[:gj]અમદાવાદનું પોતાનું નાગરિક અધિકાર મંચ રચયું, નાગરિક સરકાર બનશે, મેયર પોતે મહિલાઓની સલામતી માટે સચિવાલય બનશે[:]

[:gj]અમદાવાદ,

અમદાવાદ મહાનગરપાલિકા (અમપા)માં ચૂંટણી પહેલાં નાગરિક અધિકાર મંચની રચના કરવામાં આવી છે. જેમ શહેરની ચિંતા કરતાં લોકો જોડાયા છે. જેમાં અમદાવાદના લોકોની પોતાની સરકાર હશે. જે નાગરિક સરકાર તરીકે કામ કરશે. ‘નાગરિક સરકાર’ સ્થપાય તો એના મેયર પોતે મહિલાઓની સલામતી માટે એક સચિવાલય ઊભું કરશે. જેમા કોઈપણ મહિલા પોતાની સલામતી માટે 24 X 7 ફોન કરીને મદદ માંગી શકશે. કાયદાનું શાસન સ્થાપવા માટે સંગઠિત કરવામાં આવી રહ્યાં છે. ઘણાં લોકોનો તેને ટેકો મળી રહેશે.

સેક્રેટરીએટ પોલીસને ફોન કરીને તાત્કાલિક મદદ પહોંચે એવી સત્તાવાર પ્રયાસો કરશે. જરૂર જણાશે ત્યાં મેયર પોતે પોલીસ કમિશ્નર, ગૃહ પ્રધાન. ગૃહ ખાતાના સચિવની પાસેથી મદદ માંગશે. જેમાં સ્થાનિક વિસ્તારમાં કાર્યકરો મદદ કરશે.

શહેરની મહિલાઓનું અને તેમની સુરક્ષા માટે કામ કરતી સંસ્થાઓનું મેયરની સત્તા નીચે એક ફોરમ રચવામાં આવશે. જે ફરિયાદો અંગે નિર્ણય લેશે. નાગરિકો દ્વારા નાગરિકોની સુખાકારી, સલામતી અને પ્રગતિ માટે નાગરિક સરકાર બનાવમાં આવશે.

નાગરિકોની સલામતી, કાયદો અને વ્યવસ્થા રાજ્ય સરકાર હસ્તક છે. પરંતુ, મેયર પાસે સત્તા ન હોવા છતાં અમદાવાદના પ્રથમ નાગરિક તરીકે પોતાના શહેરના નાગરિકોની સલામતી માટે આવી વ્યવસ્થા ઉભી થઈ શકે છે. સરકાર સમક્ષ કાયદો અને વ્યવસ્થાની મેયર પાસે સત્તા આપવા માંગણી પણ થઈ શકે છે.

આ બધી માહિતી અમપાની વેબસાઇટ પર મૂકવામાં આવશે. જેથી સુરક્ષા, આત્મવિશ્વાસ, ફરિયાદ, સન્માન જળવાય તે ધ્યાન રાખવામા આવશે. હિંમતવાન મહિલાઓનું 26 જાન્યુઆરીના પ્રજાસત્તાક દિને સન્માન કરવામાં આવશે.

ભ્રષ્ટાચારમૂક્ત, પારદર્શી, કાર્યક્ષમ, પરિણામલક્ષી સરકારી વહીવટના લક્ષ્ય સાથે રચનાત્મક રાજકારણમાં લોકોને જોડાવા માટે અભિનય હાથ ધરાશે. લોકોનો સહકાર અને સૂચનો માંગવામાં આવેલાં છે.

દરેક વોર્ડના સજ્જન, નિસ્વાર્થ સેવાભાવી, પ્રમાણિક અને સ્વાભિમાની નાગરિકો નાગરિક અધિકાર સંગઠનમાં જોડાઈ રહ્યા છે. અમને શોધ છે. ટ્રસ્ટ અને સંસ્થા એમ બે બોડીથી ઉમેદવાર પસંદ કરવામાં આવશે. સ્વચ્છ પ્રતિભાશાળી ઉમેદવાર ન તો મતદારોની પાસે મતની ભીખ માંગવા જશે કે ન તો પોતાનો એક પણ રૂપિયો ખર્ચશે. સેવા એની મૂડી હશે. જેને ભ્રષ્ટાચાર કરવો જ નથી એ શું કામ પૈસા ખર્ચે એ આપણે મતદારોને સમજવામાં આવશે.

અમદાવાદના 48 વોર્ડમાં 192 ઉમેદવાર ઊભા કરવાના છે. દરેક વોર્ડમાં 4 ઉમેદવાર જેમાં બે બેઠકો મહિલાઓ માટે અનામત છે. સુખાકારી, સલામતી અને પ્રગતિ માટે હકારાત્મક, પ્રમાણિક, અને રચનાત્મક રાજકારણની પ્રવૃત્તિમાં જોડાવું જરૂરી છે. એમ સંયોજક વાસુદેવ પટેલે જણાવ્યું હતું.

  • વાસુદેવ પટેલ, સંયોજક 8733044001,
  • જતીન શેઠ, સહ સંયોજક 9427616578 ( સંપર્ક માટે વ્યક્તિ),
  • સંતોષસિંહ રાઠોડ, સંયોજક (અમદાવાદ), 9374041591
  • વજુભાઈ પરસાણા, સહ સંયોજક (અમદાવાદ) 9426050473 છે. તેમનો સંપર્ક કરી શકાય છે.

[:]