ભરૂચ ભાજપના પ્રમુખ સુરભી અને ભરતની નગરપાલિકાનું ખીચડી કૌભાંડ

ચોમાસાની ઋતુમાં નર્મદા નદીમાં આવેલા પૂરમાં કાંઠા વિસ્તારના અસરગ્રસ્તોને કઢી ખીચડી ૬ લાખ ૮૪ હજારની ખવડાવી હોવાની બિલ મુકતા અસરગ્રસ્તોની વ્હારે આવેલી સેવાભાવી સંસ્થાઓએ ભરૂચ નગરપાલિકા સામે વિરોધ કરીને ગોટાળો થયો હોવાના આક્ષેપ કર્યા છે.

ભરૂચ નગરપાલિકાના પ્રમુખ તરીકે ભાજપના સુરભીબેન તમાકુવાલા તથા ઉપપ્રમુખ તરીકે ભરત શાહ છે.

માનવસેવાના નામે ભરૂચ નગરપાલિકાએ વરસાદી ઋતુમાં નર્મદા નદીમાં આવેલા પૂરને લઇ કાંઠા વિસ્તારના અસરગ્રસ્તોને કઢી ખીચડી ખવડાવવા માટે મળતીયાઓને કઢી ખીચડીનો ઠેકો આપી દઈ તેનું બિલ રૂ.6.84 લાખ કર્યું હતું.

ભાજપના સત્તાધારીઓ એ બિલ ને મંજૂરી આપતા વિપક્ષે આ બાબતે મેજિસ્ટ્રેટની કોર્ટમા દાવો દાખલ કરવાની કાર્યવાહી કરી છે. ખરેખ તો અસરગ્રસ્તોને વિવિધ સેવાભાવી સંસ્થાઓ હિન્દૂ – મુસ્લિમ સમાજના સંગઠનો ઘ્વારા ૧૮ દિવસ સુધી જમાડવામાં આવ્યા હતા. બીલ મુક્યું ભરૂચના ભાજપના સત્તાધિશોએ. ભરૂચ નગરપાલિકાએ તો ખરેખર રૂ.1.50 લાખનું જ ખર્ચ કર્યું હતું.

કઢી ખીચડીના કૌભાંડ નગરપાલિકા માટે શરમજનક સાબિત થઇ રહ્યું છે. જોકે આ સમગ્ર નગર પાલિકાના કઢી ખીચડી કૌભાંડ લોકો માટે હાસ્યસ્પદ બની ગયું હોઈ તેમ લાગી રહ્યું છે. ત્યારે નગર પાલિકા તો સહાય કરવા આવી જ ન હતી.