વૈશ્યાવૃત્તિ માટે બદનામ વાડિયામાં કુંવારી યુવતીઓના લગ્ન થવા લાગ્યા
બનાસકાંઠાનાં થરાદનાં અંતરિયાળ ગામ વડિયા ગામ મહિલાઓના દેહ વ્યાપાર માટે દેશભરમાં બદનામ હતું. વાડિયામાં બદલાવ આવે, ત્યાંની દીકરીઓ પરણે અને સામાન્ય પરિવારની જેમ સાસરે જાય અને પોતાનો સંસાર શરૃ કરે એવા સ્વપ્ન સમગ્ર ગુજરાતના સમજુ લોકોનું હતું. હવે આ ગામ સુધારા પર છે. અહીં યુવતીઓ લગ્ન કરવાના બદવે વેશ્યાવૃત્તિ કરાવવા માટે તેના પિતા અને ભાઈ દલાલ બની જતાં હતા...
રાજસ્થાનથી ગુજરાતમાં માલધારીઓની હજરત, 5 હજાર ગાયો ગુજરાત આવી
હજારો પશુઓ સાથે માલધારીઓ રાજસ્થાનમાંથી હિજરત કરી બનાસકાંઠાનાં પાણીવાળા વિસ્તારમાં આવ્યાં છે. માલધારીઓ પશુઓ ઘાસચારાની શોધ કરી રહ્યાં છે. ચાલુ સાલે બનાસકાંઠા અને પાડોશી રાજ્ય રાજસ્થાનમાં નહિવત વરસાદ થતા ઘાસચારા અને પાણીની ભારે અછત ઉભી થઈ છે. રાજસ્થાનમાં ઘાસચારા સાથે પશુઓ માટે પીવાનાં પાણીનાં પણ ફાંફાં થઈ ગયા છે. જેથી માલધારીઓ હજારો પશુઓ સાથે ગુજરાતના...
6500 કટ્ટા ડીએપી ખાતર પરત કરાયું
બનાસકાંઠા જિલ્લામાં પણ ડીએપી ખાતરના કટ્ટામાં વજન ઓછું હોવાનું સામે આવ્યું છે. આ અંગે તંત્ર દ્વારા તપાસ કરવામાં આવતાં 20 જગ્યાએ 270થી 600 ગ્રાજ જેટલા ખાતરની ઘટ હોવાનું જણાયું હતુ. આથી આવા ઘટ ધરાવતાં 6500 કટ્ટા પરત લેવામાં આવશે. જેતપુરમાં ડીએપી ખાતરના કટ્ટામાં વજન ઓછુ હોવાનું કૌભાંડ બહાર આવ્યા બાદ બનાસકાંઠા જિલ્લામાં પણ તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં ...
બનાસકાંઠામાં ભ્રષ્ટાચારીઓ બાળકોનું દૂધ પી ગયા
રાજ્ય સરકાર દ્વારા બનાસકાંઠા જીલ્લામાં અછતના નામે ઉનાળુ વેકેશનમાં મધ્યાહન ભોજન અને દુધ સંજીવની યોજના ચાલુ રાખીને ભ્રષ્ટાચાર થતો હોવાની ફરિયાદો ઊઠી છે. ડીસા, કાંકરેજ, થરાદ-વાવ-દિયોદર સુઈગામ-લાખણી-ભાભર ધાનેરા તાલુકાઓની તમામ પ્રાથમિક શાળાઓમાં ઉનાળુ વેકેશન દરમ્યાન મધ્યાહન ભોજન અને દુધ સંજીવની યોજના ચાલુ રાખવાનો નિર્ણય લેવાયા બાદ ગેરરીતિ થઈ રહી છે.
બ...
મોડાસાના યુવકને ગુગલમાં નોકરી મળી
ફેસબુક, ગૂગલ કે માઇક્રસોટમાં નોકરી કરવાનું સ્વપ્ન સાચું પડ્યું છે. ઉત્તર ગુજરાતના મોડાસાના મનવા મોહિબઅહેમદ મજીદભાઈનું સ્વપ્ન સાચું થયું છે. મોડાસાની મખદૂમ હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યા બાદ સોફ્ટવેર એન્જીનિયરનો અભ્યાસ કરી ગુડગાંવની એક કંપનીમાં નોકરી કરતો ત્યારે વિદેશી કંપની ગુગલના અધિકારી આ કંપનીમાં આવ્યા હતા. મનવાની ઈન્ટેલીજન્સી ધ્યાને આવતાં તેને ઈન્ટર્...
દલિતનો વરઘોડો કાઢવા ઈન્કાર પછી ફરીથી વરઘોડો કઢાયો
રાજ્યમાં અનુસૂચિત જાતિનાં લગ્નનાં વરઘોડામાં ભેદભાવની એક પછી એક ઘટના સામે આવી રહી છે. મોડાસા તાલુકાના ખંભીસર ગામે અનુસૂચિત જાતિના યુવકના લગ્નનો વરઘોડો કાઢવા મામલે રવિવારે બે જૂથ વચ્ચે ઘર્ષણ અને બબાલ થઇ હતી. સાંજે પથ્થરમારો થતાં 10થી વધુ લોકોને ઈજા થઈ હતી. કેટલાક પોલીસ કર્મચારીઓ પણ ઘાયલ થયા હતા. આ ઘટના બાદ આજે એટલે કે સોમવારે પોલીસ બંદોબસ્ત સાથે ફરી ...
કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે લગ્નમાં પણ રાજરમત આદરી
બનાસકાંઠાના વાવ મત વિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરના પુત્રના લગ્નમાં ઠાકોર સેનાના અધ્યક્ષ અને ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને ભાજપના નેતા શંકર ચૌધરી એક સાથે જોવા મળ્યા હતા. ત્રણેય નેતાઓને એકસાથે બેઠેલા જોઇને લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આ નેતાઓ જ્યારે જાહેર સ્ટેજ પરથી ભાષણ આપતા હોય છે, ત્યારે એકબીજા પર કટ્ટર દુશ્મનો જેવા પ્રહાર કરે છે. એક ...
ઉનાળો આવતાં રીંછના હુમલા વધી ગયા
ગુજરાતમાં એકમાત્ર બનાસકાંઠાના અમીરગઢ નજીકના જાસોર રીંછ અભયારણ્યમાં અમીરગઢ અને દાંતા તાલુકાના જંગલ વિસ્તારોમાં 120 નર-માદા રીંછ છે. વિશ્વમાં રીંછ સામાન્ય રીતે માંસાહારી પ્રાણી છે, પરંતુ ગુજરાતમાં તે પૂરું માંસાહારી નથી. બનાસકાંઠા અને ગુજરાતના અન્ય વિસ્તારોમાં વિહરતા રીંછ ઉધઈ, કીડી મકોડા અને જંગલી પેદાશો ખાય છે.
જેસોર અભયારણ્યમાં 75 રીંછ છે. આ અભય...
માથાભારે માણસોના કારણે કિડોતરમાં હિજરત, ભુતડીયાએ કંઈ ન કર્યું
અમીરગઢ તાલુકાના કિડોતર ગામના હનિફભાઈએ પોતાના કુટુંબીજનોના ત્રાસથી હિજરત કરવાની ફરજ પડી છે. આરોપીઓ માથાભારે હોઈ તેમનાથી ભયભીત મુસલા પરિવારે ન્યાયની માંગ સાથે પાલનપુરની કલેકટર કચેરી આગળ ધરણા શરૂ કર્યા હતા. ગામના સરપંચ પાનાબેન કે વગદડીયા અને તલાટી ધનરાજ વી ભુતડીયાએ પોતાના ગામના આ પીડિત પરિવાર માટે કંઈ કર્યું નથી.
હનિફભાઈ રસુલભાઇ મુસલાને તેમના માથાભ...
બાજરીનું વાવેતર સારું તો ભાવ કેમ ઉંચકાયા? પ્રજા પરેશાન વેપારીઓની લૂંટ
મોંઘવારી વિક્રમી રીતે વધી છે. 300 રૂપિયે રહેતી બાજરીનો 20 કિલોનો ભાવ રૂ.400થી 471એ પહોંચી ગયો છે. તેથી સૌરાષ્ટ્ર અને આદિવાસી વિસ્તારની ગરીબ અને મધ્યમવર્ગ માટે હવે બાજરી ખરીદી નહીં શકાય. દુષ્કાળની સ્થિતિ, સિંચાઇના પાણીનો અભાવ અને પિયત સિંચાઇના પાણીના તળ ઉંડા જતા આ વર્ષે બાજરીના વાવેતરમાં ઘટ જોવા મળી રહી છે.
2018માં 2.45 લાખ હેક્ટરની સામે 2019ના એ...
ગુજરાતના ખેડૂતને દાડમની ખેતી માટે લંડનમાં પુરસ્કાર
ગુજરાતના દિવ્યાંગ ખેડૂત ગેનાજી પટેલે દાડમની ખેતી કરીને સમગ્ર વિસ્તારને નવો રસ્તો બતાવ્યો હતો. તેને 2017ના પદ્મશ્રી પુરસ્કાર આપવામાં આવ્યા બાદ હવે લંડનમાં સાંસ્કૃત્તિક યુવા સંસ્થા દ્વારા ગૌરવ પુરસ્કાર આપવામાં આવશે. આજ સુધી તેમને 18 પુરસ્કાર આપવામાં આવ્યા છે. હવે તેમને 19 જૂલાઈ 2019માં યુનાઈટેડ કિંગડમ બ્રિટિશ પાર્લામેન્ટ લંડન ખાતે એવોર્ડ આવવા આમંત્રણ...
પાલનપુરમાં ટેન્કરમાંથી રોડ પર પાણીની જેમ દૂધ ઠોળાયુ
બનાસ ડેરી પાલનપુર પશુપાલકો નું દૂધ ટેન્કર માંથી ઠોલાઈ રહ્યું છે ..પાલનપુર એરોમાં સર્કલ પાસે થી જોવા મળ્યું .રસ્તા માં દૂધે દૂધ ...કોની જવાબદારી ???
https://youtu.be/Qxx75k-6YWE
પેપ્સિ-કો કંપની સામે ગુજરાતના ખેડૂતોનું આંદોલન શરૂં
અમેરિકાની પેપ્સિ-કો કંપનીએ ગુજરાતના બટાકા પેદા કરતાં 12 ખેડૂતો પર ગુના નોંધ્યા છે. તેથી ગુજરાતના ખેડૂત સંગઠનોએ કંપની સામે લડી લેવા માટે 24 એપ્રિલ 2019થી આંદોલન શરૂ કરવાની જાહેરાત કરી છે. આ માટે ગુજરાતના કેટલાંક ખેડૂત આગેવાનો મળ્યા હતા. કંપનીનો દાવો છે કે તેમના પેટન્ટ ધવારતાં લેઈસ (Lay”s)ની ચીપ્સ બનાવવાના બિયારણથી ગુજરાતના ખેડૂતો બટાકા ઉગાડે છે....
કોંગ્રેસના પરથી ભટોળનો પ્રચાર બંધ કરી દે, નહીંતર મજા નહીં આવે
બનાસકાંઠા લોકસભાની ચૂંટણીમાં લાખણી તાલુકા કોંગ્રેસના મહામંત્રી સંજય રબારી લાખણી ખાતે કોંગ્રેસના કાર્યાલયથી નિકળ્યા તેની સાથે તેને કોંગ્રેસનો પ્રટાર નહીં કરવા ધમકી આપવામાં આવી હતી. કુડા ગામડાઓમાં પ્રચાર કરવા જવા તેઓ નિકળ્યા હતા.કુડાના માર્ગે જતાં એક કાળા રંગની કાર ઊભી હતી. તેના ઉપર પાછળના ભાગે ભાજપના સ્ટીકર લગાવેલા હતા. પેલી કારમાંથી હાથ ઊંચો કરીને ...
બુરખો પહેરી મતદાન કરતાં ભાજપનો વિરોધ
વડગામ તાલુકાના માહી ગામે મતદાન સમયે પ્રિસાઈડિંગ ઓફિસર અને મતદારો વચ્ચે ચકમક થતાં તંત્ર સહિત પોલીસ કાફલો મતદાન મથકે પહોંચી મામલો થાળે પાડ્યો હતો. ચકમક થતાં થોડાક સમય માટે મતદાન અટક્યું હોવાનું જાણવા મળે છે. જોકે પુનઃ મતદાન શાંતિપૂર્ણ વાતાવરણમાં શરૂ કરાયું હતું
પ્રાપ્ત માહિતી મુજબ માહી ગામે લોકસભાની ચૂંટણીને લઈ વહેલી સવારથી શાંતિપૂર્ણ વાતાવરણમાં મત...
ગુજરાતી
English