Friday, August 28, 2026

હોટલોમાં ફૂડ અધિકારીની ઓળખ આપી તોડ કરનાર પત્રકાર સહીત ૩ શખ્સો ઝડપાયા

મોડાસા, તા.૨૬ અરવલ્લી જીલ્લામાં અસલી નામે નકલી પોલીસ બની તોડ કરતા અનેક શખ્સો જેલની હવા ખાઈ ચુક્યા છે. હાઈવે પર આવેલી હોટલોમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારી અને કર્મચારીના નામે તોડ કરવા પહોંચેલા એક પત્રકાર સહીત ૩ શખ્સોએ દમદાટી આપી તોડ કરતા હતા. હોટલ માલિકોને શંકા પેદા થતા તોડનો ભોગ બનેલા કેટલાક હોટલ માલિકોએ પીછો કરી મોડાસા નજીકથી ત્રણે શખ્સોને ...

સાબરડેરીએ દૂધના ભાવમાં ફેટ દીઠ રૂ. 20નો વધારો કર્યો

હિમતનગર, તા.૧૮  સાબરકાંઠા-અરવલ્લીના પશુપાલકો માટે ખુશીના સમાચાર છે. સાબરડેરીએ દૂધના ભાવમાં વધારો કર્યો છે. ડેરીએ ભેંસના દૂધના ભાવમાં ફેટ દીઠ રૂપિયા 20નો વધારો કર્યો છે. જ્યારે ગાયના દૂધના ભાવમાં કિલો ફેટે 20 રૂપિયાનો વધારો કર્યો છે. ​​​​​​​ભેંસના દૂધનો જૂનો ભાવ 680 રૂપિયા હતો, જેમાં 20 રૂપિયાનો વધારો થતા 700 રૂપિયા થયો હતો. જ્યારે ગાયના દૂધનો જૂ...

ભિલોડાના રંગપુર પાસેથી પસાર થતા હાઈવે પર ઓવરબ્રિજ બનાવવા રજૂઆત

ભિલોડા, તા.૧૭ અરવલ્લી જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે નં-૮નું રીનોવેશન થઈ રહ્યું છે. આ હાઈવે પહેલા ફોરલેન હતો તેને અપડેટ કરીને સિક્સ લેન બનવા જઈ રહ્યો છે. ત્યારે આ માર્ગ ઉપર રાત દિવસ કામ ચાલી રહ્યું છે. ત્યારે ભિલોડા તાલુકાના રંગપુર સીમમાંથી પસાર થતા આ હાઈવે ક્રોસ કરીને ગામના ધો-૧ થી ૮ના વિદ્યાર્થીઓને પસાર થવું પડે છે જે ખુબ જ જોખમી છે. ત્યારે ...

માઝુમ ડેમમાંથી ૨૦૦૦ ક્યુસેક પાણી છોડતા માઝુમ નદી ગાંડીતુર

મોડાસા, તા.૧૬  મોડાસા પંથકમાં અને ઉપરવાસમાં મેઘરાજા મહેરબાન થતા માઝુમ ડેમ ભરાઈ જતા અગાઉ એક દરવાજો ખોલી પાણી છોડવામાં આવ્યું હતું. માઝુમ ડેમમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થતા રૂલ લેવલ જાળવી રાખવા બે દરવાજા ખોલી ૨૦૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવતા માઝુમ નદીમાં પાણીનો પ્રવાહ વધી જતા ગાંડીતુર બની હતી. ખડોદા ગામ નજીક આવેલા કોઝવે પર પાણી ફરી વળતા ૧૦થી વધુ...

અરવલ્લીમાં સાર્વત્રિક વરસાદથી જળાશયો અને તળાવો છલકાયા

મોડાસા, તા.૧૫  ગુજરાતમાં મેઘો મહેરબાન થતા સાર્વત્રિક વરસાદથી ખેડૂતો સહીત પ્રજાજનોમાં આનંદ છવાયો છે. અરવલ્લી જીલ્લામાં સિઝનનો સો ટકાથી વધુ વરસાદ થતા ચોમાસાના પ્રારંભે તળિયા ઝાટક થયેલા જળાશયો અને સૂકાંભઠ બનેલા તળાવો છલકાતા પાણીનું સંકટ દૂર થતા જીલ્લાવાસીઓએ હૈયે હાશકારો અનુભવ્યો છે. જીલ્લાના જળાશયોમાં નવા નીરની અવાક થતા ખેતી માટે શિયાળા-ઉનાળાની સિં...

મોડાસાના “ગગા” નામના બુટલેગરે મંગાવેલ ૩૮ હજારનો વિદેશી દારૂ રીક્ષામાંથ...

મોડાસા, તા.૧૫  અરવલ્લી-સાબરકાંઠા જીલ્લામાં વિદેશી દારૂના શોખીનો મોટા પ્રમાણમાં દારૂ ગટગટાવી જતા હોવાથી બંને જીલ્લામાં સ્થાનિક બુટલેગરો રાજસ્થાનના ઠેકાઓ પરથી અને બુટલેગરો પાસેથી વિદેશી દારૂ-બિયર મંગાવી દારૂબંધીના ઓથ હેઠળ તગડો નફો રળી રહ્યા છે. બંને જીલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં માંગો તે બ્રાન્ડનો શરાબ ગણતરીના કલાકમાં બુટલેગરો પહોંચાડી રહ્યા...

બાયડના લાલપુર-જુમાત્રાલ ગામની ૩૫ વર્ષીય મહિલાનું વીજકરંટ થી મોત

બાયડ, તા.૧૪ અરવલ્લી જીલ્લામાં ચોમાસાની ઋતુમાં વીજ કરંટ લાગવાની અને જાનહાની થવાની અનેક ઘટનાઓ દર વર્ષે નોંધાતી હોય છે. વીજ કરંટ લાગવાથી જીલ્લામાં બે વ્યક્તિઓ કાળનો કોળિયો બની જવાની ઘટનાની શાહી સુકાઈ નથી. ત્યારે બાયડ તાલુકાના લાલપુર-જુમાત્રાલ ગામે ઘર નજીક પશુઓ માટે બનાવેલ તબેલામાં ભરાવેલી દૂધની બરણી લેવા જતા ૩૫ વર્ષીય મહિલાને વીજકરંટ લાગતા મહિલાને બચા...

માલપુરમાં ધોધમાર વરસાદ :સાત ગામો સંપર્ક વિહોણા બન્યા

અરવલ્લી, તા.13 માલપુર પંથકમાં ધોધમાર વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારો અને ખેતરોમાં પાણી ફરી વળ્યું હતું માલપુર નગરમાં બજારોમાં પાણી ફરી વળતા વેપારીઓએ અને પ્રજાજનોએ માલપુર ગામમાં ભરાતા પાણીના નિકાલ માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવેની માંગ કરી હતી માલપુરના સુરાના પહાડીયા ગામે અને ઉપરવાસમાં વરસાદ પડતા સુરાના પહાડીયા નજીક આવેલા કોઝવે પર પાણી ફરી વળ...

અરવલ્લીમાં ભાદરવાએ મેઘરાજાની ભારે જમાવટ : મોડાસામાં બે ઇંચ વરસાદ

ગુજરાતમાં હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીના કારણે સોમવારની મોડી સાંજથી મેઘરાજાએ વિસ્ફોટક બેટિંગ કરી હતી. મંગળવારે વહેલી સવારથી અરવલ્લી જીલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ સર્જાયો હતો. ત્યારબાદ થોડાક સમયબાદ કડાકા ભડાકા સાથે વરસાદ ટૂટી પડ્યો હતો. સમગ્ર જીલ્લામાં મેઘરાજાએ ધબધબાટી બોલાવતા નીચાણવાળા વિસ્તાર અને ખેતરોમાં પાણી ફરી વળતા તળાવમાં ફેરવાયા હોય...

વાત્રકમાં ૬ યુવાનો ડૂબ્યા, બે મૃતદેહ મળ્યા

અરવલ્લી,તા.6 અરવલ્લી જીલ્લાના નજીક પસાર થતી વાત્રક નદીના પટમાં કેશરપુરાના છ યુવાનો નદીમાં ડૂબી જતા ભારે ચકચાર મચી હતી. છ યુવકો વાત્રક નદીમાં ડૂબી ગયા હોવાની ઘટનાની જાણ થતા મોટી સંખ્યામાં કેશપુરા ગામ સહીત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી લોકો ઉમટ્યા હતા. સ્થાનિક તરવૈયાઓએ નદીમાં જંપલાવી પાણીમાં ગરકાવ થયેલા યુવકોની શોધખોળ આદરી હતી. ઘટનાસ્થળે વહીવટી ત...

બાયડમાં ટેન્કરે બાઈક ચાલકને કચડ્યો

બાયડ-કપડવંજ રોડ પર આવેલ સાંઈવીલા રેસીડેન્સી નજીક ભારત સરકાર લખેલા ગેસ- ટેન્કરે બાઈકને અડફેટે લેતા બાઈક ચાલકનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું બાયડના સુંદરપુરા ગામના જગદીશભાઈ રતિભાઈ પંચાલ (ઉં.વર્ષ -૫૩)બાઈક લઈ સાંઈવીલા રેસીડેન્સી નજીકથી પસાર થતા હતા પાછળ થી આવતી ગેસ-ટેન્કર (ગાડી.નં- GJ 06 AV 6966 ) ના ચાલકે પુરઝડપે ગફલતભરી રીતે હંકારી પાછ...

મોડાસા શહેર ટ્રાફિક ગ્રસ્ત : ટી.આર.બી જવાનો મોબાઈલ પર મસ્ત

મોડાસા, તા.૦૪ અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરમાં ચાર રસ્તા થી મખદૂમ ચોકડી સુધી અને ચાર રસ્તા થી ડીપ વિસ્તારમાં જેવાના મુખ્યમાર્ગો પર ગેરકાયદેસર ખડકાતા લારી-પથારાવાળા થી અને રોડ પર આડેધડ ખડકી દેવાતા બાઈક અને કાર, રીક્ષાઓ થી ધોરીમાર્ગ પણ અદ્રશ્ય બની જાય એટલી હદે દબાણ કરાતા રાહદારીઓ માટે ચાલવું ક્યાં તે યક્ષ પ્રશ્ન બની રહે છે. છાશવારે ટ્રાફિક...

માલપુરના ડામોરના મુવાડા ગામે ૧૫૦ વીઘા ગૌચરમાં થયેલ દબાણ દૂર કરવા કાર્ય...

માલપુર, તા.૨૨ ગામડાઓમાં દિવસે ને દિવસે ગૌચર ઘટી રહ્યા છે. અરવલ્લી જીલ્લામાં આવેલા મોટા ભાગના ગૌચરની જમીન ખેતરમાં ભળી રહી છે. પશુઓને ચરવા માટે રખાયેલ ગૌચર પર સ્થાનિક લોકોએ કબ્જો કરી દઈ ગેરકાયદેસર નાના મોટા બાંધકામ કરી દઈ દબાણ કરી દેતા ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે. માલપુર તાલુકાના ડામોરના મુવાડા ગામે ગામના જ કેટલાક શખ્સોએ દબાણ કરી દેતા ગ્રામજનોએ જ...

રાજેન્દ્રનગર આર્ટસ કોલેજની પૂજા પટેલ યોગમાં ઇન્ટરનેશનલ કોમ્પિટિશન-ઢાક...

અરવલ્લી,તા:૨૨         વિશ્વ યોગ દિવસે અનેક લોકો યોગ કરતા હોય છે યોગના કૌશલ્ય થકી સમગ્ર વિશ્વ અને દેશમાં સાબરકાંઠા જીલ્લાની રાજેન્દ્રનગર આર્ટસ કોલેજમાં અભ્યાસ કરતી અને મહેસાણાના અંબાલા ગામની પૂજા પટેલે નામની વિદ્યાર્થિનીએ તાજેતરમાં બાંગ્લાદેશના ઢાકા ખાતે યોજાયેલ ઇન્ટરનેશનલ કોમ્પિટિશનમાં બે ગોલ્ડ અને બે સિલ્વર મેડલ પ્રાપ્ત કરી “મીસ યોગીની” નું બિર...

નડિયાદ બસનો ડ્રાઈવર નશામાં ધૂત

અરવલ્લી,તા:૨૨ સલામતી સવારી એસટી અમારી સુત્રમાં એસટીને સલામત તરીકે ચિતરવામાં આવી છે પરંતુ ગુજરાત એસટીના કેટલાક ડ્રાઇવરો સરેઆમ લીરેલીરા ઉડાડી રહ્યા છે અરવલ્લી જીલ્લામાં ૩ મહિનાના ટૂંકા ગાળામાં દારૂપીને નશામાં ધૂત બની હંકારતા ૫ થી વધુ ડ્રાઈવર ઝડપાઈ ચુક્યા છે પરંતુ એવા અનેક ડ્રાઇવરો હશે જે લોકોના હાથે નહીં ચડ્યા હોય કે પછી પકડાયા નહીં હોય. અહીં પ્...