કોરોના વાયરસના કારણે આખો દેશ આર્થિક મદી માં સપડાયો છે.ત્યારે પેટ્રોલ ડીઝલ નો ભાવ વધારો થવાથી ગરીબ અને મધ્યમ વર્ગની કમર સરકાર દ્વારા તોડી નાંખવાનો પ્રયાસ કરી રહી હોય તેવા આક્ષેપ સાથે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદશન કરવામાં આવ્યું.
કોરોના વાયરસ ના કારણે બે મહિના સુધી સખત લોકડાઉન કરી દેતા વેપાર ધંધા પડી ભાંગતા લોકોને રોજીરોટી મેળવા મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. હજુ તો લોકોએ સમસ્યાઓથી ઝઝૂમી રહ્યા હતા.ત્યાં સરકાર દ્વારા પેટ્રોલીયમ પેદાશો માં ભાવ વધારો ઝીંકી દેવાતા લોકોની મુશ્કેલીમાં અભિવૃદ્ધિ થઈ જવા પામી છે.
જેના વિરોધ માં આજરોજ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રેલવે સ્ટેશન નજીક બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે સરકાર ની ભાવ વધારા નીતિ સામે પ્રમુખ પરિમલસિંહ રણા ની અધ્યક્ષતા માં પ્લેકાર્ડ સાથે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદશન કરવામાં આવ્યું હતું.