Big scam in urea coating of bitter neem oil कड़वे नीम के तेल की यूरिया कोटिंग में गुजरात में बड़ा घोटाला
મોદી અને પટેલ સરકારના પોકળ દાવા
દેશના નીમ કોટેડ યુરિયાના ઉત્પાદનમાં ગુજરાતનો 14% ફાળો –
દિલીપ પટેલ
અમદાવાદ, 22 ઓક્ટોબર 2024
10 વર્ષથી દેશમાં નીમ કોટેડ યુરિયાનો વપરાશ કરાય છે. લીમડાનું તેલનું આવરણ હોવાથી તે ઉદ્યોગોમાં વાપરી શકતા નથી એવો દાવો સરકાર કરે છે. પણ તે દાવો 10 વર્ષથી માત્ર જુઠાણું છે. લીમડાનું પડ ચઢાવેલું હોય તે કેમીકલથી દૂર કરીને ફેક્ટરીઓમાં તે જતું હોવાથી રૂ. 3 હજાર કરોડનું કૌભાંડ થાય છે.
ગુજરાતમાં 2023-24માં 39 લાખ 73 હજાર ટન નીમ કોટેડ યુરિયાનું ઉત્પાદન થયું. સાદા યુરિયા પર લીમડાના તેલથી કોટિંગ કરવામાં આવે છે. નીમ કોટેડ યુરિયાના ઉત્પાદન બાબતે દેશનું અગ્રણી ગુજરાત રાજ્ય છે. નીમ કોટેડ યુરિયાના ઉત્પાદનમાં ગુજરાતનો હિસ્સો 14% છે. જ્યારે વપરાશની દૃષ્ટિએ ગુજરાતનો હિસ્સો 9% છે.
ઔદ્યોગિક કે બિન-કૃષિ પ્રવૃત્તિઓમાં યુરિયાનો ઉપયોગ અટકાવવા માટે 15 ઓગસ્ટ, 2015ના રોજ યુરિયાને ફરજિયાત નીમ કોટેડ બનાવમાં આવ્યું હતું. નીમ કોટેડ યુરિયાનું ઉત્પાદન GNFC, GSFC, IFFCO અને KRIBHCO કરે છે.
ગુજરાતમાં વર્ષ 2021-22માં 37 લાખ 76 હજાર મેટ્રિક ટન નીમ કોટેડ યુરિયાનું ઉત્પાદન થયું હતું. 2022-23માં 38 લાખ 92 હજાર મેટ્રિક ટન અને 2023-24માં 39 લાખ 73 હજાર મેટ્રિક ટન નીમ કોટેડ યુરિયાનું ઉત્પાદન થયું હતું. 3 વર્ષમાં 1 લાખ ટન વધારો થયો છે.
યુરિયાના ઔદ્યોગિક ઉપયોગમાં વપરાઈ જતું હતું. યુરિયાની કાળાબજાર થતી હતી.
GNFCએ યુરિયાને નીમ કોટેડ કરીને વર્ષે રૂ. 20 કરોડ 68 લાખની આવક મેળવી હતી. તો પાછલા ત્રણ વર્ષમાં આ આવકમાં સરેરાશ રૂ. 19 કરોડ 40 લાખ પ્રતિ વર્ષનો વધારો નોંધાયો છે.
ફાયદા
નીમ જંતુનાશક ઉત્પાદનો બનાવીને જમીનનું આરોગ્ય સુધરે છે, પાકની ઉપજમાં વધારો થાય છે
ખેતરોમાં રાસાયણિક ખાતરોનો વધુ પડતો ઉપયોગ કરવાથી જમીનની નીચે નાઈટ્રોજનનું સ્તર બને છે, જેના કારણે પાક જમીનમાં રહેલા પોષક તત્વોને શોષી શકતો નથી.
નીમ કોટેડ યુરિયાથી નાઈટ્રોજનનું સ્તર નથી બનતું. તેથી જમીનનું આરોગ્ય સારું રહે છે. નીમ કોટેડ યુરિયા જમીનમાં રહેલા જંતુઓનો નાશ કરે છે. જમીનની ફળદ્રુપતા વધારે છે. કૃષિ ખર્ચમાં ઘટાડો અને પાકમાં વધારો થાય છે.
પોકળ દાવા
સબસિડીવાળું નીમ પડ વાળું યુરિયા ફેક્ટરીઓને આજે પણ કરોડો રૂપિયાનું વેચવાના કૌભાંડ ચાલે છે.
ઉદ્યોગોમાં યુરીયા ન વપરાય તે માટે નીમ કોટીંગ શરૂ કર્યું હતું. જોકે તેમ છતાં ઉદ્યોગોમાં તેનો ઉપયોગ થઈ રહ્યો છે. રસાયણ અને ખાતર મંત્રાલયના અહેવાલ પ્રમાણે નીમ કોટેડ યુરિયા પણ ગેરકાયદેસર રીતે ઉદ્યોગો સુધી પહોંચી રહ્યું છે. તેને રસાયણો વડે સાફ કરીને ઉદ્યોગોમાં વાપરવામાં આવી રહ્યું છે. આ પ્રકારના અનેક કેસ સામે આવ્યા છે.
3 હજાર કરોડનું કૌભાંડ
સરકાર યુરિયાની પ્રત્યેક બેગ પર 2થી 3 હજાર રૂપિયાની સબસિડી આપે છે. તેથી સરકારને દર વર્ષે આશરે 6,000 કરોડ રૂપિયાનું નુકસાન થાય છે. ઉદ્યોગોમાં વર્ષે 10-12 લાખ ટન યુરિયા વપરાય છે. દેશમાં ઔદ્યોગિક વપરાશ માટે 1.5 લાખ ટન યુરિયાનું ઉત્પાદન થાય છે. 2 લાખ ટન આયાત થાય છે. ઉદ્યોગો માટે સત્તાવાર રીતે માત્ર 3થી 5 લાખ ટન યુરિયા જ ઉપલબ્ધ છે. 5થી 6 લાખ ટન નીમ કોટેડ યુરિયા ઉદ્યોગો વાપરી નાંખે છે.
રસાયણ અને ખાતર મંત્રાલય દ્વારા બનાવવામાં આવેલી ટીમોએ 2 મહિનામાં 100 કરોડ રૂપિયાની યુરિયા ચોરીનો પર્દાફાશ કર્યો હતો.
વિદેશમાં
મ્યાનમાર, નેપાળ અને બાંગ્લાદેશમાં ભારતનું સબસિડી વાળું યુરિયા મોકલી દેવામાં આવે છે. જેનાથી ભારતને કરોડો રૂપિયાનું નુકસાન થાય છે.
સુરત સહિત ગુજરાતની કાપડ મિલોમાં નીમ કોટેડ યુરિયા આપવા એજન્ટ પ્રથા ચાલે છે. એક આવો સૂત્રધાર નોઇડાથી ઝડપાયો હતો.
કૌભાંડના નમૂના
અમદાવાદ ગ્રામ્યમાંથી નીમ કોટેડ યુરિયા ખાતર ઔદ્યોગિક એકમોમાં આપવામાં આવે છે. 200 થેલી યુરિયા ખાતર ભરેલો ટ્રક પકડ્યો હતો. 27 જુલાઈ 2024ના રોજ પોલીસે છ લોકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
12 જાન્યુઆરી 2023માં કડી પાસે ફેક્ટરીમાંથી નીમ કોટેડ યુરિયા ખાતરનો મોટો જથ્થો પકડાયો હતો.
29 ઓક્ટોબર 2023માં આણંદમાં બનાવટી યુરિયા ખાતર બનાવવાનું કૌભાંડ ઝડપી પાડ્યું હતું. 116 ખાતરની થેલીઓ ઝડપી પાડી હતી. વિદ્યાનગર GIDCની એગ્રોફીલ ઇન્ડસ્ટ્રીઝ અને અમદાવાદની ટ્રુમાર્ક કોર્પોરેશન હતું.
26 માર્ચ 2023માં સુરતના સચિન ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં જીયા ટેક્ષ કેમ દ્વારા કેમિકલ ટ્રેડીંગનો વેપાર કરતા હિમાંશુ મુકેશચંદ્ર ભગતવાલાને ત્યાં નીમ કોટેડ યુરિયાનો જથ્થો પકડાયો હતો. 50 ભરેલી અને 541 ખાલી બોરી મળી હતી.
2021માં પૂર્વ કચ્છમાં પ્લાયવુડ, ઇન્ડસ્ટ્રી પાર્ટીકલ બોર્ડ નીમ કોટેડ યુરિયાનો વપરાશ કરાય છે. અંજાર તાલુકાના વરસાણા નજીક આવેલી સુમિત્રા રાજક્રિપાલ ગ્રૂપ પર દરોડો પાડી 201 બોરી જપ્ત કરી હતી.
5 વર્ષ પહેલા અમદાવાદના નારોલમાંથી 300 બેગ નીમ કોટેડ યુરિયા ખાતર આકાશ ફેશન ટ્વીન્સ પ્રા. લિ.માં નરેશ શર્માને ત્યાંથી પકડાયું હતું.
14 માર્ચ 2023માં સુરતના પાંડેસરામાં ખેતીનું યુરિયા ફેક્ટરીમાં વાપરતાં હોવાથી રાધેરાધે મિલના માલિકની ધરપકડ કરી હતી.
20 ઓક્ટોબર 2020માં અમદાવાદ જીલ્લાનાં દસક્રોઈના ગામડી ગામે ગેરકાયદે રૂ.6.14 લાખનું યુરિયા પોતાના પ્રોડક્શન માટે ઉપયોગમાં લેવાતું હોવાનું કૌભાંડ ખુલ્લુ પડી ગયું હતું.
બે વર્ષ પહેલા ખંભાતરા કંસારી ગામની જીઆઈડીસીમાં કેમ્બે સ્ટોન વર્કમાંથી રાહત દરના યુરિયા ખાતરને અન્ય માર્કાવાળી થેલીઓમા ભરીને અનેક ગણા ભાવો સાથે વેચવાનું કૌભાંડ 23મી ડિસેમ્બરે ઝડપી પાડ્યું હતું.
જુલાઈ 2019માં હિંમતનગરના પીપલોદમાં ગોડાઉનમાંથી 600 થેલી નીમકોટેડ યુરીયા પકડાયું હતું.
જૂન 2022માં 8,184 બેગોના જથ્થાના વપરાશને અટકાવવામાં આવ્યો હતો અને કુલ 30 જેટલા શંકાસ્પદ નીમ કોટેડ યુરિયા તરીકે નમુનાઓ લઇ ખાતર ચકાસણી પ્રયોગશાળામાં મોકલી આપવામાં આવ્યા હતા.
વળી, ખેડૂત દીઠ 40થી 50 હજાર રુપિયા યુરિયા વેડફાય છે. ખેતરમાં યુરિયા નાખવામાં આવે છે તેનો મોટો ભાગ વપરાયા વગર ચોમાસાના વરસાદમાં પાણી સાથે વહી જાય છે.
સબસિડી
3 વર્ષમાં સલ્ફર કોટેડ યુરિયા પર 3 લાખ 70 હજાર કરોડ રૂપિયા ખર્ચ કર્યું છે. કેન્દ્ર સરકાર દરેક ખેડૂતને ખાતર સબસિડી તરીકે 21,233 રૂપિયા ચૂકવે છે. 12 કરોડ ખેડૂતોને વર્ષે 6 લાખ 30 હજાર કરોડ રૂપિયા સહાય ચૂકવે છે.
નેનો યુરિયાનો જુઠો દાવો
સરકાર નેનો યુરિયાનો પ્રચાર કરી રહી છે. તેનો દાવો છે કે નેનો યુરિયાથી ઉત્પાદન વધે છે, વપરાશ ઓછો છે. પણ આ દાવો દેશમાં ખેડૂતોને બરબાદ કરી રહ્યો છે. કારણ કે ગુજરાતની એક પણ કૃષિ યુનિવર્સિટીએ આ દાવાની ચકાસણી કરી નથી. પંજાબની કૃષિ વિશ્વ વિદ્યાલયે સરકારના દાવાનો પર્દાફાશ કર્યો છે. તેમણે એવું સાબિત કર્યું છે કે નેનો યુરિયા વાપરવાથી ઉત્પાદન વધતું નથી પણ 12 ટકાથી લઈને 21 ટકા સુધી ઘટે છે. ચોખાના ઉત્પાદનમાં નેનો યુરિયાથી 21 ટકાનો ઘટાડો નોંધાયો છે. આમ મોદી સરકારનો દાવો ખેડૂતોને બરબાદી તરફ તો ધકેલે છે પણ ભારતને અન્ન ઉત્પાદનમાં પાછળ લઈ જશે.
સલ્ફર કોટેડ
સલ્ફર કોટેડ યુરિયા બજારમાં આવી ગયું છે. જેને યુરિયા ગોલ્ડ નામ આપેલું છે. કિંમત નીમ કોટેડ યુરિયાની 45 કિલોની બેગ જેટલી રૂ. 266.50 છે. યુરિયા રાષ્ટ્રીય કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર લિમિટેડ (RCF) કંપની દ્વારા બનાવવામાં આવે છે. ભારતમાં ખેતીલાયક જમીનની સ્થિતિ વણસી રહી છે. યુરિયાના આડેધડ ઉપયોગને કારણે જમીનની ફળદ્રુપતા અને ઉપજ પણ ઘટી રહી છે.
સલ્ફર કોટેડ યુરિયાના ખેતરના પ્રયોગો જાહેર કરાયા નથી.
ફાયદા
– સલ્ફર કોટેડ યુરિયાના ફાયદા અનેક છે
– 15 કિલો યુરિયા ગોલ્ડ 20 કિલો સાદા યુરિયા જેટલો ફાયદો આપે છે.
– વધુ પર્યાવરણને અનુકૂળ યુરિયાનો ઉપયોગ કરશે.
– જમીનના સ્વાસ્થ્યને વધારવા,
– પોષક તત્વો લાભ છે.
– જમીનમાં સલ્ફરની કમી રહેતી નથી.
– છોડની નાઈટ્રોજનનો ઉપયોગ કરવાની ક્ષમતા વધે છે.
– નાઈટ્રોજન ધીમે ધીમે મુક્ત થાય છે.
– યુરિયાનો વપરાશ ઓછો થાય છે.
– અન્ય ખાતરો કરતાં વધુ સારું છે
– હ્યુમિક એસિડના કારણે આયુષ્ય લાંબુ છે.
– યુરિયાનો આ સારો વિકલ્પ છે.
ગુજરાતમાં હાલ 5 લાખ ટન યુરિયાની ઘટ ખેતી પાકમાં છે.
ખાતરનો વપરાશ
ગુજરાતમાં 10થી 22 લાખ ટન યુરિયા વપરાય છે. એક થેલીની કિંમત 1300 ગણતાં ખેડૂતો રૂપિયા 3 હજાર કરોડનું યુરિયા વાપરી નાંખે છે. તેના પર સરકાર રૂપિયા 3 હજાર કરોડની સબસિડી આપે છે. આમ ગુજરાતમાં રૂપિયા 6 હજાર કરોડના યુરિયા ખેડૂતો વાપરે છે.
રવી 2022-23 દરમિયાન યુરિયા માટે સમગ્ર ભારતની જરૂરિયાત 180.18 LMT છે.
યુરિયા – નાઈટ્રોજનનો ગુજરાતમાં વપરાશ ટન
વિસ્તાર – વપરાશ – જરૂરિયાત – ઘટ
મધ્ય ગુજરાત – 323010 – 240624 – 82386
દક્ષિણ ગુજરાત – 126951 – 60880 – 66071
ઉત્તર ગુજરાત – 291083 – 154969 – 136114
સૌરાષ્ટ્ર – 360103 – 546416 – 186314
કુલ – 1101147 – 1002889 – 470885
યુરિયા કેમ બન્યું
યુરિયાની શોધને 250 વર્ષ થયા છે.
યુરિયા એક કાર્બનિક સંયોજન છે. કાર્બામાઇડ પણ કહેવામાં આવે છે. રંગહીન, ગંધહીન, સફેદ, રવાદાર તેમજ ઝેરી ઘન પદાર્થ છે. સસ્તન અને સરીસૃપ વર્ગના પ્રાણીઓના મૂત્રમાં જોવા મળે છે. યુરિયા સર્વપ્રથમ 1773માં મૂત્રમાંથી ફ્રેંચ વૈજ્ઞાનિક હિલેરી રાઉલેએ શોધ્યું હતું. કૃત્રિમ રીતે સિલ્વર આઇસોસાઇનેટમાંથી સૌથી પહેલાં યુરિયા બનાવવાનારા જર્મન વૈજ્ઞાનિક વોહલર હતા.
લીમડાના બીજ લીંબોળીનો ઉપયોગ 2015થી વધ્યો છે. રાજ્યમાં ગ્રામીણ સ્તરે 4 હજાર ખરીદ કેન્દ્રો કામ કરે છે. ગુજરાતમાં પ્રારંભિક તબક્કામાં 15 હજાર ટન લીંબોળી ભેગી કરી હતી. 2023માં 50 હજાર ટન લીંબોળી એકઠી કરાય છે. વર્ષમાં ત્રણ મહિનામાં રૂ. 60 હજારની આવક મહિલાઓ કરી રહી છે.GNFCએ બજારમાં નીમ સાબુ, નીમ હૅન્ડ વૉશ, નીમ હૅર ઓઈલ બનાવે છે. લીમડાના ઔષધીય ગુણો ધરાવતા સૌંદર્ય પ્રસાધનો અને પર્સનલ કેર પ્રોડક્ટ્સ બનાવે છે.