ગુજરાતની જેમ મહારાષ્ટ્રમાં ભાજપનું રૂ.30 હજાર કરોડનું કૃષિ વીજ વેચાણ કૌભાંડ

BJP, Rs 30 thousand crore agricultural electricity sale scam in Maharashtra like Gujarat

ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં ગુજરાતની જેમ ભાજપની ફડનવીસ કરકારે છેલ્લા પાંચ વર્ષમાં વીજ વિતરણમાં રૂ.30,000 કરોડનુ કૌભાંડ કર્યું છે. મહારાષ્ટ્ર ઈલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશનની તપાસ  સમિતિમાં બહાર આવ્યું છે કે,  વીજળી સપ્લાય કરનાર કંપની માહવિતરણે ખેડૂતોને અપાતી વીજળીના ખોટા આંકડા રજૂ કરીને સરકાર તેમજ ગ્રાહકો પાસેથી 30,000 કરોડ રૂપિયા વધારે વસુલ્યા છે. રિપોર્ટમાં કહેવા પ્રમાણે 2014 થી 2019 સુધી આ ગોટાળો ચાલતો હતો. આ સમયગાળા દરમિયાન ખેડૂતોને 33,856 મિલિયન યુનિટ વીજ સપ્લાય કરવાનો દાવો મહાવિતરણ કંપનીએ કર્યો હતો. જોકે  ખરેખર 22,856 મિલિયન યુનિટ જ વીજળી સપ્લાય કરાઈ છે. આમ પાંચ વર્ષ સુધી વીજળીની જે ખરેખર ખપત થઈ છે તેના કરતા વધારે ખપત કાગળ પર દર્શાવીને પૈસા વસુલ કરાયા છે.