તસ્કરોના ટાર્ગેટ પર એટીએમ, ઘીકાંટા અને સરખેજમાં ચોરીનો પ્રયાસ
અમદાવાદ, તા.26 ના તહેવારોમાં તસ્કરોએ એટીએમને ટાર્ગેટ કર્યા હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા અગિયાર દિવસમાં તસ્કરોએ સરખેજમાં બે અને ઘીકાંટામાં એક એમ કુલ ત્રણ એટીએમ તોડ્યા છે. દસ દિવસ અગાઉ સરખેજના એસબીઆઈના એટીએમને કાપી તસ્કરો 9.39 લાખ ચોરી ગયા છે. જ્યારે આજે વહેલી પરોઢે સરખેજ ગામમાં એટીએમ તોડવાનો પ્રયાસ કરનાર એક પરપ્રાંતીય શખ્સને ડીસમીસ-પાના સાથે ...
18 વર્ષની પુત્રી પર બળાત્કાર ગુજારનાર સાવકા પિતાના જામીન કોર્ટે નામંજુ...
અમદાવાદ: 26 જુહાપુરા વિસ્તારમાં 18 વર્ષની પુત્રી પર દુષ્કર્મ ગુજારવાના કેસમાં સાવકા પિતાના જામીન અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ફગાવી દીધા છે. આરોપીએ તેની પત્ની જ્યારે અજમેર શરીફ દરગાહ પર દર્શન કરવા ગઈ ત્યારે દુષ્કર્મ આચર્યું હતું. જેમાં વેજલપુર પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી જેલમાં મોકલ્યો હતો. બનાવની વિગત એવી છે કે ફતેહવાડી વિસ્તારમાં શોએબે (નામ બદલ...
દિવાળીની અત્યાર સુધીમાં સેન્સેક્સ 11.7 ટકા અને નિફ્ટી ઇન્ડેક્સ 10 ટકા ...
અમદાવાદ,25 સપ્તાહના અંતિમ સેશનમાં શેરબજાર ઘટીને બંધ રહ્યું હતું. વૈશ્વિક બજારોમાં વ્યાપેલી સુસ્ત અને અગ્રણી રેટિંગ એજન્સીઓ દ્વારા આર્થિક ગ્રોથ ઘટાડવાને કારણે શેરબજારમાં રોકાણકારોએ સાવચેતીભર્યું વલણ અખત્યાર કર્યું હતું. નવા વર્ષના પહેલાં સેન્સેક્સ 37 પોઇન્ટ વધીને 39,058ના મથાળે બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ઇન્ડેક્સ 1.30 પોઇન્ટ સુધરીને 11,583ના સ...
જૂની અદાવતમાં યુવકનું અપહરણ કરીને માર મારી મોબાઈલ લૂંટી લીધો
અમદાવાદ, તા. ૨૫. શહેરના પાલડી વિસ્તારમાં રહેતા યુવકનું જૂની અદાવતમાં ત્રણ શખ્સોએ ટુ વ્હિલર પર અપહરણ કરીને રિવરફ્રન્ટ પર ગુજરી બજાર પાસે લઈ જઈને માર માર્યો હતો. તેમજ તેનો મોબાઈલ લૂંટીને જાનથી મારી નાખવાની ધમકી આપીને નાસી ગયા હતા. આ અંગે યુવકે ત્રણ શખ્સો સામે પાલડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ શહેરના પાલડી વિસ્તારમા...
અમપાના રૂપિયા ૫૫૩ કરોડ તેમજ ઔડાના રૂપિયા ૨૪૫ કરોડના વિકાસકામો નું આજે...
અમદાવાદ,તા.૨૫
અમદાવાદ શહેરમાં વધતી જતી ટ્રાફિકની સમસ્યા નિવારવા રૂપિયા ૯૯ કરોડના ખર્ચે અંજલી પાસે બનાવાયેલા ફલાયઓવરના લોકાર્પણ ઉપરાંત અમપાના રૂપિયા ૫૫૩.૭૨ કરોડ અને ઔડાના રૂપિયા ૨૪૫.૬૦ કરોડ મળી કુલ રૂપિયા ૮૦૦ કરોડના વિકાસકામોનુ શનિવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ,રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી,નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ,અમદાવાદના મેયર બિજલ પટેલની...
ભૂતપૂર્વ મુખ્યપ્રધાન દિલીપ પરીખનું 82 વર્ષે નિધન
ગાંધીનગર, તા. 25
ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન દિલીપ પરીખનું આજે અમદાવાદમાં 82 વર્ષની વયે અવાસન થયું છે. તેમણે ગુજરાતમાં 28મી ઓક્ટોબરથી 1997થી 4થી માર્ચ 1998 સુધી મુખ્યપ્રધાન તરીકે સેવા આપી હતી. શંકરસિંહ વાઘેલાના ખાસ ગણાતાં પરીખ તેમના ઉત્તરાધિકારી તરીકે રાજપાની સરકારના મુખ્યપ્રધાન બન્યા હતા. દિલીપ પરીખનો જન્મ 1937માં થયો હતો. મુંબઈની એલફિ...
ભાજપ શાસિત અમપા દ્વારા સ્વચ્છતા સેસના નામે 77 કરોડથી વધુ કર વસુલાશે
અમદાવાદ, તા. 25 પ્રશાંત પંડિત અમદાવાદ મહાનગરપાલિકા (અમપા) દ્વારા વર્ષ 2019-20 માટે વેરાની આવક રૂપિયા 1050 કરોડ અંદાજવામા આવી છે. કરદાતાઓને જે વેરાના બિલો પહોંચતા કરાયા છે એમાં સ્વચ્છતા સેસના નામે રહેણાંકની મિલ્કતોમાં વાર્ષિક રૂપિયા 365 અને કોમર્શિયલ મિલ્કતોમાં વાર્ષિક રૂપિયા 720નો વધારાનો બોજા નાંખવામાં આવ્યો છે. અમપા દ્વારા 18 વર્ષ પહેલા કરા...
મ્યુનિ. કોર્પોરેશનમાં ભરતી કૌભાંડનો કોંગ્રેસનો આરોપ, આસિ. મ્યુનિ. કમિશ...
અમદાવાદ.25 મ્યુનિસિપલ કોર્પોરેશનમાં છેલ્લા ઘણા સમયથી ભરતીના નામે કૌભાંડ ચાલી રહ્યાં છે, જે અંગે કોંગ્રેસ દ્વારા પ્રહાર કરવામાં આવ્યા છે. કોંગ્રેસ દ્વારા સીધો આક્ષેપ કરવામાં આવ્યો છે કે થોડા સમયમાં જ ભરતી થનારા આસિ. મ્યુનિસિપલ કમિશનરની જગ્યા માટે રૂ.રપ લાખના ભાવ ફિક્સ થયા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની માસિક સામાન્ય સભામાં વિપક્ષી નેતા દિનેશ શર્મ...
અમદાવાદના પોલીસ કમિશનરનો વધારોનો ચાર્જ આશિષ ભાટીયાને સોંપાયો
અમદાવાદ, તા.૨૫ અમદાવાદ પોલીસ કમિશનર અનુપકુમાર સિંગની એનએસજીના ડીજી તરીકે બદલી થતા સીઆઈડી ક્રાઈમના ડીજી આશિષ ભાટીયાને અમદાવાદ સીપીનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. જુલાઈ 2008માં રાજ્યને હચમચાવી દેનારા અમદાવાદ સિરીયલ બ્લાસ્ટ કેસનો ભેદ આશિષ ભાટીયાની આગેવાનીમાં ગુજરાત પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી નાંખ્યો હતો. આ ઉપરાંત વર્ષ 2009માં અમદાવાદમાં થયે...
દુર્ઘટના બાદ બંધ પડેલી રાઈડ ચાલુ કરવા બે પ્રધાનોએ દખલગીરી કરવી પડી
હેમીંગ્ટન જેમ્સ
અમદાવાદ, તા. 25
અમદાવાદ મહાનગરપાલિકા (અમપા)ના તદ્દન વાહિયાત અને આળસુ તંત્રનો ઉત્તમ દાખલો કાંકરીયામાં છેલ્લા ચાર મહિનાથી બંધ પડેલી રાઈડો છે. ઘટનાને આટલો લાંબો સમય વીતી ગયો હોવા છતાં બંધ પડેલી બાળકોની રાઈડને શરૂ કરવા માટે કોઈના પેટનું પાણી પણ હાલતું નથી. છેવટે કરોડો રૂપિયાનું રોકાણ કરનારા રાઈડના ઓપરેટરોએ ચાલુ સપ્તાહે ગૃહ પ્રધાન પ્રદ...
છેતરપિંડી અને હત્યાના આરોપીઓને ટ્રાન્સફર વોરંટથી ગોત્રી લેવામાં આવશે.
અમદાવાદ, તા.24 વડોદરાના ડભોઇના એન આર આઈ સાથે થોડા સમય પહેલા થયેલી રૂપિયા 8. 91 કરોડની છેતરપિંડી મામલે ગોત્રી પોલિસ હવે વધુ પૂછપરછ માટે આરોપીઓને મહારાષ્ટ્રની જેલમાંથી ટ્રાન્સફર વોરંટ થી ગોત્રી લઈ આવશે. સમગ્ર કેસની વિગત પ્રમાણે થોડા સમય પહેલા વડોદરાના ડભોઈમાં રહેતા પંકજ શેઠ સાથે પ્રોપર્ટીના વેચાણ આપવાના કામમાં રૂપિયા 8.91 કરોડની છેતરપિંડી આચરી ...
ક્રિપ્ટો કરન્સીના નામે કરોડોની છેતરપિંડી આચરનારી રાજકોટની ટોળકીને સીઆઈ...
અમદાવાદ, તા.24 ક્રિપ્ટોકરન્સી રેકેટની અનેક ફરિયાદો સીઆઈડી ક્રાઈમમાં અત્યાર સુધીમાં નોંધાઈ ચૂકી છે. લગભગ નોંધાયેલી તમામ ફરિયાદ અને ભોગ બનનારા લોકો સુરતના છે, જ્યારે તાજેતરમાં નોંધાયેલી છેતરપિંડીની ફરિયાદમાં રાજકોટ વિસ્તાર ચમક્યો છે. પાવરયાત્રા પ્રા.લિ.ના રાજકોટ અને વડોદરાના બે ડાયરેક્ટરે એજન્ટ્સની મદદથી કરોડો રૂપિયા ઉઘરાવી લઈને છેતરપિંડી આચરી છે....
સિવિલ હોસ્પિટલમાં અજીબોગરીબ કેસ:બે જીભવાળી નવજાત બાળકીની સર્જરી કરવામા...
અમદાવાદ, તા.24 કોઈપણ વ્યક્તિને ત્યાં દીકરીનો જન્મ થાય એ વાત લક્ષ્મીજીની પધરામણી ગણાય છે. પરંતુ નવજાત બાળકી એક નહીં પણ બબ્બે જીભ ધરાવતી હોય તો માતાપિતાની વેદનાનો પાર રહેતો નથી. અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડોકટરોએ બે જીભ ધરાવતી અનોખી બાળકીની સર્જરી કરી હોવાનું જાણવા મળ્યું છે. લુણાવાડાના સંતરામપુરથી એક દંપતી એક અનોખી બાળકી ને લઈને અમદાવાદ સિવિલ હ...
ચાઈનીઝ ફટાકડા ફોડતા અને વેંચતા પહેલા સાવધાન થઈ જજો
અમદાવાદ,તા.24 દિવાળીની ઘરાકી માર્કેટમાં હવે જોવા મળી રહી છે, તેમાં પણ બાળકોને પ્રિય એવા ફટાકડાની મોટાપાયે ખરીદી થઈ રહી છે. પરંતુ જો બાળકોને આપ ચાઈનીઝ ફટાકડા ખરીદી આપો છો તો સાવધાન થઈ જજો. કેન્દ્ર સરકાર દ્વારા ચાઈનીઝ ફટાકડા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેના પગલે આવા ફટાકડા ફોડવા પર આપને સજા પણ થઈ શકે છે. કસ્ટમ્સ પ્રિન્સિપલ કમિશનર દ્વારા આ અં...
અલ્પેશ ઠાકોરને હરાવવાનો ગુપ્ત પ્લાન લીક થતાં જીતુ વાઘાણીને ફાયર કરતા અ...
(દિલીપ પટેલ) જીતુ વાઘાણી અને અમિત શાહ વચ્ચે બંધબારણે બેઠક થઈ હતી. વાઘાણીને તાબડતોબ સરકારી આરામગૃહમાં અમિત શાહે બોલાવ્યા હતા. જ્યાં તેમણએ અલ્પેશ ઠાકોરને હરાવવા અંગેનો પક્ષના ગુપ્ત પ્લાન કઈ રીતે લીક થયો તે અંગે ખૂલાશો માંગવામાં આવ્યો હતો. ભાજપની ગાંધીનગરની કચેરીએ ઉપુપ્રમુખની ચેમ્બરમાં ભાજપના અને રાજપાના પક્ષપલટુ નેતાની હાજરીમાં એવું નિવેદન કરવા...

English