બનાસકાંઠામાં 3.16 લાખ હેક્ટર વાવેતર પૈકી 39 હજાર હેકટર વિસ્તાર અસરગ્રસ...
પાલનપુર, તા.૦૫
જિલ્લાના 14 તાલુકાના 443 અસરગ્રસ્ત ગામોમાં 69 ગ્રામ સેવકોની ટીમો દ્વારા જુદા જુદા 13,182 ખેડૂતોનો પ્રાથમિક સર્વે કરવામાં આવ્યો છે. જિલ્લામાં કુલ 3.16 લાખ હેક્ટર વાવેતર વિસ્તાર પૈકી 39 હજાર હેકટર વાવેતર વિસ્તારને અસર થઈ હોવાનું પ્રાથમિક સર્વેમાં બહાર આવ્યું છે. જિલ્લામાં સહુથી વધુ ડીસામાં 3200 ખેડૂતોને અસર થઈ હોવાનું તેમજ સહુથી ઓછા...
પાલનપુરમાં વીજ કર્મચારીઓએ પડતર પ્રશ્નો મુદ્દે દેખાવો યોજ્યા
પાલનપુર, તા.૦૩
વીજકર્મીઓ પોતાની પડતર માંગો ન સ્વીકારાતા પાલનપુર વીજ કચેરી નજીક જ કર્મીઓએ વિવિધ માંગો દર્શાવતા બેનરો ધારણ કરી સુત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. આગામી સમયમા માંગો નહી સ્વીકારાય તો માસ સીએલ પર ઉતરી જવાની ચીમકી ઉચ્ચારી હતી.
અખીલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ અને જીઇબી એન્જીનિયર એસોશીએશન દ્વારા વીજ કર્મીઓ અને અધિકારીઓને મળવા પ...
પાલનપુરની યુવતીને 18 વર્ષના લગ્નજીવન બાદ પતિએ ફોન પર તલ્લાક આપ્યા
પાલનપુર, તા.૦૩
પાલનપુરની યુવતીના લગ્ન વિસનગર ખાતે થયા હતા. જોકે 18 વર્ષના લાંબા લગ્નજીવન બાદ પતિએ યુવતીની માતાને ફોન કરી તલાક આપ્યા હતા. જેથી યુવતી પાલનપુર મહિલા પોલીસમથકે મદદ માટે દોડી ગઇ હતી.
પાલનપુરની યુવતી યાસ્મીનબેનના લગ્ન આજથી 18 વર્ષ અગાઉ વિસનગરના રફીકભાઇ ઉર્ફે મુન્નો મુર્તુજાભાઇ શેખ સાથે થયા હતા. જોકે લગ્નજીવન દરમિયાન યાસ્મીનબેને નવ બાળ...
મહા વાવાઝોડાની અસરથી વાવ-થરાદ પંથકમાં કરા સાથે વરસાદ, હજુ વરસાદ પડી શક...
વાવ, તા.૦૨
અરબી સમુદ્રમાં લક્ષદ્વીપ નજીક ફૂંકાયેલા મહા વાવાઝોડાની અસર છેક ઉત્તર ગુજરાત સુધી વર્તાઇ છે. શુક્રવારે સાંજના સમયે વાતાવરણમાં અચાનક પલટા બાદ બનાસકાંઠાના સરહદી વાવ અને થરાદ પંથકનાં ગામોમાં કરા સાથે વરસાદ પડ્યો હતો. જેને લઇ જાહેર માર્ગો પર પાણી ભરાઇ ગયાં હતાં. કમોસમી વરસાદને લઇ ઉભા પાકોમાં નુકસાનની ભીતિ સેવાઇ રહી છે. તો હવામાન વિભાગ દ્વા...
ડીસામાં સગીરને નગ્ન કરી સોટીથી મારમારી હેવાનિયત દર્શાવતો વીડિયો ઉતારના...
ડીસા, તા.૦૨
ડીસાના મારવાડી મોચીવાસ વિસ્તારમાં રહેતા સગીરને નદીના પટમાં લઈ જઈ નગ્ન કરી મારમારી અપશબ્દો બોલી ધમકી આપી તેનો વીડિયો બનાવી વાઇરલ કર્યા મામલે 5 શખ્સો વિરુદ્ધ ડીસા ઉત્તર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે 4 શખ્સોની અટકાયત કરી છે.
ડીસામાં છેલ્લા દોઢ માસમાં સોસિયલ મીડિયામા બેથી વધુ વાઇરલ થયેલા વિડીયોએ ચકચાર મચાવી છે. વેમ્પનો મેકઅપ કર...
પાલનપુરમાં પ્રેમિકા પૈસા લઇ ભાગી જતાં વિરહમાં પ્રેમી યુવકે ઝેર ઘોળ્યું...
પાલનપુર, તા.૨૬
શહેરના ગઠામણ દરવાજા વિસ્તારમાં રહેતા એક યુવકે પ્રેમિકાના વિરહમાં ઝેરી દવા ગટગટાવી લેતા ચકચાર મચી જવા પામી હતી. સુરતમાં દસ વર્ષથી લીવ ઇન રિલેશનમાં રહેતી યુવતી છોડીને ચાલી જતાં યુવકે અંતિમ પગલું ભર્યું હતું. આ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે.
પાલનપુર શહેરના ગઠામણ દરવાજા વિસ્તારમાં રહેતા અને ધંધાર્થે સુરત સ્થાયી...
વિદેશમાં નોકરી-અભ્યાસનું પ્રલોભન આપી શિક્ષિકા પાસેથી રૂ.61.90 લાખની છે...
પાલનપુર, તા.૨૪
વિદેશમાં નોકરી અને અભ્યાસનું પ્રલોભન આપી ચાર શખ્સો દ્વારા શિક્ષિકા પાસેથી રૂ.61.90 લાખની છેતરપિંડી કરાઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ મુજબ પાલનપુરની શિક્ષિકા પાસેથી સુરત અને પંજાબના ચાર શખ્સો દ્વારા છેતરપિંડી આચરવામાં આવી છે.
પાલનપુરના ન્યૂ એલ.પી. સવાણી રોડ પર રહેતાં વર્ષાબહેન ગુલવાની એક ખાનગી ક્લાસીસમાં નોકરી કરે છે, જેઓ અગા...
પાલનપુર ગલબાભાઈ ટ્રસ્ટ સંચાલિત સિવિલ હોસ્પિટલની સામે આવી બેદરકારી
પાલનપુર, તા.૨૩
પાલનપુરની સિવિલ હોસ્પિટલમાંથી લોકોનો વિશ્વાસ ડગમગી ગયો છે. એક સમયે ઉત્તર ગુજરાતમાં સારી ગણાતી હોસ્પિટલ આજે છેલ્લાં કેટલાક સમયથી શંકાના દાયરામાં આવી ગઈ છે. ગઇકાલે જ કૂશકલ ગામનાં રાહુલ ઠાકોરના અકસ્માતની દર્દનાક વાત સામને આવી હતી, રાત્રે આઠેક વાગે પ્રદીપકાકા સીવીલમાંથી પસાર થઇ રહ્યા હતા, ત્યારે આ અકસ્માતના સમાચાર મળ્યા. ત્યાં જોવ...
વિદેશનું સસ્તુ દૂધ ભારતમાં આયાત ન કરવા આવેદન
પાલનપુર, તા.૨૩
આરસીઈપી કરાર અંતર્ગત સમજૂતી કરાય તો વિદેશમાંથી આયાત થતુ દૂધ ભારતમાં 20 થી 30 રૂપિયા જેટલું સસ્તું થઈ પશુપાલન ઉપર જીવતા બનાસકાંઠા જિલ્લાના પશુપાલકો પાયમાલ થઈ જાય. જેથી આ કરાર કરવામાં ન આવે તે માટે બનાસકાંઠા જિલ્લાના પશુપાલકોએ કલેકટરને રજૂઆત કરી હતી. ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાની ડેરી પ્રોડક્ટ ભારતમાં આયાત કરાય તો સ્થાનિક પશુપાલકો પ...
જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનો કારકુન પશુપાલક પાસેથી રૂ. 5 હજારની લાંચ લેતાં ...
પાલનપુર, તા.૨૩
જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં હંગામી કારકુન તરીકે ફરજ બજાવતો ગિરીશ પ્રજાપતિ મંગળવારે ખેડૂત પાસેથી 5 હજાર રૂપિયા લોન મંજુર કરવા માંગતા એસીબીએ ઝડપી પાડ્યો હતો. ગિરીશ પ્રજાપતિએ ભેંસોના તબેલાનો લોન કેસ મંજુર કરાવવા અરજદાર પાસે અવાર નવાર નાણા માંગ્યા હતા. જોકે પશુપાલક પૈસા આપવા માગતો ન હોઈ એસીબીનો સંપર્ક કર્યો હતો.
પાલનપુરમાં જોરાવર પેલે...
ટેમ્પાને ઓવરટેક કરવા જતાં લકઝરી ચાલકે ટ્રેલરને અથડાવી, 3ના મોત
થરાદ, તા.૨૨ થરાદના સાંચોર હાઇવે દુધવા ગામના પુલ પાસે સોમવારે વહેલી સવારે 4 વાગે ટેમ્પાને ઓવરટેક કરવાની લ્હાયમાં લકઝરીના ચાલકે સામે આવતા ટ્રેઈલર સાથે અથડાવતા લકઝરીના ડ્રાઇવર-ક્લીનર અને ટ્રેઇલરના ડ્રાઇવર સહિત ત્રણનાં મોત નીપજ્યાં હતા. જ્યારે 12 જેટલા મુસાફરોને ઈજા પહોંચી હતી. જેમાં 3 જણને ગંભીર હાલતમાં અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા.
સુરતથી રવિવારે ...
આજીવિકા માટે ગામે ગામ ભટકતા પરિવારોની દયનિય સ્થિતિ
ડીસા,તા:23 જાહેર માર્ગ પર બેઠેલા આ બાળકોની તસ્વીર સરહદી બનાસકાંઠાના ડીસા પંથકની છે સમગ્ર રાજ્યમાં વિચરતી જાતિના અનેક સમુદાય છે પાપી પેટનો ખાડો પુરવા માટે એક ગામથી બીજા ગામ ભટકતા આ પરિવારો આજીવિકા રળવા અથાક પ્રયત્નો કરી રહ્યા છે તો બીજી તરફ સરકાર દ્વારા સાક્ષરતા અભિયાનની સૂફીયા ની વાતો કરી અનેક બડાશો હાંકવામાં આવી રહી છે જે તમામ દાવા આ તસવીર જોતા ખો...
ગુજરાત રાજ્ય એસ. ટી. વિભાગ દ્વારા સતત વધતા જતા અકસ્માતોની સંખ્યાં ઘટા...
ડીસા,તા:23
ડીસા સહિત સમગ્ર રાજ્યમાં વધતા જતા એસ. ટી. બસોના અકસ્માત અને મુસાફરોની સલામતી જળવાય તેના માટે એસ. ટી. વિભાગ દ્વારા એક મેગા ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. જેમાં જુદા વિભાગના ડેપોમાં નોકરી કરતા તમામ બસના ડ્રાઈવરનું બ્રિથ એનલાઇજર મશીન દ્વારા ચેકીંગ કરવામાં આવ્યું હતું અને આ મશીન દ્વારા ડ્રાઇવર નશામુક્ત છે કે નહીં તેની ખાતરી કરવામાં આવી હતી. ...
વડગામના મેતામાં નવ વર્ષની કિશોરીને શંકાસ્પદ ડિપ્થેરિયા થતાં ખળભળાટ
છાપી, તા.૨૨
બનાસકાંઠાના વડગામ તાલુકાના મેતા ગામમાં એક નવ વર્ષની બાળકી ડિપ્થેરિયાની ઝપેટમાં આવતા તાલુકામાં ખળભળાટ સાથે આરોગ્ય વિભાગ હરકતમાં આવી સર્વે હાથ ધર્યો હોવાનું જાણવા મળે છે.
સરહદી બનાસકાંઠાના ધાનેરામાં શંકાસ્પદ ડિપ્થેરિયાના કારણે છ બાળકો ભોગ બનતા જિલ્લામાં ફફડાટ વ્યાપી ગયો છે. દરમિયાન આ રોગ ટૂંકા ગાળામાં વડગામના ગામડાંઓ સુધી પહોંચતા લોક...
મેઘરાજાએ વરસાદનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં ખેડૂતોના હાથમાં આવેલો કોળિય...
વડાવળ, તા:23 બનાસકાંઠા જિલ્લા સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં મેઘરાજાએ પાછોતરા વરસાદના રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં ખેડૂતોના હાથમાં આવેલો કોળિયો પણ છીનવાઈ ગયો હતો. જે સ્થિતિએ રાજ્ય સરકાર દ્વારા ભારે વરસાદથી ખેતીમાં થયેલા નુકસાન બાબતે વીમા કંપનીઓને તાત્કાલિક સર્વ કરવા જણાવવામાં આવ્યું હતું પરંતુ વીમા કંપનીઓની બેદરકારી સામે આવી રહી છે.
આ બાબતે કેટલાંક ખેડુત...
ગુજરાતી
English