अहमदाबाद में 5.75 करोड़ रुपये से बैंच लगेंगे: बैंच स्कैम Benches to be installed in Ahmedabad for Rs 5.75 crore: Scam
ચૂંટણી નજીક આવતા 3 મહિલામાં 42 હજાર બાંકડા મૂકાશે
અમદાવાદ, 2 ડિસેમ્બર 2025
અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી નજીક આવતા જ કોર્પોરેટરો દ્વારા બાકડાની ગોઠવણ શરૂ થઈ ગઈ છે. 3 મહિનામાં 42 હજાર બાંકડા મુકવામાં આવશે. 2025માં ટેન્ડરમાં કેટલાક વોર્ડમાં બાંકડા માટે આશરે રૂ. 9 કરોડ 86 લાખનો ઠેકા દ્વારા કરાર કર્યો હતો.
કોર્પોરેટરો તેમના વાર્ષિક બજેટમાંથી વધુમાં વધુ રૂ. 3 લાખની મર્યાદામાં બાંકડા માટે ફાળવી શકે છે જેનો ભરપૂર ઉપયોગ હાલ થઈ રહ્યો છે. જો તમામ કોર્પોરેટરો બાંકડા માટે રૂ. 3 લાખની રકમ ફાળવે તો રૂ. 5 કરોડ 75 લાખ ખર્ચ થાય તેમ છે.
કાઉન્સીલરોને વેરાના નાણાં ફાળવવામાં આવતા બજેટમાંથી પ્રજાકીય કામ ઓછા અને નામની તકતી લાગે તેવા કામ વધારે થઈ રહ્યા છે. ચૂંટણીમાં ટિકિટ મળે કે ન મળે પરંતુ ત્રણ-ચાર વર્ષ નામની તકતી લાગી રહે તેવા આયોજન કરી રહ્યા છે.
42 હજાર બાકડા માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જેમાં આરસીસી, ચાઇના મોઝેક, અને સ્ટેનલેસ સ્ટીલના બાકડા છે. આ ઉપરાંત આ બાકડાઓ પર કોર્પોરેટરના નામની તકતી લગાવવા માટે રૂ. 800 અલગથી ચુકવવામાં આવશે.
નગરસેવકો, ધારાસભ્યો કે સાંસદો બાંકડાને જ વિકાસ સમજી બેઠા છે. એક બાંકડાની કિંમત રૂ. 1500 જેટલી જ થાય છે પરંતુ તેના રૂ. 3500થી વધુના બિલો મુકીને લાખોની કટકી કરવામાં આવી છે.
સૌથી વધારે અમિત શાહના વાસણા વોર્ડમાં 1300 બાંકડા મુકવામાં આવશે. પૂર્વ ઝોનમાં 5200 બાંકડા ગોઠવાશે. રાણીપમાં 1 હજાર અને વટવામાં 600 બાંકડા ગોઠવાશે.
બાંકડા કૌભાંડ
ત્રણ વર્ષ અગાઉ આવી રીતે બાંકડા ગોઠવવામાં આવ્યા હતા. પરંતુ તે તકલાદી નીકળતા વિજીલન્સ તપાસ થઈ હતી. બાંકડા ફરી ન મુકવા વિજીલન્સ વિભાગ તરફથી આદેશ આપવામાં આવ્યો હતો. મુકેલા બાંકડાના ભ્રષ્ટાચાર હોવાનો આરોપ:અમદાવાદની સોસાયટીઓ-ફ્લેટમાં મુકવામાં આવેલા બાંકડા હલકી ગુણવત્તાના હોવાની ફરીયાદ બોર્ડમાં, શાહપુરમાં બાંકડોના બે ટુકડા થઈ જતા હતા.
બાંકડાઓને લઈને અગાઉ અનેક વખત પરિપત્રો કરવામાં આવ્યા છે. જેમાં ઘણી વખત બાંકડાની ગુણવત્તા નબળી રહે છે. એક જ વર્ષમાં બાંકડા તુટી જવાની ફરિયાદ હતી. ખાડિયા વિસ્તારના કોર્પોરેટરો દ્વારા ચાર વર્ષમાં 20 લાખ રૂપિયા બાંકડા પાછળ ખર્ચવામાં આવ્યા, પરંતુ 20 લાખ ખર્ચ્યા બાદ પણ ખાડિયા બોર્ડમાં બાંકડાઓ શોધવા પડે તેવી હાલત છે. આ અંગે કરવામાં આવેલી એક RTI માં ચોંકાવનારી બાબતો સામે આવી છે. 2021માં ખાડિયા વોર્ડના 4 કોર્પોરેટર 4 કોર્પોરેટર મયુર દવે, કૃષ્ણવદન બ્રહ્મભટ્ટ, જયશ્રી પંડ્યા, ભાવના નાયક દ્વારા બાંકડા પાછળ ખર્ચ કરવામાં આવ્યો. બાંકડા જોવા મળયા નથી. ત્યાર પછી સોસાયટી-ફ્લેટમાં બાંકડાઓ નહિ મુકાવા કમિશનર મુકેશ કુમારે આદેશ કર્યો હતો. મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, ભાજપના નેતા, દંડક, કોર્પોરેટર, વિવિધ કમિટિના ચેરમેન અને ડેપ્યુટી ચેરમેનના બજેટમાંથી બાંકડાઓના કામને મંજુર ન કરવા મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમારે કહ્યું હતું.
શહેરી બાવાઓને વર્ષે રૂ. 30 લાખ પ્રજા કામો માટે આપવામાં આવતા હતા. 10 ટકાથી વધુ નાણા બાંકડા પાછળ ખર્ચવા નહીં એવું કમિશનરે કહ્યું છતાં કેટલાક કોર્પોરેટરો તેનું પાલન કરતા ન હતા. પ્રજાના નાણાનાં બાકડાઓ પર નામ લખી સ્વયં પ્રસિદ્ધી લે છે.
નાણાકીય વર્ષ 2019-20માં 176 કોર્પોરેટરોએ બેન્ચ (વત્તા સાઇનબોર્ડ) પર મળીને રૂ. 6 કરોડ 27 લાખ ખર્ચ્યા હતા. કોંક્રિટ બાંકડા માટે રૂ. 1800 અને સ્ટીલ બેન્ચ માટે રૂ. 9 હજાર ખર્ચ કર્યો હતો.
બાંકડા નીતિ
આર.સી.સી.ના બાંકડા મૂકવા રોડ કમિટી અને ખડી સમિતિએ 2022માં નિર્ણય કર્યો હતો. એક કોર્પોરેટર ત્રણ લાખ સુધી બાંકડા માટે ગ્રાન્ટ ફાળવી શકશે.
7 સપ્ટેમ્બર 2018થી પ્લાનિંગ વિભાગ તરફથી માત્ર સિમેન્ટના બાંકડા નીતિ બનાવી હતી.
3 હજારનો એક બાંકડો વધુમાં વધું 100 બાંકડા મૂકવા નીતિ બની હતી.
અગાઉ પ્લાસ્ટિક ઉપરાંત ચાઈનામોઝેક અને સ્ટેનલેસ સ્ટીલ બાંકડા પણ મુકવામાં આવતા હતા.
2023માં નીતિ બદલી હતી. સિમેન્ટના બાંકડામાં વૂડન ટેક્સચર પેન્ટ કરાશે. એક બાંકડાની કિંમત રૂ. સાડા પાંચ હજાર કરી દેવામાં આવી હતી.
આર.સી.સી. પ્રિ-કાસ્ટ બાંકડા રૂ. 5490નો છે.
2019-20માં કૌભાંડ
અમદાવાદમાં 2000 કરોડનું કૌભાંડ થયું હતું.
1 કરોડ 42 લાખ ટ્રી ગાર્ડ અને બાંકડા પાછળ વાપરવામાં આવ્યા હતા.
અમદાવાદના ઉત્તર-પશ્ચિમ ઝોનમાં આવેલા ગોતા, ચાંદલોડિયા, ઘાટલોડીયા, થલતેજ અને બોડકદેવના કાઉન્સિલરો. જેમણે વિકાસના નામે મસમોટો ભ્રષ્ટાચાર આચર્યો હતો.
બાંકડા, ટ્રી-ગાર્ડ અને પેવર બ્લોકના નામે લૂંટી લીધા હતા.
વર્ષે માત્ર બાંકડા માટે જ 20થી 40 ટકા સુધીનું બજેટ વાપરે છે.
2019-20માં ગોતાના 4 કાઉન્સિલરોનું 10 વર્ષમાં 2 હજાર કરોડનું કૌભાંડ ટ્રી-ગાર્ડ, બાંકડા અને રમત-ગમતના સાધનો અને પેવર બ્લોક પાછળ થયું હોઈ શકે છે.
20 કાઉન્સિલરોએ બાંકડા અને ટ્રી-ગાર્ડ પાછળ રૂ. 88 લાખ 20 હજાર અને પેવર બ્લોક પાછળ- 2 કરોડ 14 લાખ રૂપિયા વાપર્યા હતા.
અમદાવાદના કાઉન્સિલરોના બાંકડા પાછળ ખર્ચ રૂપિયામાં
જ્યોત્સના પી.પટેલ, ગોતા – 5,00,000
દિનેશ એમ.રબારી, ગોતા – 4,50,000
પારુલ એ.પટેલ, ગોતા – 2,00,000
સુરેશ એ. પટેલ, ગોતા – 4,50,000
રાજેશ્વરી પંચાલ, ચાંદલોડીયા – 8,00,000
કુસુમ જોશી, ચાંદલોડીયા – 1,51,500
ભરત કે.પટેલ, ચાંદલોડીયા – 2,50,000
બ્રીજેશ પટેલ, ચાંદલોડીયા – 2,50,000
રેણુકા પટેલ, ઘાટલોડિયા – 4,75,000
ભાવના પી.પટેલ, ઘાટલોડીયા – 4,00,000
જતીન જે.પટેલ, ઘાટલોડીયા – 1,00,000
ધનજી પ્રજાપતી, ઘાટલોડીયા – 6,50,000
લક્ષ્મી ચૌધરી, થલતેજ – 3,00,000
ભાવના બી.પંડ્યા, થલતેજ – 2,00,000
ભરત બી.પટેલ, થલતેજ – 2,50,000
લાલ આર.ઠાકોર, થલતેજ – 3,00,000
વાસંતી પટેલ, બોડકદેવ – 4,25,000
દિપ્તી અમરકોટીયા, બોડકદેવ – 3,50,000
કાંતિ એ.પટેલ, બોડકદેવ – 3,50,000
દેવાંગ જે.દાણી, બોડકદેવ – 2,50,000
સુરત
સુરતમાં ધારાસભ્ય-સાંસદના 6 બાંકડા સૌરાષ્ટ્રના જસદણના પીપળીયા ગામે મોકલાયા હતા. કામરેજના ભાજપના ધારાસભ્ય પાનસેરિયાની ગ્રાન્ટમાંથી ખરીદાયેલા બાંકડા હતા.
સુરતમાં રૂ. 6500ની કિંમતના છે. એફઆરસી મટીરીયલ્સના (ફાઈબરના) છે. હવે સિમેન્ટના બાકડા મુકવા નિર્ણય લેવામાં આવ્યો છે. જેની કીંમત રૂ. 4475 છે. વર્ષે 45 બાંકડા મૂકી શકે છે. જે અમદાવાદ કરતાં ઉંચી છે.
ગુજરાતી
English



