્રણ મંત્રી તો આદિવાસી સમાજના ચાર નવા મંત્રી બન્યા છે. મંત્રી મંડળમાં સૌથી વધુ પ્રતિનિધિત્વ સૌરાષ્ટ્ર કચ્છને અને ઓછું પ્રતિનિધિત્વ ઉત્તર ગુજરાતને ચાર મંત્રી થકી મળ્યું છે.
એક જ મહિલા મંત્રી સામે નવ નિયુક્ત મંત્રી મંડળમાં ત્રણ મહિલા મંત્રી બનાવાયા છે. જામનગરના રીવાબા જાડેજાના નામે ખેંચ્યું છે, જે જાણીતા ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજાના પત્ની છે.
26 પૈકી 12 મંત્રીઓ પહેલી વાર ધારાસભ્ય બન્યા છે. વિશેષતા રહી છે. નવ નિયુક્ત મંત્રી મંડળે દિવાળીમાં કોઈને આકાશી તરલા તો કોઈને સુરસુરિયું બનાવી નાખ્યા છે. ભાજપનું રાજકીય એન્જિનિયરિંગ છે.
મહિલાઓ
2022ની વિધાનસભા ચૂંટણી બાદ સત્તામાં આવેલા ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં મહિલા પ્રતિનિધિત્વ ઓછું હતું, જેમાં એકમાત્ર મહિલા મંત્રી ભાનુબેન બાબરિયા હતા. હવે 3 મહિલાઓ છે. ખરેખર તો 33 ટકા હોવા જોઈએ.
મનીષા વકીલ: વડોદરા શહેર (અનામત બેઠક)ના ધારાસભ્ય. એમ.એ. (M.A.), બી.એડ. (B.Ed.) (અંગ્રેજી સાહિત્ય) અને પીએચ.ડી. (Ph.D.) સુધીનો અભ્યાસ. રાજકારણમાં પ્રવેશતા પહેલા બ્રાઇટ ડે સ્કૂલમાં શિક્ષિકા અને સુપરવાઇઝર તરીકે ફરજ બજાવી હતી. તેઓ 2012, 2017 અને 2022માં સતત ત્રણ વખત ચૂંટણી જીત્યા છે. 2022ની ચૂંટણીમાં 1,30,705 મતોના મોટા માર્જિનથી જીત મેળવી. 2021માં પ્રથમ વખત મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી બન્યા બાદ 2025ના નવા મંત્રીમંડળમાં ફરી સ્થાન મેળવ્યું છે.
દર્શના વાઘેલા: અમદાવાદમાં અનુસૂચિત જાતિ (SC) સમુદાય માટે અનામત અસારવા મતવિસ્તારના ધારાસભ્ય. બી.કોમ. (B.Com.) સુધીનો અભ્યાસ પૂર્ણ કરેલો છે. અમદાવાદ મહાનગરપાલિકા (AMC)માં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી અને બે વખત અમદાવાદના પૂર્વ ડેપ્યુટી મેયર હતા.
અમદાવાદ શહેરનું પ્રતિનિધિત્વ મજબૂત બન્યું છે.
રીવાબા જાડેજા: જામનગર ઉત્તરના ધારાસભ્ય. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU)માંથી મિકેનિકલ એન્જિનિયરિંગમાં સ્નાતક (BE). પિતા હરદેવ સિંહ સોલંકી ઉદ્યોગપતિ અને સામાજિક કાર્યકર છે. ‘માતૃશક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ’ નામનું NGO શરૂ કર્યું છે.
2019માં ભાજપમાં જોડાયા. કરણી સેનાની મહિલા વિંગના વડા હતા.
ભારતીય ક્રિકેટર રવીન્દ્ર જાડેજા સાથે 2016માં લગ્ન કર્યા છે અને તેમને એક પુત્રી છે.
ધનિક મંત્રી
નવા મંત્રીમંડળમાં સૌથી યુવા મંત્રી રિવાબા જાડેજા છે, જેઓ 35 વર્ષના છે. જ્યારે સૌથી ઉંમર લાયક મંત્રી કનુ દેસાઈ છે, તેઓ 74 વર્ષના છે. સૌથી વધુ સંપત્તિ ધરાવતા મંત્રી મામલે પણ રિવાબા જાડેજા 97.36 કરોડ સાથે પહેલા ક્રમે છે. તો સૌથી ઓછી સંપત્તિ ધરાવતા મંત્રી જયરામ ગામીત છે, જેઓ 47 લાખની સંપત્તિ ધરાવે છે. સૌથી વધુ ભણેલા મંત્રી મનીષા વકીલ અને જયરામ ગામીત છે અને સૌથી ઓછું ભણેલા મંત્રી હર્ષ સંઘવી છે.
0000000
જગદીશ પંચાલ
વિશ્વકર્માએ કહ્યું 162 ધારાસભ્યોનું જન સંખ્યા બળ છે. છતાંય સવારે 10:00 વાગ્યા સુધી મારી ઉપર રત્નાકર ઉપર કે સીએમ સાહેબને ભલામણ માટે કોઈપણ ફોન આવ્યો નથી. નામ ડિક્લેર થયા પછી એમાં કદાચ કોઈને સ્થાન મળ્યું કે ના મળ્યું છતાં એ અભિવાદન સમારોહમાં હસતા મોઢે તે આવ્યા છે. એવા મુકેશ પટેલ એક તાજા ઉદાહરણ છે.
મુખ્યમંત્રીએ નવું મંત્રી મંડળ બનાવ્યું છે. નવી ટીમ બની છે. દર્શનાબહેનનો સમાવેશ કર્યો છે.
000000000000
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સિવાય તમામ મંત્રીઓના રાજીનામા લેવામાં આવ્યા હતા.
17 ઓક્ટોબર 2015ના રોજ સવારે 11.30 વાગ્યે ગાંધીનગર ખાતે મહાત્મા મંદિરમાં નવા મંત્રી શપથ ગ્રહણ કરશે. મોડી રાત્રે નવા મંત્રીઓના નામ પર મહોર લાગી હતી અને આ અંગે જે તે મંત્રીઓને ફોન કરીને સવારે જાણ કરાઈ હતી. સામી દિવાળીએ કાળી ચૌદસ પહેલાં વાઘબારસે પ્રધાન મંડળના તાત્કાલિક વિસ્તરણની જરૂર કેમ પડી તેવો જવાબ સરકાર કે ભાજપ તરફથી આપાયો નથી. 112માંથી અનેક ધારાસભ્યોની દિવાળી બગડી તો 18 ધારાસભ્યોની સુધરી હતી.
CM અને રાજ્યપાલની મુલાકાત 16 ઓક્ટોબરના રો થવાની હતી જે એકાએક રદ કરવી પડી હતી.છેલ્લી ઘડીએ દિલ્હીથી આવેલા એક ફોન કોલે બાજી પલટી નાંખી હતી. બળવો ન થાય તેથી આમ કરાયું હતું. દિલ્હીથી કહેવા પ્રમાણે મોડી રાત્રે વિવાદો વચ્ચે નવા મંત્રીઓના નામ નક્કી કર્યા હતા. નવા મંત્રીઓને ફોન કરીને જાણ કરાઈ હતી.
રાજ્યપાલ
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત નવા મંત્રીમંડળને શપથ લેવડાવશે. મંત્રીમંડળના વિસ્તરણના કારણે રાજ્યપાલે પ્રવાસ ટૂકાવીને ગાંધીનગર આવી જવા આદેશ કરાયો હતો. મુંબઈનો કાર્યક્રમ રદ કરીને શુક્રવારે 12.39 વાગે મહાત્મા મંદિર આવી જવા કહેવાયું હતું.
રાષ્ટ્રીય પ્રમુખ
દિવસે જે.પી.નડ્ડાએ ભાજપના તમામ ધારાસભ્યોને સંબોધન કર્યું હતું.
રાતના મુખ્ય પ્રધાનના નિવાસે બેઠક થઈ હતી. જેમાં રાષ્ટ્રીય પ્રમુખ જે.પી નડ્ડા, સીએમ ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ પંચાલ અને સંગઠન મહામંત્રી વચ્ચે 3 કલાક બેઠક થઈ હતી. રાત્રી ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી સુનીલ બંસલ હાજર હતા.
મહાત્મા મંદિર
મંત્રીમંડળના વિસ્તરણ અને શપથ ગ્રહણ માટે મહાત્મા મંદિર ખાતે રાખી હતી. શપથ ગ્રહણ માટે 10 હજાર લોકો બેસી શકે તેવી બેઠક વ્યવસ્થા કરવામાં આવી.
ધારાસભ્યો, લોકસભા સંસદ, રાજ્યસભા સાંસદ, ભાજપના સંઠનનના નેતાઓ, આમંત્રિત મહેમાનો, વિરોધ પક્ષના ધારાસભ્યો માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવી.
અમિત શાહ કપાયા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ગુજરાત આવવાના હતા. પણ તેમને ગાંધીનગર નહીં જવા માટે દિલ્હીનો આદેશ આપવામાં આવ્યો હતો. પ્રવાસ અચાનક રદ્દ થઈ ગયો હતો. આ એક મોટું રહ્સ્ય છે.
મંત્રીમંડળના શપથ સમારોહમાં હાજરી ન આપી શકે તે માટે ખાસ તકેદારી રખાઈ હતી. જે રાષ્ટ્રીય પક્ષનો આંતરીક ઝઘડો હોવાનું માનવામાં આવે છે.
અનેક મંત્રીઓએ પોતાની ઓફિસ ખાલી કરી દીધી હતી. જેમાં રાઘવજી પટેલ અને હર્ષ સંઘવી પણ હતા.
પીએ પીએસ
નવા મંત્રીઓ જાહેર થાય તે પહેલાં જ નરેન્દ્ર મોદીની રીત પ્રમાણે અંગત સચિવ અને અંગત મદદનીશની નિમણૂક કરવામાં આવી હતી. કામચલાઉ નિમણૂક માટે સામાન્ય વહીવટ વિભાગ તરફથી આદેશ કરી દેવાયો હતો. સેક્શન, નાયબ સેક્શન અધિકારી મૂકવામાં આવ્યા છે. ભાજપની પહેલી સરકાર કેશુભાઈ પટેલની બની ત્યારે નરેન્દ્ર મોદીએ પ્રધાનોની કચેરીઓ અને બંગલા પર પોતાના માનીતા આર એસ એસના કાર્યકરોને નિયુક્ત કર્યા હતા. જેના દ્વારા તેઓ જાસૂસી કરતાં હતા કે કયા પ્રધાવ શું કરી રહ્યાં છે. આવું જ નવા પ્રધાન મંડળમાં જોવા મળે છે.
અંગત સચિવની કામગીરી માટે 35 સેક્શન અધિકારીઓ તથા અંગત મદદનીશની કામગીરી માટે 35 નાયબ સેક્શન અધિકારીઓના નામ જાહેર કરવામાં આવ્યા છે.
સેકશન અધિકારીની યાદી :-
1 મહેન્દ્ર શંકર ચાવડા, માર્ગ અને મકાન વિભાગ
2 નિતિન અમૃત ચૌધરી, ઊર્જા અને પેટ્રો કેમિકલ વિભાગ |
3 શૈલેન્દ્ર વખત ગઢવી, મહેસૂલ વિભાગ
4 ગોપાલ વિજય ગઢવી, કાયદા વિભાગ
5 ઉમેશ હરજી નગોતા, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ
6 ભાવેશ રવજી વાડદોરીયા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગ
7 દિવ્યેશ વિનોદ વાળંદ, નાણા વિભાગ
8 રૂદ્રદત્ત ભરત વાઘેલા, મહેસૂલ વિભાગ
9 જતીન સુરેશચંદ્ર સાગર, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ
10 કમલેશ ધર્મસિંહ ચાવડા, નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ
11 મયુરકુમાર દિનેશભાઈ દાતણીયા, ગૃહ વિભાગ
12 રાજ્ઞેશ નટવર રાઠોડ, વન અને પર્યાવરણ વિભાગ
13 પ્રમેશ મગન ગામેતી, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ
14 જે. એલ. પવાર, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ
15 કે. પી. નાગર, ઉદ્યોગ અને ખાણ વિભાગ
16 એમ. બી. પટેલ, માર્ગ અને મકાન વિભાગ
17 જયદિપકુમાર બળદેવભાઇ પટેલ, મહિલા અને બાળ વિકાસ વિભાગ
18 પ્રકાશ રમેશભાઈ ચૌધરી, નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ
ગોપાલ ઇટાલિયાના પત્રથી ઘણાને જીવતદાન મળ્યું છે. પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે ખાનગી વાતમાં પંચાલને કહ્યું હતું કે, કાઢવા હોય તો કાઢી મેલે.
પરસોત્તમ સોલંકી, કુંવરજી બાવળિયાની જેમ કેટલાક પ્રધાનો પક્ષની મજબૂરીના કારણે લેવા પડ્યા હતા. બંધારણ અંગૂઠા છાપને પણ સર્વોચ્ચ હોદ્દા પર બેસવાની તાકાત આપે છે.
લાંબા સમયથી છોટાઉદેપુર જિલ્લામાં એક પણ ધારાસભ્યને આજ પર્યન્ત મંત્રી બનાવાયો ન હતા.
કોંગ્રેસ
સરકારના નવા મંત્રીમંડળમાં અલ્પેશ ઠાકોર-હાર્દિક પટેલને સ્થાનને લઈને જયનારાયણ વ્યાસનું મોટું નિવેદન
અલ્પેશ અને હાર્દિકના મંત્રી મંડળમાં આવવાની કોઈ શક્યતા નથી. અર્જુન મોઢવાડીયા અને સી.જે ચાવડાએ કોંગ્રેસે નિકાસ કરેલો માલ છે.
રાજીવગાંધી ભવન ખાતે જયનારાયણ વ્યાસે પત્રકાર પરિષદ કરી હતી. ભાજપ સરકારનું સંપૂર્ણ મંત્રીમંડળ બદલાઈ રહ્યું છે. ભાજપે સ્વીકાર્યું છે કે તે નિષ્ફળ રહ્યા છે. જે નિર્ણય બિરદાવા જેવો છે. ભાજપ નવા મંત્રીમંડળના મંત્રીઓ પણ નક્કી કરી શકી નથી. અલ્પેશ અને હાર્દિક પટેલના મંત્રી મંડળમાં આવવાથી કોઈ ફેર પડવાનો નથી. અલ્પેશ અને હાર્દિકના મંત્રી મંડળમાં આવવાની કોઈ શક્યતા નથી. અર્જુન મોઢવાડીયા અને સી.જે ચાવડાએ કોંગ્રેસે નિકાસ કરેલો માલ છે.
દિવાળી એટલે જુના ચોપડાને વિદાય આપવાનો સમય. વહિવટ એટલે વટથી બતાવી શકાય એવું. ભાજપ સરકારનું સંપૂર્ણ મંત્રીમંડળ બદલાઈ રહ્યું છે. દુનિયાની સૌથી મોટી પાર્ટી કહેવાતી ભાજપ પાર્ટી પ્રદેશ પ્રમુખનો નિર્ણય કરવામાં વિલંબ કરે છે. ભાજપે સ્વીકાર્યું છે કે તે નિષ્ફળ રહ્યા છે, જે નિર્ણય બિરદાવા જેવો છે. સરકાર કોમાની સ્થિતિમાં છે, જેમાં કોઈ ફેરબદલ આવવાનો નથી. ડૂબતો પક્ષ તરનારનો સહારો શોધી ફરી ઉભરાવાની કોશિષ કરી રહ્યો છે. ભાજપને પટા વાળો બદલાવા માટે પણ દિલ્હી પૂછવું પડે છે. ગુજરાત પ્રદેશ પ્રમુખનું ભવિષ્ય કેટલું ઉજળું છે તે આવનાર સમય નક્કી કરશે. ભાજપ નવા મંત્રીમંડળના મંત્રીઓ પણ નક્કી કરી શકી નથી. બહાદુર શાહના અંતિમ સમયની જેમ ભાજપની સ્થિતિ છે.
2014થી 2025ના સમયગાળામાં 11 વર્ષ માત્ર ગુજરાત મોડલનું રટણ કર્યું. દેશના 10 કુપોષિત જિલ્લાઓમાં ગુજરાતના 4 જિલ્લાઓ છે. માનવ વિકાસ સૂચક આંખમાં ભારત ક્યાં છે? HDIએ આયુષ્ય, આરોગ્ય અને શિક્ષણના સયુંકત આંખ પરથી માનવ વિકાસ સૂચક આંક તૈયાર થાય છે. HDIમાં 193 દેશમાં ભારત 130 માં સ્થાને છે. ગુજરાતનું સ્થાન અતિ વિકસિત 11 રાજ્યોમાં ક્યાંય નથી. મધ્યમ કક્ષાના 36 રાજ્યોમાં 25માં સ્થાને છે. ગુજરાત, મેઘાલય, રાજસ્થાન અને કર્ણાટકથી પાછળ છે. શિક્ષણ, આરોગ્ય અને આયુષ્ય ક્ષેત્રે આપણે દુર્ગતી કરી છે. 145 કરોડમાંથી 85 કરોડ લોકોને 5 કિલો અનાજ આપે છે. ઉદ્યોગપતિ માટે તેમના હિતમાં કામ કરતી સરકાર એટલે ભાજપ સરકાર છે. દેશના 10 ટકા લોકો પાસે 80% સંપત્તિ જ્યારે 80 ટકા લોકો પાસે 20% સંપત્તિ છે. વિકાસની વાતો એ માત્ર વાતો જ છે વાસ્તવિકતા નહીં. RBI અને નીતિ આયોગના આંકડા જ દર્શાવે છે દેશની સ્થિતિ કેવી છે? તેમણે જણાવ્યું હતું કે, અલ્પેશ અને હાર્દિક પટેલના મંત્રી મંડળમાં આવવાથી કોઈ ફેર પડવાનો નથી. અલ્પેશ અને હાર્દિકની મંત્રી મંડળમાં આવવાની કોઈ શક્યતા નથી. અર્જુન મોઢવાડીયા અને સી.જે ચાવડાએ કોંગ્રેસે નિકાસ કરેલો માલ છે.
દ્વી સ્તરીય પ્રધાન મંડળ
કેબિનેટ મંત્રી અને રાજ્ય મંત્રીના પદની જાહેરાત કરવામાં આવી રહી છે. જેમાં 1 નાયબ મુખ્યમંત્રી, 8 કેબિનેટ મંત્રી, 3 રાજ્ય કક્ષાના મંત્રી (સ્વતંત્ર હવાલો) અને 13 રાજ્ય કક્ષાના મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે.
પદો વચ્ચે સત્તા, જવાબદારી અને કાર્યક્ષેત્ર અગલ હોય છે.
કેબિનેટ મંત્રીઓ મંત્રીમંડળની સૌથી ઊંચી કક્ષાના સભ્યો હોય છે. તેમને સંરક્ષણ, નાણાં, ગૃહ, વિદેશ જેવા મહત્ત્વપૂર્ણ મંત્રાલયોનો સંપૂર્ણ હવાલો સોંપવામાં આવે છે.
નીતિ નિર્ધારણ: કેબિનેટ મંત્રીઓ સરકારના કોર ગ્રૂપ અથવા કેબિનેટનો ભાગ હોય છે. મોટા નિર્ણયો અને નીતિઓ ઘડે છે.
પોતાના મંત્રાલયની કામગીરી અને નીતિઓ માટે સંપૂર્ણપણે જવાબદાર હોય છે.
રાજ્ય મંત્રી
રાજ્ય મંત્રીઓનું પદ કેબિનેટ મંત્રીના પદ કરતાં નીચું હોય છે.
સ્વતંત્ર પ્રભારી: રાજ્ય મંત્રીઓ કોઈ નાના અથવા ઓછા મહત્ત્વના મંત્રાલયના સંપૂર્ણ પ્રભારી હોય છે. તેમના મંત્રાલય પર કોઈ કેબિનેટ મંત્રી હોતા નથી. વિભાગમાં સ્વતંત્ર રીતે નિર્ણય લઈ શકે છે, આમંત્રણ સિવાય કેબિનેટની બેઠકમાં તેઓ નિયમિતપણે હાજરી આપતા નથી.
કેબિનેટ મંત્રી સાથે જોડાયેલા હોય છે અને તેમના મંત્રાલયના ચોક્કસ કાર્યો અથવા વિભાગોમાં કેબિનેટ મંત્રીને મદદ કરે છે. તેમની સત્તા અને જવાબદારીઓ કેબિનેટ મંત્રી દ્વારા સોંપાયેલા કાર્યો પૂરતી મર્યાદિત હોય છે.
મુખ્ય તફાવત એ છે કે, કેબિનેટ મંત્રીઓ નીતિ ઘડનારી ‘વર્તુળ’ના સભ્ય હોય છે અને દેશ કે રાજ્ય માટેના દરેક મોટા નિર્ણય પર તેમની સીધી સહી હોય છે, જ્યારે રાજ્ય મંત્રીઓ (ખાસ કરીને મદદનીશ) મુખ્યત્વે નીતિઓના અમલ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.