એન્ટ્રી લેવલના 2 જીબી રેમ સાથેના મોબાઇલ માટે એન્ડ્રોઇડ ગો એડિશન, પ્રાઇવેસી સહિતના ફિચર

એન્ટ્રી લેવલના 2 જીબી રેમ અને લો સ્ટોરેજ સાથેના એન્ડ્રોઇડ સ્માર્ટફોન યુઝ કરતાં લોકો માટે એક સારા સમાચાર છે.ગૂગલે 2 જીબી અને તેથી ઓછી રેમવાળા સ્માર્ટફોન માટે Android 11 Go એડિશન લોન્ચ કરી છે. એન્ડ્રોઇડના આ નવા વર્ઝનથી એન્ટ્રી લેવલ મોબાઇલને પણ વધુ સારા પ્રાઇવેસી ફિચર્સ અને પર્ફોર્મન્સ મળશે.

એક ફિચર જે એન્ડ્રોઇડ 11 ગો એડિશનને ખાસ બનાવે છે તે Conversations છે. જે નોટિફિકેશન શેડ નીચે હોય છે. આ ફિચરના કારણે મેસેજનો રિપ્લાય આપવાનું અને તેને મેનેજ કરવાનું હવે વધુ ઇઝી થઇ જશે.ગૂગલે હવે એન્ડ્રોઇડ 11 ગોના સપોર્ટ માટે રેમની લિમિટ 1.5 જીબી રેમથી વધારીને 2 જીબી કરી છે.

એટેલે કે હવે 2 જીબી રેમ સાથે ફોનમાં આ નવું સોફટવેર મળશે.2 જીબી રેમવાળા ફોનમાં તેના કારણે હવે 900 એમબી વધુ સ્ટોરેજ સ્પેસ અને 270 એમબી ફ્રી મેમરી મળશે. એન્ડ્રોઇડ ગો એડિશન આવતા મહિને રોલઆઉટ થશે.

જોકે હાલ તો નોકિયા ફોન બનાવતી એચએમડી ગ્લોબલ એકમાત્ર એવી કંપની છે જે તેના મોબાઇલને નવા સોફટવેર પર અપડેટ આપવાની છે.જો કે ગુગલના નવા નિયમ મુજબ હવે પછી 2 જીબી અથવા તેથી ઓછી રેમ સાથે લોન્ચ થનારા મોબાઇલમાં એન્ડ્રોઇડ ગો હોવું જરૂરી છે. તેથી હવે નવા લોન્ચ થનારા તમામ એન્ટ્રી લેવલ ફોનમાં હવે એન્ડ્રોઇડ 11 ગો સોફટવેર જોવા મળશે.