અયોધ્યામાં રામ મંદિરના માટે ભૂમિ પૂજન 5 ઓગસ્ટે થશે. રામ જન્મભૂમિ તિર્થ ક્ષેત્ર ટ્રસ્ટની તરફથી વડાપ્રધાન મોદીને 3 અને 5 ઓગસ્ટની તારીખ આપવામાં આવી હતી. આખરી નિર્ણય પીએમઓ કરવાનું હતું. પીએમઓએ 5 ઓગસ્ટને નક્કી કરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વડાપ્રધાન મોદી આ ભૂમિ પૂજનમાં જોડાશે. પોતાના હાથે પાયાનો પત્થર મુકશે. શનિવારે મંદિર ટ્રસ્ટની બેઠકમાં આ કાર્યક્રમ અંગે ચર્ચા થઈ હતી.
શું થયું હતું બેઠકમાં
રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની બીજી બેઠકમાં મંદિર નિર્માણની તારીખ નક્કી કરીને પ્રધાનમંત્રી કાર્યાલય (પીએમઓ)ને મોકલી દેવાઈ છે. ટ્રસ્ટની તરફથી પીએમ મોદીને ત્રણ અને પાંચ ઓગસ્ટની તારીખ ભૂમિ પૂજન માટે આપવામાં આવી છે. હવે તેના પર અંતિમ નિર્ણય પીએમઓ જ કરશે. યુપીના અયોધ્યામાં શનિવારે થયેલી બેઠક બાદ ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયએ કહ્યું કે મંદિરનો પાયો મુકવા માટે પહેલા તકનીકી શરૂઆત થઈ ગઈ છે.
વધુ વાંચો: રામ નવમીથી અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ થશે
ચંપત રાયે કહ્યું કે માત્ર સોમપુરા જ મંદિર બનાવશે. આ લોકોએ સોમનાથ મંદિર પણ બનાવ્યું છે, મંદિર બનાવવા માટે પૈસાની અછત રહેશે નહીં, 10 કરોડ પરિવારો મંદિર માટે દાન કરશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કંપની લાર્સન અને ટુબ્રો માટી પરિક્ષણ માટે નમૂનાઓ એકત્રિત કરી રહી છે. મંદિરનો પાયો જમીનની ક્ષમતાના આધારથી 60 મીટર નીચે બાંધવામાં આવશે. પાયો નાખવાની શરૂઆત નકશા આધારે થશે. સર્કિટ હાઉસ ખાતે શનિવારે મળેલી બેઠકમાં ચંપક રાય ઉપરાંત વધારાના મુખ્ય સચિવ ગૃહ અવનિશ અવસ્થી, કામેશ્વર ચૌપાલ, નૃત્યગોપાલદાસ, ગોવિંદ દેવ ગિરી મહારાજ અને દિનેન્દ્ર દાસ સહિત અન્ય ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રામ મંદિર ટ્રસ્ટની બેઠક શનિવારે સાંજે 4 વાગ્યે શરૂ થઈ હતી. આ બેઠકમાં ટ્રસ્ટના અધિકારીઓ મંદિર નિર્માણને લગતા મહત્વપૂર્ણ નિર્ણયો લેવાની વાત કરી રહ્યા હતા. આ પહેલા આરએસએસના કમ સરકાર્યાવહ ડો. કૃષ્ણ ગોપાલ પણ અયોધ્યા પહોંચ્યા હતા અને મંદિર નિર્માણ સાથે સંકળાયેલા વિહિપ નેતાઓ અને સંતોની મુલાકાત કરી હતી. ટ્રસ્ટની બેઠકની તૈયારી માટે કારસેવકપુરમની બેઠકમાં પણ તેમણે હાજરી આપી હતી. આ બેઠક બાદ મંદિરનો એજન્ડા નક્કી કરવામાં આવ્યો હતો.