- જે તે ઋતુનાં શાક – સલાડ – કચુંબર છૂટથી ખાવાં.
- કાકડીને પીસી તેમાં દહીં મેળવીને ખાવો.
- એલચી, સાકર અને કોકમની ચટણી ખાવી.
- દૂધી, કાકડી કે કોળાનો રસ લેવાથી.
- દ્રાક્ષ ખાવી કે દ્રાક્ષનો રસ પીવો.
- તુલસીનાં પાનને મોળા દહીં કે છાશ સાથે લેવાથી.
- આમળાનું ચૂર્ણ કે આમળાંનો રસ પીવો.
- નરણા કોઠે લીમડાનાં પાનનો રસ પીવો.
- ધાણા અને સૂંઠનું ચૂર્ણ પાણી સાથે લેવાથી.
- શતાવરીનું ચૂર્ણ મધ સાથે લેવાથી.
- સંતરાનો રસ સવાર – સાંજ પીવો.
- દદીએ દવા તો જ ન ખાવી. દૂધ પણ ન પીવું. તાજું મોળું દહીં કે છાશ છૂટથી લેવાં. રોગ જડમૂળથી જશે.
- પેટ પર માટીનો લેપ કરવો.
- બપોરે અને સાંજે જમ્યા પછી તરત જ ઇસબગુલ ફાકવું (રાત્રે સૂતાં ન લેવું). તેનાથી એસિડિટી અને કબજિયાત બંને મટશે. પિત્તનું શમન થવું જ જોઈએ.
- મીઠું, ખાંડ, દૂધ, મેંદો ટાળવો.
- તીખું, તળેલું ટાળવું.
- ટબ – બાથ કરવું. પાણી ગરમ નહીં ઠંડું વાપરવું.