[:gj]પક્ષ પલટુના વિરોધ વચ્ચે મોરબીના સિરામીક ઉદ્યોગે ભાજપને ખુલ્લો ટેકો જાહેર કરતા બ્રિજેશ મેરજાને રાહત[:]

[:gj]ગુજરાતની 8 વિધાનસભા બેઠકો પરની પેટા ચૂંટણીને લઇને સમગ્ર ગુજરાતના રાજકારણમાં ગરમાવો છે.મોરબીમાં બ્રિજેશ મેરજાએ કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામુ આપીને હવે તે કમળના નિશાન પર ચૂંટણી લડી રહ્યાં છે. મોરબી વિધાનસભા મતવિસ્તારમાં તેમના વિરુધ્ધમાં ગદ્દાર, દગાખોર જેવા પોસ્ટર લગાવવામાં આવ્યા છે. જેની સીધી અસર તેમના દ્વારા કરવામાં આવતા ચૂંટણી પ્રચાર પર પણ પડી રહી છે. ખાસ કરીને તેમણે તેમની મજબૂત પકડ ધરાવતા વિસ્તારો ગુમાવ્યા છે. તેમની જીત પર ખુદ ભાજપના નેતાઓને પણ શંકા છે. જેથી ભાજપે તમામ તાકાત કામે લગાવી દીધી છે.

સમગ્ર વિશ્વમાં ડંકો વગાડતો મોરબીનો સિરામીક ઉદ્યોગ હવે ભાજપની મદદે આવતા બ્રિજેશ મેરજાને મોટી રાહત મળી છે. મોરબી સિરામીક એસોસિએશને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ઉર્જામંત્રી સૌરભ પટેલની હાજરીમાં મુક્તમને સીધા આદાનપ્રદાનનો કાર્યક્રમ યોજ્યો હતો. મોરબીના સિરામીક ઉદ્યોગે સરકારે આપેલી રાહત અને સરકારે લીધેલા નિર્ણયોને આવકાર્યાં હતા. તેમના દ્વારા તૈયાર કરાયેલા પોસ્ટર્સમાં બ્રિજેશ મેરજા જોવા મળ્યાં છે. મોરબીના સિરામીક ઉદ્યોગે બ્રિજેશ મેરજાને ઘણી રાહત આપી છે. જોવું રહ્યું કોંગ્રેસ હવે આ મામલે શું રણનીતિ અપનાવે છે.[:]