Wednesday, August 5, 2026

લકઝુરીયસ કારમાં લોડેડ પિસ્ટલ લઈને ફરતા ત્રણ દારૂડીયાઓ ઝડપાયા

અમદાવાદ, તા.૧૩ સાયન્સ સિટી ટેનિસ કોર્ટ પાસેથી સોલા પોલીસે લકઝુરીયસ કારમાં લોડેડ પિસ્ટલ લઈને જઈ રહેલા ત્રણ શખ્સોને નશાની હાલતમાં ઝડપી લીધા છે. નશાની હાલતમાં મળેલા ત્રણેય શખ્સો ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. ત્રણ પૈકીના બે આરોપી પ્રજ્ઞેશ પટેલ અને જીતેન્દ્ર ગોસ્વામી શાહપુર પોલીસના ચોપેડ વકીલને ધમકી આપવાના ગુનામાં વૉન્ટેડ હતા. સોલા પોલીસે બાતમીના આ...

અમદાવાદમાં ચોમાસામાં ભૂવા-ખાડાની સાથે વૃક્ષ ધરાશાયી થવાની ઘટના વધી

અમદાવાદ,તા:૧૩ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચોમાસાના કારણે વધુ એક બેદરકારી સામે આવી છે. શહેરમાં કોન્ટ્રાક્ટરની ખાયકીના ભાગરૂપે ઠેરઠેર રસ્તા બેસી જવા, તૂટી જવા અને ભૂવા પડવાની ઘટનાઓ બની છે, ત્યારે કોર્પોરેશન દ્વારા વિવિધ કંપનીને ખોદકામની મંજૂરી આપી યોગ્ય પેચવર્ક ન કરાવતાં ઝાડ ધરાશાયી થવાની ઘટના પણ વધી હોવાનું સામે આવ્યું છે. દર ચોમાસામાં સરે...

શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીએ બેઠકમાં સળંગ ચાર વખત સંચાલકોને ચોર કહ્યા

અમદાવાદ, તા.13 ગુજરાતની જુદીજુદી યુનિવર્સિટીમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ઓનલાઈન હાજરી અને ખાલી પડેલી અધ્યાપકોની બેઠકો કેવી રીતે ભરવી તેના મુદ્દે ભારે વિવાદ ચાલી રહ્યો છે. ઉચ્ચ શિક્ષણ વિભાગના અધિકારીઓ, શિક્ષણમંત્રી અને કોલેજ સંચાલકો-પ્રિન્સિપાલ વચ્ચે આ મુદ્દે ચર્ચાવિચારણા કરવા માટે અત્યાર સુધીમાં ત્રણ બેઠકો મળી ચૂકી છે. તાજેતરમાં મળેલી છેલ્લી સંયુક...

રાજ્યમાં નવી મેડિકલ યુનિવર્સિટીની રચના કરવાની આખરે સરકારની તૈયારી

અમદાવાદ, તા.13 કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના સ્થાને નેશનલ મેડિકલ કમિશન લાગુ કરવાની તૈયારી શરૂ કરવામાં આવી છે. આ કમિશનમાં કરાયેલી જોગવાઈ પ્રમાણે દરેક રાજ્યમાં સ્વતંત્ર મેડિકલ યુનિવર્સિટી હોવી ફરજિયાત છે. ગુજરાતમાં હજુ સુધી આવી કોઈ મેડિકલ યુનિવર્સિટી હયાત નથી, જેના લીધે તાજેતરમાં નીતિઆયોગ દ્વારા રાજ્ય સરકારને જલદીમાં જલદ...

ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસઃ ત્રણથી ચાર વર્ષમાં એક કા ડબલ કરાવી શકે

અમદાવાદ,તા:૧૩ ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસના ત્રિમાસિક પરિણામ જાહેર થતાં છેલ્લા થોડા દિવસથી ખાસ્સી ચર્ચામાં શેર આવી ગયો છે. અત્યારે તેની સ્ક્રિપનો ભાવ 1986-87ની રેન્જમાં જોવા મળી રહ્યો છે. તેના પરિણામે તગડા આવવાની અપેક્ષા હતી. આ ઊંચી અપેક્ષા પ્રમાણે તેના પરિણામો ન આવતા તેના શેરના ભાવમાં થોડા ઘટાડો જોવા મળ્યો છે. વાસ્તવમાં આ ઘટાડો નવા શેર્સ ખરીદવા મ...

પબ્લિક પ્રોવિડન્ટ ફંડમાં ૩૫ વર્ષ સુધી રૂ.૧.૫ લાખનું રોકાણ કરનાર રૂા.૨...

અમદાવાદ,તા:૧૩ શેરબજાર અને મ્યુચ્યુઅલ ફંડના ઇન્વેસ્ટમેન્ટ પર મળતા વળતર જંગી પણ છે અને અનિશ્ચિત પણ છે. આ સંજોગોમાં રોકાણકારોએ મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા રોકવા કે નહિ તેનો તેમને અંદાજ જ આવતો નથી. તેનાથી ભવિષ્ય સલામત બનશે કે નહિ તે પણ ખાતરીથી કહી શકાતું નથી. શેરબજારમાં રાતોરાત કરોડ પતિ બની જનારાઓ મળી શકે છે. મ્યુચ્યુઅલ ફંડમાં પણ તેવું જ છે. તેની સામે સર...

પ્રગ્નાચક્ષુઓનો દિપાવલીમાં પ્રકાશ પાથરવાનો પરિશ્રમ

અમદાવાદ,12 મેમનગર સ્થિત અંધપ્રકાશ શાળાની બહેનો દ્વારા દર વર્ષે દિવડા બનાવવાની કામગીરી કરવામાં આવે છે. જેના દ્વારા આ બહેનો આર્થિક ઉપાર્જન પણ કરે છે. અમદાવાદની સેવાભાવી સંસ્થાઓઅને વ્યક્તિઓ આ દિવડા ખરીદીને પણ બહેનોને રોજગારી પૂરી પાડે છે.આ વર્ષે પણ બહેનો દ્વારા વિવિધ ડિઝાઇના દિવડા તૈયાર કરાયાં છે.

15 નેતાઓની ટોળકીનો કોંગ્રેસ પર 22 વર્ષથી કબજો

અમદાવાદ, તા.13 કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, અહમદ પટેલ, ભરતસિંહ સોલંકી, પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયા, શક્તિસિંહ ગોહિલ, સિદ્ધાર્થ પટેલ જેવા 15 નેતા 22 વર્ષથી કોંગ્રેસને બનાવી રહ્યા છે. હાર માટે આ નેતાઓ જ જવાબદાર હોવાનું વારંવાર નેતાઓ કહેતા આવ્યા છે. આ ટોળકી ભાજપને મદદ કરી રહી હોય એવો માહોલ ગુજરાતની પ્રજા વચ્ચે વારંવાર ઊભો થતો રહ્યો છે. તેમને ખસેડવ...

પૌત્રી સાથે શારીરિક અડપલાં કરનારા નરાધમ દાદાની ધરપકડ

અમદાવાદ, તા.12 સગી પૌત્રી સાથે બીભત્સ વર્તન અને શારીરિક અડપલાં કરનારા નરાધમ દાદાની વેજલપુર પોલીસે ધરપકડ કરી છે. 60 વર્ષીય દાદા સાથે છેલ્લા છ એક મહિનાથી પૌત્ર અને પૌત્રી એકલાં રહેતાં હતાં. આ મામલે બાળકીની માતાએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જુહાપુરા વિસ્તારમાં રહેતા દંપતી વચ્ચે તલાક થતાં બે બાળકો પતિ સાથે રહેતાં હતાં, જ્યારે તલાક ...

ચંદ્રમાની સોળે કળામાં શરીરને શાતા આપનારી શરદપૂર્ણિમાની ઉજવણી આરોગ્યપ્ર...

અમદાવાદ,તા.12 આપણા તહેવારો અને ઉત્સવોની ઉજવણી ફક્ત આનંદ પ્રમોદ કે મનોરંજન માટે  જ નથી પરંતુ તેની પાછળ અનેક કારણો હોય છે. જેમકે ગરબામાં ઘૂમવાને કારણે શરીરમાંથી પરસેવો નિકળે છે અને અને કસરત થાય છે જેથી શરીર સારૂ રહે છે.. ભાદરવો મહિનો પૂર્ણ થાય અને પછી તરત જ આસો મહિનો પ્રારંભાય છે. ત્યારે બે ઋતુઓનો સંક્રાતિકાળ હોય છે જે શરીરના તાપમાનમાં વધઘટ કરે છે...

સરખેજ પોલીસે હુમલાખોર મોહસીન સામે ગુનો નોંધ્યો

અમદાવાદ, તા.12 ભાડાની રિક્ષા ચલાવતા યુવકને રૂપિયાની લેવડદેવડમાં એક શખ્સે ગળાના ભાગે ચપ્પાનો ઘા મારી હત્યાનો પ્રયાસ કર્યો છે. હત્યાનો પ્રયાસ કર્યા બાદ આરોપી ફરાર થઈ ગયો છે. ઈજાગ્રસ્ત યુવકે ફોન કરીને રિક્ષા માલિકને જાણ કરતા તેને હોસ્પિટલમાં ખસેડાયો હતો. સરખેજ પોલીસે આ મામલે મોહસીન  સામે ખૂનની કોશિષનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. નારોલ શાહવાડી ભર...

બે વર્ષમાં છ પરીક્ષા રદ કરતાં સરકાર વહીવટીતંત્રમાં નિષ્ફળ

અમદાવાદ,12 ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તા.૨૦ ઓક્ટોબરે લેવાનારી બિનસચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા ગઈકાલે અચાનક રદ કરી દેવામાં આવી હતી. આ ઘટનાના હાલમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આજે એનએસયુઆઇ, વિદ્યાર્થીસેના સહિતનાં વિદ્યાર્થી સંગઠનોએ જુદાજુદા સ્થળે દેખાવો યોજીને આગામી દિવસોમાં સરકારે આ રીતે વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડાં કરવા બદલ...

પ્રેમલગ્ન કરનારી પરિણીતાનો ત્રણેક વખત ગર્ભપાત કરાવી કાઢી મૂકી

અમદાવાદ, તા.12 શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં રહેતી પરિણીતાને શારીરિક-માનસિક ત્રાસ આપીને બેથી ત્રણ વખત ગર્ભપાત કરાવી નાખ્યા બાદ પતિએ બીજાં લગ્ન કરી લીધાં હતાં. પતિ, સાસુ, સસરા, નણંદ અને પતિની બીજી પત્નીએ ગડદા-પાટુનો માર મારીને પરિણીતાને ઘરમાંથી કાઢી મૂકી હતી, જે અંગે પરિણીતાએ પતિ સહિતનાં સાસરિયાં સામે ફરિયાદ નોંધાવી છે. વસ્ત્રાપુર વિસ્તારમાં સં...

ખાનગી લકઝરી બસ સંચાલકોની ઉઘાડી લૂંટ, ભાડામાં બમણો વધારો કરાયો

અમદાવાદ, તા. 12 દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે સુરતથી સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર ગુજરાત તરફ આવતા મુસાફરોની મજબૂરીનો લાભ ઉઠાવીને ખાનગી બસ ટ્રાવેલ્સ સંચાલકોએ ભાડાં વધારી દીધા છે. સુરતથી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ગામોમાં આવવા માટે ખાનગી બસ ટ્રાવેલ્સ દ્વારા ભાડાંમાં બમણો વધારો કરી દીધો છે. એટલું જ નહિ ખાનગી લક્ઝરી બસના સંચાલકો દ્વારા સ્લિપર ...

અમદાવાદના ‘શિસ્તબધ્ધ’ (?) ભાજપમાં બે ટોચના નેતાઓની વર્ચસ્વની લડાઈ: પક્...

અમદાવાદ, તા.12 અમદાવાદમાં ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપ જાડેજા અને શહેર પ્રમુખ, ધારાસભ્ય જગદીશ પંચાલ વચ્ચે રાજકીય પ્રભુત્વ જાળવી રાખવાની લડાઈ છેલ્લાં ઘણા સમયથી ચાલી રહી છે. જેમાં પક્ષના સંનિષ્ઠ કાર્યકરોનો ખો નિકળી રહ્યો છે. કૌશિક જૈન અને જગદીશ પંચાલ વચ્ચે મારામારી અને ગાળો ફેંકવામાં આવી હતી તેનો જ આ ભાગ છે. અમદાવાદમાં ત્રણ મહામંત્રી છે, પણ તેમાં જગ...