દિલીપ પટેલ
અમદાવાદ, 14 નવેમ્બર 2022
સૌરાષ્ટ્રમાં દરેક નાની જ્ઞાતિ ભાજપથી પરેશાન છે. જેમાં ભાજપને સૌથી વધારે મજબૂત કરનારા હિંધુ ધર્મના રક્ષક એવા બ્રાહ્મણ જ્ઞાતિએ ભાજપને મજબૂત કરી હતી. તે પણ માધવસિંહ, જીણા દરજીની જ્ઞાતિવાદી નીતિના કારણે બ્રાહ્મણો ભાજપ તરફી 1985થી આજ સુધી રહ્યાં છે. પણ હવે પરશુરામ બનીને આજરા રાજા એવા દિલ્હીના બે અને ગુજરાતના 3 ભાજપના નેતાઓને ફરીથી મત નામની ફરસીથી મથા વાઢવા પડે એવી સ્થિતી ઊભી થઈ છે.
દરેક વોટ્સ એક, સોશિયલ મિડિયામાં બ્રાહ્મણનો મત ભાજપને નહીં આવા સંદેશાઓ છેલ્લાં 6 દિવસથી ચાલી રહ્યાં હતા પણ ગઈકાલે રાતથી સુરેન્દ્રનગર વઢવાણના ઉમેદવારને ભાજપના ગાંધીનગર કાર્યાલયમાં વેતરી નાંખવામાં આવ્યા ત્યારથી હવે આ સમાજે મત બનાવી લીધો છે. કારણ કે જીત માટે 40 હેઠકો પર બ્રાહ્મણ મતદારોનું પ્રભુત્વ છે.
વઢવાણમાં જીજ્ઞાબેન પંડ્યાને ટિકિટ આપી હતી. જૈનની દિકરી અને બ્રાહ્મણના બહું છે. જેમને ગઈકાલે દબાણ કરીને ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ કહ્યું કે, તમને ટિકિટ આપી છે તે પરત આપવાની અસંમતીનો પત્ર લખી આપો. મોડી રાત સુધી આ ઓપરેશન ચાલ્યું હતું. આખરે સૌરાષ્ટ્રના બે બ્રાહ્મણ ઉણેદવારોમાંથી એકની ટિકિટ પરત લઈ લેવામાં આવી છે.
વઢવાણમાં હવે મકવાણાની ટિકિટ જાહેર કરાવી છે. આ ઓપરેશન પાછળ દિલ્હીના બે નેતાઓ અને રાજકોટના એક પૂર્વ વડાની ભૂમિકા હતી. જોકે, આ નેતાઓ 2002થી ગુજરાતમાં બ્રાહ્મણ મતદારોનો વધ કરાવી રહ્યા છે. છેલ્લે મોટો વધ પૂર્વ પ્રધાન જયનારાયણ વ્યાસનો કરવામાં આવ્યો હતો.
બેઠક મળી
વઢવાણમાં બ્રાહ્મણ અને જૈન સમાજમાં વિરોધ થઈ રહ્યો છે. સુરેન્દ્રનગરમાં ઔદિચ્ય બ્રહ્મ સમાજ ખાતે બ્રાહ્મણ અને જૈનની બેઠક મળી હતી. 500 આગેવાનો હતા. ભાજપના નિર્ણય નો વિરોધ કરાયો હતો. ભાજપ દ્વારા બ્રાહ્મણ અને જૈન સમાજના મહિલા આગેવાન છે. જયંતી પારેખ ના દીકરી તેમજ સંજય પંડ્યાના ધર્મપત્ની જીજ્ઞાબેન પંડ્યા છે. ભાજપના ઉમેદવાર જાહેર કરી બાદમાં તેમની ટિકિટ રદ કરી નાખી છે. અપમાનની લાગણી સાથે બ્રાહ્મણ , જૈન સમાજમાં ભારે વિરોધ થયો હતો. અપમાન સાંખી નહીં લેવાનો સૂર વ્યક્ત થયો હતો. મતદારો ને ભાજપ વિરુદ્ધ મતદાન કરવા હાકલ કરવામાં આવી હતી.
રણનીતિ કરવા રાત્રે બેઠક કરી હતી. આ બેઠક અગાઉ બ્રહ્મ સમાજનું સ્નેહમિલન યોજાયું હોવાથી બ્રહ્મ પરિવારો મોટી સંખ્યામાં પણ ઉપસ્થિત હતા. આગેવાનોએ એમ પણ કહ્યું હતું કે, બ્રાહ્મણ અને જૈન સમાજ હંમેશા ભાજપની સાથે રહ્યો છે પણ ભાજપે બંને સમાજને વફાદારીના બદલામાં શિરપાવને બદલે સજા આપી છે.
આ બેઠકમાં ઔદિચ્ય બ્રહ્મ સમાજ સુરેન્દ્રનગર ના પ્રમુખ સુનિલભાઈ ભટ્ટ, પંકજભાઈ જાની, પૂર્વ ડીવાયએસપી કે.સી. દવે, ચંદ્રિકાબેન ત્રિવેદી, સ્મિતાબેન રાવલ, હિમાબેન ત્રિવેદી, બકુલાબેન ભટ્ટ તેમજ જૈન સમાજના જે.એમ.શાહ, ડી .વી .શાહ, ભરતભાઈ કોઠારી, રાજુભાઈ સંઘવી, સંદીપભાઈ શાહ, સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
જયનારાયણ વ્યાસે જે કહ્યું હતું, તે આખી જ્ઞાતિ હવે સ્વિકારે છે.
ગુજરાતના વિસ્તારોમાં શશિકાંત પંડ્યાનો વણ વધ કરાયો. જેમાં શંકર ચૌધરીનો રોલ છે. બાકી સૌરાષ્ટ્રમાં શા માટે વિરોધ ભાજપમાં કોણ કઠે છે.
લહાણી
સૌરાષ્ટ્રમાં ભાવનગર મહાનગરના ભાજપના પ્રમુખ રાજીવ પંડ્યાના પત્નિ સેજલ પંડ્યાને ટિકિટ આપી હતી. ઘની ટિકિટ ઘરમાં જ ગઈ છે. ભાવનગરમાં વિભાવરી દવેની ટિકિટ કાપી છે. સૌરાષ્ટ્રમાં એક પણ પુરૂષ બ્રાહ્મણને ભાજપે ટિકિટ આપી નથી. ગુજરાતમાં 2012માં 8 લાખ મતદારો હતા. 10 વર્ષમાં હાલ 15થી 17 લાખ મતદારો હોવાની સંભાવના છે.
30 બેઠકો પર હારજીત નક્કી કરે છે
બ્રાહ્મણ ઉમેદવાર જીતે એવી ગુજરાતમાં 10 બેઠકો છે. અને જીતાડવામાં પ્રભુત્વ ધરાવે એવી 30 બેઠકો છે. તેમ છતાં ભાજપે હરિન પાઠક, હરેન પંડ્યા, જયનારાયણ વ્યાસ, અશોક ભટ્ટ જેવા મુખ્ય મંત્રી બનવાને લાયક હતા તેમનો વધ અમિત શાહ, પાટીલે કર્યો છે.
જૂનાગઢ, અમરેલી, રાજકોટ શહેરમાં મોટી સંખ્યામાં બ્રાહ્મણ છે. સૌરાષ્ટ્રની મોટાભાગની બેઠકો પર 10થી 42 સુધી બ્રાહ્મણ મતદારો છે. પૂ્રવ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની 79 બેઠક નંબર પર 42 હજાર મતદાર છે. ત્યાં કોર્પોરેશનમાં માંડમામ ચૂટાયા હતા તે ડેપ્યટી મેયર દર્શિતાને ટિકિટ આપી છે.
અણવર પણ ન બનાવ્યા
ગુજરાત-સૌરાષ્ટ્રનો બ્રાહ્મણ ભાજપથી ભયંકર નારાજ છે. ટિકિટ ન આપીને વરરાજા તો ન બનાવ્યા પણ બેઠકો પર ચૂંટણીના ઈન્જાર્જ તરીકે અણવર પણ ન બનાવ્યા. તેથી બ્રાહ્મણમાં ભણકારા અને આગના લપરાકારા દેખાય રહ્યાં છે.
2002થી બ્રાહ્મણનો શિરછેદ
જ્યારથી કેશુભાઈ પટેલ અને સુરેશ મહેતાનું રાજકારણ ખતમ કર્યું ત્યાર પછી બ્રાહ્મણ અને પાટીદારોના મજબૂત નેતાઓને પણ ખતમ કરી દેવાયા છે. હવે છે તે કહ્યાગરા રહ્યાં છે. જૂનાગઢના જૂની પેઢીના આગેવાન, 25 વર્ષથી બ્રાહ્મણોને કોણ કાપી નાંખવા માટે કામ કરી રહ્યું હતું તે આના પરથી ખ્યાલ આવે છે. શંકા અને કુસંકાઓ જૈન નેતા અલ્પસંખ્ય બુદ્ધિશાળી અને બોલકી, રાષ્ટ્રવાદી જ્ઞાતિ બ્રાહણને સૌરાષ્ટ્રમાં બ્રાહ્મણનેતાગીરીને ખતમ કરવામાં સફળ થયા છે. હર્ષ સંઘવી હવે બીજા અમિત શાહ બની રહ્યાં છે. અમિત શાહ અને રૂપાણી જે રીતે કેટલાંક જ્ઞાતિને પછાડવા કામ કરે છે. તેમ હર્ષ સંઘવી હવે ઓપરેશનો કરી રહ્યા છે. તે પણ દિલ્હીના બે નેતાઓના કહેવાથી.
10 હજાર સુધી બ્રહ્મ મતો ધરાવતા વિધાનસભાના 30 વિસ્તારો
થરાદ, ધાનેરા, ડીસા, દીયોદર, કાંકરેજ, પાટણ, ખેરાલુ, કડી, મહેસાણા, હિંમતનગર, ઈડર, ગાંધીનગર નોર્થ, ધાંગ્રધ્રા, મોરબી, ગોંડલ, જામનગર નોર્થ, જામનગર સાઉથ, જામજોધપુર, દ્વારકા, કુતિયાણા, સોમનાથ, કોડીનાર, રાજુલા, મહુવા, ભાવનગર વેસ્ટ, લુણાવાડા, રાવપુરા, સુરત વેસ્ટ.
15 હજારથી વધારે મતદારો હોય એવા 17 વિસ્તારો
વાવ, વડગામ, પાલનપુર, ગાંધીનગર સાઉથ, ઘાટલોડીયા, એલિસબ્રીજ, નરોડા, મણીનગર, વઢવાણ, રાજકોટ વેસ્ટ, ભાવનગર ઈસ્ટ, મહેમદાબાદ, વડોદરા સિટી, સયાજીગંજ, અકોટા, માંજલપુર.
20 હજારથી વધારે બ્રહ્મણ મતો – પોરબંદર, ધારી.
25 હજારથી વધારે – જુનાગઢ.
30 હજારથી વધારે – અમરેલી, હળવદ , રાજકોટ
લડેતો સત્તા ઝૂકે
17 વર્ષ પહેલાં ઇ.સ.2003માં ભાવનગર ઉત્તર વિધાનસભાના ભાજપના ધારાસભ્ય મહેન્દ્રભાઇ ત્રિવેદીએ તેમની પોતાની ભાજપ સરકાર સામે હેલ્મેટ ફરજિયાત કરવાના કાયદા સામે બાંયો ચડાવી હતી. 6 માસ સુધી વિધાસનભા અને ભાવનગરમાં સાયકલ ચલાવી લોકરોષને વાચા આપી હતી. અંતે તત્કાલિન સીએમ અને હાલ વડાપ્રધાન સરકારે તે સમયે નિયમ હળવો કર્યો હતો.
1 ટકા મત ધરાવતાં લઘુમતી ધર્મના જૈન મુખ્ય પ્રધાન બની શકે તો બ્રાહ્મણ કેમ નહીં ?
ધર્મસભા અને મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટ
મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટનું ગાંધીનગર, અડાલજ ત્રિમંદિર પરિસરમાં થયું હતું. ત્યારે ભાજપ સરકારના પ્રધાને કહ્યું હતું કે, દેશની સંસ્કૃતિ અને ધરોહર બ્રાહ્મણોના તપ, સમર્પણ અને નિષ્ઠાથી ટકી છે તેવો અભિપ્રાય દર્શાવ્યો હતો. આદિ અનાદિકાળથી બ્રહ્મસમાજે હંમેશા પોતાની જ્ઞાનસંપદાથી સમાજ નિર્માણનું જ કાર્ય કર્યું છે. આ સમાજ હંમેશા રાષ્ટ્રહિતની સાતે રહેનારો અને રાષ્ટ્રહિતમાં સમર્પિતભાવે યોગદાન આપવામાં અગ્રેસર રહ્યો છે.
બ્રાહ્મણ સમાજે સર્વ જન સુખાય ભવન્તુની ભાવના સાથે સમાજનો વિકાસ ઝંખ્યો છે, તેવું કહી સમસ્ત બ્રહ્મ સમાજ, ગુજરાત રાજયના મહામંત્રી યજ્ઞેશભાઇ દવેએ જણાવ્યું હતું કે, સમિટ થકી સમાજના 10 હજાર યુવાનોને નોકરી અપાશે. બ્રહ્મ હેલ્પલાઇન અમલી બનાવવામાં આવનાર છે. જેમાં 500થી વઘુ દવા-લેબોરેટરી, ડોકટરો અને અન્ય ક્ષેત્રેના લોકો સહભાગી બન્યા છે. આ સમિટમાં 62 હજાર જેટલા ફોર્મ ભરીને હેલ્પલાઇનનો આરંભ થવાનો હતો. 572 મહાન વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ધર્મસભા થકી સમાજમાં સદભાવના ફેલાવવાનું પણ ઉમદા કાર્ય આ સમિટ થકી કરવામાં આવી રહ્યું હોવાનું તેમણે જાહેર કર્યું હતું. આજે બ્રહ્મસમાજ ભાજપના નેતા યજ્ઞેશ દવેને યાદ કરે છે.
આ સમાચાર શોધી કાઢનારા પત્રકાર દિલીપ પટેલ પોતે જ્ઞાતિવાદમાં માનતા નથી. પણ ગુજરાતના રાજકારણીઓ હવે માત્ર જ્ઞાતિવાદના આધારે જ લડી રહ્યાં હોવાથી જ્ઞાતિવાદ એ ગુજરાતના રાજકારણનું અનિવાર્ય અંગ બનાવી દેવામાં આવ્યું છે. ટિકિટ, પ્રધાન, મંત્રી, પક્ષના હોદ્દા હવે જ્ઞાતિના આધારે નક્કી થઈ રહ્યાં છે. તેથી મજબૂર થઈને આ પત્રકારે જ્ઞાતિવાદ અંગે લખવું પડે છે.
બ્રાહ્મણના 10 હજારથી વધારે મત હોય એવી બેઠકો
bhuj-ભુજ
anjar- અંજાર
gandhidham – ગાંધીધામ
vav- વાવ
tharad – થરાદ
dhanera – ધાનેરા
diodar – દિયોદર
kankrej – કાંકરેજ
patan – પાટણ
sidhdhpur – સિદ્ધપુર
kheralu – ખેરાલુ
kadi – કડી
mahesana – મહેસાણા
himmatnagar- હિંમતનગર
idar- ઇડર
gnagar N – ગાંધીનગર એન
naroda- નરોડા
daskroi – દશક્રોઈ
dhanghdra – ધાંગધ્રા
morbi – મોરબી
gondal – ગોંડલ
dwarka – દ્વારકા
kutiyana – કુતિયાણા
savarkundla – સાવરકુંડલા
rajula – રાજુલા
mahuva – મહુવા
ankleswar – અંકલેશ્વર
surat E – સુરત ઇ
surat W – સુરત પ
————
15 હજારથી વધારે
jamnagar N-જામનગર એન
jamnagar S-જામનગર એસ
jam jodhpur-જામ જોધપુર
khambhalia-ખંભાળિયા
somnath-સોમનાથ
bhavnagar E-ભાવનગર ઇ
bhavnagar W-ભાવનગર પ
mahemdavad-મહેમદાવાદ
lunawada-લુણાવાડા
vadodaracity-વડોદરા
akota-અકોટા
ravpura-રાવપુરા
manjalpur-માંજલપુર
naranpura-નારણપુરા
———-
20 હજારથી વધારે બ્રાહ્મણ મતદારો
amreli – અમરેલી
porbandar – પોરબંદર
junagadh – જુનાગઢ
sayajigan-સયાજીગંજ
dhari ધારી
maninagar મણિનગર
vadhvan વઢવાણ
rajkot W રાજકોટ પ
vadgam વડગામ
palanpur પાલનપુર
disa ડીસા
gnagar S ગનગર એસ
ghatlodia ઘાટલોડિયા
elisbrige એલિસબ્રિજ
———–