પશુ ઈમરજન્સી કરૂણા એમ્યુલન્સ પ્રોજેક્ટ 6 વર્ષે પણ ગુજરાતમાં અધુરો, કુતરાઓની સારવાર વધારે કરી

Animal Emergency Compassion Ambulance Project Increases Treatment of Dogs in Gujarat Even After 6 Years, पशु आपातकालीन करुणा एम्बुलेंस परियोजना 6 साल बाद भी आधुरा, गुजरात में कुत्तों के इलाज ज्यादा

ગાંધીનગર, 23 જુન 2023

2017થી બિમાર કે ઈજાગ્રસ્ત પશુઓને તાત્કાલિક સારવાર આપવા માટે શરૂ કરેલી એમ્યુલંસ ગુજરાતના તમામ ગામો સુધી 6 વર્ષમાં પણ પહોંચી શકી નથી. જે કોલ આવે છે તેમાં 40 ટકા પશુને સારવાર આપી શકાતી નથી. મોટાભાગના કોલ તો કુતરાને સારવાર માટે આવે છે. પણ દુધ આપતાં પશુ માટે ઓછા કોલ જણાયા છે.

ગુજરાતમાં 460 એમ્બ્યુલન્સ પશુ ચિકિત્સા માટે મોબાઈલ વેટરનરી ડિસ્પેન્સરીએ 9921 ગામોને આવરી લીધા છે. દસ ગામ દીઠ એક ફરતા પશુ દવાખાનાએ 21મી જૂન 2023 સુધી 3,55,384 ઈમરજન્સીને હેન્ડલ કરી છે. અને 52,06,347 કેસોમાં સારવાર આપી છે.

31, ઓક્ટોબર,2018 સુધીમાં 37 કરૂણા એમ્બ્યુલન્સ દ્વારા 25,564 કોલ પરથી પશુ-પંખીઓને બચાવવામાં આવ્યા હતા.

6 ઓક્ટોબર 2017થી 4 નવેમ્બર 2019 સુધીમાં 1 લાખ 72 હજાર ઇમરજન્સી કોલ આવ્યા હતા. જેમાંથી 1 લાખ 10 હજાર  પશુ-પક્ષીઓને સારવાર અપાઇ હતી. 62 હજાર પ્રાણીઓને કે પક્ષીઓને સારવાર આપી શકાય ન હતી.  સૌથી વધુ રોડ પર ડોગને થયેલા અકસ્માત અંગેના કોલ આવ્યા હતા. અત્યાર સુધીમાં સૌથી વધુ  67 હજાર કુતરાની  સારવાર ઇમરજન્સી કોલના આધારે કરવામાં આવી હતી.

10 ગામ દીઠ એક ફરતુ પશુ દવાખાનામાં અમદાવાદ જિલ્લાના 113 ગામોમાં કામ કરે છે. અત્યાર સુધીમાં ગ્રામીણ વિસ્તારમાં 1,22,759 જેટલા પશુઓને સારવાર આપી જીવ બચાવ્યા છે. અમદાવાદ શહેરી વિસ્તારમાં માલિકી વગરના કૂલ 57,455 પશુ- પક્ષીઓના જીવ બચાવવામાં આવ્યા છે.

Karuna Abhiyan -2023
Sr. No.
Year Number of Birds Treated Released alive Birds died Survival %
1 2017 7301 6597 704 90%
2 2018 10571 9752 819 92%
3 2019 14411 13425 986 93%
4 2020 13768 12779 989 93%
5 2021 9294 8546 748 92%
6 2022 14762 13666 1096 93%
Total 70107 64765 5342 92%

કરુણા એનિમલ એમ્બ્યુલન્સ
સંપર્ક : 1962
ગુજરાતનાં તમામ શહેરોમાં
ઘવાયેલા,બીમાર પશુ – પક્ષીઓની સ્થળ પર જ, નિઃશુલ્ક સારવાર માટે
સમય : સવારે 8 વાગ્યાથી રાતે 8 વાગ્યા સુધી

108ની સેવા 29, ઓગષ્ટ, 2007 ના રોજ શરૂ કરવામાં આવી હતી. ગુજરાત સરકાર દ્વારા મૂંગા પશુ-પંખીઓ માટે એક ઈમરજન્સી સેવાની શરૂઆત કરવામાં આવી, જેને “કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ-1962” ના નામથી ઓળખાય છે. કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ-1962ને ઓક્ટોબર-2017માં શરૂ થઈ હતી.અમદાવાદ જિલ્લામાં ગુજરાત સરકારની એમ્બ્યુલન્સ સેવા 108ની જેમ એનિમલ હેલ્પલાઇન 1962 મદદ કરે છે. 13  એમ્બ્યુલન્સ છે. તે તમામ એમ્બ્યુલન્સ અમદાવાદ જિલ્લાના અબોલા પશુ – પક્ષીઓને સારવાર કરે છે.