Admin
800 મજૂર ટ્રેનો કોરોનાની વાહક બની
નવી દિલ્હી, 14 જૂન 2020
શ્રમિક કોરોના ટ્રેન દ્વારા 14 મે 2020 સુધીમાં દેશના 800 શ્રમિક વિશેષ કોરોના ટ્રેન બની ગઈ છે. ટ્રેનો મારફતે 10 લાખથી વધુ મુસાફરોને તેમના ગૃહ રાજ્યમાં પહોંચાડવામાં આવ્યા છે. આંધ્રપ્રદેશ, બિહાર, છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, ઝારખંડ, કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, મણીપૂર, મિઝોરમ, ઓડિશા, રાજસ્થાન, તામિલનાડુ, તે...
દેશના લોકો આત્મનિર્ભર છે, સરકાર ભગવાન ભરોસે છે – કોંગ્રેસ
https://youtu.be/82fZDQIcWt4
અમદાવાદ, 14 મે 2020
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ, પ્રવક્તા જયરાજસિંહ પરમારે જણાવ્યું હતું કે, જનતા સમજી જ ગઈ છે કે તમારી આત્મનિર્ભરતા નો અર્થ તો "ભગવાન ભરોસે" જ થાય છે.
પોતાના ખર્ચે અને જોખમે રઝળપાટ વેઠીને વતન જતા આત્મનિર્ભર મજૂરો 50 દીવસ સુધી ભૂખ્યા તરસ્યા સરકાર પર નિર્ભર રહ્યા પણ પછી તેમને સમજાયું કે ખુદ સરકાર પોત...
લાખો મજૂરો ગુજરાત છોડીને ગયા હવે ધંધાઓનું શુ?
ગુજરાતમાંથી સ્પેશ્યલ શ્રમિક ટ્રેન મારફતે ૩.૯૦ લાખ પરપ્રાંતિય શ્રમિકો વતન જવા રવાના.
દેશમાંથી દોડેલી શ્રમિક સ્પેશ્યલ ૬૪૦ ટ્રેનોમાંથી ૪૧ ટકા ટ્રેનો એકલા ગુજરાતમાંથી રવાના થઇ.
વડોદરામાં 1 હજાર શાળાના 90 હજાર વિદ્યાર્થીઓની ઘરે પરિક્ષા લીધી
વડોદરા, 13 મે 2020
વડોદરા જિલ્લાની 1064 પ્રાથમિક શાળાઓના ધોરણ 3 થી 8ના 91,600 વિદ્યાર્થીઓ ઘેર બેઠાં પરીક્ષાના પ્રશ્નોના જવાબ આપવાની પ્રેક્ટિસ કરી શકે તે માટે પ્રશ્નપત્રો પહોંચાડ્યા હતા. 3 થી 7 મે સુધીમાં તાલુકા, ગ્રુપ અને શાળા કક્ષાએથી વિદ્યાર્થીઓ સુધી આ પ્રશ્નપત્રો પહોંચાડ્યા હતા.
ભણતર તાજું થાય તેવા હેતુસર પરિક્ષા લેવા પાત્ર વિષયોના પ્રશ્નપત્...
ગુજરાતમાંથી 20 લાખ મજૂરો હિજરત કરી જતાં 2 લાખ ઉદ્યોગોને મુશ્કેલી
ગાંધીનગર, 14 મે 2020
ગુજરાતથી 14 મે 2020 સુધીમાં 262 કોરોના હિજરત માટે વિશેષ ટ્રેન ગુજરાત બહાર મોકલી છે. જેમાં કુલ 3.90 લાખ કામદારોને તેમના વતન રાજ્યમાં મોકલવામાં આવ્યા છે. જે સમગ્ર દેશમાં સૌથી વધું છે. કુલ 20 લાખ મજૂરો અત્યારસુધીમાં હિજરત કરી ગયા હોવાનો અંદાજ મજૂર સંગઠનો માની રહ્યાં છે.
જેના કારણે 2 લાખ કારખાનાઓ અને કચેરીઓ કામ નહીં કરી શકે. ...
દેશભરમાં ગુજરાતના પત્રકાર ધવલ પટેલ પરના દેશદ્રોહની ખોટા કેસની નોંધ લીધ...
ગુજરાતના પત્રકાર ધવલ પટેલ અંગે છપાયેલા સમાચારોની લીંક અહીં છે. જે તે વેબસાઈટ પર ક્લીક કરવાથી તે ખુલશે.
The Hindu
The Print
All Gujarat News
Scroll
Free Press Journal
Dawn
News18
All Gujarat News
Satya Hindi
Nav Bharat Times
All Gujarat News
Mera News...
મજૂરોની હિજરત કરાવી અને હવે સમિતિ બનાવી તેની ચર્ચા કરાશે
ગાંધીનગર, 14 મે 2020
કોરોના વાયરસ - કોવિડ-19ની સ્થિતી બાદ રાજ્યમાં આર્થિક પૂનનિર્માણ પગલાં અને રાજકોષિય-ફિઝકલ પૂનર્ગઠનની ભલામણો માટે ગુજરાતે ઉચ્ચસ્તરીય કમિટીની રચના કરી છે.
મજૂરો અંગે ભલામણ
ગુજરાત સરકારે કહ્યું છે કે, સર્વગ્રાહી અભ્યાસ કરીને તેમજ દેશના અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં રોજી-રોટી માટે વસેલા શ્રમિકો પણ તેમના વતનમાં પરત ગયા છે તે સ્...
ગુજરાતની કુલ આવકના 70 ટકા રકમ કેન્દ્ર સરકાર આપશે, પણ પૈસા ક્યાં છે ?
ગાંધીનગર, 14 મે 2020
1 લાખ કરોડ ગુજરાતના ભાગે આવી શકે છે. દરેક વ્યક્તિને રૂ.15500 મળી શકે છે. આ અંગે ગુજરાત સરકારે તૈયારી શરૂ કરી છે. કારણ કે કોરોનાના કારણે ઉદ્યોગો ભાંગી પડ્યા છે, કચેરીઓ ચાલતી નથી અને રોજગાર રહ્યાં નથી તથા 20 લાખ મજૂરો ગુજરાત છોડીને જતાં રહ્યાં હોવાથી ઉદ્યોગો ચાલી શકે તેમ નથી. તેથી ગુજરાત સરકારની આવકમાં રૂ.20થી 40 હજાર કરોડનો ફ...
કોવિડ-19 વિશે ભારતનું દૈનિક બુલેટીન
Date: 13.5.2020
પ્રધાનમંત્રીએ આત્મનિર્ભર ભારત બનાવવા અપીલ કરી; પ્રધાનમંત્રીએ રૂ. 20 લાખ કરોડનું વિસ્તૃત પેકેજ આપવાનું એલાન કર્યું
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું. રોગચાળા સામેની લડતમાં મૃત્યુ પામેલા લોકોને યાદ કરીને પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કોવિડ-19ને કારણે ઊભી થયેલી કટોકટી અણધારી છે, પણ આ લડાઈમાં આપણે ...
કેમેરા માટે ડ્રોન પછી હવે હાઈડ્રોજન ગેસના બલૂનનો ઉપયોગ કરાશે
રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું છે કે,
રાજ્યમાં કોરોનાનું સંક્રમણ રોકવા માટે રેડ ઝોન અને કન્ટેનમેન્ટ ઝોનના વિસ્તારોમાં લોકોની અવરજવર પર દેખરેખ રાખવા માટે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરાશે. આ વિસ્તારોમાં ડ્રોનનો ઉપયોગ વધારાશે તથા હાઈડ્રોજન ગેસના બલૂનનો પણ ઉપયોગ કરાશે. જે નિયત ઊંચાઈ પર રહેશે. જેમાં એક પી.ટી.ઝેડ કેમેરા અને બે થી ત્રણ સ્થિર કેમે...
ગુજરાતના 2 લાખ બાળકો કેમ કવિ, લેખક અને ચિત્રકાર બનવા માંગે છે ?
રાજ્ય સરકાર દ્વારા તા.૧લી મે ૨૦૨૦ના રોજ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓ માટે ગુજરાત ગૌરવ દિન નિમિત્તે ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા અને કાવ્ય લેખન સ્પર્ધા યોજવામાં આવી હતી. તેમાં ગુજરાતની તમામ પ્રકારની શાળાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને ભાગ લેવા અપીલ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ પોતાની કૃતિ પોતે જે જિલ્લામાં અભ્યાસ કરત...
ભારત જેવો પાડોસી ક્યાંય મળે? માલદીવ્સને 600 ટન અન્ન આપ્યું
ભારતીય નૌકાદળનું વહાણ, કેસરી 'મિશન સાગર' અભિયાનના ભાગરૂપે 12 મે 2020 ના રોજ માલદીવના પુરૂષ બંદર પર પહોંચ્યું. ભારત સરકાર તેના મૈત્રીપૂર્ણ દેશોને સહાય પૂરી પાડી રહી છે અને આ સંદર્ભમાં આઈએનએસ કેસરીએ માલદીવના લોકો માટે 580 ટન ખાદ્ય પદાર્થ લીધા છે. આ પ્રદેશમાં કોવિડ -19 રોગચાળા અને સામાજિક અંતરના ધોરણોને ધ્યાનમાં રાખીને, ખાદ્ય પદાર્થોનો હવાલો 12 મે, 20...
પત્રકાર ધવલ પટેલને મુક્ત કરવા રાજ્ય ભરમાં દેખાવો ને રેલી, રૂપાણીને આવે...
રાજકોટ, 13 જૂન 2020
પત્રકાર ધવલ પટેલ ના સમર્થનમાં જુનાગઢ સહિત ગુજરાતભરનાં પત્રકારો આવી ગયા છે. ધવલ પટેલને છોડી મૂકવા વિવિધ જિલ્લામાં કલેકટરને આવેદનપત્ર અપાયા છે. રાજદ્રોહ સહિતની તમામ કલમો રદ્દ કરી છોડી મૂકવા આહવાન કરાયું છે. જો સરકાર નહિ છોડે તો પત્રકારો આંદોલન કરશે.
દરેક મીડીયા માધ્યમના માલીકો ને પણ સરકાર ઉપર દબાણ લાવવા અપીલ કરાઈ. મેડિકલ, ...
ભાજપના મનસુખ વસાવાએ રૂપાણી સરકારના ભ્રષ્ટાચાર ખૂલ્લા પાડતાં, ભૂકંપ, શુ...
ભરૂચ : ભાજપના સાંસદ મનુસુખ વસાવાએ ગુજરાતના મુખ્ય પ્રધાનને પત્ર લખીને સરકારી અધિકારીઓ કોરોનામાં ભારે ભ્રષ્ટાચાર કરી રહ્યાં હોવાનો સણસણતો આરોપ મૂકતાં ભાજપ મુખ્ય પ્રદાન બદલવાની વાતને ફરી એક વખત જોરથી ધક્કો લાગ્યો છે. મનસુખ માંડવીયાના મુદ્દા બાદ મુસુખ વસાવાએ રૂપાણી સરકારને ભીંસમાં લીધી છે. તાળાબંધીમાં અધિકારીઓને ભ્રષ્ટાચાર કરવાનું મોકળું મેદાન મળ્યું છ...
નિરામય આયુર્વેદિક હોસ્પિટલના વૈદ્યરત્નમ સંદીપ સી. પટેલે કોરોવાઇલ ટેબલે...
સુરત, 13 મે 2020
નિરામય આયુર્વેદિક હોસ્પિટલના વૈદ્યરત્નમ સંદીપ સી. પટેલે અદભૂત એવી એક ટેબલેટ તૈયાર કરી છે. કોરોના વાયરસની મહામારીથી બચવા નાનપુરાની નિરામય આયુર્વેદિક હોસ્પિટલમાં "કોરોવાઇલ ટેબલેટ" બનાવવામાં આવી છે. આ ટેબલેટ કફનાશક, વાયરલ ઇન્ફેકશન, તાવ અને ફેફસાની તકલીફના નિવારણ માટે લાભદાયી છે.
કોરોવાઇલ ટેબલેટ સુરત શહેરના દરેક પોલિસ મથદમાં પોલિ...
ગુજરાતી
English