કેલ્શિયમ નાઇટ્રેટ અને બોરોનેટેડ કેલ્શિયમ નાઇટ્રેટ ભારતમાં બનવા લાગ્યું , 39 રસાયણો હજું વિદેશથી લાવવા પડે છે

Calcium nitrate and boronated calcium nitrate started to be made in India, 39 chemicals still have to be imported

જીએસએફસી દ્વારા ઉત્પાદિત સ્વદેશી કેલ્શિયમ નાઇટ્રેટ અને બોરોનેટેડ કેલ્શિયમ નાઇટ્રેટના વેચાણ શરૂં થયું હતું. બંને ઉત્પાદનો ભારતમાં સો ટકા આયાત કરવામાં આવતા હતા, જેનું જીએસએફસી દ્વારા સૌપ્રથમ વખત દેશમાં ઉત્પાદન કરવામાં આવ્યું છે. વેચાણની શરૂઆત હિમાચલ પ્રદેશના સોલન અને ગુજરાતના ભાવનગર ખાતે કરાવી હતી.

કેન્દ્રીય શિપિંગ (સ્વતંત્ર હવાલો) અને રસાયણ તથા ખાતર રાજ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે આત્મનિર્ભર ભારત અંતર્ગત જી.એસ.એફ.સી એ સામે ચાલીને આ ઉત્પાદનોની ઓળખ કરી અને તેનું નિર્માણ કરી બતાવ્યું એ ખરેખર પ્રશંસનીય છે. તેમણે જણાવ્યું કે તેઓ કેન્દ્ર સરકાર હેઠળના જાહેર સાહસોને પણ સંબંધિત ઉત્પાદનોની ઓળખ કરવા અને તેમનું દેશમાં જ નિર્માણ સંભવ બનાવવા માટેની કાર્યયોજના પર કામ કરવા નિર્દેશ આપશે.

જી.એસ.એફ.સી દ્વારા નિર્મિત આ બંને ઉત્પાદનોની સો ટકા આયાત થતી હોવાથી કંપનીને તેના વેચાણમાં સફળતા મળશે તેમાં કોઈ બેમત નથી. વળી તેનાથી દેશના ખેડૂતોને આયાતી માલ કરતાં વધુ ગુણવત્તાસભર અને સસ્તું ખાતર મળશે.

કંપનીએ ખાતર તેમજ ઔદ્યોગિક પ્રોડક્ટના ક્ષેત્રમાં 39 રસાયણોની ઓળખ કરી છે. જેની આપણા દેશમાં 60 થી 100 ટકા આયાત થાય છે. આમાંથી 21 એવી પ્રોડક્ટ છે જે જીએસએફસીની હાલની પ્રોડક્ટ લાઇન સાથે બંધબેસે છે, તેનું ઉત્પાદન કરવાનું નક્કી કરાયું છે. જેમાં આઠ ઇન્ડસ્ટ્રીયલ કેમિકલ્સ, 11 ફાર્મા અને બાયોટેક ઇન્ટરમીડીએટ, એક પાણીમાં દ્રાવ્ય ખાતર તથા મિથેનોલનો સમાવેશ થાય છે. कैल्शियम नाइट्रेट और बोरोन युक्त कैल्शियम नाइट्रेट भारत में बनना शुरू हुए, 39 रसायनों का अभी भी आयात किया जाना है