Thursday, October 8, 2026

Admin

13493 POSTS 0 COMMENTS

પોતાની વીમાં કંપની બનાવતાં કુટુંબો

વીમા કંપનીઓ હવે રીતસર લૂંટ ચલાવી રહી છે. ઊંચા પ્રિમિયમથી લોકોને લુંટવામાં આવી રહ્યાં છે. તેનો ઉપાય લોકોએ શોધી કાઢયો છે અને હવે પોતાના નજીકના કુટુંબના થોડા લોકો એક જુથ બનાવીને હવે પોતે જ પોતાની હેલ્થની સંભાળ લઈ રહ્યા છે. હેલ્થ ઇન્સ્યુરન્સ કંપની અને કમિશન સાથે કામ કરનારા એના એજન્ટો વીમો વેચતી વખતે આંબા - આંબલી બતાવે અને વિમેદાર ખરેખર બીમાર પડે ત્ય...

અંબાજી મંદિર ભાજપને ભેટ ચઢાવે છે – કોંગ્રેસ

હિન્દુત્વના નામે સત્તા લાલસા સંતોષવા સાથે ધાર્મિક ઉત્સવો અને નવરાત્રી વેકેશનથી વોટ બેન્ક ટકાવી રાખવાનો પ્રયાસ કરી રહેલાં ભાજપનાં રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ, ભાજપના મુખ્યમંત્રીઓ, મંત્રીઓ સહિત ભાજપ સરકારનાં પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓની અંબાજી મંદિરમાં આગતા સ્વાગતા કરવા લાખો રૃપિયા ખર્ચવામાં આવ્યા છે. પ્રસાદ ધરવાના બદલે શિષ્ટાચારનાં બહાને લખ લૂંટ ...

ડીજીટલ પ્રિંટ ઓઈલ પેઇન્ટિંગ તરીકે વેચવાનું કૌભાંડ

ગુજરાતના જાણીતા ચિત્રકાર અશોક ખાંટે ચિત્રકાર જગતમાં ચાલી રહેલી છેતરપિંડી બહાર લાવી છે. તેમના મતે કેટલાક ચિત્રકારો ફોટોગ્રાફની ડીજીટલ પ્રિંટ કઢાવીને  ઓઈલ પેઇન્ટિંગના નામે છેતરપિંડી કરી રહ્યા છે. એક કડવી વાસ્તવિકતા ચિત્રકલામાં ખાસ કરીને આજકાલ સારા ફોટોગ્રાફને કેનવાસ ઉપર ડિજિટલ પ્રિન્ટ કરી તેના પર રંગોના થોડાક પેચ મારી તેને ઓઇલ પેઇન્ટિંગની શ્ર...

ભાજપનું પટેલ મત કાર્ડ – ઉમિયા માતાની મુખ્ય પ્રધાને પુજા કરી, ઊંઝ...

ભારતીય જનતા પક્ષના નેતાઓને કડવા પાટીદારો પ્રત્યે એકાએક અહોભાવ ઊભો થયો છે. લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે આ ભાવ પેદા થયો છે. વિધાનસભાની ચૂંટણીમાં અનેક જ્ઞાતિઓએ ભાજપને મત આપ્યા ન હતા. અને ગ્રામ્ય વિસ્તારોમાં ભાજપનું સાવ ધોવાણ થયું હતું. ત્યાર બાદ ભાજપે અલગ અલગ કોમ પ્રમાણે મતો મેળવાવ તેમના ધાર્મિક સ્થાનો પર પ્રભાવ વધારવા અને શક્ય હોય ત્યાં તેના પર ...

મોદીના મોટાભાઈએ પણ ગેરકાયદે બાંધકામ કર્યું

અમદાવાદ મહાનગર પાલિકાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મોટા ભાઈ પ્રહલાદ મોદીએ પણ ગેરકાયદે બાંધકામ કરી દીધું હોવાનું ધ્યાનમા આવતાં તે તોડી પાડ્યું છે. પૂર્વ વિસ્તારમાં ઈન્દ્રપુરી વોર્ડના રબારી કોલોની ચાર રસ્તા પાસે મંગલદીપ એસ્ટેટમાં શેડ નંબર-4માં ગેરકાયદે કોર્મર્શીયલ ઇમારત ઉભી કરી દીધી હતી. જે અંગે તેમને અગાઉ નોટિસ આપી હતી. આમ તો 17 જુલાઈએ આ બાંધકામ તોડી ...

સડેલા બટાકા ખાતા 2 ગાયોના મોત

ડીસા તાલુકાના ડાવસ ગામે સડેલા બટાકા ખાતા 2 ગાયોના મોત નિપજ્યા હતા. ગાય માલિકે બટાકા ફેકનાર કોલ્ડ સ્ટોરેજ માલિકો સામે આક્ષેપ કર્યા હતા કે તેઓએ ગાયના મરણ બાદ સડેલા બટાકા અને મૃત ગાયનો નાશ કરવા પ્રયત્ન કર્યો હતો. ડીસા ખાતે અગાઉ નાયબ કલેકટર દ્રારા જાહેર માં સડેલા બટાકા નાખવા ઉપર પ્રતિબંધ મુક્યો હતો. અને જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. જો કે, ત...

ગાય દોનારા જિલ્લા પ્રમુખ બની ગયા

પિનાબેન ઠાકોરને જીંદગીમાં વિચાર પણ ન હતો કે તે એક દિવસ રાજકારણમાં આવશે અને ખેતી કામ તથા ગાય દોવાનું કામ કરતાં દાંતીવાડા જિલ્લા પંચાયતના પ્રમુખ બની જશે. તેઓ ખેડા ગામમાં સામાન્ય ઘરમાંથી આવે છે. ખેડૂત તરીકે તેમનો વ્યવસાય છે. પશુપાલનનું કામ કરે છે. કોંગ્રેસા પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીએ 33 ટકા મહિલાઓ માટે જિલ્લા પંચાયતમાં અનામત લાવ્યા તેમાં 10 ધોરણ ભણે...

અભ્યાસ અને ધંધા માટે સવર્ણ યુવાનોને લોન અપાશે

ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ દ્વારા બિન અનામત જ્ઞાતિઓના વિદ્યાર્થીઓ અને ધંધો-રોજગાર કરવા માગતા લોકો માટે વિવિધ યોજનાઓ લોન અને સહાય સાથે જાહેર કરાઇ છે. જેમાં હાલ જે રીતે વિદેશ જવા માટે વિદ્યાર્થીઓને ઘેલુ છે તે જોતા સૌથી વધુ ૧૫ લાખ રૂપિયાની લોન ધોરણ ૧૨ પછી વિદેશમાં અભ્યાસ કરવા માટે જવું હોય તો આપવાની મહત્વની જાહેરાત કરાઇ છે. તે માટ...

દૂધના બનાવટી વેપારીઓ સામે ફરિયાદો

ધારી, કુંકાવાવ, બગસરા, બાબરા પંથકમાં દૂધના નમૂના લેવાની કાર્યવાહી  ખોરાક અને ઔષધ વિભાગે હાથ ધરતા મિલ્‍ક માફીયાઓમાં વ્‍યાપક ફફડાટ ફેલાયો હતો. અમરેલી જિલ્‍લામાંથી કુલ 33 જેટલા શંકાસ્‍પદ દૂધના નમૂના લઈ પૃથ્‍થકરણ માટે મોકલાયાનું જાણવા મળેલ છે. આ બનાવમાં જાણવા મળતી વિગતો મુજબ અમરેલી જિલ્‍લામાંથી દૂધમાં મિલાવટની ફરિયાદ સરકાર સુધી પહોંચતા રાજયના ફુડ વિ...

ગામે ગામ મગફળી કૌભાંડ નિકળી રહ્યાં છે, હવે કુતિયાણા આવ્યું

પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના રોધડા ગામે મંડળી દ્વારા ખરીદી કરાયેલ મગફળીમાં ગેરરીતિ થયાનું અને ખરીદીમાં પણ ખેડુતો પાસેથી કમીશન રૂપે રૂપિયા ઉઘરાવ્યાની ફરીયાદ રોધડાના ખેડુતે આજે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને કરવામાં આવી છે. તેઓ પોતાની ફરીયાદમાં મંડળી દ્વારા ખરીદીમાં ગેરરીતિમાં બીજાના ૭-૧૨ના દાખલા ઉપર બીજાની મગફળી લીધાનું અને તેમાં ભ્રષ્ટાચાર કર્ય...

ગુજરાતની ટ્રાફિક સમસ્યા હલ કરવાનો આદેશ આપનાર ન્યાયમૂર્તિની વિદાય

ગુજરાત હાઇકોર્ટના જસ્ટીસ એમ.આર.શાહની પટણા વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ તરીકે તેમજ ન્યાયાધીશ કે.એસ.ઝવેરીની ઓરિસ્સાના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુકતી બદલ ગુજરાત વતી મંત્રી મંડળે શુભેચ્છાઓ પાઠવી અભિનંદન આપ્યા હતા. મંત્રી મંડળ દ્વારા આયોજિત સન્માન સમારોહમાં  એમ.આર.શાહ તેમજ કે.એસ.ઝવેરીનું મુખ્યમંત્રી  વિજય રૂપાણીએ પુષ્પગુચ્છ તેમજ શાલ ઓઢાડી સન્માન કર્યું...

રક્તપિત્તની નાબૂદી માટે ૪૪ લાખ ઘરનો સર્વે કરાશે

ગુજરાતમાંથી રક્તપિત્તના કાયમી નાબૂદી માટે ૨૦ થી ૨૮ ઓગસ્ટ દરમિયાન ૧૨ જિલ્લાઓમાં અસરકારક તપાસ અભિયાન હાથ ધરાશે. અગ્રસચિવ અને આરોગ્ય કમિશનર ડૉ. જયંતી એસ. રવિએ ગાંધીનગરમાં જણાવ્યું હતું કે, રક્તપિત્તનું ઉચ્ચ પ્રમાણદર ધરાવતા વડોદરા, ભરૂચ, નર્મદા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર અને મહિસાગર તથા સુરત, વલસાડ, તાપી અને ડાંગ જિલ્લાઓમાં રક્તપિત્તના વણશોધાયેલા દર્દ...

બાંગ્લાદેશની સગીરાને માંગરોળથી બાંગ્લાદેશ મોકલી 

સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ હસ્તકની ગુજરાત સ્ટેટ ચાઇલ્ડ પ્રોટેકશન સોસાયટી દ્વારા બાળકોની સલામતી-સુરક્ષા માટેની કામગીરી કરવામાં આવે છે, જેના ભાગરૂપે તાજેતરમાં સૌરાષ્ટ્રના માંગરોળ ખાતેથી મળેલી બાંગ્લાદેશની યુવતીને તેના વતન પહોંચાડીને તેના માતા-પિતા સાથે મિલન કરાવવાની કામગીરી કરવામાં આવી છે. ગુજરાત સ્ટેટ ચાઇલ્ડ પ્રોટેકશન સોસાયટીના જણાવ્યાનુસાર મા...

ગુલાબી ઈયળ નિયંત્રણ થઈ હોવાનો કૃષિ નિયામકનો દાવો

રાજ્યનું કૃષિ અર્થતંત્ર કપાસ પાક પર મહદ અંશે નિર્ભર છે. બી.ટી. કપાસની જાતો આવવાથી જીવાત નિયંત્રણ અંગે ખેડૂતો દ્વારા યોગ્ય પગલાં ન લેવાતાં તેમજ કપાસમાં ગુલાબી ઇયળોનો ઉપદ્રવ જોવા મળતાં કપાસના ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. જેને ધ્યાને લઇને રાજ્ય સરકારે લોક ભાગીદારી દ્વારા ગુલાબી ઇયળના નિયંત્રણ માટે પગલાં લેતા છેલ્લા ત્રણ વર્ષથી ગુલાબી ઇયળ...

પાર્કિંગ – સમસ્યા અને સમાધાન થીમ બેઝ સંસ્કૃતિક કાર્યક્રમ

અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ સંલગ્ન અમદાવાદની ૨૦૦ જેટલી શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ૧૨-૦૮-૨૦૧૮ રવિવારના રોજ સવારે ૯:૩૦ થી ૧:૦૦ પંડિત દીનદયાલ ઉપાધ્યાય ઓડીટોરિયમ ખાતે પાર્કિંગ – સમસ્યા અને સમાધાન થીમ આધારે કાર્યક્રમ રજૂ થશે. આ કાર્યક્રમ માં મુખ્ય અતિથી તરીકે ગુજરાત કોંગ્રેસ ના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ સ...