હેલ્મેટનું વેચાણ માત્ર 15થી 20 ટકા જ વધ્યું!!
બહુ ઓછા લોકો એવા હતા જેમની પાસે હેલમેટ જ નહોતી. અને આ જ કારણે માત્ર 15થી 20 ટકા જ હેલમેટનું વેચાણ વધ્યું મોટાભાગના વાહનચાલકો પાસે અગાઉથી હેલમેટ હતી જ પણ પહેરતા નહોતા ગાંધીનગર રાજ્ય સરકાર દ્વારા 16મી ઓક્ટોબર 2019થી કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરાયેલા વાહનવ્યવહારના નવા નિયમોની કડક અમલવારી શરૂ કરી હતી. જેમાં ટૂ વ્હિલર ચાલકો માટે હેલમેટ પહેરવુ...
રિલાયન્સે ધોલેરામાં 90 કરોડની જમીનની ખરીદી
કેપ- ધોલેરા વિસ્તારમાં કોઈ ઉધોગ દ્વારા કરવામાં આવેલી આ મોટી ખરીદી છે હેડીંગ- રિલાયન્સ દ્વારા ધોલેરામાં 90 કરોડની જમીનની ખરીદી પેટા- રિલાયન્સ દ્વારા ઊંચા ભાવે બે જમીનની ખરીદી કરવામાં આવી ગાંધીનગર ધોલેરા સર વિસ્તારમાં દેશની સૌથી મોટા ઉઘોગ ગૃહ રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા 90 કરોડ રૂપિયાની જમીનની ખરીદી કરવામાં આવી છે.અને જેના વેચાણ દ્સ્તાવેજ...
અમદાવાદ શહેરમાં ડેન્ગ્યૂનો ડંખ
અમદાવાદમાં છ વર્ષમાં ડેન્ગ્યૂથી 33 લોકોનાં મોત થયા વર્ષ-૨૦૨૨ સુધીમાં મેલેરિયા નાબુદીની વાતોની વચ્ચે મેલેરિયાના કેસોમાં ૨૯ ટકાનો વધારો અમદાવાદ શહેરમાં આ વર્ષે ડેન્ગ્યૂ ખાસ કરીને ૧૪ વર્ષ સુધીના બાળકો માટે ઘાતક પુરવાર થયો છે. શહેરમાં છેલ્લા છ વર્ષમાં ડેન્ગ્યૂને કારણે કુલ ૩૬ લોકોના મોત થયા છે. રાજ્ય સરકાર દ્વારા વર્ષ-૨૦૨૨ સુધીમાં મેલેરિયાના રો...
રાજકોટમાં દારુ પીને બળાત્કાર, 1050 દારુના અડ્ડા બંધ કેમ કરાવાયા ?
અમદાવાદ: દુષ્કર્મની ઘટના બાદ દેશી-વિદેશી દારૂના અડ્ડાઓ ઉપર રેડ પાડવામાં આવી રહી છે રાજકોટ-બરોડામાં સામૂહિક દુષ્કર્મમાં પકડાયેલાં નરાધમે દેશી દારૂ પીધા બાદ દુષ્કૃત્ય આચર્યું હોવાની કબૂલાત બાદ અમદાવાદ શહેરમાં ઠેર-ઠેર દરોડા પાડવામાં આવી રહ્યાં છે. રાજ્યમાં નાની બાળાઓ ઉપર દુષ્કર્મ તથા યુવતીઓની છેડતીની વધતી જતી ઘટનાઓ પાછળ દારૂ જવાબદાર છે. રાજકોટમાં પાં...
એરપોર્ટ પાસે ઈંગ્લીશ સ્કૂલ વિદ્યાર્થિની સામે બિભત્સ ચાળા કરતો ભાવેશ પક...
શહેરના એરપોર્ટ પોલીસ સ્ટેશન હેઠળના હાંસોલ તલાવડી પાસે આવેલી જાણીતી ઈંગ્લીશ સ્કૂલમાં ભણતી વિદ્યાર્થિનીઓ શાળાએ આવતી હોય ત્યારે તથા છુટીને ઘરે પરત ફરતી હોય છે ત્યારે છેલ્લા ઘણા સમયથી કેટલાક શખસો દ્વારા ખુલ્લેઆમ છેડતી કરવામાં આવતી હતી જેના પગલે વિદ્યાર્થિનીઓ ખૂબ જ ગભરાઈ ગઈ હતી. આ અંગે કેટલીક વિદ્યાર્થિનીઓએ હિંમત દાખવી શાળાના શિક્ષકોને રજુઆત કરી હતી....
અમદાવાદ શહેરમાં બે લગામ તંત્રનો બેફામ ભ્રષ્ટાચાર, ભાજપ નિષ્ફળ
અમદાવાદ મ્યુનિસિપલ શાસકો ભાજપના નેતાઓનો વહીવટી તંત્ર ઉપર અંકુશ નથી. નાણાંકીય સત્તાના નામે ભ્રષ્ટાચાર વધી રહ્યો છે. હવે, વહીવટના બદલે ભ્રષ્ટાચારનું વિકેન્દ્રીકરણ કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેર કમીશ્નરે ખાસ પરિપત્ર જાહેર કરીને આસી. કમીશ્નરોને ટેન્ડર પ્રક્રિયામાં રૂ.પાંચ લાખ સુધીની નાણાંકીય સત્તા આપી છે. ડે.મ્યુનિસિપલકમીશ્નર કેડરને રૂ.દસ લાખ અને મ્યુ...
અહીંસાની જૈન રૂપાણીની સરકારમાં પશુઓના હત્યારા બેફામ, પોલીસ મથકમાં જ હુ...
અહીંસામાં માનતા જૈન લઘુમતી ધર્મના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની ભાજપ સરકાર દ્વારા પ્રાણીઓ વિરૂધ્ધ ક્રુરતાપૂર્વકની ગતિવિધિઓ રોકવા માટે નિયમો બનાવી અમલ કરવા માટે પોલીસ તંત્રને સુચના આપવામાં આવી છે. પણ રૂપાણીની સંવેદનશીલ સરકારમાં વ્યાપક ભ્રષ્ટાચાર હોવાથી ગેરકાયદેસર કેટલાંક કસાઈઓ પશુધનની ગેરકાયદેસર રીતે હેરાફરી અને કતલ કરી રહ્યાં છે. જેના પર ગૃહ રાજ્ય પ્ર...
DPS સાથે ભાજપ ભળેલો હતો ? તો સંચાલકો ફરે કેમ છે ?
DPS સ્કૂલની બહાર વિદ્યાર્થીઓનાં દેખાવોઅમદાવાદ: અમદાવાદ શહેરનાં હાથીજણ વિસ્તારમાં આવેલાં વિવાદાસ્પદ નિત્યાનંદ આશ્રમના કારણે વિવાદમાં આવેલી ડીપીએસ સ્કૂલે નિયમોનો ભંગ કરી આશ્રમ માટે જગ્યા આપવા ઉપરાંત ખોટી રીતે માન્યતા લીધી હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવ્યા બાદ સેન્ટ્રલ બોર્ડે ડીપીએસ સ્કૂલની ધો.૧થી ૮ની માન્યતા રદ કરી હતી. રાજ્ય સરકારે આ અંગે સેન્ટ્રલ ...
સલમાનની પિસ્તોલ અને ત્રણ કારતૂસ પકડાઈ
બાપુનગર પોલીસ પેટ્રોલીંગમાં હતી એ વખતે બાતમીને આધારે ખુદ પીઆઈ એન.કે.વ્યાસ અને તેમની ટીમે એક શખ્સને એક પિસ્તોલ અને ત્રણ કારતૂસ સાથે ઝડપી લીધો છે. પીઆઈ એન કે વ્યાસ સોમવારે સાંજે સાત વાગ્યાના અરસામાં ચાલતા પેટ્રોલીંગમાં નીકળ્યા હતા. એ દરમ્યાન સ્ટેડીયમ રોડ, અકબરનગરના છાપરા નજીક આવ્યા ત્યારે મ્યુનિસિપાલીટીના કચર પેટીછ પાસેથી એક શખ્સ તેમન જાઈને ભાગ્યો હત...
DPS બંધ, શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્ર ચૂડાસમા જવાબદાર
અમદાવાદ: નિત્યાનંદ વિવાદ મામલામાં મુશ્કેલીમાં મુકાયેલી અને ટીકાટિપ્પણીનો સામનો કરી રહેલી દિલ્હી પÂબ્લક સ્કુલને લઇને વાલીઓમાં તથા વિદ્યાર્થીઓમાં આક્રોશ જાવા મળી રહ્યો છે. આજે પણ ધરણા પ્રદર્શનનો દોર જારી રહ્યો હતો. બેઠકોનો દોર પણ જારી રહ્યો હતો. બીજી બાજુ વાલીઓના આક્રોશ વચ્ચે શિક્ષણમંત્રી ચુડાસમાએ એક બે દિવસમાં જ નિકાલ લાવવાની ખાતરી આપી છે. નિત્યાનંદ...
ડીપીએસ સ્કુલની માન્યતા રદ્દ થતાં 800 વિદ્યાર્થી રસ્તા પર
હાથીજણ સ્થિત ડીપીએસ સ્કુલની માન્યતા રદ્દ કરી દેવાના મુદ્દે વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય બની ગયું છે આ નિર્ણયના વિરોધમાં અને શૈક્ષણિક કાર્ય આજ સંકુલમાં પુનઃ શરૂ થાય તેવી માંગણી સાથે વાલીઓએ ગઈકાલે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ દેખાવો કર્યાં હતાં પરંતુ કોઈ યોગ્ય ખુલાસો કરવામાં નહી આવતા આજે તમામ વાલીઓ ગાંધીનગર દેખાવો કરવા જવાના છે. આ અંગેની વિગત એવ...
સંન્યાસ આશ્રમ સામે પક્ષીઓની પાણીની પરબ નિષ્ઠુર અધિકારીએ તોડી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દબાણ દૂર કરવા માટે અધિકારીઓમાં માનવતા બિલકુલ મૃતપ્રાય દેખાઈ છે. અમદાવાદમા આશ્રમરોડ પર સંન્યાસ આશ્રમ સામે અબોલ પક્ષીઓ માટે માનવતા દાખવતા નાગરિકો દ્વારા બનાવવામાં આવેલા પાણીના પરબ સમાન સામાન્ય કૂંડા જોઈને સરકારી તાકાત બતાવીને તોડવામાં આવેલ છે સામાન્ય નાગરિક સમુદાય સામે સરકારી સિસ્ટમ વહીવટી અઘિકારીઓ મનસ્વી વલણથી ક...
જીટીયુમાં રાજકોટના રૂપાણીના છેડા અડે છે
જીટીયુના કુલપતિ હટાવોની ઝૂંબેશ પાછળનું રાજકારણ કુલપતિને હટાવવા વિદ્યાર્થી સંગઠન અને ડિપ્લોમા એસો. મેદાને, એબીવીપી-આરએસએસના કાર્યક્રમમાં હાજરી આપી કુલપતિ વગોવાયા, કુલપતિમાં નિર્ણયશક્તિનો અભાવ હોવાનો ખુલ્લેઆમ આરોપ અમદાવાદ રાજ્યની સૌથી મોટી ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ)ના કુલપતિની મુદત ચાલુ માસમાં પુરી થવાની છે. કુલપતિને સરકાર સ...
એસટી વોલ્વોની સવારી અસલામત સવારી
એસટીની વોલ્વોનો ડ્રાઈવર લાયસન્સ વિના બસ ચલાવે છે રાજુલા પાસે ટ્રાફિક પોલીસની ડ્રાઈવ દરમિયાન રૂ. 3000નો દંડ વસૂલવામાં આવ્યો ગાંધીનગર ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન વ્યવહાર નિગમ (જીએસઆરટીસી)માં ખાનગી ઓપરેટર્સ દ્વારા ચાલતી વોલ્વોના ચાલક ડ્રાઈવિંગ લાઈસન્સ વગર બસ ચલાવતા હોવાનો એક કિસ્સો બહાર આવ્યો છે. એસટીની વોલ્વો જે અમરેલીથી આવી રહી હતી ત્યારે ટ્ર...
અમપામાં કરચોરીના કર્મીઓના કરતૂત
અમપાના અધિકારીઓ-કર્મચારીઓ પાન નંબર પણ ખોટા આપતા હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ
ઈન્કમટેકસ વિભાગ કાર્યવાહી સામે અમપાએ હાથ અધ્ધર કરી દીધાં અમદાવાદ જે અધિકારીઓ પ્રજા સામે દંડનો દંડો ઉગામે છે ,, મિલકત વેરો ન ભરે તો લાલ આંખ કરીને સીલીંગની કામગીરી કરે છે. લોકોને વેરો સમયસર ભરવાની સૂફિયાણી સલાહ આપે છે તેવા જ અધિકારીઓ સરકારને વેરો ભરવા ઠાગાઠૈયા કરે છે અને...

English