ગુજરાત લસણ 7 – લસણ જીજી 7 – આનંદ કેસરીનામની દાહોદના એચએમઆરએસ કેન્દ્ર દ્વારા વિકસાવવામાં આવી છે. એક હેક્ટર દીઠ સરેરાશ ઉપજ 79 ક્વીન્ટલ ઉત્પાદન આપે છે. ખેડૂતો માટે વાવવા માટે ભલામણ કરી દેવામાં આવી છે. આખા ગુજરાતમાં તે ઉગાડી શકાય એવી જાત છે.
6500 કિલો 10 વર્ષ પહેલાં એક હેક્ટરે પાકતું હતું, અતાયરે 6793 કિલો એક હેક્ટરે પાકે છે. હવે નવી જાતનું 7900 કિલો એક હેક્ટરે પાકે એવું છે. આમ 1100 કિલો એક હેક્ટરે વધું ઉત્પાદન આપતી જાત બધા જ ખેડૂતો ઉગાડે તો ગુજરાતમાં 12 હજાર ટન વધું લસણનું ઉત્પાદન મેળવી શકાય છે. હાલ 75 હજાર ટન જેટલું લસણ થાય છે.
હાલ ગુજરાતમાં
વિશેષતા એ છે કે, ઘાટા લીલા પાંદડા, પાંદડાના ક્રોસ સેક્શનમાં મજબૂત અવ્યવસ્થિત આકાર. ઉભા પર્ણસમૂહ વલણ સાથે પાંદડા મધ્યમ ઘનતા છે. કાંદાનું મધ્યમ કદ છે. જાંબુડિયા રંગ અને લવિંગના જાંબુડિયા પાયાનો ફોતરાનો રંગ છે.
લાક્ષણિકતાઓ
વિવિધ પ્રકારના કાંદાનું ઉત્પાદન ગુજરાત રાજ્યમાં અનુક્રમે જીજી 4 કરતાં16%, જીજેજી 5 કરતાં 11.65%, જીએજી 6 કરતાં 15.13% અને જી 282 કરતા 14% વધુ ઉત્પાદન આપે છે.
તેમાં ઉચ્ચ પિરાવિક એસિડ (80.05 olmol ગ્રામ), કેરોટીનોઈડ્સ (7.75 મિલિગ્રામ / 100 ગ્રામ), કુલ દ્રાવ્ય ઘન (21.820 બ્રીક્સ), ખાંડ (2.23%) ઘટાડે છે અને કુલ એન્ટીઓકિસડન્ટ એક્ટિવિટી (0.118%) હોય છે. આ વિવિધતાએ સ્ટોરેજ લોસ (15.60%) અને સારી શેલ્ફ લાઇફ તેમજ ચેક જાતોની તુલનામાં થ્રીપ્સ જીવાતોનું ઓછું આક્રમણ રહે તેવી છે.
ઘાટા લીલા પાંદડા, પાંદડાના ક્રોસ સેક્શનમાં મજબૂત અવલોકન આકાર. ઉભા પર્ણસમૂહ વલણ સાથે પાંદડા મધ્યમ ઘનતા. કાંદાનું મધ્યમ કદ છે. શુષ્ક બાહ્ય ભીંગડાના જાંબુડિયા રંગ અને લવિંગના જાંબુડિયા પાયે રંગ સાથે લવિંગનું રેડિયલ વિતરણ.
ગુજરાતના ખેડૂતો રવી ઋતુમાં લસણની ખેતી કરે છે. 11090 હેક્ટરમાં વિસ્તારમાં 75360 ટન લસણ સાથે એક હેક્ટરે 6793 કિલો લસણ પાકવાની ધારણા કૃષિ વિભાગે બનાવી હતી.
કૃષિ વિભાગની ધારણા કરતાં ખેડૂતોએ 11,623 હેક્ટર વાવેતર અત્યારે થયું છે. જે ગયા વર્ષ કરતાં વધું છે પણ 13 હજાર હેક્ટરની સરેરાશ કરતાં ઓછું છે. 2009-10માં 15300 હેક્ટર વિસ્તારમાં 93800 મેટ્રિક ટન પાકતું હતું જે 6500 કિલો જેવું સરેરાશ થયું હતું. જામનગર અને અમરેલીમાં 3700 હેક્ટર અમરેલીમાં 2700 હેક્ટર સૌથી વધું લસણ ઉગાડાતું હતુ.