ભાદરવાના ભરપૂર વરસાદ વચ્ચે પણ મુક્તેશ્વર ડેમ તળિયા ઝાટક
વડગામ, તા.૨૬
બનાસકાંઠા જિલ્લાની પૂર્વે આવેલા વડગામ તાલુકાના મુકતેશ્વર-ડેમમાં ભાદરવા મહિનાના ભરપૂર વરસાદ વચ્ચે પણ પાણીની આવક નહીંવત થતાં ડેમનું તળિયું દેખાતા જગતના તાત ગણાતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે.
લોક માતા સરસ્વતી નદી ઉપર વર્ષો પહેલાં સિંચાઈ વિભાગ દ્વારા ડેમ બાંધવામાં આવ્યો હતો. પરંતુ તાલુકામાં નહેરોના અભાવે હજુ સુધી વડગામ તાલુકાના ૧૧૦ ગામ...
28 સ્થળ ઉપરાંત વધુ 5 હોસ્પિટલમાંથી પોરા મળતાં દંડ
પાલનપુર, તા.૨૫
પાલનપુરના ગઠામણ ગામમાં થોડા દિવસ અગાઉ ડેન્ગ્યુથી એક બાળકીનું મોત નીપજ્યા બાદ સફાળા જાગેલા આરોગ્ય વિભાગે સાત દિવસમાં 11 હોસ્પિટલ અને હોટલ, પાર્લર અને ટાયરોની દુકાનોમાં તપાસ કરતાં મચ્છરોના બ્રીડિંગ મળી આવતાં દંડ ફટકાર્યો હતો. મંગળવારે વધુ 5 ખાનગી હોસ્પિટલ અને 5 નાના મોટા પાર્લર અને ભોજનલયોમાં ડેન્ગ્યુના બ્રીડિંગ મળ્યા હતા. જે મામલે...
જોરાપુરા ગામે ભેંસ ચોરીની તપાસમાં ગયેલી દાંતા પોલીસને રીંછનો દાટેલો મૃ...
પાલનપુર, તા.૨૪
દાંતા પોલીસ ભેંસોની ચોરી મામલે આરોપીઓની તપાસ દરમિયાન જોરાપુર ગામે ગઇ હતી. તપાસ દરમિયાન એક ખેતર નજીક જમીનમાંથી બહાર કાઢેલી માટી દેખાતા પોલીસે શંકા વ્યક્ત કરી તપાસ કરાવતા અંદરથી ભેંસના મૃતદેહની જગ્યાએ રીંછનો મૃતદેહ મળતાં પોલીસ ચોંકી ઊઠી છે. આ અંગે પોલીસે ત્વરિત વન વિભાગને જાણ કરતાં દાંતીવાડાના વેટરનરી તબીબો પાસે પોસ્ટમોર્ટમ કરાવી જે...
લાખણીના મડાલ પ્રા.આરોગ્ય કેન્દ્રના સ્ટાફ ક્વાર્ટરમાંથી દારૂની 100 બોટલ...
પાલનપુર, તા.૨૪
લાખણીના મડાલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ ક્વાર્ટરમના એક રૂમની અભરાઈ પરથી દવાની જગ્યાએ દારૂની 100થી વધુ ખાલી બોટલ મળતા ખળભળાટ મચી ગયો છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કોમ્પ્યુટર રૂમમાંથી પણ દારૂની અડધી ભરેલી બોટલ મળી છે. અહીં પહોંચેલા ગ્રામજનોએ વિરોધ નોંધાવતાં મેડિકલ ઓફિસરે સ્ટાફના તમામ કર્મીઓ પાસે માફીપત્ર લખાવી દીધું હતું. જોકે ...
પત્ની ગર્ભવતી થતાં પતિએ બાળક ન રાખવાનું કહી મારી
પાલનપુર, તા.૨૧ અંબાજીની યુવતીને ગાંધીધામના સાસરીયાઓ અવારનવાર દહેજની માંગ કરી મારમારી રહ્યા હતા. જ્યારે યુવતી 3 માસનો ગર્ભ રહ્યો હોવાની તેના પતિને જાણ કરી તો તેના પતિએ ઉશ્કેરાઇ જઇ મારમારી કહ્યું તું અને બાળક કઇ નથી જોઇતુ તેવુ કહી છુટાછેડા લેવા દબાણ કરતા યુવતીએ પતિ સહીત સાસરીયાઓ સામે ફરીયાદ નોધાવી હતી.
અંબાજીની યુવતીના લગ્ન ગાંધીધામના આદીપુર ખાતે...
વડગામ-છાપીમાં દોઢ કલાકમાં 2 ઇંચ વરસાદ
પાલનપુર, તા.૨૨ શનિવારે સાંજના ચારેક વાગે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. જેમાં વડગામ તાલુકામાં દોઢ કલાકમાં 2 ઇંચ વરસાદ જ્યારે ધાનેરામાં 21, કાંકરેજમાં 13 અને ડીસા, દાંતીવાડા, વાવ, થરાદ, દાંતામાં 3 મીમી વરસાદ નોંધાયો હતો. ઊંઝામાં સાંજના 4થી 6 બે કલાકમાં વાવાઝોડા સાથે અઢી ઇંચ (62 મીમી) પાણી પડ્યું હતું. જ્યારે સતલાસણામાં 10 મીમી અને વિજાપુરમાં 3 મ...
જમીનના ડખામાં બે જૂથો હથિયારો સાથે ધસી આવતાં તંગદિલી
પાલનપુર, તા.૨૧
પાલનપુરના સ્ટેશન રોડ નજીક આવેલી મસ્જીદ પાછળના વિસ્તારમાં જમીનના કબજા બાબતે શુક્રવારે ભર બપોરે બે જુથો વચ્ચે તિક્ષ્ણ હથીયારો વડે અથડામણ થતા ચકચાર મચી હતી. ઘટનાને પગલે પોલીસ ઘટનાસ્થળે પહોચે તે પહેલા જ બંને જુથોના લાકો ફરાર થઇ ગયા હતા. 8 શખ્સો લાકડીઓ, ધોકા અને બેઝબોલ સ્ટીક સાથે ધમાલ મચાવતાં જીલ્લા મેજીસ્ટે્ટના હથિયાર બંધીના જાહેરનામા...
બાઈક અને લકઝરી બસ સામસામા અથડાતા ત્રણ સગા ભાઈના મોત
પાલનપુર, તા.૨૨
આજે વહેલી સવારે લાખણી તાલુકાના લાખણી ગેળા પાસે બાઈક અને લકઝરી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બાઈક અને લકઝરી બસ સામસામા અથડાતા 3 સગા ભાઈઓના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. અકસ્માત ને પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.
સવારે અકસ્માત સર્જાયો લાખણી તાલુકાના લાલપુર ગામના 3 ભાઈઓ તાલુકા મથક કોઈ કામ અર્થે વહેલી સવારે જઈ રહ્યા હત...
ટાઉન પ્લાનીંગમાં પાટીદારોને અન્યાય થતો હોવાની જિલ્લા કલેકટરને ફરિયાદ
પાલનપુર,તા.20
પાલનપુર વિકાસ નકશામાં ગરબડો બાબતે આજે અસરગ્રસ્તોએ જિલ્લા કલેકટર સમક્ષ ટીપી એક્ટ 6-બી હેઠળ અરજી દાખલ કરી હતી. કોંગ્રેસના ધારાસભ્ય મહેશ પટેલે તેની આગેવાની લીધી હતી. અરજદાર કનુભાઈ પટેલના નામે જિલ્લા કલેકટરની કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી.
ટાઉન પ્લાનીંગમાં પાટીદારોની જમીન છે ત્યા અન્યાય
પાલનપુર વિસ્તારમાં જે જમીનો કપાતમાં જાય છે ત...
વડગામમાં બસ મામલે વિદ્યાર્થીઓએ કર્યા ચક્કાજામ
વડગામ, તા.૧૮
બનાસકાંઠા જિલ્લાના તાલુકા મથક વડગામમાં બસના અભાવે વિફરેલા વિદ્યાર્થીઓએ બસ રોકી ટ્રાફિક ચક્કાજામ કર્યો હતો. જો કે દોડી આવેલી પોલીસે વિદ્યાર્થીઓને સમજાવી મામલો માંડ થાળે પાડ્યો હતો.
તાલુકા મથક વડગામ ખાતે મંગળવારે સાંજે સ્કૂલો છૂટ્યા બાદ વિદ્યાર્થીઓના ટોળેટોળાં આવીને બસની રાહ જોઈ ઉભા હતા. પણ મોડા સુધી બસ ન આવતા વિદ્યાર્થીઓ રજળ્યાં ...
કુંભાસણની છાત્રાએ રાજ્ય કક્ષાની જુડોમાં ગોલ્ડ મેડલ મેળવ્યો
પાલનપુર, તા.૧૭
પાલનપુરના કુંભાસણ ગામની ધ્વની રાજેશકુમાર પટેલે 10 વખત રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લઇ અગાઉ પણ સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતા. તાજેતરમાં વડોદરા ખાતે રાજ્યકક્ષાની જુડો કરાટેની મેચમાં ગોલ્ડ મેડલ મેળવી જિલ્લા તેમજ સમાજનું ગૌરવ વધાર્યું છે.
કુંભાસણ ગામની ધ્વની પટેલ ધાણધાની સરકારી હાઈસ્કૂલમાં અભ્યાસ કરે છે. પિતા રાજેશકુમાર પટેલ ધાણધાની ...
બનાસકાંઠામાં 71 સ્થળોએ નમામી દેવી નર્મદે મહોત્સવ યોજાશે
પાલનપુર, તા.૧૬ ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદી પરનો સરદારસરોવર ડેમ પૂર્ણ કક્ષાએ ભરાવાની ઐતિહાસિક ઘટનાનો ઉત્સવ નમામિ દેવી નર્મદે મહોત્સવ તા. ૧૭ સપ્ટેમ્બરના રોજ ભવ્ય રીતે ઉજવાશે. આ મહોત્સવની ઉજવણી અંતર્ગત બનાસકાંઠા જિલ્લા પંચાયતની ૬૬ સીટ અને ૫ નગરપાલિકા વિસ્તારમાં એમ કુલ-૭૧ સ્થળોએ મહોત્સવ ઉજવાશે. જિલ્લાકક્ષાનો મુખ્ય કાર્યક્રમ થરાદ મુકામે કૃષિ વિજ્...
પોલીસ ટાર્ગેટ બનાવશે તો પાલનપુરના રિક્ષા ચાલકો ચક્કાજામ કરશે
પાલનપુર, તા.૧૬
16 સપ્ટેમ્બરથી વાહનચાલકો માટે નવા દંડની જોગવાઇ કરવામાં આવી છે. પાલનપુરમાં રિક્ષાચાલકોએ આ બાબતે રવિવારે પાલનપુરમાં બેઠક યોજી હતી અને રિક્ષાચાલકોને ટાર્ગેટ બનાવાશે તો રિક્ષાચાલકો ચક્કાજામ કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી અને અનિશ્ચિત મુદ્દતની હડતાળ ઉપર ઉતરી જશે. આ બાબતે ઓટો ચાલક સંઘર્ષ સમિતિના પ્રમુખ સાજીદ મકરાણીએ જણાવ્યું કે ‘અમે અગાઉ પ...
પાલનપુરમાં ગાયે મહિલાને શિંગડે ચડાવી
પાલનપુર, તા.૧૪
પાલનપુર શહેરના હાર્દસમાન દીલ્હીગેટ વિસ્તારમાં દીવસ દરમિયાન શહેર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના હજારો લોકો અવર જવર કરે છે. ત્યારે છેલ્લા કેટલાક દીવસથી દીલ્હીગેટ ચોકની વચ્ચે ગાયો અડીંગો જમાવી રસ્તા વચ્ચે જ બેસી જાય છે. ગુરૂવારે વિસ્તારમાં રસ્તો ઓળંગી રહેલી બે મહિલાઓમાંની એક મહિલાને ગાયે શિંગડે ચડાવી હતી. શિંગડાથી મહિલાને ધક્કોમારત...
પાલનપુર અને ડીસામાં પણ પીયુસી અને હેલ્મેટમાં ઊઘાડી લૂંટ
પાલનપુર, તા.૧૪
પીયુસી માટે લોકોમાં ધસારો વધ્યો છે. પાલનપુરમાં રોજના 800 જ્યારે ડીસામાં 600 પીયુસી નિકળી રહ્યા છે. રજીસ્ટ્રેશનમાં ખામી અને જૂની નંબર પ્લેટવાળાઓને પીયુસીમાં તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. પાલનપુરમાં ડુપ્લીકેટ આઇએસઆઇ માર્કાવાળા હેલ્મેટના 350 રૂપિયા લેવાય છે. જોકે પાલનપુરમાં હજુ હેલ્મેટ માટે કોઈ ગંભીરતા આવી નથી.
મોટર વ્હિકલ અધિન...
ગુજરાતી
English