Sunday, March 22, 2026

ભાજપના નારણ કાછડીયાને સાંસદ લખેલી નંબર પ્લેટ હટાવવા કહ્યું, પણ પગલાં ન...

અમરેલીના સાંસદ નારણ કાછડીયા પોતાની કારમાં કાળા કાચ લગાવી અને કારની આગળ સાંસદ લખેલું બોર્ડ લગાડીને ફરતા હોવાની માહિતી RTOના અધિકારીઓને મળી હતી. આ માહિતીના આધારે RTOના અધિકારીઓ સાંસદ નારણ કાછડીયાના ઘરે ચેકિંગ કરવા માટે પહોંચ્યા હતા, પરંતુ તે સમયે કાર ઘરે હાજર ન હતી. આ કારણે RTOના અધિકારીઓએ કારમાં લાગેલા કાળા કાચ અને નંબર પ્લેટની ઉપર લગાવવામાં આવેલું ...

પ્રેમિકાને મળવા ગયેલા પ્રેમિનું નાક કાપી લીધું, બીજીએ અત્મહત્યા કરી

અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના જીવાપર ગામે મોડી રાતે 23 વર્ષના યુવાન પ્રકાશ ચંદુભાઈ મકવાણા તેજ ગામની તેની પ્રેમિકાના ઘરની દીવાલ કૂદીને મળવા ગયો હતો. આ સમયે પ્રેમિકાના પરિવાર ઉંઘમાંથી જાગી જતાં  છરીથી નાક કાપી તાલિબાની સજા ફટકારી હતી. બાબરા પીએસઆઈ ગીતા આહીર જીવાપર ગામે દોડી જઈ ગંભીર રીતે ઈજાગ્રસ્‍ત  યુવાનને પ્રથમ બાબરા પછી વધુ સારવાર માટે રાજકોટ લઈ ...

મરેલા સિંહના 14 નખ ગુમ થતાં ફોરેસ્ટરને નોટિસ, અગાઉ અહીં નખ માટે શિકાર ...

તુલસીશ્‍યામાં નાનદીવેલા વિસ્‍તારમાં આજથી 13 ફેબ્રુઆરી 2019માં 9 વર્ષના સિંહનો મૃતદેહ મળી આવ્‍યો હતો. મૃતદેહ પરથી સિંહના 18 નખમાંથી માત્ર 4 નખ જ મળ્યા હતા. બીજા 14 નખ ગુમ થઈ ગયા હતા. બે દિવસ પહેલા ગાર્ડ અને ફોરેસ્‍ટરનાં ખુલાસા માગવામાં આવ્યા હતા. બાદમાં તેમને નોટિસ આપી હતી.  સિંહનાં 14 નખ લાપતા હોવાથી વન વિભાગે એફ.આર.ઓ. આપ્યો હતો. જૂનાગઢ સી.સી.એફ. વ...

બાબરાનાં મોટા દેવળીયામાં પાણીની ટાંકીમાં ભ્રષ્ટાચાર

બાબરા તાલુકાનાં મોટા દેવળીયા ગામે પ્લોટ વિસ્તારમાં બનાવવામાં આવેલ પાણીની ટાંકીનું કામ નબળી ગુણવતા વાળું થયેલ હોય પાણી ભરવા માટે ઉપયોગ લઈ શકાય તેમ ન હોવાથી હાલ તો તે શોભના ગાઠિયા સમાન બની ગયેલ છે. ત્યારે આ બાબત ની જાણ મોટા દેવળીયા ગામના જાગૃત યુવા આગેવાન વિક્રમભાઈ ડેર તેમજ હસુભાઈ જાવિયા ને થતાં તેમણે આ અંગે તપાસ  આદરતા પાણીની ટાંકીનું કામ નબળી ગુણવત...

વધું GIDC બનાવવા જાહેરાત, સાવરકુંડલાને દરેક ચૂંટણીમાં વચન

રાજ્યમાં નવ નવી ઔદ્યોગિક વસાહત (GIDC)સ્થાપવા સરકારે 1050.30 હેક્ટર જમીન ફાળવી હતી. જેમાંથી સૌરાષ્ટ્રમાં પાંચ GIDC રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી અને બે GIDC ભાવનગર નજીક બનાવવાનું નક્કી કરાયું છે. GIDC કારણે લઘુ સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગો સ્થપાશે. ફરી એક વખત સરકારે વચન આપ્યું છે પણ અગાઉ અનેક સ્થળે ચૂંટણીમાં વચનો આપેલાં તે અંગે ભાજપ સરકાર કંઈ કરવા તૈયાર ...

ગુજરાતના હિજરતી લોકોએ આખા અમરવલ્લીને વિનાશથી બચાવી લીધો

1960માં મુંબઈ રાજ્યથી ગુજરાત અલગ થયું ત્‍યારે અમરેલીના ડો. જીવરાજ મહેતા ગુજરાતના પ્રથમ મુખ્ય પ્રધાન બન્‍યા હતા. તેમણે થોડા વર્ષોમાં જ અમરેલીને જીલ્‍લાનો દરજજો મળ્‍યો હતો. તેમણે લોકોનું આરોગ્ય સુધરે તે માટે અમરેલીને હાલની સિવિલ હોસ્‍પિટલ મળી હતી. શિક્ષણ ક્ષેત્રે અમરેલી વિદ્યાસભા નીચે કોલેજો સાથે વિશાળ કેમ્‍પસ પણ સરકારે કરી આપ્યું હતું. અમરેલીનું એરપ...

મેઘાણીની કર્મભૂમિ પર ગંદકીથી ભરેલાં રાજકીય કાવાદાવા

મતગણતરી થાય તેની 20 મિનિટ પહેલાં જ પાંચ સભ્યોને તેના હોદ્દા પરથી દૂર કરી લઈને ગુજરાત સરકારે રાજકીય કાવાદાવા કરીને સત્તા ટકાવી રાખવા ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિને લજવી છે. બગસરા પાલિકાનાં પ્રમુખ તરીકે ફરીથી ભાજપનાં રસીલા પાથર એક મતે વિજેતા થયા હતા. કોંગ્રેસના ઉમેદવાર મંજુલા મેરનો 1 મને પરાજય થયો હતો. પ્રમુખ ચંપાબેન બઢીયાનું અવસાન થયા બાદ ચૂંટણી થઈ ...

દીપડો બાળકને ઉઠાવી ફાડી ખાધો

બગદાણાના માલપર ગામની સીમમાંથી મોડી રાત્રીએ ગાયોના અવાજ સાંભળતા માલધારીએ તપાસ કરતા દીપડાએ નિંદ્રાધીન બાળકને ઉપાડી જઈ શિકાર બનાવ્‍યો હતો. મહુવા તાલુકાના માલપર ગામની સીમમાં ગત રાત્રીના સુમારે દીપડાએ એક માસૂમ બાળકને ઉપાડી જઈ ફાડી ખાધો હતો. બગદાણાથી 7 કિ.મી.ના અંતરે માલપર ગામ આવેલું છે. અહીં રામભાઈ જેહીભાઈના ખેતરમાં ગઈકાલે સોમનાથ જિલ્‍લાના માલધારીઓના સમ...

લાંચના 75 હજાર લીઘા અને એરકંડીશ્નર માંગતા ફોજદાર પકડાયો

સરકારીબાબુઓને ભ્રષ્‍ટાચાર કરવામાં કોઈનો ડર રહૃાો નથી. સાવરકુંડલાનાં વંડા પોલીસ સ્‍ટેશનનાં પીએસઆઈ ચેતનાબેન મોહનભાઈ કણસાગરાએ વંડા પોલીસ સ્‍ટેશનમાં દાખલ થયેલી આઈપીસી કલમ 306નાં આરોપી પાસેથી અગાઉ રિમાન્‍ડ ન માંગવા અને મુદામાલ કબ્‍જે ન કરવા માટે રૂ.75 હજારની લાંચ લીધી હતી. આટલાથી સંતોષ ન થતો હોય તેમ વધુ મદદગારી કરવા માટે ફોન કરીને વારંવાર એરકન્‍ડીશનની મ...

કલેકટરનાં નામે ઠગાઈ કરવાનો પ્રયાસ

અજાણ્‍યા શખ્‍સે અમરેલીનાં કલેકટર આયુષ ઓકનાં નામનાં ખોટા ઉપયોગ કરી ઠગાઈ કરવાની કોશીષ કરતાં આવા શખ્‍સોને ઝેર કરવા માટે કલેકટર દ્વારા સૂચના આપવામાં આવતાં નાયબ મામલતદારે આ અંગે અજાણ્‍યા શખ્‍સ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આ બનાવમાં મોબાઈલ ફોન નં. 95581 1910ર ધારકે ગત 5 ફેબ્રુઆરીના રોજ સવારે 11.45 કલાકે મનસુખભાઈ વામજા અમરેલીનાં કલેકટર તરીકે ઓળખાણ આપી...

ભાજપ સરકારના કારણે શીંગદાણા ઉદ્યોગ પડી ભાંગવાની તૈયારી

શીંગદાણાની નિકાસમાં પણ ગુજરાતની મગફળી પ્રથમ પસંદગી છે. પરંતુ અફલાટોકસીન (ફુગ)નું પ્રમાણ નિકાસમાં અવરોધક છે. આ ફૂગ દાણામાં હોય તો દાણો કડવો લાગે છે. જેને ઝેરી માનવામાં આવે છે. બીજું સરકારી નીતિના કારણે પણ ગુજરાતમાં મગફળીના દાણાની નિકાસ વધવાના બદલે ઘટી રહી છે. સીંગમાંથી મશીન દ્વારા દાણા કાઢી લીધા બાદ જેમાં ખરાબ અને તુટેલા દાણા વિણસા માટે ગુજરાતમાં 1....

જુગાર રમતા પકડાયેલા ગોબર નારોલા પ્રમુખ પદેથી સરકારે સસ્પેન્ડ કર્યા

દામનગર પાલિકામાં એનસીપીના પ્રમુખપદે ગોબર નારોલા હોય તેઓ આજથી 2 મહિના પહેલા ઢસા પોલીસને હાથે જુગાર રમતાં ઝડપાયા બાદ જેલમાં મોકલવામાં આવ્યા હતા. તેથી ગાંધીનગર ખાતેના પાલિકા કમિશ્‍નરે ગોબર નારોલાને પ્રમુખપદેથી બરતરફ કરી દીધા છે. આમ તો પાલિકાનાં પ્રમુખ હોય એ શહેરનાં પ્રથમ નાગરિક ગણાતાં હોય છે.  શહેરને શરમની લાગણી થતી હોય છે. દામનગર પાલિકામાં પ્રમુખ ...

વડી અદાલતે નોટિસ આપી, બાબરાની ભુગર્ભ ગટરની કામગીરીની તપાસ શરૂ

બાબરામાં છેલ્‍લા બે વર્ષથી ભુગર્ભ ગટર પાણી પુરવઠા અને ગટર વ્‍યવસ્‍થા બોર્ડ દ્વારા કોન્‍ટ્રાકટર ઘ્‍વારા નબળી કામગીરી કરી મસમોટો ભ્રષ્‍ટાચાર આચરવામાં આવ્‍યો હોવાનું પાલિકા પ્રમુખ વનરાજ વાળા દ્વારા કહેવામાં આવ્યું હતું. પાણી પુરવઠા વિભાગ અને જીયુડીસીને લેખિતમાં અનેકવાર રજુઆત કરવામાં આવી હતી. જવાબદાર અધિકારી અને કોન્‍ટ્રાકટર વિરૂઘ્‍ધ યોગ્‍ય તપાસ તેમજ ન...

દુષ્કળગ્રસ્ત ખેડૂતોને માત્ર રૂ.9500 ચૂકવાયા

અમરેલી જિલ્લાના ધારી, બાબરા, લાઠી તાલુકાનાં 58955 ખેડૂત ખાતેદારોને 56.14 કરોડ બેન્‍ક ખાતામાં જમા કરાયા છે. જેમાં સરેરાશ ખેડૂત દીઠ રૂ.9522 જમા થયા છે. ધારી તાલુકાનાં 19646, લાઠી તાલુકાના 19604 અને બાબરા તાલુકાના 19705 ખેડૂતોના ખાતામાં સરકારે સહાય પેટે રૂ.56.14 કરોડ ચૂકવ્‍યા છે. દુષ્કાળ સહાય તરીકે આ રકમ ઓછી છે. કારણ કે ખેડૂતોએ બિયારણ, ખાતર, જંતુનાશક ...

અમરેલીમાં વર્ષોથી ચાલતું ભુગર્ભ ગટરનું કામ પૂરું

અમરેલી શહેરમાં ગુજરાત સરકાર દ્વારા અમરેલી શહેરની જનતાની સુવિધા માટે અને આરોગ્‍યઅને મચ્‍છરથી ફેલાતા રોગનાં ત્રાસથી મુકત થવા માટે ભૂગર્ભ ગટર યોજના મંજુર કરવામાં આવેલ. જે પ્રથમ તબક્કાનું કામ છેલ્‍લા ઘણા સમયથી શરુ હતું એ કામ હવે 99% પૂર્ણ થઈ ગયેલ છે. આ બાબતની સ્‍પષ્‍ટતા ગુજરાત સરકારની જી.યુ.ડી.સી. ડીપાર્ટમેન્‍ટ દ્વારા કરવામાં આવે છે અને અમરેલીની જના મા...