Fરાજકોટ,
ખેતીની સમૃદ્ધિ જમીનની ઉત્પાદકતા તથા ગુણવત્તા તેમજ સમગ્ર ખેતી પ્રક્રિયા પર્યાવરણ ઉપર આધારીત છે. જમીનની ગુણવત્તાની જાળવણી સાથે મબલખ પાક મેળવવા બાગાયત ખેતી શ્રેષ્ઠ વિકલ્પ છે. ત્યારે બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે રાજયસરકાર દ્વારા બાગાયત ખાતાની ફળાઉ પાકોની નવી વાવેતર યોજના અમલમાં મુકવામાં આવી છે.
આ યોજના હેઠળ જે ખેડુતો પોતાની માલિકીની જમીનમાં 20 હેકટર કે તેથી વધારે વિસ્તારમાં બાગાયતી પાકોનું વાવેતર કરે તો તેઓને વધુમાં વધુ 4 હેકટર સુધીના વાવેતરની મર્યાદામાં બહુવર્ષાયુ ફળપાકોના વાવેતર અંગે પ્રતિ હેકટરે અંદાજીત રૂ.30,000/- ના ખેતી ખર્ચને ધ્યાને લઇ 50% મુજબ પ્રતિ હેકટરે રૂ.22,500/- ની મર્યાદામાં ત્રણ હપ્તે 60:20:20 પ્રમાણે પ્રથમ વર્ષે 100 % અર્થાત સંપૂર્ણ વાવેતર અને બીજા તથા ત્રીજા વર્ષે 80 % જીવંત છોડ ઉપર સહાય આપવામાં આવે છે.
જે અંતર્ગત પ્રથમ વર્ષમાં 96 લાભાર્થીઓને, બીજા વર્ષે 52 લાભાર્થીઓને અને ત્રીજા વર્ષે 47 લાભાર્થીઓ મળી ત્રણ વર્ષમાં કુલ 195 જેટલા બાગાયતી ખેતી કરતા ખેડૂત લાભાર્થીઓને રૂ. 22 લાખની સહાય કરવામાં આવી છે.