Monday, August 3, 2026

દિવાળી સમયે કામ ધંધા છોડી લોકો ટ્રાફિક ઓફિસ અને એસબીઆઇમાં મેમો ભરવા ગય...

અમદાવાદ,તા.17 અમદાવાદ શહેરમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા સામે પોલીસ દ્વારા ગઇકાલે કડક કાર્યવાહી કરવાની ચીમકી આપી હતી. જેના પગલે કામ ધંધા છોડીને લોકો મેમો ભરવા માટે ટ્રાફિક પોલીસની કચેરી મીઠાખળી તેમજ એસબીઆઇની વિવિધ શાખાઓમાં દોડી ગયા હતા. દિવાળીના તહેવારોમાં જ ટ્રાફિક પોલીસની કડક કાર્યવાહી સામે લોકોમાં નારાજગીનો ભાવ પણ જોવા મળ્યો છે. અમદાવાદ શહ...

ફેસલેસ ઇ-એસસમેન્ટ કેવી રીતે કરવું તેની અમને જ કંઈ ખબર નથી

અમદાવાદ,૧૬ આવકવેરાના રિટર્નની ફેસલેસ સ્ક્રૂટિની કેવી રીતે કરવી તે અંગેની સ્પષ્ટ સમજણ અમારી પાસે પણ નથી એવી રજૂઆત ભારત ભરના આવકવેરા અધિકારીઓવતી સંયુક્ત પણે કરવામાં આવેલી રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે. ત્રીજી ઓક્ટોબરે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસને આવકવેરા અધિકારીઓના ગ્રુપ દ્વારા સંયુક્તપણે સહીઓ કરીને ફેસલેસ ઇ-એસેસમેન્ટ સામે આડકતરો વિરોધ પણ...

બિનસચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિ.ની પરીક્ષા બંધ રખાવતાં કોંગ્રેસ આકરા વ...

અમદાવાદ,તા:૧૬ બિનસચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની ભરતી પ્રક્રિયામાં શૈક્ષણિક લાયકાતમાં ફેરફાર મુદ્દે કોંગ્રેસ દ્વારા શાસકો પર આકરા પ્રહાર કરવામાં આવ્યા છે. કોંગ્રેસે શાસક પક્ષ પર કરેલા આક્ષેપ મુજબ સરકારના આ તઘલખી નિર્ણયના કારણે ૧૦.૫૦ લાખ યુવક–યુવતીઓને શારીરિક–માનસિક અને આર્થિક ત્રાસ અપાયો છે. ભાજપના અહંકારી શાસકોએ તઘલખી ફરમાન કરી પરીક્ષા બ...

ટ્રાફિક વિભાગે ચાર વર્ષમાં અમદાવાદીઓને 78 કરોડના ઈ-મેમો આપ્યા, માત્ર 2...

અમદાવાદ, તા.16 શહેર ટ્રાફિક વિભાગે છેલ્લા ચાર વર્ષમાં ટ્રાફિક સીગ્નલ જમ્પના 78 કરોડ રૂપિયાના દંડના ઈ-મેમો ઈસ્યુ કર્યા છે, પરંતુ વસૂલાત માત્ર 24 કરોડની જ થઈ શકી છે. ભૂતકાળમાં ઈ-મેમોની વસૂલાત માટે માધવપુરા પોલીસ સ્ટેશનમાં કેટલાક લોકો સામે ગુના નોંધવામાં આવ્યા હતા. જો કે, આ વખતે ટ્રાફિક પોલીસે દંડની રકમ નહીં ભરનારા શખ્સોને એક મોકો આપી રહી છે. નોટિસ બ...

હવે નવી લીકર પરમીટનો ચાર્જ પંદર હજાર રૂપિયા, રીન્યુ પરમીટનાં છ હજાર ચૂ...

અમદાવાદ, તા.16 એક તરફ તો ગુજરાતમાં કડક દારૂબંધી છે, તો બીજીબાજુ રાજ્ય સરકારને કરોડો રૂપિયાની આવક કરી આપતી દારૂમુક્તિ ધીમે પગલે ગુજરાતમાં પગપેસારો કરી રહી છે. સિવિલ હોસ્પિટલ દ્વારા જે પૈકીની નવી લીકર પરમીટ ફી માં ખૂબ જ ટૂંકાગાળામાં કમ્મરતોડ ભાવવધારો કરવામાં આવ્યો છે. જેથી હવે નવી લીકર પરમીટ લેવા માગતા લોકોએ સિવિલ હોસ્પિટલમાં દસ હજાર રૂપિયાને બદલ...

સફેદ જુલમ – અમદાવાદમાં 2.50 લાખનો વાહન ચાલકને દંડ, 1400 લોકોએ વા...

અમદાવાદ : પાંચથી વધુ ઈ-ચલણ નહીં ભરનારા વાહન ચાલકો પાસેથી રૂ.35 કરોડનો દંડ વસૂલ કરવાનો છે. પાંચથી વધુ ઈ-મેમો નહીં ભરનારા 1400 લોકો છે. 1400 લોકોએ વ્યક્તિ દીઠ સરેરાશ રૂ.2.50 લાખનો દંડ થાય છે. તે પોતાનું વાહન વેચીં નાંખે તો પણ વેરો ભરી શકે તેમ નથી. 1400 લોકોએ નોટિસ મળ્યાથી 10 દિવસની અંદર દંડ જમા કરાવવા કહેવામાં આવાયું છે. પ્રજાના મતે ચૂંટાયેલી ભાજપ...

વસ્ત્રાપુરમાં વિદેશી યુવતીની જાહેરમાં છેડતી કરાઈ

અમદાવાદ, તા. 15. શહેરના વસ્ત્રાપુરમાં ડ્રાઈવઈન સિનેમા પાસે એક વિદેશી યુવતીની છેડતી કરાયાનો બનાવ બનવા પામ્યો છે. આ ઘટના અંગેની ફરિયાદના આધારે વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. આ ઘટના અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ અન્ના મારિયા નામની એક વિદેશી યુવતી ઈટલીથી અમદાવાદમાં અભ્યાસ કરવા માટે આવી છે. છેલ્લા કેટલાક સમયથી તેણી શહેરના ડ્રાઈવઈન રોડ...

2017માં તૂટેલા રોડ મુદ્દે અમપાએ હાઈકોર્ટમાં એફિડેવિટ રજૂ કરી

અમદાવાદ,તા.૧૫ અમદાવાદ શહેરમાં વર્ષ-૨૦૧૭માં તૂટેલા ૨૨૫ કિલોમીટરના રસ્તા મામલે ગુજરાત હાઈકોર્ટમાં કરાયેલી એક પીઆઈએલ સંદર્ભમાં અમપા દ્વારા હાઈકોર્ટ સમક્ષ એક એફિડેવિટ રજૂ કરાઈ છે. જેમાં રોડ તૂટવા મામલે આસિસ્ટન્ટ સિટી ઈજનેર અને આસિસ્ટન્ટ ઈજનેર કક્ષાના ૩૯ ઈજનેર સામે દંડનીય કાર્યવાહી કરાઈ હોવાનું જણાવાયું છે. જ્યારે એડિશનલ અને ડેપ્યુટી સિટી ઈજનેર કક્ષા...

ઓનર કિલીંગ કેસમાં 18 વર્ષથી ફરાર હત્યારાને ક્રાઈમ બ્રાંચે ઝડપી લીધો

અમદાવાદ, તા.૧૫ નરોડા વિસ્તારમાં પત્નીઓના ચારિત્ર્ય અંગે શંકા રાખી કાકા-ભત્રીજાએ પોત પોતાની પત્નીઓની હત્યા કરી ફરાર થઈ ગયા હતા. વર્ષ 2001ના ઓનર કિલીંગ કેસમાં ક્રાઈમ બ્રાંચે તબક્કાવાર રીતે બંને આરોપીઓને ઝડપી લીધા છે. થોડાક મહિના પૂર્વે કાકાની ધરપકડ કર્યા બાદ ક્રાઈમ બ્રાંચે મહારાષ્ટ્ર ખાતેથી ભત્રીજાને પણ ઝડપી લીધો છે. વર્ષ 2001માં નરોડા કેવડાજીની ...

દિવાળી માટે ફટાકડા બનાવવાનું ધમધોકાર કામકાજ

અમદાવાદ,15 દિવાળી માટે ફટાકડા બનાવવાનું ધમધોકાર કામકાજ દિવાળી નજીક આવતાંની સાથે જ ફટાકડા બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલે છે. અમદાવાદના વિવિધ વિસ્તારોમાં પણ ફટાકડાનું ધુમ ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. લોકોને આનંદ આવે તેવા ફટાકડા કારીગરો દ્વારા બનાવાઇ રહ્યાં છે. ખાસ કરીને બાળકોને મજા આવે તેવા વૈવિધ્યસભર ફટાકડા બની રહ્યાં છે.

બાળ લગ્નનો ભાંડો ફૂટતા સગીરાને સંરક્ષણ ગૃહમાં મોકલી અપાઈ

અમદાવાદ, તા.15 બનાસકાંઠાના ખેરમાળ ગામની 17 વર્ષની સગીરાને દોઢ લાખ રૂપિયા લઈને અમદાવાદના યુવક સાથે પરણાવી દેવાઈ હોવાનો ઘટસ્ફોટ થયો છે. બાળ લગ્નની માહિતીના પગલે મહિલા પોલીસે બાળ સુરક્ષા અધિકારી સાથે મળીને સગીરાને શોધી કાઢી તેને ઓઢવ નારી સંરક્ષણ ગૃહમાં મોકલી આપી છે. બીજી તરફ મહિલા ક્રાઈમ બ્રાંચમાં આ મામલે ગુનો નોંધવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અન...

રાજ્યની બોર્ડ ઓફ નોમિનિઝ કોર્ટમાં પ્રાથમિક તબકકે દસ જજીસ ની નિમણુક

અમદાવાદ તા. ૧૬ ગુજરાતમાં છેલ્લા ૮ મહિના કરતા વધુ સમય થી કુલ ૧૮ બોર્ડ ઓફ નોમિનિઝ કોર્ટમાંથી ફક્ત એક જ નોમિનિઝ કોર્ટ કાર્યરત છે અને બાકીની ૧૭ જગ્યાઓ ખાલી છે. તો, ગુજરાત સ્ટેટ કો. ટ્રીબ્યુનલમાં પણ બે મેમ્બર્સની જગ્યાઓ ખાલી છે. જજોની નિમણુંક અભાવે બોર્ડ ઓફ નોમિનિઝ કોર્ટોમાં હજારોની સંખ્યામાં કરોડો રૂપિયાના દાવાઓ અટવાય છે તો મંડળીઓ, સહકારી સંઘો, બેંક...

મોલ-મલ્ટિપ્લેક્સમાં પ્રથમ કલાક ફ્રી પાર્કિંગ બાદ ચાર્જ વસૂલી શકાશે

અમદાવાદ, તા. 15 મલ્ટિપ્લેક્સ થિયેટરો કે મોલ માલિક મુલાકાતીઓ પાસેથી પાર્કિંગ ચાર્જ કે ફી વસૂલી શકે નહિ એવા ગુજરાત હાઈકોર્ટના ચુકાદા સામે રાહુલરાજ મોલ કો. ઓપ. સર્વિસ સોસાયટી દ્વારા સુપ્રીમ કોર્ટમાં બહુ મહત્વની સ્પેશ્યલ લિવ પિટીશન દાખલ કરાઈ હતી. જેની સુનાવણીમાં આજે સુપ્રીમ કોર્ટે બહુ મહત્વના વચગાળાના આદેશ મારફતે કોમર્શિયલ બિલ્ડિંગ (શોપિંગ મોલ-મલ્ટિ...

ત્રણ સેશનમાં નિફ્ટી ૫૦ ઇન્ડેક્સ ૧૯૩ પોઇન્ટ અને સેન્સેક્સ ૬૨૬ પોઇન્ટ ઉછ...

અમદાવાદ,તા:૧૫ ભારતીય શેરબજારમાં તેજીની હેટ્રિક થઈ હતી. સતત ત્રીજા દિવસે શેરબજાર તેજી સાથે બંધ રહ્યું હતું. આઇટી સિવાયના તમામ સેક્ટરના શેરોમાં તેજી થઈ હતી. ખાસ કરીને ઓટો, બેન્ક અને મેટલ શેરોમાં તેજી થઈ હતી. મિડકેપ શેરોમાં પણ લેવાલીથી સેન્ટિમેન્ટ તેજીમય વાતાવરણ હતું. જેથી સેન્સેક્સ 292 પોઇન્ટની તેજી સાથે 38,506.09ના સ્તરે બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી...

16 સ્થળો પર દરોડાની કાર્યવાહીમાં 7 કરોડના બેનામી વ્યવહાર મળ્યા

અમદાવાદ, તા. 15 શહેરમાં આજે સવારથી જ આવકવેરા વિભાગ દ્વારા દિવાળીના ટાણે જ દરોડા પાડતાં વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. આવકવેરા વિભાગે કાલુપુર ન્યુ ક્લોથ માર્કેટ અને એસજી હાઈવે સહિત કુલ 16 સ્થળોએ દરોડા પાડ્યાં છે. આ દરોડાની કાર્યવાહી દરમિયાન 7 કરોડની બેનામી સંપત્તિના વ્યવહારો બહાર આવ્યા હતા. આ ઉપરાંત તેર જેટલા લોકર પણ મળી આવ્યા જેમાં બેનામી હિસાબન...