અમપાના નઘરોળ તંત્રની બેદરકારીને કારણે ઘાટલોડીયામાં પાણીની ટાંકી ધડાકાભ...
અમદાવાદ, તા. 0૩ શહેરના બોપલમાં પાણીની ટાંકી ધરાશાયી થવાની ઘટનાની શાહી હજુ સુકાઈ નથી ત્યાં રવિવારે વહેલી પરોઢે શહેરના ઘાટલોડીયા વિસ્તારમાં આવેલા કર્મચારીનગરની ૨૫ વર્ષ જૂની પાણીની ટાંકી ધડાકાભેર તૂટી પડતાં આસપાસના રહીશો ભયના માર્યા ફફડાટ સાથે ઘરની બહાર દોડી ગયા હતા. આ ઘટના બાદ ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી રેસ્કયૂ કામગીરી કરી હતી. જેમાં એક ૨૫ વર્ષ...
RCEP: સોલાર પાવર માટે ફોટો વોલ્ટેક સેલ બનાવતી કંપનીઓ ચીનના સપ્લાયથી ખત...
અમદાવાદ,રવિવાર ભારત આવતીકાલે રિજ્યોનલ કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશીપમાં સહભાગી થવાની તૈયારી દર્શાવશે તો ભારતમાં એકથી બે દાયકામાં અસ્તિત્વમાં આવેલી અને સ્થિર થવા માંડેલી ભારતની ફોટોવોલ્ટેઈક ઇન્ડસ્ટ્રી સફાચટ થઈ જશે તેવી દહેશત વ્યક્ત કરવામાં આવી રહી છે. ભારતમાં ફોટો વોલ્ટેઇક ડિવાઈઝ અને સેલનું ઉત્પાદન કરનારી કંપનીઓની સંખ્યા અંદાજે 100 જેટલી છે....
સૌરાષ્ટ્રમાં મહા વાવાઝોડું મહા વિનાશ નોતરશે
તા:૦૪,અમદાવાદ અતિવૃષ્ટિથી વ્યાપક નુકશાની બાદ ગુજરાત પર હવે મહા વાવાઝોડાનું સંકટ વધુ ઘેરાયુ છે. ગઈકાલે રાત્રે વાવાઝોડાએ દિશા બદલતા હવે દિવથી પોરબંદર વચ્ચેના વિસ્તારમાં આ વાવાઝોડુ ટકરાવાનું છે અને દરિયા કિનારાના વિસ્તારોમાં ૧ર૦ કિ.મી.થી વધુની ઝડપે પવન ફુંકાશે તેવી દહેશત વ્યકત કરવામાં આવી રહી છે. બીજીબાજુ રાજય સરકારે ગાંધીનગરમાં ખા...
ગુજરાત યુનિ. કર્મચારીઓના સાતમા પગારના ફીક્સેશન માટે અધિકારીઓએ 2 લાખ પડ...
તા.3 નવેમ્બર, અમદાવાદ
ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશોએ યુનિવર્સિટીનો વહીવટ દલાતરવાડી જેવો કરી નાંખ્યો છે તેનો વધુ એક કિસ્સો તાજેતરમાં પ્રકાશમાં આવ્યો છે. થોડા સમય પહેલા યુનિવર્સિટીના કર્મચારીઓને સાતમુ પગારપંચ આપવાનુ નક્કી કરાયુ હતુ. સરકારના નિર્ણયનો યુનિવર્સિટીએ અમલ કરીને દરેક કર્મચારીઓને સાતમા પગારપંચ લાગુ થયા પછી પગારમાં કેટલો વધારો થાય છે તેની ગ...
અમદાવાદ- ગાંધીનગરના પેટ્રોલ પંપમાં ચાલતા ગોરખધંધા પ્રત્યે તોલમાપ ખાતાન...
અમદાવાદ,તા.02 (વિપુલ રાજપૂત) અમદાવાદ અને ગાંધીનગરમાં પેટ્રોલપંપ ઉપર ઘણીવાર લોકોને પેટ્રોલ-ડીઝલ ઓછું આપવામાં આવતું હોય તેવી ઘણી ઘટનાઓ બની છે. લોકોની આ ફરિયાદોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે પણ તોલમાપ ખાતાને લાખો રૂપિયાના આધુનિક સાધનો આપ્યા છે. ચોંકાવનારી વાત એ છે કે તોલમાપ ખાતાના અધિકારીઓ અને ઇન્સ્પેક્ટરો આ આધુનિક સાધનો ઉપયોગ કરતાં જ નથી. પર...
અમપામાં સમાવાયેલા નવા વિસ્તારોને સો ટકા ડ્રેનેજ સિસ્ટમ પણ પૂરી પાડવાન...
અમદાવાદ,તા.૨ અમપાની હદમાં સરદાર પટેલ રીંગરોડ આસપાસના નવા વિસ્તારોના સમાવેશની વધી રહેલી રાજકીય હીલચાલની વચ્ચે વર્ષ-૨૦૧૦માં અમપાની હદમાં જે વિસ્તારોનો સમાવેશ કરાયો છે એ વિસ્તારો સુધી પણ સો ટકા ડ્રેનેજ સિસ્ટમ પુરી પાડી શકાઈ નથી.ઓકટોબર-૨૦૨૦માં અમપાની આવી રહેલી સામાન્ય ચૂંટણી અગાઉ પોતાની વોટબેંકને મજબૂત કરવાની કોશિશમાં લાગેલા સત્તાધારીપક્ષની હીલચાલની...
અમદાવાદમાં અગીયારમી સદીનીપ્રાચીન સૂયૅનારાયણની પ્રતીમાં
અમદાવાદ,તા:૦૨ અમદાવાદના વિક્ટોરિયા બગીચા પાસે આવેલ પ્રાચીન નિંબાકૅદેવતીથૅ, પંચનાથ મહાદેવ મંદિરમાં સૂયૅનારાયણની શૈલીની દૃષ્ટિએ અગીયારમી સદીના ઉત્તરાર્ધ કે બારમી સદીના પૂર્વાઘૅનું ઉપાસ્ય શિલ્પ છે. સૂયૅ નારાયણનુ શિલ્પ 66. 5 સેન્ટિ. ઉચુ અને 4 સેન્ટિ. પહોળું છે બને હાથમાં કમળ છે. કવચઘારી પ્રતિમાની ઉપર બંને બાજુએ અશ્ચમુખી અશ્ર્વિનીકુમારો તથા નીચે આયુઘ...
ટ્રાફિકના નિયમો નવા પરંતુ મેમો બુક જૂની!!
અમદાવાદ,તા.02 તા. 1 નવેમ્બરથી નવા ટ્રાફિક નિયમનો અમલ થઈ ગયો છે. ઢેર ઢેર ટ્રાફિક પોલીસ લોકોને નવા નિયમ મુજબ લોકોને દંડ તો ફટકારી રહી છે. પરંતુ ટ્રાફિક પોલીસ પાસે નવી મેમો બુક નથી ટ્રાફિક પોલીસ પોતાના જૂની મેમો બુક સાથે નવા નિયમ મુજબ દંડ ફટકારી રહી હોવાથી લોકો પરેશાન થઈ રહ્યા છે. ટ્રાફિક પોલીસ પાસે જૂના ટ્રાફિક નિયમન ભંગ દર્શાવતી બુક છે. નવા નિય...
સામાન્ય કરદાતાને નળ, ગટર જોડાણ કાપવાની ધમકી આપનારું તંત્ર કરોડોના બાકી...
પ્રશાંત પંડિત, અમદાવાદ,તા:૦૨ રૂપિયા આઠ હજાર કરોડનું રાજ્યનું બીજા નંબરનું વાર્ષિક અંદાજપત્ર ધરાવતા અમપાના વહીવટી તંત્રમાં એસ્ટેટ અને ટીડીઓ પછી ટેક્સ વિભાગ ભ્રષ્ટાચારમાં બીજા નંબરે છે. સામાન્ય કરદાતાને ટેક્સ ભરવામાં એક દિવસ પણ મોડું થાય તો ૧૮ ટકા વ્યાજ ચઢાવી દેતું અમપાનો વેરાવિભાગ અમદાવાદ શહેરમાં વર્ષોથી કરોડો રૂપિયાનો કર ન ભરનારાઓ પાસેથી બાકી...
નવરત્ન ડેવલપર્સના સિક્યુરિટી કોન્ટ્રાક્ટના મુદ્દે બે એજન્સી વચ્ચે મારા...
અમદાવાદ, તા.2 સિંધુભવન રોડ પર આવેલા નવરત્ન ડેવલપર્સના બિઝનેસ પાર્ક ખાતે સિક્યુરિટી કોન્ટ્રાક્ટને લઈને બે એજન્સી વચ્ચે ઝઘડો મારામારી થતા વસ્ત્રાપુર પોલીસે બંને પક્ષે સામ-સામે ફરિયાદ નોંધી છે. સિક્યુરિટીનો કોન્ટ્રાક્ટ ધરાવતી જુની એજન્સી બિલ્ડરે પેમેન્ટ નહીં કર્યું હોવાથી નવી એજન્સીને ચાર્જ સોંપવા માટે ના પાડી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. સ...
ગાંધીનું ગુજરાત: જુના સચિવાલયમાં કલાસ વન અધિકારી વિદેશી દારૂની બોટલો સ...
અમદાવાદ, તા.02 ગાંધીના ગુજરાતમાં દારૂબંધીનો કડક કાયદો તો સરકારે બનાવી દીધો છે, પરંતુ તેનો અમલ કેટલો થાય છે તે સૌ કોઈ જાણે છે. રાજ્યના પાટનગર ગાંધીનગરમાં કલાસ વન અધિકારી જુના સચિવાલયમાં નોકરીના સ્થળેથી વિદેશી દારૂની બે મોંઘીદાટ બોટલો સાથે ઝડપાતા તેની સેકટર-7 પોલીસે ધરપકડ કરી ગણતરીના કલાકોમાં જામીન પર મુક્ત કરી દીધો હતો. કબ્જે લેવાયેલી બે દારૂની બ...
સરદારની 2098 કરોડની પ્રતિમાની યોજના 10000 કરોડ પર પહોંચશે
અમદાવાદ, તા.03
નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા બનાવવામાં આવી છે, જે સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપવાના હેતુથી બનાવાઈ હોવાનું સરકાર દ્વારા કહેવામાં આવી રહ્યું છે. જો કે લોકોમાં ચર્ચાઈ રહ્યું છે કે માત્ર એક માણસની ઘેલછાના કારણે જ સમગ્ર પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો છે, જેના માટે રૂ.3500 કરોડ સિંચાઈ માટેના મહત્ત્વના ગણાતા સરદાર સરોવરન...
બિનહિસાબી સોનું જાહેર કરવા માટે સરકાર માફી યોજના લાવે તેવી સંભાવના
અમદાવાદ,તા.01 સોનાનો બિનહિસાબી જથ્થાને કાયદેસર કરી આપવાની યોજનાની ટૂંક સમયમાં કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવે તેવી સંભાવના હોવાનું જાણવા મળી રહ્યું છે. આ યોજનાને પ્રધાનમંત્રીના કાર્યાલયના અધિકારીઓ અને નાણાં મંત્રીના કાર્યાલયના અધિકારીઓ આખરી ઓપ આપી રહ્યા છે. દરેક વ્યક્તિદીઠ સોનાનો જથ્થો નિશ્ચિત હિસ્સો નક્કી કરવામાં આવશે. ત્યારબાદ તેનાથી વધ...
રિજ્યોનલ કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશીપમાં ભારતના ઉત્પાદકોને સમાન...
અમદાવાદ,તા.01 નોટબંધી કરવાના અને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ લાગુ કરવાના કેન્દ્રના ભાજપ સરકારના નિર્ણય પછી જો રિજ્યોનલ કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશીપના કરાર કરી દેવામાં આવશે તો તે ભારતની જનતાનો આપવામાં આવેલો ત્રીજો મોટો ઝટકો હશે.આ સંજોગોમાં આરસીઈપીમાં સહીસિક્કા કરતાં પહેલા સરકારે પ્રજાજનો સાથે આ મુદ્દે ચર્ચા વિચારણાં કરવી જોઈએ. તેમ કરવામાં નહિ ...
મકરબાની પરિણીતાને દહેજ માટે ત્રાસ આપી ઘરમાંથી કાઢી મૂકી
અમદાવાદ, તા. 3. શહેરના મકરબા વિસ્તારમાં આવેલા છારાનગરમાં રહેતી પરિણીતાને દહેજ માટે ત્રાસ આપીને મારી નાખવાની ધમકી આપી ઘરમાંથી કાઢી મૂકી હતી. જે અંગે પરિણીતાએ પતિ સહિતના સાસરિયાં સામે સરખેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ શહેરના મકરબા વિસ્તારમાં અદાણી સીએનજી પંપની સામે છારાનગરમાં રહેતા આશાબેન શૈલેષભાઈ જાડેજાએ સરખેજ પોલ...

English