- ફુદીનાનો રસ પીવો.
- શેરડીનો રસ પીવો.
- રાઈને ઝીણી વાટી, પાણીમાં પલાળી, પેટ ઉપર લેપ કરવાથી.
- આદુંનો અને કાંદાનો રસ મેળવીને પીવો.
- મીઠા લીમડાનાં પાનનો રસ પીવો.
- લીંબુ કાપી તેના ઉપર ખાંડ ભભરાવી ચૂસવાથી અન્નવિકારથી થતી ઊલટી મટે છે.
- તુલસી અને આદુંનો રસ મધ સાથે લેવાથી.
- એલચીના દાણા વાટીને ફાકી મારવાથી.
- લીંબુ કાપી તેના ઉપર સૂંઠ, સિંધવ નાખી ગરમ કરી ચૂસવાથી
- આમલીને પાણીમાં પલાળી તેનું પાણી પીવો.
- ચોખાના ધોવાણમાં જાયફળ ઘસીને પીવો.
- ગાડી કે મોટરબસની મુસાફરીમાં ચક્કર આવે અથવા ઊલટી થવા માંડે ત્યારે મોંમાં લવિંગ અથવા તજ રાખી ચૂસવાથી.
- ઇસબગુલ કે મોળું દૂધ લેવાથી.
- પિત્તનું શમન થાય તો ઊલટી બંધ થાય.
- ખજૂર કે ખારેક ખાઈ, ઠળિયો સતત ચગળ્યા કરવો.