ગટરના ગંદા પાણી 3 કિમી દૂર સાંતરવાડા સુધી પહોચતાં મામલતદારને આવેદન
દાંતીવાડા, તા.૧૨
દાંતીવાડા તાલુકામાં ચોમાસા બાદ કાદવ-કીચડ ફેલાયા છે. ત્યારે પાંથાવાડા પંચાયતના ગટરના પાણી સાંતરવાડા સુધી પહોંચતા ગામલોકો ઘરની બહાર નિકળતા પણ અચકાઇ રહ્યાં છે. ગામમાં ગંદકીના લીધે ગંભીર રોગચાળો ફાટી નિકળે તેવી દહેશત ઉભી થઇ છે. જેને લઇ શુક્રવારના મોટી સંખ્યામાં ગામલોકો ભેગા થઇ દાંતીવાડા મામલતદારને આવેદન આપી જાહેરમાર્ગે ફેલાતી ગંદકી...
રાજસ્થાનના અનાદરામાં ટ્રેલર દુકાનમાં ઘુસી જતાં ૪ વ્યક્તિનાં મોત, ૧૩ ઘા...
પાલનપુર, તા.૧૧
ગુજરાતના બનાસકાંઠાને અડીને આવેલા રાજસ્થાનના અનાદરા ગામમાં ગુરુવારે બપોરે બેકાબુ ટ્રેલર ચાલકે રિક્ષા, બાઇક અને વીજળીના થાંભલા સાથે ટ્રેલર અથડાવી દુકાનમાં ઘુસી જતા સર્જાયેલી વિચિત્ર દુર્ઘટનામાં ૪ લોકોના મોત નિપજ્યાં હતા. જ્યારે ૧૩ જેટલા લોકોને ગંભીર ઇજાઓ થતાં સારવાર અર્થે ખસેડાયા હતા.
ગુરુવારે બપોરે રાજસ્થાનના મંડારથી અનાદરા તરફ ...
નર્મદાની મુખ્ય નહેરમાં પડી જતાં યુવાનનું મોત નીપજ્યું
પાલનપુર, તા.૧૦
થરાદ નર્મદાની મુખ્ય નહેરમાં બુધવારે બપોરે કોઠીગામના યુવાન પડી જતાં તેનું ડૂબી જતાં મોત નીપજ્યું હતુ. જેની જાણ તરવૈયાઓને કરાતાં તરવૈયાઓએ શોધખોળ હાથ ધરી મૃતદેહને બહાર કાઢ્યો હતો. આશાસ્પદ યુવાનના મોતને લઈ ગમગીની છવાઈ છે.
થરાદની મુખ્ય કેનાલ બુધવારે બપોરે થરાદ તાલુકાના કોઠી ગામના પ્રદિપભાઇ નરસેગભાઇ આસલે અચાનક પડી જતાં ડૂબી જતાં મોત...
રેલવેઓવર બ્રિજ ઊંચો કરવાની કામગીરી દિવાળી પછી શરૂ થશે
પાલનપુર, તા.૧૦
પાલનપુરમાં ગુરુનાનક રેલવે ઓવરબ્રિજને ઊંચો કરવાની કામગીરી દિવાળી બાદ હાથ ધરાનાર છે. જેને લઈ રેલવે ઓવરબ્રિજની એક સાઈડ દિવાળી આસપાસ બંધ કરાશે. પુલ નીચેથી હવે નિયમિત ડબલ ડેકર ટ્રેન નીકળનાર હોઇ પુલ 80 સે.મી. ઊંચો કરવામાં આવશે. જોકે સમગ્ર કામગીરી દરમિયાન ટ્રાફિક જામની સ્થિતિ સર્જાશે તેવામાં રેલવે અધિકારીઓએ જે વૈકલ્પિક રસ્તાઓ સૂચવ્યા છે....
કાણોદર માં વાયરલ ફીવર થી એક બાળકી નું મોત
બનાસકાંઠા,તા.04
સરહદી બનાસકાંઠા માં ભારે વરસાદ ને લઈ રોગચાળો માથું ઊંચકી રહ્યો છે જેથી જીવલેણ ડેન્ગ્યુ માથું ઉચકતા આ મહારોગ ને લઈ અનેક લોકો ભોગ બની રહયા છે ત્યારે પાલનપુર તાલુકા ના કાણોદર ગામમાં વધુ એક નવ વર્ષીય બાળકી નું મોત થતાં ગામમાં હાહાકાર મચી જવા પામ્યો હતો. જ્યારે કાણોદર માં દશ દિવસ માં બે બાળકીઓ મોત ને ભેટતા આરોગ્ય તંત્ર ની કામગીરી સામ...
સોશિયલ મીડિયામાં નોટા બટન દબાવવાના મેસેજથી દોડધામ
પાલનપુર, તા.૦૩
થરાદ વિધાનસભા ચૂંટણીમાં સોશિયલ મીડિયામાં નોટાની રેલીના મેસેજથી દોડધામ મચી હતી. સોશિયલ મીડિયામાં નોટા માટે બેઠક યોજવાનું કહી એક મેસેજ ફરતો કરાયો હતો. જેમાં કેટલાક મોબાઈલ નંબરો લખવામાં આવ્યા હતા. બાદમાં ચૂંટણી અધિકારી બેઠક સ્થળે પહોંચી જતા બેઠકમાં એકઠા થયેલા લોકોએ ખાનગી કામે બેઠક યોજી હોવાનું જણાવ્યું હતું.
થરાદમાં શંકરભાઈ ચૌ...
ગોઝારા અકસ્માત બાદ લક્ઝરી બસના માલિક અને બસ ભાડે ફેરવનારએ જવાબદારીમાંથ...
પાલનપુર, તા.૦૩
ત્રિશુળિયા ઘાટ પર પલટી ગયેલી લક્ઝરી બસના માલિક અને ભાડે ફેરવનાર જવાબદારીમાંથી હાથ ખંખેરી રહ્યા છે. આરટીઓએ જણાવ્યું હતું કે તપાસમાં જેમની લાપરવાહી સામે આવશે તેમની વિરુદ્ધ ગુનો દાખલ થઈ શકે છે. હાલ ડ્રાઈવર અમદાવાદ સારવાર હેઠળ છે.
ત્રિશૂળિયા ઘાટ પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બસ હંકારનારનો વિડીયો મંગળવાર રાત્રે વાયરલ થયો હતો. જેમ...
માલણ દરવાજા નજીક સાંકડા માર્ગને લીધે એસટી બસ ડિવાઈડર પર ચઢી ગઈ
પાલનપુર, તા.૦૨
પાલનપુરના માલણ દરવાજા નજીક મંગળવારે માંડવીથી અંબાજી જતી એસટી બસના ડ્રાઇવરને ડિવાઇડર ન દેખાતા બસ ડિવાઇડર પર ચડી ગઇ હતી અને બસમાં સવાર પેસેન્જરોના જીવ તાળવે ચોંટ્યા હતા. પરંતુ બસના ડ્રાઇવરે બસ પરનો કાબૂ જાળવી રાખતાં જાનહાનિ ટળી હતી.
અંબાજીથી દાંતા વચ્ચે ત્રિશુળીયા ઘાટ પર સોમવારે લક્ઝરી બસ પલ્ટી જવાની ઘટનાને પગલે 21 લોકોના મોત નિપ...
ટ્રોમાં સેન્ટરના દરેક બેડ ઉપર મારી મમ્મી, મારા પપ્પા, મારો ભાઈ ક્યાં છ...
પાલનપુર, તા.૦૧
અંબાજીની અકસ્માતની ઘટનાને પગલે દાંતામાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે દર્દીઓને પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં એક એમ્બ્યુલન્સમાં 5થી 10 દર્દીઓ ભરી-ભરી લવાયા હતા. સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર ખાતે દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. જેને લઇ સિવિલ હોસ્પિટલનું ટ્રોમા સેન્ટર દર્દીઓની ચિચિયારીઓથી ખળભળી ઊઠ્યું છે. મોટાભાગના દ...
ઉત્તર ગુજરાતને મેઘરાજાએ ઘમરોળ્યું, સતલાસણામાં 8 ઈંચ, ભાભર અને રાધનપુરમ...
પાલનપુર, તા.01
કચ્છ પાસે સર્જાયેલી વેલમાર્ક લોપ્રેશર સિસ્ટમ ડિપ્રેશનમાં ફેરવાતાં સમગ્ર ઉત્તર ગુજરાતને મેઘરાજાએ ઘમરોળી નાખ્યું હતું. 24 કલાકમાં સૌથી વધુ વરસાદ સતલાસણા અને ભાભરમાં 7.5 ઇંચ તેમજ રાધનપુરમાં 7 ઇંચ ખાબક્યો હતો. તો હારીજમાં 4.5, પાટણ, દિયોદર અને કાંકરેજમાં 4 ઈંચ, સિદ્ધપુરમાં 3.5, વિસનગર, મહેસાણા, સરસ્વતી, સાંતલપુર અને શંખેશ્વરમાં 3 ઇંચ...
રેલિંગના કારણે બસ ખાઇમાં ન પડી અને 50 લોકોના જીવ બચી ગયા..!
પાલનપુર, તા.૦૧
અંબાજી નજીક ત્રિશૂલિયા ઘાટના ભયજનક વળાંકમાં હનુમાન મંદિર પાસે લક્ઝરી પલટતાં 21 યાત્રિકોનાં મોત થયાં છે અને 55 ઘવાયા છે. જેમાંથી 4ની હાલત ગંભીર હોવાના કારણે અમદાવાદ રિફર કરાયા છે. જીજે 1 એઝેડ 9795 નંબરની ડબલ ડેકર લકઝરી બસમાં આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના ખુડેલ અને અન્ય ગામોથી લોકો ધાર્મિકયાત્રાએ નીકળ્યા હતા અને ઊંઝા, બહુચરાજી, અંબા...
વિજચેકિંગમાં ગયેલા નાયબ ઈજનેરને વાવના ઉમેદપુરાના સરપંચે માર માર્યો, બે...
પાલનપુર, તા.29
વાવના ઉમેદપુરા ગામે વિજ જોડાણ ચેક કરી પરત ફરતી યુજીવીસીએલની ટીમને નવા બની રહેલા એક ઘરમાં વિજ ચોરી કરાઇ હોવાનો શક જતા ટીમ તે ઘર તરફ તપાસમા જતી હતી. તે સમયે ગામના સરપંચે આવી તપાસ અટકાવી યુજીવીસીએલના નાયબ ઇજનેરને મારમારી યુજીવીસીએલની ટીમને એક ઓરડીમા પુરી દબાણ કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા નાયબ ઇજનેરે સરપંચ અને તેના સાગરીત સામે મ...
નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના આદેશથી દાંતા- અમીરગઢની 20 ખાણોમાં ખનન અટકાવ્ય...
પાલનપુર, તા.૨૯
નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના આદેશથી દાંતા અમીરગઢની 20 ખાણોમાં ખનન કાર્ય પર રોક લગાવાઈ છે. એનજીટીના હુકમના પગલે 11 લીઝ સંપૂર્ણ બંધ થાય એવી સ્થિતિ સર્જાઈ છે. અભ્યારણ ક્ષેત્રમાં વધુ ખોદકામ થયું હોવાનું સામે આવતા 9 લીઝને વધારાના વિસ્તારોમાં ખનન પર પ્રતિબંધ લગાવાયો છે. અધૂરામાં પૂરું લાપરવાહી દાખવનાર કલેકટર, ભૂસ્તર, વન, પ્રદુષણ સહિતના વિભા...
ડેન્ગ્યુથી પાલનપુરના પોલીસ પુત્ર અને કાણોદરની બાળકીનું મોત થયું
પાલનપુર, તા.૨૯
પાલનપુરમાં રોગચાળાનો કહેર દિન પ્રતિદિન વધી રહ્યો છે. શંકાસ્પદ ડેન્ગ્યુથી પાલનપુરના 14 વર્ષના પોલીસ પુત્ર અને કાણોદરની 8 વર્ષની બાળકીનું મોત નિપજી ગયું હતું. કાણોદરની સરફરાજઅલી હસનની દીકરી મેરીસાની તબિયત બગડતાં પાલનપુર સિવિલમાં સારવાર અપાયા બાદ અમદાવાદ લઇ જવાઇ હતી. જ્યાં એપોલો હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજયુ હતુ.
આ ઉપરાંત ...
શશીવનમાં ગાંધીજીની 375 કિલોની તાંબાની પ્રતિમા મુકાશે
પાલનપુર, તા.૨૮
પાલનપુરમાં પહેલી વાર ગાંધીજીની પ્રતિમા ખુલ્લી મુકાશે. 375 કિલોની તાંબાની પ્રતિમા શશીવનમાં ઉભી કરવામાં આવનાર છે. રૂ.13.50 લાખની પ્રતિમાનું બીજી ઓકટોબરે વિદ્યામંદિર સંસ્થા દ્વારા અનાવરણ કરાશે.
પાલનપુરની શૈક્ષણિક સંસ્થા વિવિધલક્ષી વિધામંદિરના ડાયમંડ જયુબિલી કાર્યક્રમ દરમિયાન ટ્રસ્ટીઓએ મહાત્મા ગાંધીજી ની પ્રતિમાની શહેરમાં સ્થાપના ...
ગુજરાતી
English