અમેરિકન ટેક કંપની એપલે ભારતમાં પોતાનો પહેલો ઓનલાઇન સ્ટોર શરૂ કર્યો છે. આ માટે તમારે એપલની વેબસાઇટ પર જવું પડશે. તમે હોમ પેજ પરથી જ એપલ ઓનલાઇન સ્ટોર પર જઈને ઉત્પાદનો ખરીદી શકો છો. એપલ ઓનલાઇન સ્ટોર માટે આ https://www.apple.com/in/shop URL છે. તેના પર સીધી ખરીદી કરી શકો છો. કુલ 9 કેટેગરી જોવા મળે છે. આમાં આઇફોન, મબોઈલ ફોન, આઈપેડ, એપલ વોચ, એરપોડ્સ, આઇપોડ ટચ, એપલ ટીવી અને એસેસરીઝ શામેલ છે.
એપલ ટ્રેડ ઇન પ્રોગ્રામ હેઠળ, જૂના સ્માર્ટફોન્સની આપીને નવા આઇફોન પર છૂટ મેળવી શકો છો. અહીં ટ્રેડ ઇન પ્રોગ્રામમાં લાયક સ્માર્ટફોનની યાદી છે. ગેલેક્સી એસ 10 એક્સચેંજ પર 23,020 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મેળવી શકો છો.એપલ કેર પ્લસ હેઠળ, તમે હવે એપલ પ્રોડક્ટ્સ પર તકનીકી સહાયતા અને આકસ્મિક નુકસાનના આવરણ માટે 2 વર્ષ માટેની વોરંટી લંબાવી શકો છો.
મેક કમ્પ્યુટરને કસ્ટમાઇઝ કરી શકો છો. મેમરી અથવા રેમ, વધારાના ગ્રાફિક્સ કાર્ડ્સ પણ ઉમેરી શકાય છે. નિષ્ણાતો સાથે વાત કરી શકો છો અને સલાહ મેળવી શકો છો. નવા એરપોડ્સ પર તમારા મનપસંદ ઇમોજી પણ બનાવી શકો છો. અગાઉ આ વિકલ્પ ભારતમાં ઉપલબ્ધ નહોતો. ઇએમઆઈ સહિત ડેબિટ અને ક્રેડિટ કાર્ડ વિકલ્પો ઉપલબ્ધ રહેશે. કંપનીના જણાવ્યા અનુસાર ડિલીવરી પર નેટ બેન્કિંગ અને ક્રેડિટ કાર્ડનો વિકલ્પ પણ આપવામાં આવશે. રોકડ પર બિલ નથી. વિદ્યાર્થી ઉત્પાદનો પર ડિસ્કાઉન્ટ મેળવી શકે છે.