ક્ષય – ટીબી
- ક્ષય – ટી.બી.ની કોઈ પણ દવા કરાવી શકે એમ ન હોય તો પણ બકરીના દૂધમાં ગોળ નાખી સવારસાંજ પીવાથી દર્દીનું બળ ટકી રહે છે. રાહત થશે.
- ખજૂર, દ્રાક્ષ, સાકર, ઘી, મધ અને પીપર સરખે ભાગે લઈ તેનું ચાટણ બનાવી દરરોજ બે – ત્રણ વખત લેવાથી.
- તાજા માખણ સાથે મધ ખાવાથી ક્ષયમાં ઘણો ફાયદો થશે.
- સાત્વિક આહાર લેવો અને પચાવવો. અરડૂસીનાં પાન અને લીમડાની ચટણી બનાવી રોજ સવાર – સાંજ ખાવાથી ક્ષયરોગ મટે છે.
- લસણને વાટી, ગાયનાં દૂધ, દહીં અથવા ઘી સાથે મેળવી, રોજ ખાવાથી ક્ષયરોગ મટે છે.
- ખજૂર સાથે ગાયનું દૂધ, દહીં કે માખણ ખાવાથી ક્ષયરોગમાં ખૂબ જ ફાયદો થાય છે.
- પથ્ય આહાર લેવો. શ્રમ કરવો, કસરત કરવી.
- જરૂરી દવા નિયમિત અને પૂરો સમય લેવી.
- સૂર્યઉપાસના સહેલી સરળ છતાં અકસીર છે.
- ક્ષયના દર્દીએ પાણી પ્રયોગ કરવો તથા સૂર્યથી ચાર્જ કરેલું પાણી પીવું.