ઉનાળો પુરો થવામાં, સરકાર પાણી પહોંચાડવા માટે હવે આયોજન બનાવે છે

ઉનાળાની ઋતુમાં લોકોને પીવાના પાણીની કોઈપણ પ્રકારની મુશ્કેલી ન અનુભવાય તે માટે પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ નવસારી જિલ્લાની મુલાકાત લીધી હતી. વાંસી બોરસી ખાતે આવેલા ફિલ્ટરેશન પ્લાન્ટના નિરીક્ષણ સમયે છેવાડા તાલુકાઓમાં પણ સમયસર અને શુદ્ધ પાણી મળી રહેશે તેવી નેમ વ્યક્ત કરી હતી.

આ પ્રસંગે મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે, “ ફિલ્ટરેશન પ્લાન્ટ, પંપીંગ સ્ટેશન અને હેડ વર્ક્સના નિરીક્ષણ દરમિયાન જો કોઈ ક્ષતિ કે સમારકામની જરૂરીયાત જણાય તો સત્વરે તેનો નિકાલ લાવવામાં આવશે. પૂર્ણ ક્ષમતા સાથે દરેક ગામ સુધી સમયસર પીવાનું પાણી પહોંચે તે માટે વિભાગના ઉચ્ચ અધિકારીઓને સુચના આપવામાં આવી છે.”

ઉનાળા ની ઋતુ પતવાના આરે છે ત્યારે સરકાર ઘરે ઘરે પાણી પોંહચાડવાનું આયોજન બનાવે છે. ગુજરાત સરકારની આ ઢીલી કામગીરી હવે દેખાવા લાગી છે.

નોંધનીય છે કે કોરોના માટે ગુજરાત સરકાની કામગીરી ને દેશ-વિદેશ દરેક ખૂણે થી વખોડવામાં આવી છે છતાં સરકાર સુધારવાનું નામ નથી લેતી.