Tuesday, June 23, 2026

અંબાજીમાં 15 ઓગસ્ટને અનુલક્ષીને સુરક્ષા વધુ સઘન બનાવાઈ

કાશ્મીરમાં ૩૭૦ નાબૂદ કર્યા બાદ આંતકવાદી હુમલાની દહેશત અને એલર્ટના પગલે ગુજરાતના યાત્રાધામોની પણ સુરક્ષા કડક કરી દેવામાં આવી છે. આગામી ૧૫મી ઓગસ્ટે ઉજાનાર સ્વતંત્રતા પર્વને લઈ યાત્રાધામ અંબાજી મંદિરમાં સુરક્ષા સઘન કરી દેવાઈ છે. અંબાજી મંદિર સખત સુરક્ષા ધરાવતું મંદિર છે. અહીં રોજ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીના દર્શનનો લાભ લેવા ઉમટી પડે છે. મ...

ત્રિપલ તલ્લાક બિલ સંસદમાં પાસ થવા છતાં કાયદાનો ભંગ

સંસદના બંને ગૃહોમાં ત્રીપલ તલાક બિલ પાસ થયું છે. પરંતુ ડીસા તાલુકાના જૂનાડીસામાં ટ્રીપલ તલાકનો બનાવ સામે આવ્યો છે. નવાઈની વાત એ છે કે, મોદી સરકારના આ કાયદાના વિરોધમાં ભાજપના સક્રિય સભ્ય મુસામીયાએ ત્રણ તલાક આપતા ભાજપ માટે મોટી લપડાક સમાન છે. મુસામિયા ચાવડાએ બે લગ્નના 32 વર્ષ બાદ ટ્રીપલ તલાક આપી દેતા ચકચાર મચી છે. મુસામિયાના ૩૨ વર્ષ પહેલાં ફરિદાબાનુ ...

અંબાજી પાસે કારનો અકસ્માત, તળાવમાં ખાબકી

અંબાજી પંથક માં આજે સાંજ ના સુમારે વરસાદ નું ભારે ઝાપટું પડતા દાંતા તરફ થી અંબાજી આવી રહેલી એક એશન્ટ કાર ને અકસ્માત સર્જાયો હતો. જોકે આ એશન્ટ કાર માં 7 મુસાફરો સવાર હતા ને આ કાર નંબર જી.જે.02 બીડી 5003 જે અંબાજી થી માત્ર એક કિલો મીટર દુર જ વરસાદ નો ભારે ઝાપટું પડ્યું હોવાથી કાર ચાલકે સ્ટેરિંગ પર નું કાબુ ગુમાવતા કાર રોડ સાઈડે આવેલા એક ઊંડા તળાવ માં...

કોટેશ્વર મહાદેવ મંદિરનો કબજો અંબાજી ટ્ર્સ્ટને સોંપવા સુપ્રીમનો આદેશ

યાત્રાધામ અંબાજી નજીક આવેલા આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટની માલિકીના કોટેશ્વર મંદિરનો કબજો પૂજારીને 6 મહિનામાં ખાલી કરવાનો સુપ્રીમ કોર્ટએ આદેશ કર્યો છે. પાછલા કેટલાય વર્ષોથી મહંત દ્વારા હક્ક દાવા કરવામાં આવ્યા હતા. જેની પર સુપ્રીમ કોર્ટ દ્વારા સુનાવણી હાથ ધરતા અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટની જીત થઈ હતી. યાત્રાધામ અંબાજી મંદિર નજીક ખેડબ્રહ્મા હાઇવે પર ડ...

બનાસકાંઠાના ત્રણ જળાશયોમાં પાણી તળિયે, ખેડૂતોમાં ચિંતા

પાકિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય તેમજ રાજસ્થાન સાથેની આંતરરાજ્ય સરહદને અડીને આવેલ બનાસકાંઠા જિલ્લો વર્ષોથી પાણીની તીવ્ર તંગીનો સામનો કરતો આવ્યો છે. સતત કુદરતી પ્રકોપનો ભોગ બનતા રહેતા બનાસકાંઠા માટે આગામી સમય પણ ખૂબ જ કપરો સાબિત થવાના એંધાણ અત્યારથી જ વર્તાઇ રહ્યા છે. આ વર્ષે પણ મેઘરાજાએ મ્હો ફેરવી લીધું હોય, તેમ શ્રાવણ માસ અડધો વીતવા આવ્યો હોવા છત...

થરામાં વાહન ચોર ઝડપાયો, ચાર બાઈક એક એક્ટિવાની ચોરીની કબૂલાત કરી

થરા પોલીસે બુધવારે રાત્રે પેટ્રોલિંગમાં નંબર પ્લેટ વગરના બાઇક ચાલકની પૂછપરછ કરતાં શખ્સે 4 બાઇક,એક એક્ટિવાની ચોરીની કબૂલાત કરી હતી. થરા પોલીસે નંબર પ્લેટ વગરના બાઇક સવાર લક્ષ્મણ પીરા રબારી (ઘાંઘોળ) (રહે.ખારીયા સીમ કેનાલની બાજુમાં તા.કાંકરેજ)ને પૂછપરછ કરતાં બાઇકના કાગળ રજૂ કરી શક્યો ન હતો. આથી પોલીસે શંકાના આધારે વધુ પૂછપરછ કરતા વાહન ચોરીની કબૂલાત કર...

બનાસકાંઠાના વનીકરણ વિભાગના રોજમદારોને લઘુત્તમ વેતનમાં અન્યાય

બનાસકાંઠા જિલ્લામાં સામાજિક વનીકરણ વિભાગમાં કામ કરતાં રોજમદારોને લધુત્તમ વેતનમાં અન્યાય કરવામાં આવતો હોઇ ગુરૂવારે જિલ્લા કલેકટરને રજૂઆત કરી હતી. અને સાત દિવસમાં સમસ્યાનો નિવેડો લાવવા માટે જણાવાયું હતું. બનાસકાંઠા જિલ્લાના જુદાજુદા તાલુકાઓમાં સામાજિક વનીકરણ વિભાગમાં ફરજ બજાવતાં રોજમદારોએ ગુરૂવારે જિલ્લા કલેકટર સંદિપ સાંગલેને રજૂઆત કરી હતી. જેમાં ...

થરાદમાં નર્મદાના પાણી આપવા માટે રજૂઆત કરાઈ

થરાદ તાલુકા કોંગ્રેસ સમિતિના અગ્રણીઓએ બુધવારે નાયબ કલેકટર કચેરીમાં આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે આ વખતે ચોમાસામાં અપુરતો અને અનિયમિત વરસાદ છે. માટે ચોમાસાનું વાવેતર અમુક વિસ્તારોમાં થયું નથી અને અમુક વિસ્તારોમાં ખેડૂતોએ કરેલા વાવેતર પાણી વગર સુકાઈ રહ્યો હોય ખેડૂતને પાણીની તાતી જરૂરિયાત છે. થરાદ વિસ્તારમાં રાજ્ય સરકારની કરોડોના ખર્ચે તૈયાર થયે...

વિકલાંગોની ટિકિટ-પાસ તપાસવાના બહાને તોડ કરતો પાટણનો શખ્સ ઝડપાયો

પાલનપુર આરપીએફ પોલીસની ટીમે અમરાપુર – અરાવલી એક્સપ્રેસ ટ્રેનમાં રેલવે સુરક્ષા દળના જવાનના સ્વાંગમાં વિકલાંગ યાત્રીઓનું ચેકિંગ કરી તેમની ટિકિટ અને પાસ તપાસવાના બહાને નાણાં પડાવતા પાટણના એક શખ્સને ગુરૂવારે ઝડપી લીધો હતો. જેને પાલનપુર ખાતે ગુજરાત રેલવે પોલીસને સોંપતા પીએસઆઇએ વધુ તપાસ હાથ ધરી છે. પાલનપુર આરપીએફ પોલીસની ટીમને રેલવે સુરક્ષા દળની વર્દી...

થરાદના સાંચોર રોડ પર અકસ્માતમાં એકનું મોત

થરાદ સાંચોર રોડ પર અકસ્માતમાં લોઢનોરના યુવક પટેલ વિક્રમ હેમજી ઉ.વ. ૨૦ નું મોત થયું હતું. જયારે એકને ઇજા થતાં નગરની જેજે પટેલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવની જાણ થતા થરાદ ૧૦૮એ દોડી જઇ સારવાર અર્થે ખસેડાયો હતો. બનાવથી ચકચાર મચવા પામી હતી. ક્રેન સાથે મોટરસાયકલ ટકરાવાથી ઘટના સર્જાઇ હતી.

લાંબા સમય બાદ ડીસામાં ધોધમાર વરસાદ

સમગ્ર રાજ્યમાં મેઘ મહેર થયા બાદ પણ ડીસા તાલુકામાં મેઘ રાજા રિસાયા હતા. જેના પગલે જગતનો તાત પણ ચિંતિત બન્યો હતો. જોકે શુક્રવારે વહેલી સવારથી જ મેઘ રાજા ડીસા તાલુકામાં અમી દ્રષ્ટિ રાખી વહેલી સવારથી જ પોતાનું હેત વરસાવ્યું હતું અને ધોધમાર વરસાદ પડતાં સમગ્ર પ્રજામાં હરખ છવાયો હતો

સ્ત્રીના કપડા પહેરી ચોરી કરતાં ચોરોથી સાવધાન

આજે રાત્રે ડીસા તાલુકાના ભોયણ અને ઢુવામાં સ્ત્રીના કપડા પહેરી ચોર પકડાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ ચોર દિવસે 2-3 કલાકના સમયે ઘરે ઘરે ફરીને અજાણ વ્યક્તિ બની ખોટું સરનામું પુછતા લોકોમાં ચોરની શંકાયે તેનો પીછો કર્યો હતો તે ચોર ભોયણ ગામના ડીસા-સામઢી રોડ પર આવેલી બોડી ફાટક પાસે ઝુપડામાં કપડાં બદલી નાખ્યા અને ફરીથી ઘરે ધરે ફરી ખોટા સરનામું પૂછવ...

પાલનપુર સિવિલમાં માનવતા લજવાઈ: ૨ મૃતદેહો ૧૨ કલાક સુધી રઝળ્યા 

પાલનપુરની ખાનગી ટ્રસ્ટ સંચાલિત સિવિલ હોસ્પિટલમાં માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. સિવિલ સત્તાવાળાઓની મનમાનીથી ગરીબ આદિવાસી પરિવારોની બે મહિલાઓના મૃતદેહો ૧૨ કલાક સુધી પી.એમ. રૂમની બહાર વરસતા વરસાદમાં પડી રહ્યા હતા. જેને પગલે સિવિલ હોસ્પિટલના તંત્ર સામે લોકોએ ફિટકારની લાગણી વરસાવી હતી. પાલનપુર સિવિલ હોસ્પિટલ ના ખાનગીકરણ બાદ વહીવટ કથળ્યો હોવાન...

પરિવાર વતન ગયો અને તસ્કરો 2.30 લાખની રોકડ અને દાગીના ચોરી ગયા

પાલનપુરના માધુપુરા રોડ પર આવેલી ગોવિંદાગ્રીન સોસાયટીમાં રહેતો એક પરીવાર શનિવારે સાંજે સામાજીક કારણોસર પોતાના વતને જવા નિકળ્યો હતો.જેને લઇ બંધ મકાનનો લાભ ઉઠાવી રાત્રે તસ્કરો ઘરમાંથી રૂ.2.30 લાખ રોકડ તેમજ 5 તોલા સોનાની ચોરી ગયા હતા ઘટનાની જાણ ઘર માલીકને થતા પરીવારે પરત દોડી આવી અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોધાવી હતી.પોલીસે 2.30 લાખ રોકડ અને 95 હજારના જ...

પાલનપુરમાં કોની સામે સહી ઝૂંબેશ ચાલી રહી છે ?

સિવિલ હોસ્પિટલ ના સફાઈ કર્મચારીઓ ની ચાલી રહેલ હડતાલ ની આમ આદમી પાર્ટી ના ઉપ પ્રમુમ ભેમભાઈ ચૌધરી અને કૌશિકભાઈ બારોટ મુલાકતે .તમામ સહકાર આપવાની ખાતરી આપવામાં આવી સિવિલ બચાવો સમિતિ દ્વારા નક્કી થયા મુજબ દર શનિવારે સવારે 10 થી 1 કલાક સુધી  સિવિલ હોસ્પિટલના મૈન ગેટ આગળ  ખાનગીકરણ ના વિરુદ્ધ માં સહી ઝૂંબેશ ચલાવવામાં આવશે અને 5 લાખ સહીઓ મા.મુખ્યમંત્રી ન...