બસ આટલું કરો અને સાઈટીકાની પીડાથી છૂટકારો મેળવો

Aurveda । આયુર્વેદ । AGN । allgujaratnews.in । Gujarati News ।
Aurveda । આયુર્વેદ । AGN । allgujaratnews.in । Gujarati News ।

શરીરની અંદર સાયટીકા નામનો સ્નાયુમંડળ સૌથી લાંબો છે. આ સ્નાયુમંડળ કમર અને નિતંબ લઈને સાથળની પાછળ બંને બાજુ અને પિંડીથી લઈને છેક એડી સુધી જાય છે. આ નર્વ પ્રધાનરૂપે સાથળના કમર તરફના મૂળથી લઈને પગની પાની સુધી જાય છે. આયુર્વેદમાં “ગૃધ્રસી” ને સામાન્ય લોકો રાંઝણ કહે છે. માર લાગવો, વધારે સમય બેસી રહેવું, વધારે પડતા પગ વાળવાથી સાયટીકા નર્વમાં ચોટ લાગવાથી તેમાં સોજો આવે છે, તેની ગાદી ખસી જાય છે મણકાની તકલીફથી પણ સાયટીકાની તકલીફ થાય છે. યોગ કસરત અને હોમીઓપેથીક આયુર્વેદ દવા દ્વારા આ રોગ મટી શકે. સાઈટીકા નાડી, જેનો ઉપરનો ભાગ લગભગ 1 ઇંચ મોટો થઇ જાય છે, આ નાડીમાં જ્યારે સોજો અને દુઃખાવા ને લીધે પીડા થાય છે.

વાયુ 

આયુર્વેદમાં કહ્યું છે કે, ”નહિ શૂલ વિના વાતૈ:” વિહારનું સેવન વગેરે મુખ્ય કારણો છે. રાંઝણ વાયુના પ્રકોપથી થતો રોગનું પ્રધાન લક્ષણ છે. આયુર્વેદિય સિધ્ધાંત પ્રમાણે વાયુના પ્રકોપ વગર દુખાવો, પિત્તના પ્રકોપ વગર બળતરા, કફના પ્રકોપ વગર ખંજવાળ થાય નહીં. દુખાવોએ વાયુના પ્રકોપનું મુખ્ય લક્ષણ છે. વાયુના રોગમાં આખી નર્વસ સિસ્ટમના રોગો આવી જાય છે. વાયુના ઉપચાર કરવા. દીવેલમાં ચપટી સુંઠનું ચુર્ણ મેળવી સુતી વખતે પીવું. એક ચમચી દીવેલમાં એક ચમચી નગોડના પાનનો રસ મેળવી સવાર-સાંજ પીવું.

  • આ રોગનું મૂળ કબજિયાત અને વાયુવિકાર છે, તેથી તેનું શમન કરવું.
  • 0.3 ગ્રામથી 0.5 ગ્રામ ભીમસેની કપુર દરરોજ સવાર, બપોર, સાંજ લેવું.
  •  દુખાવા પર મહાનારાયણ તેલથી હળવા હાથે માલિશ કરવી.
  • મહારાસ્નાદિ ક્વાથ, ચાર થી છ ચમચી સવારે, બપોરે, અને રાત્રે પીવો.
  • રાસ્નાદિ ગૂગળની બે બે ગોળી દિવસમાં ત્રણવાર લેવી.
  • ઉભડક બેસવું કે એકદમ પગ વાળવા પડે એવા કાર્યો કરવા નહિ.
  • 4 લસણની કળી, 200 એમએલ દૂધમાં લસણને કાપીને નાખી દો. થોડી મિનીટ ઉકાળો. ગોળ, ખાંડ કે મધ સાથે રોજ સેવન કરો.
  • મહાયોગરાજ ગુગળ 2-2 ગોળી સવાર-સાંજ ભૂકો કરીને લેવી. વાતવિધ્વંસ રસ ઉપયોગી.

આહાર 

ફણગાવેલા કે બાફેલા મગ ખાવા – બીજાં કઠોળ છોડવાં. પોલીસવાળી તમામ દાળ પણ છોડવી . દહીં છાશ જેવા ખાટા પદાર્થો ન ખાવા. સાઈટીકામાં પરહેજી બરફ, ઠંડુ પાણી, એકલું દુધ, ચોખા, દહીં, ભીંડા, સકરટેટી, તરબુચ, કમરખ, આલુ, પાલખ, સંતરાં, મગ સિવાયના કઠોળ, સીંગમાં પાકતી કોઈ પણ ચીજ, વાયુની વૃધ્ધિ કરે એવા લઘુ, રૂક્ષ-લુખા, વાસી આહાર દ્રવ્યો, વાયડા, તીખા આહારનો ત્યાગ કરવો. વાયુ વધારે તેવો આહાર, વાલ, વટાણા, ચોળા, મઠ, વાસી – ઠંડા ખોરાક તેમજ આથાવાળી વસ્તુઓથી પરેજી રાખવી.  લીલા શાકભાજી, દૂધી, તલ, મેથી, અજમો, સૂંઠનું પાણી વગેરે આ રોગમાં પથ્ય બતાવેલું છે. પરહેજીથી પણ સાઈટીકા જેવા હઠીલા રોગને કાબુમાં રાખી શકાય છે.

અડદ, લસણ, સૂંઠ, વગેરેનો વધુ ઉપયોગ કરવો,

દિવેલ 

દિવેલનું એક નામ વાતારિ છે. એટલે કે વાયુનો દુશ્મન તેને વાત ગજકેસરી પણ કહ્યું છે. લકવા, કટીગ્રહ, રાંઝણ જેવાં રોગોમાં દિવેલ ઔષધ છે. વૈદ્યો વાયુના એંસી રોગોમાં દિવેલ કામ કરે છે. ઘણીવાર કબજિયાતને લીધે અવરુધ્ધ થયેલો વાયુ, ઉર્ધ્વગતિ કરીને આફરો, હૃદયશૂળ, છાતીનો દુખાવો, શીરઃસ્થૂળ, ગભરામણ, પાશ્વશૂળ વગેરે અનેક વેદનાઓ ઉત્પન્ન કરે છે. આવા દર્દોમાં દિવેલ ઉત્તમ પરિણામ આપે છે. રોજ રાત્રે 2 થી 3 ચમચી એરંડિયું દૂધમાં નાંખી પીવું.

  • દિવેલ – મેથી વાળી ચા પીવી. લેમન ટી પણ ચાલે.
  • થોડા ગરમ પાણીમાં 20-30 મિનિટ સવારે અને સાંજે બેસવું.
  • એક-બે ચમચા ગૌમુત્રમાં બે મોટા ચમચા દીવેલ નાખી દરરોજ સવારે અને સાંજે પીવું.

કબજિયાત 

કબજિયાત રોગનું કારણ, પણ ઉપાય તો કોઈ બતાવતું નથી. કબજિયાત મૂળ કારણ છે. તે મટે તો રાહત થાય.  સૂતાં સૂતાં કે બેઠાં બેઠાં સાયકલ ચલાવવાની સુવાના પલંગનો ઢાળ ધીમે ધીમે બદલવો, પગ ઊંચા રહે , માથું નીચું ઢળતું રહે તે રીતે સૂવું.  કબજિયાતથી દૂર રહેવું. જો કબજિયાત રહેતી જ હોય તો રાત્રે 1 ચમચી એરંડભ્રષ્ટ હરડેનું ચૂર્ણ સુખોષ્ણ પાણી સાથે લઈ લેવું હિતાવહ છે.

કમર , હાથ – પગનો દુખાવો – વા સંધિવા સૂંઠ અને મેથીનું ચૂર્ણ ગરમ પાણી સાથે પીવાથી મેથીનો ઉકાળો પીવાથી કમરનો દુખાવો મટે છે .

રાઈના તેલ સાથે અજમા સાથે મેળવીને માલિસ કરવાથી સંધિવાનો દુખાવો મટે છે . સૂંઠનો ઉકાળો કરી , તેમાં ચમચી દિવેલ નાખીને પીવાથી વાનો દુખાવો મટે છે . વરાળનો શેક ( સ્ટીમબાથ ) લેવાથી બધી જાતના દુખાવા મટે છે . સૂંઠ , મેથી અને ગોળનો કાઢો બનાવીને પીવો , સાંધાના દુખાવામાં ભીની માટીનો લેપ કરો . સુકાયા ત્યાં સુધી રાખો . પછી ઠંડા પાણીથી ધોવું . હળવી કસરત કરવી દુખાવો મટી જશે . સૂતાં સૂતાં પાદ – ઉત્થાસ – દ્રિપાદ કરવાથી સાદા પટ્ટાને બદલે મેગ્નેટનો પટ્ટો બાંધવો . ગમે તેવો વા – દુખાવો યોગ્ય આહારથી મટે છે . સલાડ વધારે લો – મીઠું , ખાંડ , મેંદો ઘટાડો , મેગ્નેટ સારવાર , કમરનો પટ્ટો – એક્યુપ્રેશરથી ફાયદો થાય . બિંદુ નં . ૯ અને 16 દબાવો , 16 વ્યાયામ શરીરની રોગપ્રતિકારક શકિતમાં વધારો કરે છે ,

  • નરણા કોઠે હુંફાળું પાણી કે શિવામ્બ છુટથી લેવું .
  • દુખાવા પર માટીનો લેપ કરવો.
  • ખાલી પાણી કે નગોડનાંખી વરાળનો શેક ( સ્ટીમબાથ ) લેવો. તે વખતે ખૂબ ચોળવું.
  • માલિસ કરવી. એકયુપ્રેશર, હળવી કસરતો, સૂર્યોપાસના કરવી.
  • ઊંડા પ્રાણાયામ કરવા. ૐકાર મંત્ર કરવા. ચુંબકીય સારવાર કરવી.

પંચકર્મ

પંચકર્મ, અગ્નિકર્મ ચિકિત્સા, પંચગુણતેલ, દશમૂલતેલથી માલિશ, નિર્ગુંડી જેવા વાતઘ્ન ઔષધોથી સ્વેદન, કટિબસ્તિ કરોડરજ્જુનાં છેલ્લાં મણકા પાસે અડદનાં લોટની પાળી બાંધી તેમાં સુખોષ્ણ ઔષધ દ્રવ્યોનો સ્વરસ અને વાતઘ્નતેલ દ્વારા આ બસ્તિ આપવાથી પીડામાં તાત્કાલિક ઘણી જ રાહત થાય છે. ગુદબસ્તિ આપવાથી ગુદામાર્ગેથી ગયેલા ઔષધસિદ્ધ તેલ વાયુનાં મુખ્ય સ્થાન પડવાશયમાં સ્નેહન કરી પ્રકુપિત વાયુનું સમગ્ર શરીરમાંથી શમન કરે છે, જેથી વાયુ શાંત થતાં દુ:ખાવો આપો-આપ ઓછો થઈ જાય છે.

નગોડ

નિર્ગુડી-નગોડ પાન સ્વરસ 10-12 મી. લી. દિવસમાં ત્રણ વખત મધ સાથે આપવો. નગોડનાં લીલા પાનને લસોટી, લુગદીની પોટલી બનાવી અગ્નિથી ગરમ કરી 15 મીનીટ શેક કરવો. ત્રણથી ચાર અઠવાડીયા ચિકિત્સા કરવી, યોગ અને કસરત સાથે કરવાથી જલદી રાહત થાય છે. નગોડ સાથે ગોક્ષુરાદી  ગુગળ લેવાથી વધારે ઝડપી પરિણામ મળે છે.

વધુ વાંચો: કફ દૂર કરવા આ રહ્યાં 7 ઉપાય, લોકોએ તેને ખૂબ વખાણી લીધા છે, તમે પણ કરી જૂઓ 

વધુ વાંચો: સર્વ રોગોનું મૂળ કયું ? મટાડવા શું કરશો ?