માર્કેટયાર્ડ સંચાલકો સાથેની સરકારની બેઠક
જિલ્લાકક્ષાએ જિલ્લા રજીસ્ટ્રારના અધ્યક્ષપણામાં પાંચ સભ્યોની સમિતિ માર્કેટયાર્ડ ચાલુ કરવાના આયોજનની ખાતરી કરશે
કોરોના વાયરસનું સંક્રમણ ન થાય તે રીતે સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવવા-સંપૂર્ણપણે સેનેટાઇઝીંગ-માસ્ક-ગ્લોવઝની વ્યવસ્થાનો અમલ કરવા તાકીદ
માર્કેટયાર્ડમાં ૧૦૦ ટકા વ્યકિતઓની ડિઝીટલ ઇન્ફ્રારેડ ટેમ્પરેચર ગન દ્વારા આરોગ્ય તપાસણી થશે
સૂચનાઓનું પાલન કરવામાં નિષ્ફળ જનાર માર્કેટયાર્ડ બંધ કરાવી દેવાશે ખેડૂતોનું રજીસ્ટ્રેશન અગાઉથી જ કરવાનું રહેશે
રજીસ્ટ્રેશન બાદ તારીખ-વાર-દિવસ મુજબ નિશ્ચિત કરેલી સંખ્યામાં ખેડૂતોને માર્કેટયાર્ડમાં વેચાણ માટે બોલાવી શકાશે
મુખ્ય જણસીઓ આઇડેન્ટીફાય કરીને જણસી પ્રમાણે દિવસ-વાર નિયત કરીને માર્કેટયાર્ડમાં જાહેર હરાજીથી વેચાણ થાય તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરાશે
શાકભાજી અને અનાજ બજાર બેય એક જ જગ્યાએ હોય તેવા યાર્ડમાં શાકભાજી-અનાજના ખરીદ-વેચાણ માટે અલગ અલગ સમય નક્કી કરવામાં આવશે
કોરોના વાયરસના સંક્રમણને ફેલાતું અટકાવવા બજાર સમિતીમાં કામ કરતા વેપારી, કમિશન એજન્ટ, હમાલ, તોલાટ, અન્ય કર્મીઓ તેમજ વેચાણ માટે આવતા ખેડૂતોનું સંપૂર્ણ સેનીટાઇઝીંગ, માસ્ક, ગ્લોસ પૂરતી વ્યવસ્થા કરવાની સાથોસાથ દરેક વ્યકિતઓની ડિઝીટલ ઇન્ફ્રારેડ ટેમ્પરેચર ગન થી આરોગ્ય ચકાસણી અવશ્ય કરવાની પણ સ્પષ્ટ સૂચનાઓ માર્કેટયાર્ડ – બજાર સમિતિઓને રાજ્ય સરકારે આપી છે.
અનાજ-માર્કેટયાર્ડ સબયાર્ડમાં પ્રવેશનારી દરેક વ્યકિત સેનીટાઇઝરનો ઉપયોગ કરીને જ પ્રવેશે તેમજ માસ્ક પણ અવશ્ય પહેરે તેની ચોકસાઇ – તકેદારી રાખવાની જવાબદારી પણ માર્કેટયાર્ડની રહેશે.
રાજ્યના જે માર્કેટયાર્ડમાં શાકભાજી અને અનાજ બજાર એક જ જગ્યાએ હોય તેવા યાર્ડમાં બેયના ખરીદ-વેચાણ માટે અલગ-અલગ સમય નક્કી કરવાનો રહેશે
બજાર સમિતિઓ આ સૂચનાઓનું પાલન કરવામાં નિષ્ફળ જશે તેવા માર્કેટયાર્ડ બંધ કરાશે.
બજાર સમિતિ-માર્કેટયાર્ડમાં ખેડૂતો પોતાના રજીસ્ટ્રેશન બાદ જે સમય-તારીખ-દિવસ તેમને ફાળવવામાં આવે તે જ દિવસે પોતાના ઉત્પાદનના વેચાણ માટે જાય તે પ્રવર્તમાન કોરોના વાયરસની સ્થિતીમાં તેમના તથા સમાજના વ્યાપક હિતમાં છે.
૪પ.૮૮ લાખ લીટર દૂધ વિતરણ થયું છે. પ૮,પ૯૯ કવીન્ટલ શાકભાજી અને ૧૦,૦૯૦ કવીન્ટલ ફળફળાદિનો આવરો થયો છે. રાજ્યમાં નિરાધાર, વૃદ્ધો, નિ:સહાય અને જરૂરતમંદ વ્યકિતઓને વિનામૂલ્યે બે ટાઇમ ભોજન અંતર્ગત ૧ કરોડ ૧૯ લાખ પેકેટ વિતરણ થયા છે અને સોમવારના એકજ દિવસમાં આવા ૮ લાખ ૪૧ હજાર ફૂડપેકેટસ આપવામાં આવ્યા છે.