બનાસકાંઠા જિલ્લામાં શંકર ચૌધરી ને કારણે ભારતીય જનતા પાર્ટી વિધાનસભામાં નવમાંથી સાત સીટ હારી તેવું બનાસ ડેરીના વાઇસ ચેરમેન માવજીભાઈ દેસાઈએ સ્પષ્ટ રીતે સ્વીકાર્યું.
બનાસકાંઠામાં શંકર ચૌધરીની જોહુકમી સામે વારંવાર ફરિયાદો થતી રહી છે એક ભ્રષ્ટાચારી અને વિવાદિત વ્યક્તિ અને હિટલરશાહી ના કારણે બનાસકાંઠા ભાજપ અને બનાસકાંઠાની પ્રજા, અમલદારો, ખેડૂતો, પશુપાલક નો વિરોધ સ્પષ્ટ સામે આવી રહ્યો છે.
બનાસકાંઠાના પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઇ ચૌધરી, પૂર્વ મંત્રી અને ચાલુ સાંસદ પરબતભાઇ પટેલ, ધારાસભ્ય શશીકાંત પંડયા, પૂર્વ મંત્રી અને બનાસકાંઠા ભાજપ પ્રમુખ કેસાજીચૌહાણ, બનાસ ડેરીના પૂર્વ ચેરમેન પરથીભાઇ ભટોળ, બનાસ ડેરીના બોર્ડ ડિરેકટર અને થરા માર્કેટ યાર્ડના ચેરમેન અણદાભાઈ પટેલ, પૂર્વ મંત્રી લીલાધરભાઇ વાઘેલા, પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પ્રજાપતિ, પૂર્વ ધારાસભ્ય મફતભાઇ પુરોહિત,બતથા પૂર્વ ધારાસભ્ય વસંતભાઇ ભટોળ એ અવારનવાર સંગઠન અને સરકારનું ધ્યાન દોર્યું છે તેમ છતાં શંકરભાઈ ની દાદાગીરી, જોહુકમી, આપખુદશાહી ચાલુ રહી છે.
આજે બનાસકાંઠામાં ભાજપ બેકફૂટ પર છે , નવા પ્રદેશ પ્રમુખ શ્રી સી આર પાટીલ સાહેબનો સ્પષ્ટ સંકેત છે કે કોઈપણ જાતના જૂથવાદ અને પાર્ટીના શિષ્ટાચાર વિરૂદ્ધ માં જશે તે ચલાવી લેવામાં નહીં આવે, તેમ છતાં શંકર ચૌધરીએ પાર્ટી વિરુદ્ધ ના કામ ચાલુ રાખ્યા છે અને ઉત્તર ગુજરાતમાં પાર્ટીને નુકસાન થાય છે.
આજે ડીસા માર્કેટયાર્ડના ચેરમેન અને બનાસ ડેરીના વાઇસ ચેરમેન દ્વારા પત્રકાર પરિષદ કરી જગ જાહેર કર્યું કે શંકર ચૌધરી જૂથવાદ ચલાવી રહ્યા છે ખરા ખોટા કામો કરી પાર્ટીને નુકસાન કરી રહ્યા છે આ બાબતે સરકાર અને ભારતીય જનતા પાર્ટીએ ગંભીરતાથી લેવાની જરૂર છે.