Break in railway guarantee to Modi’s family मोदी के परिवार को रेल कि गारंटी को ब्रेक
ટ્રેનોમાં મોદીની ગેરંટી ગુજરાતમાં કામ ન આવી
અમદાવાદ, 7 માર્ચ 2024
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાતના 7 કરોડના કુટુંબને રેલવેમાં ભારે અન્યાય થયો છે. મોદી કહે છે કે, તે કહે છે તે કરે છે. મોદીની આ ગેરંટી છે. છતાં મોદીની રેલ ગેરંટી કામ ન આવી. માત્ર શ્રીમંતો માટેની બુલેટ રેલ બનાવવા રૂ. 1 લાખ કરોડનું કરજ લઈને કામ શરૂ કર્યું છે. જેમાં પણ 5 વર્ષનો વિલંબ થયો છે. ગુજરાતમાં જે રેલ યોજનાઓ બનાવી છે તેમાં 90 ટકા તો પૂરી થઈ શકી નથી.
મોદીની ગેરંટી તેના ગુજરાત કુટુંબ માટે કામ આવી નથી.
પણ ગુજરાતને મોદી રાજના 10 વર્ષમાં રેલવે માટે ભારે અન્યાયનો સામનો કરવો પડ્યો છે. છતાં ગુજરાતના કુટુંબના વડા એવા મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ મૌન છે.
ગુજરાતને આટલો અન્યાય છતાં મોદી સામે સાંસદો બોલી શકતા નથી. સાંસદો દ્વારા રેલવે પર જરા પણ લોબિંગ થતું જ નથી.
2014 પહેલાનાં 5 વર્ષમાં પર્વતીય રાજ્ય ઉત્તરાખંડ માટે સરેરાશ 200 કરોડ રૂપિયા બજેટ મળતું હતું. આ વર્ષે ઉત્તરાખંડનું રેલ બજેટ 5 હજાર કરોડ રૂપિયા છે. એટલે કે 25 ગણો વધારો. રેલવે ઉત્તરાખંડના નવા વિસ્તારોમાં વિસ્તરી રહી છે. બીજા પ્રોજેક્ટ મળીને 45 હજાર કરોડ ઉત્તરાખંડને મોદીએ આપ્યા છે. ગુજરાતમાં ભાજપને ખાતરી છે કે મતદારો બીજા પક્ષોની સરકાર નહીં બનાવે તેથી અન્યાય કરવામાં આવે છે.
નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડ જઈને તેમણે જાહેર કર્યું છે કે તેમની સરકારે 45 હજાર કરોડના પ્રોજેક્ટ આપેલા છે. તો પછી ગુજરાતને સાવકા રાજ્ય સરીકે કેમ ટ્રીટ કરવામાં આવે છે.
ગુજરાત માટે રેલવે મંત્રાલય દ્વારા 2018થી 2023 સુધીના 36 પ્રોજેક્ટમાંથી એક પણ રેલવે પ્રોજેક્ટ પાંચ વર્ષમાં પૂરો થયો ન હોવાનું સંસદમાં જાહેર કરાયું હતું. ગુજરાતને આ માટે રૂ. 31 હજાર કરોડ આપેલાં તેમા માત્ર 20% પ્રોજેક્ટ થઈ શક્યા હતા.
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ છે.
3,200 કિલોમીટરની લંબાઈના કુલ રૂ.30,789 કરોડના 36 રેલવે ઇન્ટ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટો પાંચ વર્ષમાં ગુજરાત માટે મંજૂર થયા હતા. 735 કિ.મી. રેલ લંબાઈના કામો ચાલુ થયા હતા. જેમાં માર્ચ,23 સુધીમાં રૂ.6,113 કરોડ ખર્ચાયા હતા. 80 ટકા કામ શરૂ કરવાનું તો આયોજન થઈ રહ્યું હતું.
છ નવી રેલવે લાઈન નાંખવાના 520 કિ.મી. પાછળ રૂ.6,950 કરોડના પ્રોજેક્ટ્સ હતા. જેમાં 90 કિ.મીના લાઇનનું કામ શરૂ થયું હતું. રૂ. 2200 કરોડ ખર્ચ કરી નાંખ્યું હતું. 90 ટકા કામ શરૂ પણ થયું ન હતું.
1,567 કિ.મી. લંબાઈના 18 રેલ લાઈનના ગેજ પરિવર્તનના રૂ.12 હજાર કરોડના પ્રોજેક્ટ્સ પૈકી 645 કિ.મી. લંબાઈના પ્રોજેક્ટ શરૂ થયા હતા. રૂ.3,527 કરોડનો ખર્ચ થયો પણ કામ પૂરી ન થયા.
1,113 કિ.મી.ની લાઇની 12 લાઈનોને ડબલ કરવાના રૂ. 11 હજાર કરોડના પ્રોજેક્ટોમાં માંડ રૂ.360 કરોડ ખર્ચાયા હતા. લાઈનો અધુરી પડી છે.
કુલ 26 પ્રોજેક્ટોની દશા બુરી હતી.
ગુજરાતમાં માત્ર 3 નવી લાઇનો નાંખવાનું નક્કી કરાયું હતું.
10 ડબલ લાઈનનાંખવાની હતી.
13 ગેજ પરિવર્તન કરવાના હતા.
1 હજાર કિલો માટર લાઈનના 26 પ્રોજેક્ટો પાછળ રૂ.13,184 કરોડ હતા.
પારાવાર પ્રશ્નો
વડાપ્રધાન, વિદેશ પ્રધાન અને ગૃહ પ્રધાનના રાજ્ય ગુજરાતમાં રેલવે માટે ખર્ચ ઓછું કર્યું છે. ગુજરાતના પારાવાર પ્રશ્નો છે. બુલેટ ટ્રેન શરૂ થવાની છે તે લોન લાઈને કરી છે અને તેમાં વિમાન જેટલું ભાડું રહેવાનું હોવાથી માત્ર શ્રીમંત લોકો અને અધિકારીઓ જેના 3 ટકા લોકો જ પ્રવાસ કરી શકવાના છે. સામાન્ય લોકો બેસી શકે એવી એ ટ્રેન નથી. તેથી સામન્ય લોકોને તો તેનો કોઈ લાભ નથી થવાનો.
કેન્દ્રીય સરકારે રૂ.2798 કરોડનો 116.65 કિલો મીટરનો નવો રેલ માર્ગ તારંગા હિલ-અંબાજી-આબુરોડ પરિયોજના 2026 સુધીમાં બનાવવાની જાહેરાત 14 જૂલાઈ 2022એ કરી હતી.
કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહે ચાંદલોડિયા રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ, બુકિંગ કાઉન્ટર, રેલવે અંડર બ્રિજનું ઉદ્ઘાટન કર્યું. પશ્ચિમ રેલવેના વિવિધ વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો.
રાજકોટ અમદાવાદ
ગુજરાત સરકારે અમદાવાદ અને રાજકોટ વચ્ચે હાલના નેશનલ હાઈવે પાસે નવી રેલવે નાંખીને અત્યંત ઝડપી રેલ શરૂ કરવાની જાહેરાત ગુજરાત સરકારે અગાઉ કરી હતી.
અમદાવાદની આસપાસ જેટલી રેલવે લાઈનો છે તેના પર લોકલ સિટી ટ્રેન શરૂ કરવાની જાહેરાત અગાઉની ગુજરાત સરકારે કરી હતી. જે અંગે ગુજરાતમાં મોદી સરકારે કંઈ કર્યું નથી. કેન્દ્ર સરકાર, ગુજરાત સરકાર, અમિત શાહ, નરેન્દ્ર મોદી કંઈ બોલતાં નથી.
આમ સામાન્ય પ્રજા માટેના બે મોટા પ્રોજેક્ટ થશે કે કેમ તે સવાલ ઊભો થયો છે. તેની સામે શ્રીમંત લોકો જ રૂ.15 હજારનું ભાડું ખર્ચ કરી શકે એવી સુપર ફાસ્ટ બુલેટ ટ્રેન શરૂ કરવા 1 લાખ કરોડ ખર્ચ કરી રહ્યાં છે. જેમાં 98 ટકા વસતી ગુજરાત કે મહારાષ્ટ્રની બેસી શકે તેમ નથી.
અમિત શાહે પોતાના મત વિસ્તારમાં રેલવેના કામો કરાવ્યા છે. પણ ગુજરાતની પ્રજાને તેઓ ભૂલી ગયા છે. અથવા તેઓ મોદી સામે બોલતાં નથી.
શાહે જણાવ્યું હતું કે, 2009-14ના સમયગાળામાં, અગાઉની સરકારના કાર્યકાળ દરમિયાન, ગુજરાતમાં રેલવે માટે દર વર્ષે 590 કરોડ રૂપિયા ખર્ચવામાં આવતા હતા. 2014થી 2022 સુધીના 8 વર્ષમાં વર્ષે સરેરાશ રૂ. 4,000 કરોડ આપવામાં આવે છે. ગાંધીનગરને દેશનો સૌથી વિકસિત લોકસભા મત વિસ્તાર બનીશું.
પણ ગુજરાતના બીજા વિસ્તારોનું શું ….
14 સપ્ટેમ્બર 2017માં મુંબઈ અમદાવાદ વચ્ચે હાઈસ્પીડ રેલવે લાઈનનો પાયો નાંખ્યો હતો.
ફેઈડ કોરીડોર બને છે.
રેલ મથકો પર બેટરી સંચાલિત વાન મૂકી છે. સુરત ખાતે ઈમરજન્સી મેડિકલ રૂમ શરૂ કર્યો છે. વેન્ડીંગ મશીનો મૂકયા છે. વાતાનૂકુલીત પ્રતિક્ષાલય ન બન્યા. વડોદરા, ભૂજમાં કોચ વોશિંગ પ્લાંટ બન્યો. બીજે નહીં. દિવ્યાંગ ટોઈલેટ માત્ર 2 બન્યા. 3 સ્ટેશનોમાં જ ક્વિક ટ્રેન વોટરિંમગ સિસ્ટમ મૂકી છે.
ટ્રેનમાં મુસાફરી દરમિયાન ગંદા શૌચાલય છે.
552 ગરનાળા બન્યા પણ પાણી ભરાય છે.
માત્ર 121 કિલોમીટરની નવી રેલવે લાઈન નાંખી અને 136 કિલોમીટરના કામ ચાલુ હતા.
ડબલીંગ રેલ્વે લાઈન 412 કિલોમીટર કરી. 547 કિલોમીટરનું કામ ચાલું હતું.
માત્ર 227 કિલો મીટરના ગેજ રૂપાંતર થયા છે. 518 કિલોમીટરના કામ ચાલે ચાલતાં હતા.
રેલ્વે લાઈનનું વિદ્યુતીકણ 1082 કિલોમીટર થયું છે.
વડનગરનું નવું રેલ્વેસ્ટેશન બનાવ્યું છે. વડોદરાનું છાયાપુરી રેલવે સ્ટેશન બનાવાયું. ગાંધીનગર નવું રેલવે સ્ટેશન બન્યું. બીજા સ્ટેશનો ખરાબ હાલતમાં છે.
નવી રેલવે કંપની ગુજરાત રેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ લિમિટેડ બનાવી છે. જે અમદાવાદ અને અન્ય શહેરો આસપાસ પ્રાદેશિક રેલવે પ્રણાલી, અમદાવાદ ધોલેરા રેલ હાઈસ્પીડ અને મેટ્રો રેલ બનાવવાની છે.
માત્ર 56 નવા પ્લેટફોર્મ બન્યા
272 ગતિશીલતા અવરોધો દૂર કર્યા
મુંબઈથી અમદાવાદ ટ્રેક વચ્ચે દોડતી ગાડીઓની ઝડપ 130 કિલોમીટર કરી. હવે 160 કિલોમીટર કરાશે.
બ્રોડગેજ પરના તમામ માનવરહિત ફાટકો દૂર કર્યા
80 રોડ ઓવર બ્રિજ બન્યા
1500 રેલ સમપાર ફાટક કે માનવરહિત રેલ સમપાર બંધ કરાયા.
સલામતી
21 સ્ટેશનો પર 557 સીસીટીવી કેમેરા લગાવાયા
95 સ્ટ્શનો પર આરપીએફના જવાનોને બોડી કેમેરા લગાવ્યા
સ્ટેશનો પર આરામ કક્ષ કે કોચ ગાઈડન્સ સિસ્ટમ ન બની.
30,377 રેક્સ માલગાડી દોડે છે. પણ ટ્રેન કેટલી દોડે છે.
કિસાન ટ્રેનો દોડાવવાની જરૂર હતી.
પશ્ચિમ રેલ્વેનું મુખ્યમથક
પશ્ચિમ રેલ્વેનું મુખ્યમથક અમદાવાદમાં બનાવવા ભાજપે અનેક વખત રજૂઆત કેન્દ્ર સરકારે સમક્ષ કરીને માંગણી કરી હતી. સાબરમતી રેલવે સ્ટેશન મુખ્ય મથક બની શકે એવી માંગણી કરી હતી. પણ તેઓ વડાપ્રધાન બન્યા પછી ગુજરાતને તેઓ જ અન્યાય કરી રહ્યાં છે.
રાજ્યમાં 82 નવી ટ્રેન શરૂ કરવા અને 12 ટ્રેનની ફ્રિકવન્સી વધારવી-રૂટ લંબાવવા, 14 નવી રેલવે લાઈનનો વિકાસ કરવો, 8 લાઈનનું ગેઝ કન્વર્ઝન અને 17 રેલવે લાઈનના ગેઝ રૂપાંતર કરવું. – અમદાવાદ અને ગાંધીનગરની રેલવે કોરીડોરની ઓછી વપરાશવાળી જમીનોને મેટ્રો પ્રોજેકટ માટે વાપરવી. આમાંથી અડધા પણ કામ થયા નથી.
ગુજરાતમાં ઘણી રેલવે લાઈન બ્રોડગેજ બની નથી. કેટાલક માર્ગોને ડબલ લાઈન કરી નથી.
બુલેટ ટ્રેન
હાઈસ્પીડ રેલ પ્રોજેકટ-અમદાવાદ-મુંબઈ, પુના કોરીડોર અંગે કોઈ કાર્યવાહી કરી નથી.
બુલેટ ટ્રેન માટે ખેડૂતોની 158 ગામોની જમીન સંપાદીત કરવા માટે વળતર મેળવવા 4 વર્ષ ખેડૂતોએ આંદોલન કર્યરવા પડ્યા હતા. 150 ગામના લોકો પર પોલીસ અત્યાચાર થયા હતા.
વડોદરાના રણોલીમાં વર્ષથી રેલવે ઓવપુલ બનતો રહ્યો હતો.
અમદાવાદથી વડોદરા વચ્ચેનો સેમી હાઈ સ્પીડ કોરિડોર મંજૂર થયો પણ કામ શરૂ ન કર્યું.
પીપાવાવ રેલવે ટ્રેક ઉપર વૃક્ષો મૂકીને માલગાડી રોકી, ઉપવાસ આંદોલન કર્યું હતું.
અમરેલીના રાજુલામાં રેલવેની જમીન બાબતે ધારાસભ્ય અંબરીશ ડેર રેલવે સ્ટેશન પર ધરણા કરતાં રેલ રોકો આંદોલન કરતા ધારાસભ્યની અટકાયત કરી હતી. હવે તેને ભાજપમાં લઈ લીધા.
સોમનાથ-કોડીનાર વચ્ચે નવી રેલવે લાઇન નાંખવા સામે ત્રણ તાલુકાના ખેડૂતો વિરોધ કરી રહ્યાં છે. 1500 ખેડૂતોની કિંમતી ખેતીની ફળદ્રુપ જમીનો કપાતમાં જઈ રહી છે. 300 ખાતેદાર ખેડૂત મટી જાય તેમ છે.
હજીરાથી ગોથાણ સુધી 40 કિ.મી.ની નવી ગુડ્ઝ રેલવે લાઈન નાખવામાં 14 ગામના 300 ખેડૂતોની 85 હેકટર જમીન જતી હતી. તેમણે આંદોલનો કરવા પડ્યા હતા.
વિસાવદરને બ્રોડગેજ રેલવે લાઈનથી બાકાત રાખવા સામે કાનુની જંગ લોકોએ શરૂ કર્યો.
ધાનેરા સહિત 200 રેલવે સ્ટેશન ઉપર રેલવેના સ્ટોપેજ નહી મળતાં રેલ રોકો આંદોલન થયા.
મોદીના મહેસાણા જિલ્લાના તળેટી ગામના લોકોએ રેલવે કોરીડોરમાં નાળાની ડિઝાઇન બદલવા આંદોલન કરવા પડ્યા હતા.
ટીકીટબારીને કારણે મુસાફરોને આજે પણ પારાવાર મુશ્કેલી છે.
પોરબંદર-રાજકોટ-પોરબંદર ટ્રેન વાયા ભાણવડ-કાનાલૂસ ચાલતી હતી. તે બંધ કરી દીધી.
ચાંપાનેર – પાની રેલવે લાઇન 30 વર્ષથી બંધ છે. પાવાગઢ સ્ટેશનનું અસ્તિત્વ જ નથી.
ઓખા-વિરમગામ લોકલ ટ્રેન બંધ કરી.
બીલીમોરા- વઘઇ વચ્ચે 110 વર્ષથી દોડતી નેરોગેજ ટ્રેન બંધ કરી.
અનેક શટલ ટ્રેનોના ઠેકાણા નથી.
બોગી ઇન્ડિકેટર બંધ હોવાથી પ્રવાસીઓને દોડવું પડે છે
ભારતીય રેલવેની હાલત કથળી, પેન્શન આપવા માટે પણ રુપિયા ન હતા.
ટ્રેન બંધ થવાના વિરોધમાં અનેક વિસ્તારોમાં લોકોએ આંદોલનો કરવા પડ્યા છે.
રેલવે ફાટક વારંવાર બંધ રહે છે.
ચંદ્રકાંત પાટીલના મત વિસ્તાર અને સુરતના રેલ પ્રધાનના મત વિસ્તારની નજીકના નવસારી રેલવે સ્ટેશનેથી વર્ષે 12 કરોડની આવક આપે છે. ત્રણ લોકલ ટ્રેન બંધ કરી દીધી. 30 હજાર મુસાફરો મુશ્કેલીમાં હતા.
રેલવે વિભાગે ફાટકો બંધ કરી દેતાં અવેક ગામના લોકોનું રેલ રોકો આંદોલન કરવા પડ્યા હતા.
અમદાવાદ
અમદાવાદ-મુંબઇ વચ્ચે રેલવેની ત્રીજી લાઇન નાંખવાનું કામ ઝડપી કરો. 120 ગાડી નિકળે છે. બે લાઇન હોવાથી ટ્રેનોનું ટ્રાફિક ભારણ મુસાફરી સમય વધારે છે, સિગ્નલ ન મળવાના કિસ્સામાં કલાકો સુધી ટ્રેનોએ અધવચ્ચે રોકાઇ રહેવું પડે છે.
અમદાવાદમાં મણિનગર રેલવે ફાટક, નરોડા, ઘોડાસર પુનિતનગર પર ટ્રાફિકજામની ગંભીર સમસ્યા છે. આ રેલવે ફાટક પર ઓવરબ્રિજ બનાવવાની વર્ષો જુની માંગણી છે.
અમદાવાદ રેલ્વે સ્ટેશન! 11 પ્લેટફોર્મ પર એસ્કેલેટર જ નથી. સ્ટેશનના પહેલા પ્લેટફોર્મ પર જવા માટે જ બહારની બાજુએ એસ્કેલેટર છે. બાકીના બીજા તમામ 12 પ્લેટફોર્મ પર એસ્કેલેટરની સુવિધા જ નથી. પગથિયા ચઢીને મુસાફરોએ દોડાદોડી કરવી પડે છે.
સરસામાન, બાળકો, વૃદ્ધો અને વિકલાંગ મુસાફરોએ 12પ્લેટફોર્મ પાર કરતા નાકે દમ આવી જાય છે. મોડુ થયું હોય, ભીડ હોય અને ટ્રેન ઉપડવાની તૈયારીમાં હોય તેવામાં મુસાફરો જીવના જોખમે ટ્રેન પકડવા દોડ મુકતા હોય છે. આ સ્થિતિમાં મુસાફરોની માંગણી છેકે અમદાવાદ સ્ટેશનના તમામ 12 પ્લેટફોર્મ પર સીડીઓની જગ્યાએ એસ્કેલેટરની વ્યવસ્થા કરવામાં આવે.
બ્રિજના નામકરણનો વિવાદ:નરોડા રેલવે ઓવરબ્રિજના 8 જૂને લોકાર્પણ પહેલા જ સંત રોહિદાસ બ્રિજના નામની તકતી મારી દેવામાં આવી હતી. જેનો ભારે વિવાદ થયો હતો.
ઉત્તરભારત અને મુંબઈ વચ્ચે ઓછી ટ્રેનો છે. મુસાફરોને ઘેટા-બકરાની જેમ જવાની ફરજ પડે છે એટલું જ નહીં તેમનું શોષણ પણ થાય છે.
ટ્રેન
દરેક મુસાફરને કન્ફર્મ ટિકિટ મળે તેવી વ્યવસ્થા ગોઠવવા માંગણી છે. કેન્સેલેશન માટે પૈસા કાપી લેવાનું અને વૃદ્ધોને 50 ટકા રાહત દરે મુસાફરી કરવાનું બંધ કરી દીધું છે.
આઝાદીના 75 વર્ષ થવા આવ્યા છતાંય મુસાફરોને ટ્રેનમાં કન્ફર્મ ટિકિટ મળતી નથી. ખુલ્લા રેલવે ટ્રેક જોખમરૂપ બન્યા છે. રેલવે ફાટક ટ્રાફિકજામને નોતરે છે. સ્માર્ટસિટી અમદાવાદમાં રેલવે ફાટક માથાનો દુખાવો બન્યા છે. બીજી તરફ શહેરમાંથી પસાર થતા મોટાભાગના રેલવેના પાટા ખુલ્લા છે. કોઇ તારની વાડ નથી. કે કોઇ દિવાલ નથી.
ઓછામાં ઓછી 50 ટ્રેનો દેશના ભાગો સાથે જોડવાની કે વધારવાની માંગણી પુરી થઈ નથી. જેમાં સુરતથી અયોધ્યા, સુરતથી પટના, ભાગલપુર, સુરતથી રાંચી ઝારખંડ, શ્રમિક એક્સપ્રેસને દૈનિક ન કરાઈ,
ઈન્ડિયન રેલવે 10 હજાર પેસેન્જર ટ્રેન ચલાવે છે. જેમાં ગુજરાતમાંથી પસાર થતી હોય એવી માત્રને માત્ર 300 રેલ છે. વધારે ટ્રેન આપી નથી.
રેલવે ટ્રેક પર ગંદકી
રેલવે ટ્રેક શહેરીજનો માટે રમત-ગમતના મેદાન બની ગયા છે, લોકો સાંજે હરવા-ફરવા આવે છે, કુદરતી હાજત માટેનું પણ એક સ્થળ બની ગયું છે.
રેલવેના પાટા અને રેલવે પરિસર નધણિયાત હોય તેવી સ્થિતિ છે.
સૌરાષ્ટ્ર
જેતલસર થઈ ઢસા રેલવે લાઈન વર્ષો સુધી અધુરી રહી.
સૌરાષ્ટ્ર-કચ્છની પ્રજાને દરેક રેલ બજેટમાં ખોટા આશ્વાસનો સિવાય કશું મળ્યું નથી.
સોમનાથ અને દ્વારકા જેવા ધર્મસ્થાનોને દેશના અન્ય ભાગ સાથે જોડતી પુરતી ટ્રેન નથી.
મહુવા, ભાવનગર અને અમરેલીથી સુરતની ટ્રેનોની માંગણી છે છતાં તેમ થયું નથી.
દરિયાકાંઠાના નગરોને જોડતી રેલવે લાઈનની માંગણી છે.
અમરેલી-ઢસા થી ધોળા સુધીના મીટરગેજ લાઈનને બ્રોડગેજમાં પરિવર્તીત કરવાની માંગણી છે.
અમરેલી-અમદાવાદ વચ્ચે આજે એક પણ ટ્રેન નથી.
સૌરાષ્ટ્રમાં ભાવનગર ડિવિઝન નીચે મોટાભાગનો વિસ્તાર આવે છે. રાજકોટ ડિવિઝનને ટૂંકુ કરી નાખવામાં આવ્યું છે.
બિલખા-દેલવાડા લાઈનનું ચોમાસામાં ધોવાણ થયા છે.
રજવાડા સમયે ચાલતી અને ગામડાને સાંકળતી સંખ્યાબંધ લાઈનો ગેજ પરિવર્તનના નામે બંધ કરી દેવામાં આવી છે. ગુજરાતમાં માંડ 7 રેલ્વે ટ્રેકનું ગેજ રૂપાંતર કરાયું છે.
6 લાઈન ડબલીંગ કરી શકાઈ છે.
દિવાળીએ રાજકોટ ડિવિઝનના આંકડા મુજબ વીસેક લાખ મુસાફરોએ મુસાફરી કરી છતાં એક પણ હોલીડે સ્પેશ્યલ ટ્રેન ચલાવાઈ નથી, તો પછી આ બધા મુસાફરો કઈ દશામાં ટ્રેનમાં ગયા હશે ?
રાજકોટ સુધી બીજો ટ્રેક નાખવા અને વીજળીકરણનો પ્રોજેકટ નંખાતો નથી.