ચીનમાં હવે બર્ડ ફ્લૂનો કહેર શરૂ થયો છે. એક ફાર્મમાં વાયરસના લીધે ૪૫૦૦ મરઘાં મોતને ભેટ્યા છે. આ ચેપ શાઓયાંગ શહેરના એક ફાર્મમાં જોવા મળ્યો છે. એજન્સીના રિપોર્ટ પ્રમાણે ચીનના પ્રશાસને ૧૭૮૨૮ મરઘાઓને મૃત કર્યા છે. ફાર્મને સીલ કરવામાં આવ્યું છે તેમજ આસપાસમાં સ્ટરલાઇઝેશન(જીવાણુનાશન) કરવામાં આવ્યું છે જેથી ચેપ આગળ ન ફેલાય.
આ બર્ડ ફ્લૂને અત્યંત ચેપી અને સક્રિય માનવામાં આવે છે કારણ કે તેના લીધે મરી ગયેલા પક્ષીનો આંકડો મોટો છે. પ્રકારનો વાયરસ છેલ્લા અમુક વર્ષોમાં ચિંતાનો વિષય બન્યો છે. આ બીમારી સહેલાઇથી માણસોને ચપેટમાં લેતી નથી અને તે વ્યક્તિથી વ્યક્તિમાં જલદી ફેલાતી પણ નથી પરંતુ તેના ચેપમાં આવ્યા બાદ વિશ્વમાં ઘણા લોકોનું મોત થયું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન પ્રમાણે આ બીમારીની ચપેટમાં આવ્યા બાદ મૃત્યુનો રેટ ૬૦ ટકાનો છે. મૃત પક્ષીઓ અથવા તો જે વાતવરણમાં ૐ૫દ્ગ૧ ફેલાયેલો હોય તેના સંપર્કમાં આવવાથી આ બીમારી લાગૂ પડી શકે છે. શાઓયાંગ શહેર કોરોના વાયરસથી પ્રભાવિત વુહાન શહેરથી ૪૮૬ કિલોમીટર દૂર છે.