હદયની બીમારી – બ્લડપ્રેશર
- શવાસન કરવાથી. સૌથી પહેલાં શવાસન કરવું. પછી હાથવગો કોઈપણ સરળ ઇલાજ કરવો.
- અર્જુન ચૂર્ણ મધ કે પાણી સાથે લેવાથી. મેગ્નેટ (લોહચુંબક) સારવારથી.
- ખજૂર મસળીને દૂધમાં પીવાથી. મધમાં લીંબુનો રસ મેળવી સવારસાંજ પીવો.
- એલચી દાણા અને પીપરીમૂળ સરખે ભાગે લઈ ગાયના ઘી સાથે રોજ ખાવાથી હૃદયરોગ મટે છે.
- આદુંનો રસ અને પાણી સરખે ભાગે પીવો.
- કાળી દ્રાક્ષનો રસ નિયમિત પીવો.
- હૃદયનો દુખાવો ઊપડે ત્યારે તુલસીનાં પાન અને બેત્રણ કાળા મરી ચાવી જવાથી જાદુ જેવી અસર થઈ દુખાવો મટે છે. શવાસન અને પ્રાણાયામ તરત જ કરવાં. પછી હળવા અન્ય ઇલાજ કરવા.
- છાતી, હૃદય કે પડખાંમાં દુખાવો થયો હોય તો 10 થી 20 ગ્રામ તુલસીનો રસ પીવો, પાનનો લેપ કરવાથી દુખાવો મટે છે.
- ગુસ્સો, ચિંતા, ગભરાટ બંધ કરી શવાસન કરવું.
- તમામ પ્રકારનું મીઠું (નમક) બંધ કરવું.