દર્દીઓને ઘરે જ ફોનથી સારવાર આપવા ગાંધીનગરમાં કોલસેન્ટર

ગાંધીનગરમાં આરોગ્ય સમીક્ષા કેન્દ્ર શરૂ કરાશે
ગાંધીનગર, 4 જૂન 2025
આરોગ્યસેવાથી વંચિત રહેલા નાગરિકો માટે કોલ-સેન્ટર 5મી જૂન 2025થી ગાંધીનગરમાં શરૂ થશે. જેમાં આરોગ્ય સલાહ દર્દી કાઉન્સેલિંગમાં ટેલિમેડિકલ સલાહ કે સારવાર આપવામાં આવશે. રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે સલાહ અપાશે. ઘેર બેઠા દર્દીનું તબીબ સાથે કોન્ફરન્સીંગ કોલ થકી કન્સલ્ટેશન કરાશે. મેડિસીન, લેબ ટેસ્ટ, ઈ-પ્રિસ્ક્રીપ્શન ફેસિલિટી એસએમએસ થકી મોકલી આપવામાં આવશે.

હેલ્પલાઇન નંબર 104 દ્વારા દર્દીલક્ષી ફીડબેક ફોન પણ કરવામાં આવશે.

આરોગ્ય વિભાગની આરોગ્યલક્ષી કાર્યક્રમો, સેવાઓને એક સ્થાનેથી નિયમિત ફોલો-અપ, સમીક્ષા અને ફિડ-બેક મેળવાશે.

ગુજરાત સરકાર દ્વારા લોકોને ઘરે બેઠા ફોન ઉપર આરોગ્યલક્ષી યોજનાઓની માહિતી તથા સ્વાસ્થ્ય સબંધી કોઈ પણ સલાહ, સૂચન કે પરામર્શ મળી રહે તે માટે આરોગ્ય સમીક્ષા કેન્દ્રમાં હેલ્થ હેલ્પલાઇન નંબર 104 કામ કરે છે.

આરોગ્ય વિભાગ દ્વારા ડેટાબેઝના ડેશ બોર્ડને સંકલિત કરી એક જ કેન્દ્ર ખાતે મોનિટરિંગ કરી શકશે.

ફીડ-બેક આપી આરોગ્ય સેવાઓ ન મળતી હોય તો સુધારો કરી શકાય તે માટે સંવાદ સાધી શકાય તે માટેની ઓડિયો- વિઝ્યુલ્સ વ્યવસ્થા, દર્દીઓના ડિજિટલ ડેટા અને ડેશબોર્ડ સાથેની સ્ટેટ ઓફ આર્ટ છે.

કુદરતી આપત્તિઓ, રોગચાળાઓ, વગેરે જેવી વિપરીત અને કટોકટીની પરિસ્થિતિઓમાં આરોગ્ય સમીક્ષા કેન્દ્ર કામ કરશે.

અદ્યતન ઓડિયો વિઝ્યુઅલ્સ કોન્ફરન્સ રૂમ, 12 ટર્મિનલ્સ સાથેની વ્યવસ્થા છે. વિડિયો કોન્ફરન્સ છે.
100 કોલ-ટેકર્સ દ્વારા આરોગ્યલક્ષી સેવાઓ અંગે પરામર્શ, સલાહ, સૂચન, અને માર્ગદર્શન કોલ સેંટર દ્વારા અપાશે.
સીએડી (CAD) કોલ સેન્ટર એપ્લિકેશનની કોલ રેકોર્ડિંગ અને પુરાવા, તાલીમ અને ગુણવત્તા નિયંત્રણ માટે માહિતીનું સંચાલન અને સંગ્રહ કરવા માટે EMRI GHS દ્વારા ડિઝાઇન અને અમલ કરાયો છે.
જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય અધિકારીઓ સાથે ટુ વે કમ્યૂનિકેશન વિડિયો કોન્ફરન્સિગ અને સંવાદની વ્યવસ્થા.

ડેશબોર્ડનું મોનિટરિંગ અને ફીડ બેક માટેની વ્યવસ્થા.

આરોગ્ય વિભાગના રાજ્ય તથા જિલ્લા કક્ષાના સંપૂર્ણ માળખાના અધિકારીઓ, કર્મચારીઓને ત્વરિત સંપર્ક માટે ડિજિટલ ક્લિક ટુ કૉલની વ્યવસ્થા.

જિલ્લા અને તાલુકા કક્ષાએ અધિકારીઓનું અદ્યતન માહિતીથી સશક્તિકરણ.
આરોગ્ય સમીક્ષા કેન્દ્ર ખાતેથી આવરી લેવાયેલ મહત્ત્વની આરોગ્ય સેવાઓ
માતા આરોગ્ય :-

સિકલ સેલ એનિમિયા ધરાવતી સગર્ભા બહેનો, હૃદય, કિડની, 42 કિ.ગ્રાથી ઓછું વજન, ઓછું હિમોગ્લોબિન ઘરાવતી સગર્ભાઓની સંભાળ અને અન્ય મહત્ત્વના માપદંડો

ટી.બી. સારવાર લઈ રહેલ હાઇ રિસ્ક ટીબીના દર્દીઓ, 15 દિવસની સારવાર દરમ્યાન ટીબીની દવાઓની આડઅસરો આવી હોય તેવા દર્દીઓ, 2 (બે) મહિનાની સારવાર પૂર્ણ કરેલ દર્દીઓ, 4 મહિનાની સારવાર પૂર્ણ કરેલ દર્દીઓ માટે ફોલોઅપ લેવાશે.

રસીકરણ:-
બાળકો અને માતાઓની રસી અંગે મૂલ્યાંકન કરાશે.