બે દિવસીય ચિંતન બેઠક ભાજપા પ્રદેશ કાર્યાલય ગાંધીનગર ખાતે ચાલુ

bjp
bjp

અમદાવાદ, 13 ડિસેમ્બર 2020

પ્રદેશ ઉપાધ્યક્ષ ભાર્ગવભાઈ ભટ્ટે જણાવ્યું હતું કે, આ ચિંતન બેઠકમાં ભાજપાના રાષ્ટ્રીય મહામંત્રી તેમજ ગુજરાતના પ્રભારી ભુપેન્દ્ર યાદવ, સહ-પ્રભારી સુધીર ગુપ્તા, ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તથા પ્રદેશ ભાજપાના અગ્રણીઓ ઉપસ્થિત. આ બેઠકમાં આગામી સમયમાં યોજાનાર ચૂંટણીઓ સહિત વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી.

1995થી રાજ્યમાં ભાજપાની સરકાર છે, ત્યારથી આજે 2020 સુધીમાં તેમજ છેલ્લા 6 વર્ષમાં કેન્દ્રની ભાજપા સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં અનેક નિર્ણયો લેવાયા છે જેનો પ્રત્યક્ષ લાભ રાજ્ય અને દેશના ખેડૂતોએ અનુભવ્યો છે.

કેન્દ્રની ભાજપા સરકારે વારંવાર સ્પષ્ટ કર્યું છે કે, એમ.એસ.પી થી ખરીદી તેમજ એ.પી.એમ.સી. ની વ્યવસ્થા ચાલું છે અને આગળ પણ રહેશે, ખેડૂતે વેપારી કે કંપની સાથે તેની પેદાશનો કરાર કરવાની જોગવાઈ છે, જમીનના કરારની કોઈ વાત જ નથી તેમ છતાંય ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

દેશના વેપારી કે ઉદ્યોગકારો દેશભરમાં ગમે ત્યાં વેચાણ કરી શકે છે તો દેશના ખેડૂતને પોતાના ઉત્પાદનનું વેચાણ કરવા સ્વતંત્રતા આપી તેમાં ખોટું શું છે? પક્ષોના પગ નીચેથી જમીન સરકી રહી છે, તેમનું અસ્તિત્વ જોખમમાં છે માટે તેઓ ખેડૂતોના નામે પોતાનો સ્વાર્થ સાધવા નિકળી પડ્યા છે.

કોંગ્રેસે પોતાના 2019 લોકસભા ચૂંટણી ઢંઢેરામાં જ અત્યારે કેન્દ્ર સરકાર દ્વારા કરાયેલા કૃષિ સુધારાઓને અમલી બનાવવાની વાત કરી હતી અને ખેડૂતોના આર્થિક ઉત્થાન માટે તેને અતિઆવશ્યક ગણાવ્યા હતા, તે કોંગ્રેસ આજે આ નવા સુધારાઓનો વિરોધ કરીને જનતા સમક્ષ ફરી એક વખત ખુલ્લી પડી ગઈ છે. – ગોરધનભાઇ ઝડફિયા

જનતાએ કોરોનાકાળમાં પણ ભાજપા પર વિશ્વાસ મૂકીને દેશમાં થયેલી અલગ અલગ ચૂંટણીમાં ભાજપાને વિજય અપાવ્યો છે, કૃષિ સુધારાઓને અમલી બનાવ્યાં છે, વેન નેશન, વેન માર્કેટનો વિચાર મુક્યો છે. -શ્રી ભરતભાઈ પંડ્યા

આ બેઠકમાં પ્રદેશ મહામંત્રીઓ કે.સી.પટેલ અને શબ્દશરણભાઈ બ્રહ્મભટ્ટ, પ્રદેશ ઉપાધ્યક્ષ ભાર્ગવભાઈ ભટ્ટ, પ્રદેશ મંત્રીઅમિતભાઇ ઠાકર પણ ઉપસ્થિત રહ્યા હતા.