Wednesday, August 5, 2026

રાજયની સૌથી મોટી એલ.ડી.ઇજનેરી કોલેજના પ્રિન્સીપાલ થવા ઉમેદવારો વચ્ચે ...

અમદાવાદ,તા.27મી ઓક્ટોબર રાજયની સૌથી મોટી ગણાતી એલ.ડી.ઇજનેરી કોલેજના પ્રિન્સીપાલ ડો.જી.પી.વડોદરિયાની ભાવનગર ઇજનેરી કોલેજમાં બદલી કરવામાં આવ્યા પછી હાલમાં એલ.ડી.ઇજનેરી કોલેજનો ચાર્જ ચાંદખેડા ઇજનેરી કોલેજના પ્રિન્સીપાલને સોંપવામાં આવ્યો છે. જયારે ટ્રાન્સફર કરવામાં આવી ત્યારે ટેકનિકલ શિક્ષણ વિભાગના અધિકારીઓએ એવો દાવો કર્યો હતો કે, એક સપ્તાહની અંદર ન...

ચોમાસુ પુરૂ થતા નવેસરથી પર્યાવરણની ચકાસણી અને વિસ્તારોનું વર્ગીકરણ થશે...

અમદાવાદ કેન્દ્રિય પ્રદુષણ નિયંત્રણ બોર્ડ (સીપીસીબી)એ વાયુ અને જળ પ્રદુષણના નિયંત્રણ માટેની માર્ગરેખાઓ જાહેર કરતા, ઉદ્યોગોને રાહત થઈ  છે. અગાઉ જુલાઈ મહિનામાં નેશનલ ગ્રીન ટ્રાયબ્યુનલે દેશના 140 જેટલા વિસ્તારોને ક્રિટિકલી પોલ્યુટેડ (સીપીએ) જાહેર કરતા આ વિસ્તારોમાં નવા મૂડીરોકાણ તેમજ વિસ્તરણની પ્રવૃત્તિ પર રોક લાગી ગઈ હતી. આ માર્ગરેખાઓના કારણે હવે ક...

ટેકનોલોજીના સથવારે ખેતી કરતા વીરપુરના ડીજીટલ ખેડૂત અરવિંદભાઈ ગાજીપરા

અમદાવાદ,તા.26  આજે પ્રત્યેક ક્ષેત્રમાં વિજ્ઞાન અને ટેકનોલોજીનો આવષ્કાર થઈ રહ્યો છે ત્યારે આ દેશના અર્થતંત્રમાં જેનો અગત્યનો હિસ્સો છે તે કૃષિ ક્ષેત્ર પણ આમાથી બાકાત નથી. આજે ખેડૂત ખેતીમાં અત્યાધુનિક ટેકનોલોજીના ઉપયોગ તરફ વળતો થયો છે. માત્ર કાંડાની મહેનત જ નહી પરંતુ વિજ્ઞાન અને ટેકનોલોજીના સથવારે હાર્ડવર્ક સાથે સ્માર્ટ વર્ક કરતો થયો છે.  આધુનિક મ...

ધારાસભ્ય તરીકે મળતી ગ્રાન્ટનો એક રૂપિયો પણ અલ્પેશે મતવિસ્તાર માટે વાપર...

ગાંધીનગર, તા. 26 પોતાને ગરીબો વંચિતોના બેલી અને ઠાકોર સમાજની માત્ર સેવામાં સમર્પિત હોવાનું ચિત્ર પ્રતિબિંબિત કરીને પોતાની રાજકીય મહત્વકાંક્ષાઓને વેગ આપનાર અલ્પેશ ઠાકોરને પ્રજાએ સ્પષ્ટ જાકારો આપી દીધો છે તેનું એક કારણ એ પણ હોઈ શકે કે અલ્પેશે ધારાસભ્ય તરીકે મળતી વાર્ષિક રૂપિયા બે કરોડની ગ્રાન્ટમાંથી પોતાના મતવિસ્તાર રાધનપુરમાં એક રૂપિયાનો પણ ખર્ચ ...

દ્વારિકાધિશના મંદિરમાં દિવાળી, બેસતુ વર્ષ અને ભાઇબીજના દિવસે દર્શનના સ...

અમદાવાદ, તા. ૨૫ : યાત્રાધામ દ્વારકાધીશ મંદિરમાં સામાન્યરીતે વર્ષ દરમિયાન શ્રદ્ધાળુઓ દર્શન માટે પહોંચે છે પરંતુ દિવાળી પર શ્રદ્ધાળુઓની ખાસ ભીડ જોવા મળે છે જેના પરિણામ સ્વરુપે મંદિર વહીવટીતંત્ર તરફથી ધનતેરસથી લઇને દિવાળી સુધી મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યા છે. ૨૭મી ઓક્ટોબરના દિવસે જુદા જુદા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મંગળા આર...

કપાસનું ઉત્પાદન કરતાં ખેડૂતોને આંતરરાષ્ટ્રીય બજારનો પણ ફટકો (હેડિંગ)

અમદાવાદ, તા. 26 ખેડૂતોને એક તરફ ભારે વરસાદના કારણે પાક બગડી જવાથી મોટો ફટકો પડ્યો છે, તો બીજી તરફ આંતરરાષ્ટ્રીય બજારમાં રૂના ઘટી રહેલા ભાવથી આ માર બેવડાયો છે. ભારતીય માર્કેટ કરતાં આંતરરાષ્ટ્રીય માર્કેટમાં રૂનો ભાવ ઓછો રહેતાં નિકાસમાં ભારે ઘટાડો નોંધાયો છે. આ સંજોગોમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ માટે એકમાત્ર સરકારી ખરીદીની જ રાહ જોવી પડશે. આંતરરાષ્...

300 કિલો ચાંદીનુ મંદિર12

અમદાવાદના મેમનગર ખાતે ડિઝાઇનર રુપેશ મોદી જામજોધપુર ની પાસે આવેલા સિનસામાં પટેલ સમાજ ના સંકુલમાં મુકાનારુ ઉમિયા માતાજીનું ચંદીનુ મંદિર ગુજરાત અને રાજસ્થાની શેલીમાં તૈયાર કરી રહ્યાં છે. 300 કિલો ચાંદીનુ મંદિર12 ફૂટ ઉચુ અને અગ્યાર ફૂટ પહોળું છે. આ મંદિર ને60 જેટલા કારીગરો દ્વારા એક વર્ષમાં બસો પચાસ ભાગમાં તૈયાર કયું છે રુપેશ મોદીએ 25 વર્ષમાં દેશ-વિદેશ...

રાજ્યની જેલમાં માત્ર 559 મહિલા કેદીઓ હોવાનો એનસીઆરબીના અહેવાલમાં ઉલ્લે...

ગાંધીનગર, તા. 26 કેદીઓની કલ્યાણ પ્રવૃત્તિ તથા જેલ સુધારણાના ભાગરૂપે દિવાળીના તહેવાર નિમિત્તે 60 વર્ષ કે તેથી વધુ વય ધરાવતી મહિલા કેદીઓ તેના કુટુંબીઓ સાથે ખુશાલીપૂર્વક તહેવારની ઉજવણી કરી શકે તે હેતુસર ધનતેરસના દિવસથી એટલે કે 25 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી કુલ આઠ દિવસ માટે નિયમ અનુસાર યોગ્ય શરતોને આધીન જામીન લઈને પેરોલ પર જઈ શકશે. આ નિર્ણય અનુસાર ...

ઇબી-5 વિઝા સ્કીમમાં જોડાઈનેગુજરાતમાંથી ઉચાળા ભરી રહેલા બિઝનેસમેન

અમદાવાદ,શનિવાર ગુજરાત અને ભારતમાં ભાજપના શાસનમાં બિઝનેસ કરવા માટેનો માહોલ અનુકૂળ ન હોવાથી અને ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ માત્ર કાગળ પર જ અસ્તિત્વ ધરાવતું હોવાથી ગુજરાત અને ભારતમાંથી સંખ્યાબંધ બિઝનેસમેનો અમેરિકી સરકારના ઈબી-5 વિઝા લઈને પરિવાર સાથે વિદેશ સ્થાયી થઈ જવાનું પસંદ કરી રહ્યા છે. આ વિઝા મેળવીને પરિવારના તમામ સભ્યો માટે કાયમી નિવાસી - પરમેનન્ટ રે...

આવાસ યોજનાના ડ્રો દ્વારા 4439થી વધુ પરિવારો માટે ઘરના ઘરનું ઉજાસ પર્વ ...

અમદાવાદ, તા. 26 કેન્દ્ર સરકારના નેતૃત્વમાં દેશમાં પાંચ વર્ષમાં અર્બન ડેવલપમેન્ટના જે અપ્રતિમ વિકાસ કામો થયા છે તેની વિશ્વ આખાએ નોંધ લેવી પડે તેમ છે. અમદાવાદ મહાનગર સહિત સમગ્ર ગુજરાતમાં શહેરી વિકાસ કામોને નવી ગતિ મળી હોવાનું કેન્દ્રીય ગૃહપ્રધાને જણાવ્યું હતું. ઘરના ઘરનું ઉજાસ પર્વ બનાવ્યું કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે અમદાવાદ મહાનગરપાલિકા ...

ઓનલાઈન માલ વેચનારાઓ કંપનીએ રિટેઈલર્સ સહિત સહુને આપેલા ડિસ્કાઉન્ટથી વધુ...

અમદાવાદ,શનિવાર દેશના રિટેઇલર્સ દ્વારા લેવલ પ્લેયિંગ ફિલ્ડ મળે તે માટે કરવામાં આવી રહેલી માગણીને ધ્યાનમાં લઈને ઓનલાઈન વેચાણ કરતી કંપનીઓને માલનું ઉત્પાદન કરતી કંપનીઓ દ્વારા રિટેઇલર્સ, હોલસેલર્સ કે સ્ટોકિસ્ટને આપવામાં આવતા ડિસ્કાઉન્ટથી વધુ ડિસ્કાઉન્ટ ગ્રાહકને ન આપવા દેવાનો નિયમ સરકારે લાગુ કર્યો છે. આ પગલું દેશભરના રિટેઇલર્સ દ્વારા લેવલ પ્લેયિંગ ફિ...

2020ની દિવાળી સુધીમાં તગડું વળતર અપાવી શકે તેવા શેર્સ

અમદાવાદ, તા.27 શેરબજારનું રોકાણ આમેય જોખમી છે. લાખના બાર હજાર થતાં અને રૂપિયાના કાગળ થઈ જતાં વાર લાગતી નથી. તેથી જ સામાન્ય રોકાણકારોએ તેમાં પડવાનું ખોટું સાહસ કરવું ન જોઈએ. જેમને શેરબજારની આંટીઘૂંટી ન સમજાતી હોય તેમણે સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાનમાં રોકાણ કરી દેવાનું આયોજન કરવું જોઈએ. બજારમાં ખબર પડતી નથી તેથી એફ એન્ડ ઓ-ફ્યુચર એન્ડ ઓપ્શન તરફ ...

ગૃહરાજ્યપ્રધાનના મતવિસ્તાર વટવામાં બેફામ બનેલા બુટલેગરનો દંપતી પર હુમલ...

અમદાવાદ, તા. 26 રાજ્યમાં દારૂબંધીની કડક અમલવારી થતી હોવાની સરકારની વાતો વચ્ચે અમદાવાદ શહેરમાં બુટલેગરો બેફામ અને બેખોફ બન્યા છે. રાજ્યના ગૃહરાજ્યપ્રધાનના વિસ્તાર એવા શહેરના વટવા પોલીસ મથકની હદમાં બુટલેગરોએ ચાની કીટલી ચલાવતાં પતિ-પત્ની પર હુમલો કર્યો હતો. બુટલેગરોએ લાકડી અને લોખંડના સળિયા વડે દંપતીને માર મારી તેમનો CCTV કેમેરા પણ તોડી નાખ્યો હતો....

ગ્રાહકના સ્વાંગમાં આવેલા બે શખ્સો સવા બે લાખની સોનાની ચેઈન ચોરી ગયા

અમદાવાદ, તા.26 ચાંદખેડામાં આવેલા જાણીતા તનિષ્ક જવેલર્સમાં ખરીદીના બહાને આવેલા બે શખ્સો 2.16 લાખની કિંમતની સોનાની ચેઈન ચોરીને ફરાર થઈ ગયા હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. જવેલર્સ શોપના સીસીટીવી ફૂટેજના આધારે ચાંદખેડા પોલીસે આરોપીઓની ભાળ મેળવવા ચક્રો ગતિમાન કર્યા છે. તેજસ મનુભાઈ પટેલ (ઉ.34 રહે. આદર્શનગર, પ્રગતિનગર ગાર્ડન પાસે, નારણપુરા) ચાં...

ગેરકાયદેસર ફટાકડા વેચતા વેપારીઓ પાસેથી પોલીસના ઉઘરાણા

અમદાવાદ, તા.26 દર વર્ષની જેમ આ વર્ષ પણ શહેરમાં ગેરકાયદેસર રીતે ફટાકડા વેચવાની હજારો હાટડીઓ ધમધમી રહી છે. પોલીસ કમિશનરના જાહેરનામા છતાં શહેર પોલીસ નામ પૂરતા કેસ નોંધી કામગીરીના આંકડા ચોપડે બતાવી રહી છે. બીજી તરફ ગેરકાયદેસર રીતે ફટાકડા વેચતા વેપારીઓ પાસે પોલીસ ખુલ્લેઆમ હપ્તા ઘરાવે છે. ક્યારેક રોકડમાં નહીં તો વિનામૂલ્યે ફટાકડા મેળવી લઈને પોલીસ સમગ્...