BJPs scam of 40 crores by making fake papers and 400 wrong recruitments फर्जी पेपर 400 गलत भर्ती करके भाजपा ने किया 40 करोड़ का घोटाला
અમદાવાદ, 18 જૂન 2024
10 લાખ પડાવી પાસ કર્યા પણ પગલાં લેવાયા માત્ર 30 સામે 40 કરોડનો ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ. 2021માં વિદ્યુત સહાયક ભરતીમાં કૌભાંડ થયું હતું. 2021માં ગુજરાતમાં 30 જેટલા સેન્ટર પર પરીક્ષા લેવામાં આવી હતી.
ગુજરાતમાં વિદ્યુત સહાયક ભરતી કૌભાંડમાં અત્યાર સુધીમાં કુલ 55 કર્મચારીઓ અને લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવેલી છે. જૂન 2024માં 30 જુનિયર આસિસ્ટન્ટ ફરજ મુક્ત કર્યા છે. તેમાં 30માંથી 11 કર્મચારીઓને 2023માં ફરજ મુક્ત કર્યા હતા. 2024માં વધુ 19 કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે.
યુવરાજસિંહે કહ્યું કે, 2020 થી 2021માં 2156 વિદ્યુત સહાયક (જુનીયર આસીસ્ટન્ટ)ની ભરતી યોજવામાં આવી હતી. જેમાં પરીક્ષામાં પાસ કરાવવા માટે ટોળકી સક્રિય બની હતી. જે સ્થળે ઓનલાઇન પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યાં કોમ્પ્યુટરમાં એક વિશેષ સોફ્ટવેરની મદદથી ઉમેદવારના પ્રશ્નપત્રના જવાબો પરીક્ષા કેન્દ્રની બહાર બેઠેલા ત્રાહિત વ્યક્તિ દ્વારા આપવામાં આવ્યા હતા. આમ, ઉમેદવારોને બારોબાર પાસ કરાવવા માટે હાઇટેક ટેકનોલોજીનો ઉપયોગ કરીને ચોક્કસ ઉમેદવારોને વિવિધ સરકારી વિભાગોમાં નોકરી મેળવવામાં આખે આખું કૌભાંડ રચવામાં આવ્યું હતું.
રાજ્ય કક્ષાની પરીક્ષામાં ગોલમાલ થયાની ફરિયાદ હતી. ભરતીમાં રૂપિયા 10થી 15 લાખનો વહીવટ કરવામાં આવ્યો હતો. રાજકોટના વિદ્યુત સહાયકોને ફરજ મોકુફ કરવાના મામલે પીજીવીસીએલના એડિશનલ જનરલ મેનેજર એચ.આર ડિપાર્ટમેન્ટના એ.આર.કટારા હતા.
ઊર્જા વિભાગ કૌભાંડના એપીસેન્ટર
અરવલ્લીનું મોડાસા~સાઠંબા છે…
મહીસાગરનું વીરપુર.. કોઈડમ…
વણાકબોરી, થર્મલ સ્ટેશન.
સૌરાષ્ટ્રનું કેશોદ – ભાવનગર
હિંમતનગરનું – પ્રાંતિજ
બરોડા સ્ટેકવાઈઝ ટેકનોલોજી.
આખા રાજ્યમાં આંદોલન કર્યા હતા.
PGVCLમાં ઓનલાઈન પરીક્ષા સક્સેસ ઇન્ફોટેક નામની કંપની દ્વારા લેવામાં આવી હતી. આ પરીક્ષામાં 400 પરીક્ષાર્થીઓ પાસ થયા હતા. કેટલાક સેન્ટરમાં ગેરરીતિ થઈ હોવાનું ધ્યાને આવ્યું હતું.
2021માં ઓનલાઇન PGVCLની પરીક્ષા બાદ 30 વિદ્યુત સહાયક સસ્પેન્ડ કરાયા છે. રાજ્યમાં વર્ષ 2021માં “સક્સેસ ઇન્ફોટેક નામની કંપની” દ્વારા વિદ્યુત સહાયકની ભરતી માટે પરીક્ષા લેવામાં આવી હતી. જે પરીક્ષામાં 10થી 15 લાખનો વહીવટ અને ગેરરીતિ આચરવામાં આવી હતી.
માંગણી
ખટલો ફાસ્ટ્રેકમાં ચલાવો..
સસ્પેન્ડ નહીં પણ ટરમીનેટ જ કરો.
ફકત વિદ્યાર્થીઓ ને સામે જ કાર્યવાહી શા માટે ?
ઉમેદવાર નાં તો પૈસા ગયા, સમાજ માં નામ બદનામ થયું હસે, નોકરી પણ ગઈ. પરંતુ એની સાથે છેતરપિંડી કરનાર વચેટિયા કે મુખ્ય સૂત્રધાર ને કશું નહિ થયું. આવું કેમ ?
કોનાં કહેવાથી છાવરવામાં આવે છે ?
વચેટિયા અને મૂળ જે એજન્ટ અને જે અધિકારી છે તેની સામે તપાસ કેમ નહિ ?
જે તે ઊર્જા વિભાગ ના MD પણ જવાબદાર છે. અને ઊંચ અધિકારીઓ પણ જવાબદાર છે એની સામે પણ તપાસ થવી જરૂરી છે.
બાર જેટલા વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી. આ તપાસના અંતે પોલીસે શંકાસ્પદ પાસ થયેલા પરીક્ષાર્થીઓનું લીસ્ટ PGVCL ને આપ્યું હતું. જેના આધારે PGVCL દ્વારા તપાસ કરી 30 જેટલા વિદ્યુત સહાયકોને ફરજ મોકૂફ કરી તમામ કર્મચારીઓ સામે તહોમતનામું દાખલ કરવા આદેશ આપવામાં આવ્યો છે.
બે વર્ષથી આંદોલન ચાલે છે. પરિક્ષામાં ત્યારે પગલાં લેવાયા ન હતા.
પ્રાંતિજની શાળામાં પેપર ફૂટ્યું હતું.
સીબીઆઈ તપાસની માંગણી કરી હતી.
આખું કુટુંબ વિજ કંપનીમાં
મહિસાગરના વતની દિલીપ પટેલના કુટુંબ અને સગાના 45 લોકો જીઈબીમાં નોકરી કરે છે. ઊર્જા વિભાગની ભરતીમાં કૌભાંડમાં યુવરાજસિંહે જણાવ્યું કે દિલીપ પટેલ, અરવિંદ પટેલ નામના વ્યક્તિ કૌંભાડી છે. જેમાં યુવરાજસિંહે કેટલાક વચેટિયાના નામ જાહેર કર્યા છે. તેમાં દિલીપ પટેલે 45 સગા – સંબંધીઓને નોકરીએ લગાડ્યા છે તેવો આક્ષેપ કર્યો છે. તથા ખોટી રીતે ભરતી થયેલા હાલ ફરજ પર છે તેવું પણ જણાવ્યું છે. માસા અને તેના સંબંધીઓ છે. થર્મલ પાવર સ્ટેશનમાં નોકરી કરતાં હતા.
યુવરાજે જણાવ્યું છે કે તમામ કૌભાંડના આધાર – પુરાવા ઉપલબ્ધ છે. તથા હેડક્લાર્કનો આરોપી પિનાકીન પણ સંડોવાયેલો છે. તેમાં આરોપીઓની સંપત્તિ જપ્ત કરવામાં આવે અને નિષ્પક્ષ તપાસ સમિતિ રચવામાં આવી જોઇએ.
15થી 20 લાખના ઉઘરાણામાં મુળ ચોઈલા પાસેના નરસિંહપુર (કપડવંજ) ગામના અને ચરોતરમાં શિક્ષકની નોકરી કરતા જ્યારે મૂળ જીતપુરના અને ધનસુરામાં રહેતા એક શિક્ષકનું નામ ચર્ચાની એરણે છે. મામા-ભાણેજ એવા આ બન્ને ભેજાબાજોએ પચાસથી વધુ ઉમેદવારો પાસેથી નોકરીએ લગાડવાના કરોડો ઉઘરાવ્યાની ચર્ચાઓ છે.
પીજીવીસીએલ દ્વારા વિદ્યુત સહાયકોની ભરતી મામલે પરીક્ષા લેવામાં આવી હતી
જે તે સમયે સરકારના ધ્યાન પર ગેરરીતિ થઈ હોવાનું ધ્યાન આવ્યું હતું. તેમજ પરીક્ષા લેનાર આઉટસોર્સિંગ એજન્સી દ્વારા કેટલાક પરીક્ષા કેન્દ્રો પર ગેરરીતિ આચરવામાં આવી હતી. જે તે સમયે સુરત ખાતે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી. તથા 2021માં પીજીવીસીએલ દ્વારા વિદ્યુત સહાયકોની ભરતી મામલે પરીક્ષા લેવામાં આવી હતી.
કુલ 57 સસ્પેન્ડ થયા હતા. ચાર્જશીટ જાહેર કરતા નથી. ઘણાએ કબૂલાત કરી 16 લાખ લીધા હતા. કૌભાંડીઓના પૈસા ગયા, નોકરી ગઈ, આબરુ ગઈ છે. કેટલાંક આત્મહત્યા કરવા તૈયાર થાય છે. કાંડ દબાવી દેવા સુરત ક્રાઈમ બ્રાંચે 5 લાખ માંગ્યા હતા.
500 લોકોની ભરતી કરાઈ હતી. આ કૌભાંડમાં ભાજપની સરકાર એજન્ટને પકડતા નથી.
ગુજરાતે ફેબ્રુઆરી 2023માં સરકારી ભરતી પરીક્ષાઓના પેપર લીક માટે એક બિલ પસાર કર્યું હતું. આ કાયદો પેપર લીકના ‘સંગઠિત ગુના’ માટે મહત્તમ 10 વર્ષની કેદ અને ઓછામાં ઓછા રૂ. 1 કરોડની જોગવાઈ કરે છે. ગૃહમાં બિલ રજૂ કરતા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કબૂલ્યું હતું કે રાજ્યમાં છેલ્લા 11 વર્ષમાં પેપર લીકના 11 કેસ નોંધાયા છે. તેના પરિણામ સ્વરૂપે 201 આરોપીઓ વિરુદ્ધ 11 કેસ નોંધાયા અને 10 કેસમાં આરોપનામું દાખલ કર્યું.
ગુજરાત રાજ્યની 5 વીજ કંપનીઓમાં 2156 વિદ્યુત સહાયક જુનિયર આસિસ્ટન્ટની ભરતી માટે 9 ડિસેમ્બર 2020થી 6 જાન્યુઆરી 2021 દરમિયાન અલગ અલગ તારીખે અલગ-અલગ શહેરમાં અલગ-અલગ પરીક્ષા કેન્દ્રોમાં તેમજ કોમ્પ્યુટર લેબમાં આ પરીક્ષા યોજવામાં આવી હતી.
પરીક્ષા માફિયાઓની ગુનાની જાળ જાણવા જેવી છે.
અગાઉથી સંપર્ક કરતા હતા. ઉમેદવાર પાસેથી મોટી રકમ મેળવવા માટે તેનો પ્રવેશપત્ર અને ફોટોગ્રાફ પહેલાથી જ પરીક્ષા કેન્દ્ર સંચાલકોને મોકલી આપવામાં આવતા હતા. ઉમેદવારોને ગેરરીતિ આચરીને કેન્દ્ર સંચાલકો અથવા કોમ્પ્યુટર લેબ ઇન્ચાર્જ અથવા તેમના મળતીયાઓ દ્વારા સ્ક્રિન સ્પ્લીન્ટર થકી એક જ સીપીયુથી બે મોનીટર ઓપરેટ કરતા હતા. ઓનલાઇન પ્રશ્નોના જવાબો વાયરલેસ માઉસથી ઉમેરીને પાસ કરાવી આપતા હતા. પરીક્ષામાં લાયક ઉમેદવારો નોકરીથી વંચિત રહી જતા હતા. આરોપીઓ દ્વારા 9 ડિસેમ્બર, 2020 થી 6 જાન્યુઆરી, 21 સુધી લેવાયેલી પરીક્ષામાં કરામત કરી હતી.
બાંટવાની સરકારી સ્કૂલના શિક્ષક નારણભાઇ મારુએ વડોદરાના સરકારી શાળાના શિક્ષક મિતેશ ઉર્ફે લાલો મારફતે પરીક્ષાર્થીઓ શોધી આપ્યા હતા. ગુજરાત રાજ્યની વીજ કંપનીઓમાં વિદ્યુત સહાયકની ભરતી માટેની વર્ષ 2020 અને 2021 માં લેવાયેલી ઓનલાઈન પરીક્ષામાં અગાઉથી ગોઠવણ કરી ઉમેદવારને પાસ કરવાના કૌભાંડનો પર્દાફાશ થયો હતો.
સાબરકાંઠાના હિંમતનગર અને ઇડરમાંથી કર્મીઓને લઈ ગઈ હતી.
1) નીમાબેન પ્રકાશભાઈ પટેલ(હિંમતનગર)
2) જલ્પાબેન બીપીનચંદ્ર પટેલ (હિંમતનગર)
3) રોહિતકુમાર મુળજીભાઈ મકવાણા (હિંમતનગર)
4) મનીષકુમાર ધનજીભાઈ પારધી (હિંમતનગર-મહેતાપુરા)
5) પ્રકાશકુમાર મગનભાઈ વણકર (જાદર-ઇડર)
6) અલ્તાફઉમર ફારુક લોઢા(ઇડર)
7) ઉપાસનાબેન ખાનાભાઇ સુતરીયા(ઇડર)
8) નીલમબેન નારાયણદાસ પરમાર(ઇડર)
જુનાગઢ
આરોપીનું નામ નારણ મારુ છે અને તે જુનાગઢ સરદારબાગનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીની ધરપકડ કરી સુર લવાયો હતો. વિદ્યુત સહાયક જુનિયર આસિસ્ટન્ટની ભરતીની ઓનલાઇન પરીક્ષામાં આરોપીએ પોતાના સગા-સંબંધીઓ તથા મિત્ર વર્તુળનો સંપર્ક કરી સહ આરોપીઓ મારફતે ઉમેદવારોને ઓનલાઇન પરીક્ષામાં બેસાડી ગેરરીતિથી ઉમેદવારોને પાસ કરાવ્યા હતા. આરોપીએ એક ઉમેદવાર દીઠ 13થી 14 લાખ રૂપિયા લઇ તેમને નોકરી પણ અપાવી હતી. પરીક્ષાઓમાં કેટલાક પરીક્ષા કેન્દ્રના માલિકો ઉપરાંત કેટલીક કોમ્પ્યુટર લેબના ઇન્ચાર્જ અને તેમના મળતીયાઓ સાથે કેટલાક એજન્ટોએ એકબીજાના આર્થિક લાભ માટે પરીક્ષામાં ઉમેદવારને ગેરરીતીથી પાસ કરાવવા માટે ઉમેદવારો પાસેથી પૈસા લઈ તેમના સંબંધી અને જાણિતાઓને પરીક્ષામાં પાસ કરાવ્યા હતા.
સીબીઆઈ
2019માં CBIએ નિશકાંત સિન્હાની રાજસ્થાનની કોલેજમાં ગેરકાયદેસર એડમિશન આપવાના મામલે ધરપકડ કરી હતી. આરોપી સલીમ નિઝામમુદ્દીન થાપાએ ત્રીસ જેટલા વિદ્યાર્થીઓને સરકારી ભરતીમાં પાસ કરાવીને ત્રણ કરોડ રૂપિયા પડાવી લીધા હતા. 4 ઉમેદવારોને પાસ કરાવીને નિકુંજ પરમારે 40 લાખ રૂપિયા પડાવી લીધા હોવાનું તપાસ દરમિયાન સામે આવ્યું છે.
300 પાસેથી પૈસા લીધા
માફિયા ટોળકીએ અત્યાર સુધી 300 ઉમેદવારોને પાસ કરાવી 30 કરોડથી વધુ રૂપિયા ખંખેરી લીધા હતા અને 300 લોકો ગેરરિતીના આધારે અલગ અલગ ક્ષેત્રમાં ફરજ બજાવી રહ્યા છે. તેને લઈને આ કાંડ ભાવનગર ડમીકાંડ કરતા મોટા હોવાનો શંકા ઊભી થઈ છે.
ગેંગે 300 ઉમેદવારો પાસેથી 10-10 લાખ રૂપિયા લઈને 30 કરોડથી વધુ રૂપિયા લીધા હોવાની વાત સામે આવી છે. ઝડપાયેલા 3 આરોપીઓમાં એક શિક્ષણ અને એક સોફ્ટવેર એન્જિનિયરનો પણ સમાવેશ થાય છે.
55ના નિવેદનો નોંધ્યા
20થી વધુ નોકરિયાતોને નોટિસ પોલીસે આપી હતી. 55 વીજ કર્ચમારીઓના નિવેદનો નોંધવામાં આવ્યા છે, જ્યારે અન્ય 42 કર્મચારીઓને નૉટિસ પાઠવવામાં આવી છે. ખાસ વાત છે કે, આમાં એમજીવીસીએલ અને પીજીવીસીએલના 20 જેટલા કર્ચચારીઓનું નામ ઉછળ્યુ છે, તેઓને પણ નૉટિસ ફટકારવામાં આવી છે.
11 વ્યક્તિઓની મહેસાણાથી ધરપકડ કરી હતી. મોડાસા ખાતેની વીજ કચેરીમાં સુરત ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં ગેરહાજર રહેલા કે રજા ઉપર ઉતરી ગયેલા 6 વીજ કર્મીઓને નોકરી હાજર નહીં કરવાનો વીજ વિભાગની ઉચ્ચ કચેરી દ્વારા આદેશ કરાયો હતો.
લાંચની બોલી
મોડાસાના નિવૃત ઈજનેર ઈશ્વર પ્રજાપતિની ધરપકડ થયા પછી કૌભાંડની તપાસનો દોર અટકી ગયો હતો.
અરવલ્લી-સાબરકાંઠામાં અનેક દલાલો હતા.
મોડાસા શહેરની બાયપાસ રોડ પર આવેલી ખ્યાતનામ હોટેલના હોલમાં સાબરકાંઠાના દલાલે જુનિયર ઈજનેરની નોકરી માટે બોલી બોલાવી હતી. જેમાં 25 થી 27 લાખ રૂપિયા નક્કી કર્યા હતા. બાદ દલાલના વચોટિયાઓએ 23 લાખમાં ઉમેદવાર દીઠ ડીલ નક્કી કરી હતી. આ મિટિંગમાં 15 ઉમેદવારો અને તેમના પરિવારના સભ્યો હાજર રહ્યા હતા.
વરુણ નામના દલાલે અગાઉ પણ આ રીતે સરકારી નોકરી અપાવી હોવાથી તેની વાતમાં મોટા ભાગના લાલચુ લોકો આવી ગયા હતા. અડધી રકમ ગણતરીના દિવસોમાં આપી પણ દીધી હતી.
ક્યા આઠ પરીક્ષા કેન્દ્રો પર કૌભાંડ આચરવામાં આવ્યું હતું
(1) સુરત વરાછા રોડ સ્થિત સારથી એકેડમી
(2) સુરત અમરોલી સ્થિત સુટેક્ષ બેંક કોમર્સ કોલેજ
(3) વડોદરા અટલાદરા સ્થિત સ્ટેક વાઈસ ટેક્નોલોજી
(4) વડોદરા અટલાદરા સ્થિત સેવન ક્લાઉડ
(5) અમદાવાદ નરોડા સ્થિત શ્રેય ઈન્ફોટેક
(6) રાજકોટ સ્થિત સક્સેસ ઈન્ફોટેક
(7) વડોદરાના કોટમ્બી ગામ સ્થિત વડોદરા ઈન્સ્ટીટયુટ ઓફ એન્જીનીયરીંગ કોલેજ
(8) વડોદરા સાવલી સ્થિત કે.જે.આઈટી.એન્જીનીયરીંગ કોલેજ
સુરત ક્રાઈમ બ્રાન્ચના એસીપી બી.પી.રોજીયાને મળતા ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરી હતી અને તેના આધારે ગતરોજ ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ,અરવલ્લીના પરીક્ષા કેન્દ્રના માલિક, કોમ્પ્યુટર લેબ ઈન્ચાર્જ, એજન્ટ વિગેરે મળી 12 થી વધુ વિરુદ્ધ ગુનો નોંધી એજન્ટ મારફત ઉમેદવારોના નામ મેળવી પરીક્ષા કેન્દ્રો ખાતે પાઠવનાર ઈન્દ્રવદન અશ્વિનભાઈ પરમાર ( ઉ.વ.49, રહે.ઘર નં.બી/75, ગોકુલ ટાઈનશીપ, રામેશ્વર સ્કુલ પાસે, ગોત્રી રોડ, વડોદરા. મૂળ રહે.કેશરપુરા, તા.ઈડર, જી.બનાસકાંઠા ) અને સુરતના વરાછા ખાતેની સારથી એકેડમીના માલિક મોહંમદ ઉવેશ મોહંમદ રફીક કાપડવાલા ( ઉ.વ.39, રહે.વાડી ખત્રી પોળ, સ્વામીનારાયણ મંદિરની પાછળ, યાસીનખાન પઠાણ રોડ, વડોદરા ) ની ધરપકડ કરી હતી. નિવૃત્ત અધિકારી ઈશ્વર પ્રજાપતિ, શિક્ષક અરવિંદ પટેલ અને અરવિંદ પટેલના પૂત્ર જતિન પટેલની અટકાયત કરવામાં આવી હતી
ક્રાઈમ બ્રાન્ચે આ કૌભાંડમાં સામેલ અનિકેત ભટ્ટ, ભાસ્કર ચૌધરી, નિશિકાંત સિન્હા, ચિરાયુ, વિદ્યુત, ઈમરાન તેમજ આ ટોળકીની મદદથી પાસ થઈ હાલમાં વીજ કંપનીમાં નોકરી કરી રહેલા ઉમેદવારોની પણ ધરપકડ માટે કાર્યવાહી હાથ ધરી છે.વધુ તપાસ પીઆઈ એન.બી.બારોટ કરી રહ્યા છે. વિદ્યુત સહાયક ભરતી કૌભાંડ: મહેસાણાના બે સહિત ઉ.ગુ.વીજકંપનીનાં 11 કર્મીની ધરપકડ થઈ હતી.
કોના કોના વિરુદ્ધ ગુનો નોંધાયો
(1) ઇન્દ્રવદન અશ્વિનભાઇ પરમાર ( રહે. વડોદરા ) – એજન્ટ મારફત ઉમેદવારોના નામ મેળવી પરીક્ષા કેન્દ્રો ખાતે પાઠવનાર
(2) ઓવેશ મોહંમદરફીક કાપડવાલા – સુરત શહેરમાં વરાછા રોડ સ્થિત સારથી એકેડેમીના માલિક
(3) સાંઇકુમાર ( રહે. તિરૂપતી, આન્ધ્રપ્રદેશ ) – સુરત અમરોલી સ્થિત સુટેક્ષ બેંક કોમર્સ કોલેજના કોમ્પ્યુટર લેબ ઇન્ચાર્જ
(4) ભાસ્કર ગુલાબચંદ ચૌધરી – વડોદરા અટલાદરા સ્થિત સ્ટેક વાઇસ ટેક્નોલોજીના માલિક
(5) ચિરાયુ શાહ, ઇમરાન તથા અનિકેત પ્રમોદભાઇ ભટ્ટ – વડોદરા, અટલાદરા સ્થિત સેવન ક્લાઉડ, અમદાવાદ નરોડા સ્થિત શ્રેય ઇન્ફોટેક તથા રાજકોટ સ્થિત સક્સેસ ઇન્ફોટેકના માલિક
(6) વડોદરાના કોટમ્બી ગામ સ્થિત વડોદરા ઇન્સ્ટીટ્યુટ ઓફ એન્જીનયરીંગ કોલેજના કોમ્પ્યુટર લેબ ઇન્ચાર્જ
(7) નિશિકાંત સિન્હા ( રહે. ભાયલી, વેવ ક્લબની બાજુમાં, વડોદરા ) – વડોદરા ઇન્સ્ટીટ્યુટ ઓફ એન્જીનયરીંગ કોલેજના કોમ્પ્યુટર લેબ ઇન્ચાર્જ સાથે સાંઠગાંઠ ધરાવનાર
(8) વિદ્યુત પ્રકાશ ( રહે. વડોદરા ) – વડોદરા જીલ્લાના સાવલી સ્થિત કે.જે.આઇ.ટી. એન્જીનયરીંગ કોલેજના કોમ્પ્યુટર લેબ ઇન્ચાર્જ
(9) અજય પટેલ ( રહે.ચોઇલા, તા.બાયડ, જી.અરવલ્લી ) – નોકરી ઇચ્છુક ઉમેદવારોનો સંપર્ક કરી લાવનાર એજન્ટ
(10) મનહર પટેલ ( રહે.બાયડ, જી.અરવલ્લી ) – નોકરી ઇચ્છુક ઉમેદવારોનો સંપર્ક કરી લાવનાર એજન્ટ
(11) નોકરી ઇચ્છુક ઉમેદવારોનો સંપર્ક કરી લાવનાર અન્ય એજન્ટ તથા ગેરરીતી આચરી ઓનલાઇન પરીક્ષામાં પાસ થઇ નોકરી મેળવનાર ઉમેદવારો તથા અન્યો
કોની કોની ધરપકડ
૧] નિશાબેન પ્રકાશભાઈ પટેલ [ઉ.૩૬, રહે, મહાવીર નગર, તા.હિમંતનગર, જી. સાબરકાંઠા]
૨] જલ્પાબેન ભૌમિકકુમાર પટેલ [ઉ.૩૪, રહે, હડીયલ ગામ, તા.હિમંતનગર, જી. સાબરકાંઠા]
૩] ઉપાસના બેન ચિરાગભાઈ સુતરીયા [ઉ.૩૦, રહે, બડોલી, તા. ઇડર, જી. સાબરકાંઠા]
૪] નીલમબેન વિક્રમભાઈ ચાવડા [ઉ.૩૩, રહે,ચોરીવાડ, તા. ઇડર, જી. સાબરકાંઠા]
૫] જીજ્ઞાસાબેન સંદીપભાઈ પટેલ [ઉ. ૩૪, રહે, ધરોઈ કોલોની રોડ, તા. વિસનગર, જી.મહેસાણા]
૬] પ્રકાશકુમાર મગનભાઈ વણકર [ઉ.૨૮, રહે, ભાદરડી, તા. તા.હિમંતનગર, જી. સાબરકાંઠા]
૭] અલ્તાફભાઈ ઉમરફારુક લોઢા [ઉ.૩૪, રહે, ઇલોલ, તા.હિમંતનગર, જી. સાબરકાંઠા]
૮] મનીષકુમાર ધનજીભાઈ પારધી [ઉ.૩૫,રહે, માલીવાડા, તા.હિમંતનગર, જી. સાબરકાંઠા]
૯] રોહિતકુમાર મુળજીભાઇ મકવાણા [ઉ.૩૪, રહે, મોતીપુરા, તા.હિમંતનગર, જી. સાબરકાંઠા]
૧૦] પ્રવીણભાઈ ધનજીભાઈ ચૌધરી [ઉ.૩૦, રહે, સરતાનપુરા, તા.સતલાસણા,જી.મહેસાણા]
૧૧] આસીમભાઈ યુનુસભાઈ લોઢા [ઉ.૩૨, રહે. ઇલોલ, તા.હિમંતનગર, જી. સાબરકાંઠા]
અત્યાર સુધી 17 આરોપીઓ જ્યુડિશ્યલ કસ્ટડીમાં ધકેલાયા
સુરતના ડી.સી.બી પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ- ૪૧૮, ૪૧૯, ૪૨૦, ૧૨૦(બી) તથા ઈન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ કલમ-૬૬, ૬૬(ડી) મુજબ ગત 19મી મે 2023ના દિવસે ગુનો નોંધવામાં આવ્યો હતો. આ કૌભાંડમાં અગાઉ પરીક્ષા સેન્ટરના સંચાલકો, મુખ્ય એજન્ટ્સ સહિત કુલ-17 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. હજી તમામ આરોપીઓ જ્યુડીશ્યલ કસ્ટડીમાં છે.
ચિટિંગ કરી નોકરી મેળવનારા કોણ કોણ પકડાયા
— નિશા D/૦ પ્રકાશભાઇ પટેલ, રહેવાસી. ર૩ર, રાધેશ્યામ પાર્ક સોસાયટી, ગાયત્રી મંદિર રોડ, મહાવીર નગર હિંમતનગર જી.સાબરકાંઠા
— જલ્પા w/૦ ભૌમિકકુમાર પટેલ તે બિપીનચંન્દ્ર બનારસીભાઇ પટેલની દિકરી, મુ.પો. હડીયલ ગામ. ભીમાવાડી ફળીયુ તા. હિંમત નગર જી.સાબરકાંઠા
— ઉપાસના w/૦ ચિરાગભાઇ સુતરીયા તે ખાનાભાઇ ભીખાભાઇ સુતરીયાની દિકરી, મુ.પો.બડોલી. તા.ઇડર જી.સાબરકાંઠા
— નિલમ w/૦ વિક્રમભાઇ ચાવડા તે નારાયણદાસ કુબેરદાસ પરમારની દિકરી, મુ.પો. ચોરીવાડ તા. ઇડર જી. સાબરકાંઠા — જીગ્નાસા w/૦ સંદિપભાઇ પટેલ તે પૂરષોત્તમભાઇ હરીભાઇ પટેલની દિકરી, ઘર નંબર ૧૮, પુષ્પકુંજ સોસાયટી, ધરોઇ કોલોની રોડ તા. વીસનગર જી. મહેસાણા
— પ્રકાશ મગનભાઇ વણકર, મુ.પો.ભાદરડી તા. હિંમતનગર જી. સાબરકાંઠા
— અલ્તાફ ઉમરફારૂક લોઢા, રહેવાસી.મુ.પો. ઇલોલ તા.હિંમતનગર જી.સાબરકાંઠા
— મનિષ ધનજીભાઇ પારઘી, ગામ. માલીવાડા પોસ્ટ. સવગઢ તા. હિંમતનગર જી. સાબરકાંઠા
— રોહિત મૂળજીભાઇ મકવાણા, ઘર નંબર-૬૦, શારદાકુંજ સોસાયટી, મોતીપુરા તા. હિંમતનગર જી.સાબરકાંઠા
— પ્રવીણ ધનજીભાઇ ચૌધરી, ગામ. સરતાનપુર તા. સતલાસણા જી.મહેસાણા
— આસિમ યુનુસભાઇ લોઢા, ગામ. ઇલોલ તા. હિંમતનગર જી.સાબરકાંઠા.
ઊર્જા વિભાગની વીજ કંપનીઓમાં ગોકળગાયની ગતિએ તપાસ ચાલી રહી છે અને વિદ્યુત સહાયકોને સસ્પેન્ડ કરાઇ રહ્યા છે. યુવરાજસિંહ જાડેજાએ આ મુદ્દે જણાવ્યું હતું કે, 2021ના વર્ષમાં સકસેસ ઇન્ફોટેક કંપની દ્વારા વિદ્યુત સહાયકની ભરતી માટે પરીક્ષા લેવાઇ તેમાં 10 થી 15 લાખનો વહીવટ કરી ગેરરીતિ આચરવામાં આવી હતી. જેમાં અત્યાર સુધી કુલ 55 ઉમેદવારો સામે કાર્યવાહી કરવામાં આવી છે. તેમણે ફક્ત ઉમેદવારોના બદલે સમગ્ર કૌભાંડના સૂત્રધાર, વીજ કંપનીના જે અધિકારીઓની બેદરકારી છે તેમને છાવરવામાં આવતા હોવાનો પણ દાવો કર્યો હતો. તે સાથે જણાવ્યું છે કે, આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવી વચેટિયા, એજન્ટો, અધિકારીઓ તમામ સામે તપાસ થવી જોઇએ. જેટકોની પરીક્ષામાં ઓનલાઇન સુવ્યવસ્થિત કૌભાંડ ચાલતું હોવાની સરકારમાં ઉચ્ચ સ્તરે જાણ કરી સીબીઆઇ તપાસની માગણી કરવામાં આવી હતી.
આ કૌભાંડમાં જે બાબત સામે આવી છે તેમાં પ્રાંતિજ, મોડાસા, ધનસુરા, વીરપુર-કોયડમ, જૂનાગઢ, કેશોદ સહિત અનેક સ્થળે એજન્ટો સક્રિય હતા. તેમણે ઉમેદવારો પાસેથી લાખો રૂપિયા લઇ વિવિધ વીજ કંપનીઓમાં નોકરી અપાવી છે. જે તે સમયે સમગ્ર કૌભાંડમાં કોણ સંડોવાયેલા હતા તેની પણ તપાસ થવી જોઇએ. વિદ્યાર્થીઓને વચેટિયાઓના કારણે નોકરી ગઇ છે અને સમાજમાં બદનામ પણ થવું પડ્યું છે ત્યારે તેના મૂળ સુધી જઇને તપાસ કરવી જોઇએ.
વિદ્યુત સહાયક – જિલ્લો
રાયસિંહ બારડ ચોરવાડ
રમેશ બાની બાંટવા
રૂપલ મારુ લાલપુર
મારખી મારુ ધોરાજી
દિપક કંડોરીયા ધોરાજી
વિશાલ ગલ ભાયાવદર
પ્રકાશ નંદાણીયા જામજોધપુર
ચેતનાબેન કંડોરીયા કુતિયાણા
રવિ સોલંકી ભાયાવદર
ભગવતી ડોડીયા દસાડા
અબ્દુલ સમદ ઠાકોર બોટાદ
તુષાર પ્રજાપતિ સામખીયાળી
હેમાંગી પરમાર બરવાળા
સંપૂર્ણ પટેલ પીપળીયા
મનન સિંધવ દસાડા
વિજય ડાભલા રાણપુર
સોનલ પ્રજાપતિ સાયલા
ગોપી જાદવ સુરેન્દ્રનગર
સવદાસ કેશવાલા વેરાડ
પદમાજી રબારી દેશલપર
અર્પિત પટેલ સાયલા
પુષ્પરાજ સિંહ રાણા સુરેન્દ્રનગર
હાર્દિક રાઠોડ ગાંધીધામ
ઉન્નતી જોષી ભચાઉ
બિપિન પટેલ પાળીયાદ
સતીશ પટેલ પાળીયાદ
મિતેશ પટેલ બોટાદ
પ્રવીણ વાઢેર દસાડા
મિત્તલ ચૌધરી ભુજ
સંજય રાઠોડ ચરાડવા