ભારતી એરટેલ, વોડાફોન-આઈડિયા, ટાટા ટેલિસર્વિસ સહિત ટેલિકોમ ઓપરેટરો દ્વારા એડજસ્ટ ગ્રોસ રેવેન્યુ (એજીઆર) સુપ્રીમ કોર્ટે ટેલિકોમ કંપનીઓ અને તેમના ડિરેક્ટરોને દૂરસંચાર વિભાગ (ડોટ)ને ૧.૪૭ લાખ કરોડ ૭મી માર્ચ 2020 સુધીમાંચુકવણી કરવાના તેના આદેશને નહીં પાળવા બદલ તેમની સામે તિરસ્કારની કાર્યવાહી કેમ હાથ ધરવી જાઇએ નહીં તે સંદર્ભમાં ખુલાસો કરવા આદેશ કર્યો હતો.
ટેલિકોમ કંપનીઓ સામે પગલા નહીં લેવા માટેના તેના ડેસ્ક ઓફિસર દ્વારા પાસ કરવામાં આવેલા આદેશને પરત લેવા માટેનો પણ આદેશ નહીંતર સંબંધિત અધિકારીને જેલ ભેગા કરવામાં આવશે. એજીઆર કેસમાં સમીક્ષા અરજી ફગાવી દેવામાં આવી છે પરંતુ હજુ સુધી એક રૂપિયાની રકમ પણ જમા કરવામાં આવી નથી.
દ્વારા જાન્યુઆરી મહિનામાં સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામાં આવી હતી જેમાં ટોપ કોર્ટના આદેશને એજીઆરના મામલામાં સુધારો કરીને રજૂ કરવાની માંગ કરવામાં આવી હતી. કોર્ટે પહેલાથી જ તેના અગાઉના ચુકાદામાં રિવ્યુની માંગ કરતી અરજીને ફગાવી દીધી હતી.
- વોડાફોન આઈડિયાને ૫૦૦૦૦ કરોડ રૂપિયા ચુકવવાના છે.
- ભારતી એરટેલને ૩૫૫૦૦ કરોડ રૂપિયા ચુકવવાના છે જ્યારે એરટેલને પોતાના મોબાઇલ સર્વિસ બિઝનેસને વેચી દેનાર તાતા ટેલિસર્વિસને ૧૪૦૦૦ કરોડ ચુકવવાની જરૂર છે.
- રિલાયન્સ જીઓ દ્વારા ૬૦ કરોડ રૂપિયાની રકમ ચુકવવામાં આવી હતી. આ રકમ અન્યો કરતા ખુબ ઓછી છે કારણ કે, કંપનીએ ૨૦૧૬માં તેના ઓપરેશનની શરૂઆત કરી હતી.
કંપનીઓ અને ફેડરલ ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન તિરસ્કારની કાર્યવાહી માટે પાત્ર રહેશે. વોડાફોન-આઇડિયા અને ભારતી એરટેલ સહિત કંપનીઓને ૯૨૦ અબજ રૂપિયાથી વધુની રકમ ચુકવવાની જરૂર દેખાઈ રહી છે. સુપ્રીમ કોર્ટે આજે લાલઆંખ કરી હતી. વોડાફોન આઈડિયા, ભારતી એરટેલ, રિલાયન્સ જીઓ ભારતના મોબાઇલ માર્કેટ ઉપર ૯૦ ટકા હિસ્સો ધરાવે છે.
ભારતી એરટેલ, વોડાફોન-આઈડિયા, ટાટા ટેલિસર્વિસ મોબાઈક કંપનીઓ દેવાળું ફૂંકી શકે તેવી આ મોટી રકમ છે.
વ્યાજ સાથે આ રકમ ચુકવવાની રહેશે. તમામ લોકો જાણે છે કે, વોડાફોન-આઈડિયા, ભારતી એરટેલ અને રિલાયન્સ જીઓ ભારતના મોબાઇલ માર્કેટમાં ૯૦ ટકા હિસ્સેદારી ધરાવે છે.
બ્રિટિશ મહાકાય કંપની વોડાફોન સાથે સંયુક્ત સાહસ ધરાવનાર વોડાફોન-આઇડિયાના અસ્થિત્વ સામે સંકટ ઉભુ થઇ ગયું છે. ઓવરડ્યુની રકમ અભૂતપૂર્વ થઇ છે. વોડાફોન-આઇડિયા દ્વારા પહેલાથી જ કહેવામાં આવ્યું છે કે, તેના આદેશમાં સુધારો કરવાની જરૂર છે. સુધારો નહીં કરવાની સ્થિતિમાં કંપનીઓને તેમના અસ્થિત્વને ટકાવી રાખવામાં મુશ્કેલી પડશે. સાથે સાથે ડોટના અધિકારીઓને પણ રિકવરી માટે સ્પષ્ટ સૂચના અપાઈ છે.