Behind the call of 108 ambulance in Gujarat, the price of Rs 735? गुजरात में 108 एम्ब्युलंस की कॉल के पीछे, 735 की कीमत?
17 વર્ષમાં 15 લાખ લોકોના જીવ બચાવતી 108 લેવાયા
આગામી 10 વર્ષમાં 10 હજાર કરોડનો ખર્ચ? સરકાર કંપનીનું નામ અને ખર્ચ છુપાવે છે
દિલીપ પટેલ
અમદાવાદ, 22 ઓગસ્ટ 2024
આફતમાં એક કૉલમાં હાજર થતી ગુજરાતની 108 એમ્બ્યુલન્સ ઈમરજન્સી સેવા 29મી ઓગસ્ટે 17 વર્ષ પુરા કરશે. 2007થી શરૂ થયેલી આરોગ્ય તાકીદની સેવાને 17 વર્ષમાં 1 કરોડ 66 લાખ કોલ મળ્યા છે.
આપત્તિ, આપાતકાલ, તાત્કાલિક મેડિકલ સારવાર, મદદથી જીવન બચાવનાર એમ્બ્યુલન્સ સેવા જીવાદોરી બની ગઈ છે. જેની પાછળ લોકોએ કોઈ ખર્ચ કરવો પડતો નથી.
બે રીંગ
99 ટકા ફોન કોલ પ્રથમ બે રિંગમાં જ ઉપડે છે અને પ્રતિસાદ આપવામાં આવે છે. જે આંતરરાષ્ટ્રીય સ્તર અને ધોરણ કરતાં પણ વધુ સારી ગુણવત્તા છે. રોજના અંદાજે 7000 જેટલા કોલ લેવામાં આવે છે.
18 મીનીટમાં હાજર
રાજ્યમાં સરેરાશ રિસ્પોન્સ ટાઈમ 18 મિનિટનો છે. શહેરી વિસ્તારમાં 11 મિનિટમાં એમ્બ્યુલન્સ આવી જાય છે. ગ્રામીણ વિસ્તારમાં 22 મિનિટ જેટલો રિસ્પોન્સ ટાઈમ છે. તમામ 257 તાલુકા, 18 હજાર જેટલા ગામો, 33 જિલ્લાઓ અને મહાનગરો સહિત તમામ જગ્યાએ આ 108ની સેવાનું માળખું ફેલાયેલું છે. 2022માં 12 લાખ 72 હજાર 343 લોકોને મદદ કરી હતી. 1 લાખ 20 હજાર 723 પીડિત દર્દીઓને આકસ્મિક સેવા આવે છે. 2019માં શહેરી વિસ્તારમાં શરેરાશ 14 મિનીટ 45 સેકંડ અને ગ્રામ્ય વિસ્તારમાં સરેરાશ 23 મિનીટ 51 સેકન્ડમાં દર્દી સુધી પહોંચતી હતી. જેમાં સુધારો થયો છે.
દેશમાં આદર્શ
અન્ય રાજ્યો માટે આદર્શ મોડલ તરીકે પ્રસ્થાપિત થયું છે. ગુજરાતના તમામ જિલ્લાનાં શહેરો, તાલુકા અને છેવાડાના ગામ સુધી પહોંચે છે. રોજ સરેરાશ 3300 દર્દીઓને કટોકટીના સમયે હોસ્પિટલ સુધી પહોંચાડે છે. ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની 40 હજાર દેશ-વિદેશના લોકોએ રૂબરૂ મુલાકાત લીધી છે. એક લાખની વસ્તીએ 1 એમ્બ્યુલન્સ હોવી જોઈએ તે ધોરણો ગુજરાતમાં સારી રીતે અમલી છે.
10 હજાર કરોડનો ખર્ચ થઈ શકે
ગુજરાત સરકાર કે ખાનગી કંપનીની 108 ક્યારેય ખર્ચની કે કંપનાનીના નામ જાહેર કરતી નથી. પણ મહારાષ્ટ્રના જાહેર ખર્ચની ગણતરી ગુજરાતને લાગુ પાડવામાં આવે તો 2024થી 2034 સુધીમાં ગુજરાત સરકાર 108 પાછળ ખાનગી કંપનીના ઠેકા પાછળ મળીને રૂ. 10 હજાર કરોડનું ખર્ચ કરશે એવો અંદાજ છે. એટલે કે વર્ષે રૂ. 1 હજાર કરોડ.
આ હિસાબે ગુજરાત સરકાર એક કોલ પાછળ રૂ. 735 ખર્ચ કરતી હોવાનું અનુમાન છે. સરકારે 108ના આર્થિક હિસાબો પ્રજા સમક્ષ જાહેર કરવા જોઈએ. સીએજીનું ઓડિટ કરાવવું જોઈએ એવી અનેક વખત માંગણી કરવામાં આવી છે. જ્યારે પૂર્વ મુખ્ય પ્રધાનના નજીકના ભાઈનું મોત 108 સમયસર ન પહોંચી ત્યારે થયું હતું તે વેળા પણ આવા સવાલો ઉભા થયા હતા.
માનસન્માન
108 એમ્બ્યુલન્સ વાનની સાયરન વાગે ત્યારે ત્વરિત તેને રસ્તો આપી દઈને લોકો માન આપવા લાગ્યા છે.
800 એમ્બ્યુલન્સ
જીવન રક્ષક સાથેની મૂળભૂત એમ્બ્યુલન્સની કિંમત રૂ. 30.3 લાખ છે. આજે 800 એમ્બ્યુલંસ લેવી હોય તો રૂ. 240 કરોડનું ખર્ચ થાય છે.
53 એમ્બ્યુલન્સથી શરૂ થયેલી 108ની 2024માં 800 એમ્બ્યુલન્સ છે. અદ્યતન ટેક્નોલોજી સભર સ્ટેટ-ઓફ-આર્ટ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર અમદાવાદના નરોડા કઠવાડા ખાતે છે. 108 જીવીકે ઈ એમ આર આઇ ના મુખ્ય સંચાલક અધિકારી જશંવત પ્રજાપતિ છે. 4 હજાર કર્મચારીઓ છે. અધ્યતન ટ્રેનિંગ સેન્ટર, રિસર્ચ સેન્ટર તથા તાલીમાર્થીઓને રહેવાની સગવડ માટે હોસ્ટેલ વગેરે ઇન્ફ્રાસ્ટ્રકચર વિકસાવવામાં આવ્યું છે. નિયોનેટલ એમ્બ્યુલન્સ આપે છે.
2007માં શરૂ
108 ઇમરજન્સી સેવા 29 ઓગસ્ટ 2007માં શરૂ થઈ હતી. એક જ કોલમાં દર્દીને હોસ્પિટલ સુધી પહોંચાડનારી આ સેવા થકી 17 વર્ષમાં 15 લાખ 52 હજાર લોકોના જીવ બચ્યા છે. 1 લાખ 43 હજાર બાળકોનો જન્મ એમ્બ્યુલન્સમાં થયો છે.
રોગ અને સારવાર
મેડિકલ ઈમરજન્સી જેવી કે હૃદય રોગ, કેન્સર, કિડની, પ્રસૂતિ સંબંધિત, ઝેરી જીવજંતુ કરડવું, મારામારીમાં ઘવાયેલ, ગંભીર બીમારી અને દાઝી જવાથી થતી ગંભીર ઇજાઓ, રોડ અકસ્માત, બીમાર નવજાત શિશુ વગેરે જેવી મેડિકલ ઈમરજન્સીમાં 24 કલાક કામ કરે છે. જે કોલ આવે છે તેમાં મોટાભાગના કોલ્સ પ્રસૂતા માટે ઈમરજન્સી સેવાને લગતા હોય છે. ગુજરાત રાજ્યમાં માતા અને બાળ મૃત્યુદર ઘટવામાં મદદ કરી છે.
પોણા બે કરોડને સારવાર
20 ઓગસ્ટ 2024 સુધીમાં 1 કરોડ 63 લાખ દર્દીને સારવાર આપી છે. કટોકટીના સમયમાં કામ આપે છે.
2 લાખ 31 હજાર પોલીસને લગતા કોલ લીધા છે. 6 હજાર ફાયર કોલ લીધા છે. 55 લાખ 25 હજાર પ્રસૂતાને કટોકટીની સ્થિતિમાં મદદ કરી છે.
માર્ગ અકસ્માત
માર્ગ અકસ્માત અંગે 20 લાખ 28 હજાર ઈમર્જન્સી કોલ આવેલા છે. જેમાં 16 લાખ 38 હજાર ઘવાલેયાઓને તાત્કાલિક સારવાર આપીને તેમના જીવ બચાવવામાં આવ્યા છે.
રોગ અને દર્દી
17 લાખ 22 હજાર કોલ્સ પેટમાં દુખાવાની તકલીફની ફરિયાદના મળેલા છે.
7 લાખ 84 હજાર કોલ્સ હૃદયરોગ સંબંધિત ઇમરજન્સી માટે મળેલા છે.
9 લાખ 8 હજાર કોલ્સ શ્વાસ લેવામાં પડેલી તકલીફના છે.
7 લાખ 14 હજાર કોલ્સ ભારે તાવના છે.
51 કરોડ 53 લાખ કિલોમીટરનું એમ્યુલન્સ સંચાલન કરવામાં આવ્યું છે.
108 સિટીઝન મોબાઇલ એપ્લિકેશન
108 સિટીઝન મોબાઇલ એપ્લિકેશન શરૂ કરવામાં આવી છે. 3 લાખ 50 હજાર ડાઉનલોડ છે. 30 હજાર કોલ આ એપ્લિકેશન મારફતે રિસીવ કરવામાં આવ્યા છે.
દરિયામાં એમ્બ્યુલન્સ
માછામીરી કે પ્રાવસીઓને દરિયામાં બીમાર પડે કે અકસ્માત થાય તો મેડિકલની ઈમરજન્સી માટે 108 બોટ એમ્બ્યુલન્સ શરૂ કરી છે. 742 લોકોના જીવ બચ્યા છે. 2 બોટ એમ્બ્યુલન્સ સેવા પોરબંદર અને બેટ દ્વારકામાં શરૂઆતમાં હતી. બોટમાં 1 કેપ્ટન, 3 સહાયક કર્મચારીઓ અને તાલીમબધ્ધ 1 ઇમરજન્સી મેડીકલ ટેકનીશીયન સહિત 5 સભ્યોની ટીમ 24 કલાક હોય છે.
હવાની એમ્બ્યુલન્સ
108 એર એમ્બ્યુલન્સ શરૂ કરી છે. 50 લોકોના જીવ બચાવવામાં આવ્યા છે. એમ્બ્યુલન્સમાં અદ્યતન મેડિકલ સાધનો, દવાઓ, વેન્ટિલેટર મશીન અને તેની સાથે ટેકનોલોજીનો સમન્વય કર્યો છે, જેનો સીધો લાભ કટોકટીની પળોમાં દર્દીને મળે છે.
મુખ્ય પ્રધાનના ભાઈનું મોત 108ના કારણે
ઓક્ટોબર 2019માં 108ને કોલ કર્યા બાદ 45 મિનિટ મોડી પડતાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના માસિયારા ભાઈ અનિલભાઈનું અવસાન થયું હતું. સમગ્ર ઘટના જાણમાં આવતાં જ મુખ્યમંત્રી દ્વારા તપાસના આદેશ આપી દેવામાં આવ્યા હતા. પછી શું થયું તે કોઈને ખબર નથી.
અનિલભાઈ લાંબા સમયથી શ્વાસની બીમારીથી પીડાતા હતા. એકાએક તકલીફ વધી જતાં પરિવાર દ્વારા 108ને ફોન કરવામાં આવતા હતા. શરૂઆતમાં 15થી 20 મિનિટ સુધી તો ફોન સતત વ્યસ્ત આવી રહ્યો હતો, જો કે બાદમાં લેન્ડલાઈન દ્વારા ફોન કરવામાં આવતા 108 દ્વારા નોંધ કરવામાં આવી હતી.
20 મિનિટ બાદ લાગેલા ફોનમાં ઓપરેટર દ્વારા સરનામું સમજવામાં ભૂલ થઈ ગઈ હતી. જેથી એમ્બુલન્સ અન્ય કોઈ એડ્રેસ પર જતી રહી હતી. જે બાદમાં અનિલભાઈ માટે 45 મિનિટ સુધી એમ્બુલન્સ પહોંચી શકી નહોતી. આખરે જ્યારે અનિલભાઈના એડ્રેસ પર એમ્બુલન્સ પહોંચી ત્યારે ઘણું મોડું થઈ ચૂક્યું હતું. સારવાર મળે તે પહેલાં ઘરે જ અનિલભાઈનું અવસાન થઈ ચૂક્યું હતું.
મહારાષ્ટ્રનું ખર્ચ
મહારાષ્ટ્ર રાજ્યને નવા અને અપગ્રેડેડ 108 એમ્બ્યુલન્સ કાફલા માટે આગામી દાયકામાં રૂ. 10 હજાર કરોડનો સંભવિત ખર્ચ થઈ શકે છે. અગાઉના કરારના ખર્ચ કરતાં ત્રણ ગણું કરતાં વધુ છે.
108 એમ્બ્યુલન્સ સેવા માટેનો કોન્ટ્રાક્ટ અગાઉ, એક દાયકા માટે BVG પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સંચાલિત હતો. તે જાન્યુઆરી 2024માં પૂરો થયો હતો.
BVG નાઉ, BVG, સ્પેનિશ કંપની SSG અને નાણાકીય કંપની સુમિત એન્ટરપ્રાઇઝિસનું એક કન્સોર્ટિયમ મહારાષ્ટ્રમાં સેવાનું સંચાલન કરવા માટે 10 વર્ષનો કરાર મેળવ્યો છે.
કન્સોર્ટિયમ સરકારી ટેન્ડરમાં એકમાત્ર બિડર તરીકે ઉભરી આવ્યું હતું. જે ચાર વખત રજૂ કરવામાં આવ્યું હતું. 30 કંપનીઓને પ્રારંભિક રસ હતો.
હવે એજન્સી 1,756 એમ્બ્યુલન્સનો કાફલો હસ્તગત કરશે અને જાળવશે. જે વર્તમાન 937 ના કાફલા કરતાં નોંધપાત્ર રીતે વધુ છે.
એમ્બ્યુલન્સ ખરીદવા માટે આશરે રૂ. 580 કરોડનો મૂડી ખર્ચ અને કોલ સેન્ટરનું સંચાલન કરવા અને એમ્બ્યુલન્સ ઓપરેશન માટે જવાબદાર તબીબી કર્મચારીઓના પગાર ચૂકવવા માટે રૂ. 700 કરોડનો વાર્ષિક ખર્ચ થશે.
મહારાષ્ટ્ર રાજ્યએ એમ્બ્યુલન્સ પ્રાપ્તિ માટે રૂ. 580 કરોડનો મૂળ મૂડી ખર્ચ નિર્ધારિત કર્યો છે. કરારમાં રાજ્ય એમ્બ્યુલન્સ ખરીદીના ખર્ચના 49% અગાઉથી ભરપાઈ કરે છે અને બાકીના 51% આગામી 10 વર્ષમાં ચૂકવે છે. જો કે, તે ઓપરેટિંગ ખર્ચ છે જે ભમર ઉભા કરે છે. રાજ્યે રૂ. 700 કરોડના બેઝ ઓપરેટિંગ કોસ્ટ સાથે ટેન્ડર લોન્ચ કર્યું હતું, જે ફુગાવાને ધ્યાનમાં લેવા 8% વાર્ષિક વધારાને આધિન છે.
સંચાલન ખર્ચ અને મૂડી ખર્ચ બંનેને જોડીને, 2034 સુધીમાં કુલ રૂ. 10,000 કરોડને વટાવી જવાની સંભાવના છે.
એડવાન્સ લાઇફ સપોર્ટ એમ્બ્યુલન્સ અને નિયોનેટલ એમ્બ્યુલન્સનો ખર્ચ, જેની શરૂઆતમાં રૂ. 48.7 લાખનો ખર્ચ થયો હતો, તે વધી શકે છે.
એક બોટ એમ્બ્યુલન્સની કિંમત રૂ. 1.8 કરોડથી વધુ હોવાનો અંદાજ છે, અને જીવન રક્ષક સાથેની મૂળભૂત એમ્બ્યુલન્સની કિંમત રૂ. 30.3 લાખ છે.
આટલી મોટી રકમથી સરકાર સંભવિત રીતે પોતાનો કાફલો ઉભી કરી શકે છે.
તમિલનાડુ જેવા રાજ્યોમાં, ફક્ત કોલ સેન્ટરનું સંચાલન અને કર્મચારીઓને આઉટસોર્સ કરવામાં આવે છે, જ્યારે વાહન રાજયની માલિકીના હોય છે.
2014 અને 2024 વચ્ચે સેવાની કામગીરીનું ફોરેન્સિક ઓડિટ કરવામાં રાજ્યની અસમર્થતા અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.
BVG દરરોજ લગભગ 4,000 ઈમરજન્સી કેસ હેન્ડલ કરવાનો દાવો કરે છે અને 94 લાખ કેસ થાય છે.
2009માં ખર્ચ
2009માં નવ રાજ્યોએ તેમના રાજ્યમાં ERS ચલાવવા માટે EMRI સાથે MOU પર હસ્તાક્ષર કર્યા છે અને અન્ય રાજ્યો પણ તેના પર વિચાર કરી રહ્યાં છે.
એમઓયુનું મૂલ્ય રાજ્યો વચ્ચે પણ અલગ-અલગ છે, રાજસ્થાનમાં રૂ. 50 કરોડ પ્રતિ વર્ષ કેપેક્સ અને ઓપેક્સ બંનેનું પ્રતિનિધિત્વ કરે છે, આંધ્ર પ્રદેશ પાસે વર્ષે 114 કરોડ છે જે ફક્ત ઓપેક્સ ખર્ચનું પ્રતિનિધિત્વ કરે છે અને ગુજરાત પાસે 5 વર્ષમાં 252 કરોડ છે (કેપેક્સ અને ઓપેક્સ બંને માટે એકાઉન્ટિંગ) હતું. 2010 થી પ્રતિ વર્ષ 1500 કરોડના ખર્ચનો અંદાજ હતો.
ભારતના તમામ રાજ્યો દ્વારા EMRI અપનાવવામાં આવે તો પ્રતિ લાખ વસ્તીએ એક એમ્બ્યુલન્સ હોવી જોઈએ એવું EMRI દ્વારા ભલામણ કરવામાં આવી છે. દેશને આવરી લેવા માટે લગભગ 10,000 એમ્બ્યુલન્સની જરૂર પડે તેમ હતી. આ માટેનો ખર્ચ રૂ. વાર્ષિક 1700 કરોડ (વર્તમાન ખર્ચ એમ્બ્યુલન્સ દીઠ આશરે રૂ. 17 લાખ પ્રતિ વર્ષ છે, જે ઓપરેશનલ તેમજ વાર્ષિક મૂડી ખર્ચ બંનેને ધ્યાનમાં લે છે).