Editor
અમેરિકાનાં નવા રાસ્ટ્રપતિ જો બાઇડેન અને ઉપ-રાસ્ટ્રપતિ કમલા હૈરીસને જીત...
દેશનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ બનવા પર જો બિડને શુભેચ્છા પાઠવી છે. તેમણે જણાવ્યું કે ભારત-અમેરિકા સંબંધોને વધુ ઉંચાઇએ લઇ જવા માટે ફરી એક વખત સાથે મળી કામ કરવાની આશા કરુ છું. પીએમ મોદીએ ભારતીય મૂળની કમલા હૈરિસેને અમેરિકાના ઉપ રાષ્ટ્રાપતિ બનવા પર શુભેચ્છા પાઠવી છે. તેમણે જણાવ્યું કે બધા ભારતીય-અમેરિકન માટે આ ખૂબ જ ગર્વની વાત છે....
બેંગલુરૂના વિદ્યાર્થીએ જરૂર પડતાં ટેબલમાં ફેરવાઈ જતી સ્કુલ બેગ ડિઝાઈન ...
બેંગલોરમાં ઓછી ઉંમરના ગરીબ સ્કુલના બાળકોની મદદ માટે 24 વર્ષના વિદ્યાર્થી હિમાંશુ મુનેશ્વરે સ્થાનિક કારીગરોની સાથે મળીને એક એવી સ્કુલબેગની ડિઝાઈન તૈયાર કરી છે જે ડેસ્કમાં બદલાઈ જાય છે. આ ખાસ બેગનું નામ એર્ગોનોમિક સ્કુલબેગ છે.
એક રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે હિમાંશુ એનઆઈસીસી ઈન્ટરનેશનલ કોલેજ ઓફ ડિઝાઈન, હેનુરથી ભણ્યાં છે. આ બેગને ડિઝાઈન કરવા માટે હિમ...
બિહાર રાજકારણ: ભાજપની ફેમસ પોસ્ટર ગર્લ બસપાની સ્ટાર પ્રચારક બની ગઈ
બિહારમાં ભાજપ-જેડીયુની પોસ્ટર ગર્લ શાંતિપ્રિયાએ માયાવતીની બસપાનો પ્રચાર કરવા માંડતાં ભાજપ-જેડીયુની હાલત કફોડી થઈ ગઈ છે. ભાજપ-જેડીયુને છોડીને શાંતિપ્રિયા પશ્ચિમ ચંપારણ જિલ્લાની લૌરીયા વિધાનસભા બેઠક પર બસપાના ઉમેદવાર ગુડ્ડુ સિંહ માટે મત માંગી રહી છે. ગુડ્ડુ સિંહ સામે ભોજપુરી ગાયક વિનય બિહારી મેદાનમાં છે.
ભોજપુરી ગાયિકા શાંતિપ્રિયાને પોસ્ટર ગર્લ બનાવ...
ગંભીર બિમારીથી પીડાતા વ્લાદિમીર પુતિન આપી શકે છે રાષ્ટ્રપતિ પદ પરથી રા...
રશિયા પર છેલ્લા 20 વર્ષથી સતત રાજ કરી રહેલા રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન 2021ની શરૂઆતના સમયગાળામાં પદ પર રાજીનામું આપી શકે છે. સૂત્રોઓ દાવો કર્યો છે કે પુતિનના રાજીનામાની અપીલ તેમની ગર્લફ્રેન્ડ જિમનાસ્ટ અલીના કબાઈવા અને તેની બે દિકરીઓએ કર્યો છે. ઉલ્લેખનીય છે કે એવો દાવો પણ કરવામાં આવ્યો છે ક પુતિન પાર્કિંસસની બિમારીથી પિડાઈ રહ્યા છે. હાલમાં આવેલા ફોટ...
બિહારમાં સૌથી વધુ સભાઓ ભાજપે સંબોધી તેજસ્વી યાદવે સૌથી વધુ વ્યક્તિગત સ...
બિહાર વિધાનસભાની ચૂંટણીના પ્રચારનો કોલાહલ ગુરુવારે સંપન્ન થયો હતો. આ વખતની પ્રચાર ઝુંબેશનાં લેખાંજોખાં માંડીએ તો સૌથી વધુ મહેનત આરજેડીના તેજસ્વી યાદવે કરી હતી પંરતુ સૌથી વધુ સભાઓ 650 સભા ભાજપે સંબોધી હતી. વર્તમાન મુખ્ય પ્રધાન નીતિશ કુમારે 113 સભા સંબોધી હતી.
તેજસ્વીએ કરી એકલે હાથ 250થી વધુ સભાઓ
આ વખતની ચૂ્ંટણીએ સારી એવી રસાકસી જમાવી હતી. મુખ્ય પ્...
બાપ રે……. અમેરિકામાં એક જ દિવસમાં એક લાખ નવા કોરોના કેસ, ક...
મહિનાઓ પહેલાં, એક જ દિવસમાં એક લાખથી વધુ કોરોનાવાયરસ કેસની નોંધણી અમેરિકાની કલ્પના બહાર હતી.
પરંતુ લગભગ દરેક રાજ્યમાં કેસલોડ વધવાને કારણે બુધવારે આ આંકડો 1,04,004 નવા ચેપ સુધી પહોંચી ગયો હતો.
અમેરિકનો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા કે આગામી રાષ્ટ્રપતિ કોણ હશે, જેમાં કેન્સાસ, ટેનેસી, વર્જિનિયા, ઓક્લાહોમા, મોન્ટાના, આયોવા, ઉત્તર ડાકોટા, દક્ષિણ ડા...
હાર્દિક પટેલની ફેસબુક પર ચૂંટણી સભા-રોડ શોની રીચ 35 લાખ થઈ, કોઈ એક નેત...
અમદાવાદ, 5 નવેમ્બર 2020
મંદી અને કોરોનાના કારણે ચૂંટણી પ્રચારમાં લોકોની સભાઓ કરવા કરતાં સોશિયલ મિડિયામાં લોકો સાથેનો સંપર્ક એકદમ વધી ગયો છે. ગુજરાતમાં પેટા ચૂંટણી થઈ તેમાં સૌથી વધું લોકપ્રિય નેતા એવા હાર્દિક પટેલે પ્રત્યક્ષ સભાઓ કરતાં તેના સોશિયલ મિડિયામાં જોનારાઓ સૌથી વધું છે. ભાજપ અને કોંગ્રેસના કોઈ એક વ્યક્તિના ભાષણ સૌથી વધું સાંભળેલા હોય એવા ય...
થિયેટરની સ્કૂલમાં પ્રેક્ષકો અને ફિલ્મ બંને ગેરહાજર
કોરોના વાયરસ અને ત્યાર બાદ લાદવામાં આવેલા લોકડાઉનને કારણે દેશભરમાં માર્ચ મહિનાથી સિનેમા હોલ બંધ છે. હવે તેને ખોલવાની મંજૂરી તો આપવામાં આવી છે પરંતુ વિવિધ જિલ્લામાં તમામ થિયેટરો ખૂલ્યા નથી. મલ્ટિપ્લેક્સમાં પણ એકાદ બે થિયેટર જ ખોલવામાં આવે છે. આ સ્ક્રીનમાં પણ દિવસમાં માંડ એકાદ બે શો જ દર્શાવવામાં આવે છે. આ ઉપરાંત સિંગલ સ્ક્રીન સિનેમા હોલ તો મહિનાઓથી ...
આતંકી ખાલિસ્તાન સમર્થક 12 વેબસાઈટ પર મોદી સરકારે લગાવ્યો પ્રતિબંધ
મોદી સરકારે ખાલિસ્તાન સમર્થક સંગઠનો સાથે જોડાયેલી 12 વેબસાઈટ પર પ્રતિબંધ લગાવવાની જાહેરાત કરી છે. આ મામલા સાથે જોડાયેલા એક સૂત્રએ કહ્યુ હતું કે, પ્રતિબંધ લગાવેલી આ વેબસાઈટો ખાસ કરીને ‘શિખ ફોર જસ્ટિસ’ દ્વારા સંચાલિત વેબસાઈટો હતી, આ વેબસાઈટ પર ખાલિસ્તાન સમર્થક સામગ્રી પણ હતી.
નામ ન આપવાની શરતે એક સૂત્ર પાસેથી મળતી માહિતી મુજબ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ આ...
મુસ્લિમ દેશો ચીનમાં ઉઈગુર મુસ્લિમો પર થતા અત્યાચાર મુદ્દે કેમ મૌન છે ?...
ફ્રાન્સમાં મોહમ્મદ પયગંબરનું કાર્ટુન બતાવવા મુદ્દે એક સ્કૂલ શિક્ષકનું ગળું કાપી હત્યા કરી દેવાઈ અને ત્યાર પછી કાર્ટૂન બતાવનારા શિક્ષકનો બચાવ કરનારા ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મૈક્રોં વિરૂદ્ઘ દુનિયાના મુસ્લિમ દેશોમાં ભારે વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. જોકે, આ વિવાદ વચ્ચે ચીનમાં સરકારી ચેનલ પર મોહમ્મદ પયગંબરની તસવીર દર્શાવાઈ હતી. પરંતુ આ મુદ્દે પાકિસ્...
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખે ગંભીર આરોપ લગાવ્યો, કહ્યું જો બાઇડને મતની ચોર...
ડોનાલ્ડ ટ્રમ્પે ડેમોક્રેટિક ઉમેદવાર જો બાઇડન પર વોટ ચોરી કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. ટ્રમ્પે ટ્વીટ કરીને લખ્યું છે કે, અમે ખૂબ આગળ છીએ, પરંતુ તેઓ વોટ ચોરવાનો પ્રયાસ કરી રહ્યા છે. અમે તેમને આવું નહીં કરવા દઈએ. મતદાન બંધ થયા પછી મત ન નાખી શકાય! અન્ય એક ટ્વીટમાં ડોનાલ્ડ ટ્રમ્પે લખ્યું છે કે, હું આજે રાત્રે મોટી જાહેરાત કરીશ. એક મોટી જીત! જોકે, ટ્ર્મ...
ગુજરાત વિધાનસભામાં માહિતી છૂપાવવા વધું એક વખત લોકશાહીની હત્યા, હવે ધાર...
ગાંધીનગર, 2 નવેમ્બર 2020
ગુજરાત વિધાનસભામાં અતારાંકિત પ્રશ્નો પહેલાં સભ્યો અર્યાદિત પુછી શકતા હતા. તેના ઉપર અધ્યક્ષશ્રએ કાપ મૂકીને 2018માં આદેશ બહાર પાડેલો હતો. એક ધારાસભ્ય અઠવાડિયામાં 3 જ પ્રશ્નો પુછી શકે છે..
ફરીથી વિધાનસભાના અધ્યક્ષ અને ભાજપના પૂર્વ નેતા રાજેન્દ્ર ત્રિવેદીએ 28 ઓક્ટોબર 2020માં આદેશ બહાર પાડીને વિપક્ષની એટલેકે પ્રજાના પ્...
અમદાવાદનું પોતાનું નાગરિક અધિકાર મંચ રચયું, નાગરિક સરકાર બનશે, મેયર પો...
અમદાવાદ,
અમદાવાદ મહાનગરપાલિકા (અમપા)માં ચૂંટણી પહેલાં નાગરિક અધિકાર મંચની રચના કરવામાં આવી છે. જેમ શહેરની ચિંતા કરતાં લોકો જોડાયા છે. જેમાં અમદાવાદના લોકોની પોતાની સરકાર હશે. જે નાગરિક સરકાર તરીકે કામ કરશે. 'નાગરિક સરકાર' સ્થપાય તો એના મેયર પોતે મહિલાઓની સલામતી માટે એક સચિવાલય ઊભું કરશે. જેમા કોઈપણ મહિલા પોતાની સલામતી માટે 24 X 7 ફોન કરીને મદદ મ...
હું છું ગાંધી – ૧3૯: ઊજળું પાસું
એક તરફથી સમાજસેવાનું કામ, જે મેં ગયાં પ્રકરણોમાં વર્ણવ્યું છે, તે થઈ રહ્યું હતું, ને બીજી તરફથી લોકોનાં દુઃખની કહાણીઓ નોંધવાનું કામ વધતા પ્રમાણમાં ચાલી રહ્યું હતું. હજારો લોકોની કહાણીઓ લખાઈ તેની અસર થયા વિના કેમ રહે? મારે ઉતારે જેમ જેમ લોકોની આવજા વધતી ગઈ તેમ તેમ નીલવરોનો ક્રોધ વધતો ચાલ્યો. મારી તપાસને બંધ કરવાના તેમની તરફથી થતા પ્રયત્નો વધતા ગયા.
...
પક્ષ પલટુના વિરોધ વચ્ચે મોરબીના સિરામીક ઉદ્યોગે ભાજપને ખુલ્લો ટેકો જાહ...
ગુજરાતની 8 વિધાનસભા બેઠકો પરની પેટા ચૂંટણીને લઇને સમગ્ર ગુજરાતના રાજકારણમાં ગરમાવો છે.મોરબીમાં બ્રિજેશ મેરજાએ કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામુ આપીને હવે તે કમળના નિશાન પર ચૂંટણી લડી રહ્યાં છે. મોરબી વિધાનસભા મતવિસ્તારમાં તેમના વિરુધ્ધમાં ગદ્દાર, દગાખોર જેવા પોસ્ટર લગાવવામાં આવ્યા છે. જેની સીધી અસર તેમના દ્વારા કરવામાં આવતા ચૂંટણી પ્રચાર પર પણ પડી...