કલોલ પાલિકામાં ભાજપના રાજીનામા

Kalol

અમદાવાદ, 30 નવેમ્બર 2023
કલોલ નગરપાલિકામાં ભાજપના નવ નગરસેવકોએ રાજીનામા આપી દીધા. વોર્ડનું કામ થતું ન હતું. પક્ષમાં ઉપેક્ષા કરવામાં આવતી હતી. સભ્યપદેથી મુક્ત કરવાનું કહી રાજીનામું સોંપી દીધા હતા. કલોલ નગરપાલિકામાં અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતા નવા પ્રમુખ,ઉપપ્રમુખ અને કારોબારી સમિતિના ચેરમેનની નિમણૂક કરવામાં આવી હતી. જેને પગલે નવ નગરસેવકોએ નારાજગી વ્યક્ત કરીને રાજીનામા આપી દીધા હતા.

સમિતિઓના ચેરમેનની નિમણુંક કરવામાં આવી હતી. જેમાંથી ત્રણ ચેરમેનોએ પણ રાજીનામા ધરી દીધા હતા. વારંવાર રાજીનામાંની ઘટનાને પગલે પક્ષની છબી પણ ખરડાઈ છે.

કલોલ શહેર અને તાલુકા ભાજપમાં એક સાંધતા તેર તૂટે તેવી હાલત થઇ છે. એડીચોટીનો જોર લગાવી ભાજપે તાલુકા પંચાયત હસ્તગત કરી દીધી. નગરપાલિકા ખોવાનો વારો આવ્યો છે.

બાદમાં શરતી સમાધાન કરીને મામલો પતાવી દેવામાં આવ્યો હતો. આ ઘટનાક્રમને એક માસ થઇ ગયા બાદ પણ શરતોનું પાલન થયું નહોતું. શરતોનું પાલન ન થતા નવ સભ્યોએ સામાન્ય સભા અગાઉ જ રાજીનામા આપી દીધા હતા. પક્ષના જુના અને કર્મઠ નગરસેવકોને હોદ્દા આપવાને બદલે પક્ષપલટો કરી અન્ય પક્ષમાંથી આવનાર અને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારાઓને હોદ્દાઓ અપાયા હતા.

સામાન્ય સભા મળે તે, અગાઉ નગરપાલિકામાં રાજીનામું આપી નવ સભ્યોએ નીકળી ગયા હતા. પછી, કારોબારી સમિતિના ચેરમેન તેમજ અન્ય સમિતિઓના ચેરમેનની નિમણૂક કરવામાં આવી હતી. ભાજપના અસંતુષ્ટ સભ્યોના રાજીનામું આપ્યાના કલાક પછી ત્રણ નવનિયુક્ત સમિતિઓના ચેરમેનોએ પણ રાજીનામાં આપી દીધા હતા.

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પ્રકાશભાઈ વરઘડે, લીગલ કમિટીના ચેરમેન તરીકે સોનાલીબેન ભગોરા ,સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે ઉર્વશી પટેલ ,વાહન વ્યવહાર કમિટીના ચેરમેન તરીકે જલ્પા વ્યાસ,ટાઉન પ્લાનિંગ સમિતિના ચેરમેન તરીકે ભગવતી બ્રહ્મભટ્ટ,બાંધકામ સમિતિના ચેરમેન તરીકે નીખીલ બારોટ,વોટર વર્કસ સમિતિ ચેરમેન તરીકે વિરેન્દ્રસિંહ રાઠોડ,સેનેટરી સમિતિ ચેરમેન તરીકે લક્ષ્મીબેન ભુતડીયા, ટેક્સ સમિતિના ચેરમેન તરીકે શૈલેન્દ્રસિંહ વાઘેલા,ઉત્સવ સમિતિના ચેરમેન તરીકે ભાવના આચાર્ય,સુએજ ફાર્મ સમિતિના ચેરમેન તરીકે સીમા નાયક,ગુમાસ્તાધારા સમિતિના ચેરમેન તરીકે મીના જેઠવાણી,લાઈટ સમિતિના ચેરમેન તરીકે જશોદા ઠાકોર,ગાર્ડન સમિતિ ચેરમેન તરીકે રમીલા પટેલ,ફાઇનાન્સ સમિતિના ચેરમેન તરીકે કિંજલ પરમાર,એસ્ટેટ માર્કેટ સમિતિના ચેરમેન તરીકે અલ્પા પટેલ,ગ્રાન્ટ સમિતિના ચેરમેન તરીકે ઉષા રાવળ,આવાસ યોજના સમિતિના ચેરમેન તરીકે મુકુંદ પરીખ,પસંદગી કમિટીના ચેરમેન તરીકે પટેલ શૈલેષભાઈ,નગર શહેરી આજીવિકા મિશન સમિતિના ચેરમેન તરીકે જગદીશ પ્રજાપતિની વરણી કરાઈ હતી.

કોને કોને રાજીનામું આપ્યાં

કલોલ નગરપાલિકામાં નારાજગી પગલે નવ સભ્યોએ નગરસેવક પદેથી રાજીનામું આપી દીધું છે. આ સભ્યોમાં જીતુ પટેલ,પ્રદિપસિંહ ગોહિલ,કેતન શેઠ,ચેતન પટેલ,ક્રીના જોશી,અમી અરબસ્તાની,દિનેશ પટેલ,ભુપેન્દ્ર પટેલ અને મનુ ચૌધરીનો સમાવેશ થાય છે. જ્યારે લાઈટ સમિતિ ચેરમેન પદેથી ઠાકોર જશોદાબેન,ફાઇનાન્સ સમિતિના ચેરમેન પરમાર કિંજલબેન અને નગર શહેરી આજીવિકા મિશન સમિતિના ચેરમેન જગદીશ પ્રજાપતિએ રાજીનામું ધરી દીધું છે.