Tuesday, June 23, 2026

કુંભલમેરની યુવતી પિતાનું સપનું પુરું કરવાં બીએસએફમાં જોડાઇ

ગઢ, તા.13  પાલનપુર તાલુકાના કુંભલમેર ગામની ખેડૂતની દિકરીએ પોતાની પુત્રીને દેશ સેવા કરવા માટે લશ્કરમાં જોડાવવાની પ્રેરણા આપી હતી. જેથી પુત્રીએ પિતાની ઇચ્છાને પુરી કરવા કઠિન મહેનત કરીને આર્મીની લેખિત તેમજ પ્રેકટિકલ પરીક્ષા પાસ કરીને પિતાની ઇચ્છા પુરી કરી છે. પાલનપુર તાલુકાના કુંભલમેરમાં રહેતાં ખેડૂત મોતીભાઈ પાળજા(પટેલ) કે જેઓએ પોતાની પુત્રીને દ...

બનાસડેરી દ્વારા દૂધના ભાવમાં કિલો ફેટે રૂ.૧૦નો વધારો

બનાસકાંઠા,તા:૧૧ કૃષિ અને પશુપાલન થકી આજીવિકા રળતા જિલ્લાના ખેડૂતો માટે પશુપાલન મુખ્ય વ્યવસાય બની રહ્યો છે, ત્યારે બનાસડેરી પણ સમયાંતરે દૂધના ભાવોમાં વધારો કરીને દૂધ ઉત્પાદકોને આ વ્યવસાય થકી પોષણક્ષમ ભાવો મળી રહે તેની સતત ચિંતા સેવતી હોય છે. પશુપાલકો માટે આવા જ એક સ્તુત્ય પગલા સ્વરૂપે બનાસ ડેરીએ આજથી દૂધના ભાવમાં કિલો ફેટે રૂપિયા ૧૦નો વધારો કરતા દૂધ...

પાલનપુરમાં કેળાની વખારમાં ફૂડ એન્ડ ડ્રગની ટીમના દરોડા

પાલનપુર, તા.૦૫ પાલનપુર શહેરના જુના માર્કેટયાર્ડમાં કેળાની વખારમાં ફૂડ એન્ડ ડ્રગની ટીમે ઓચિંતા દરોડા પાડતા અફરાતફરી મચી જવા પામી હતી. જ્યાંથી કેમિકલ યુક્ત પાણીથી પકવવામાં આવી રહેલા એક લાખ રૂપિયાનો બે ટન કેળાનો જથ્થો કબ્જે લેવાયો હતો. આ અંગે કેળા પકવવાનું કેમિકલ લેબોરેટરીમાં મોકલી જપ્ત કરાયેલો કેળાનો જથ્થો નાશ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. ...

પાલનપુરમાં બે ઈંચ વરસાદ, માલણ દરવાજા પાસેના 20 પરિવારોનું સ્થળાંતર કરા...

પાલનપુર, તા.૦૩  ઉત્તર ગુજરાતમાં રવિવારે રાતથી સોમવાર સુધી સામાન્ય ઝાપટાંથી લઇ 4 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. જો કે, સોમવાર સવારથી સાંજે 6 વાગ્યા સુધીમાં છુટાછવાયા હળવા ઝાપટાં જ વરસ્યા હતા. છેલ્લા 24 કલાકની વરસાદની સ્થિતિ જોઇએ તો 47 પૈકી 37 તાલુકામાં હળવાથી માંડી 4 ઇંચ સુધીનો ભારે વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ ખેડબ્રહ્મામાં 4 ઇંચ, પોશીનામાં સ...

દાંતીવાડામાં ખેડૂતે બે એકર જમીનમાં ચંદનના 500 વૃક્ષ ઊછેર્યા

દાંતીવાડા, તા.૦૨ બનાસકાંઠાના દાંતીવાડા ભોમમાં પથ્થરોનું વધારે પ્રમાણ જોવા મળે છે. ત્યારે નીલપુર ગામના ખેડૂત દ્વારા દાંતીવાડા તાલુકામાં 2014માં પ્રથમ વાર બે એકર જમીનમાં 500 ચંદનના છોડનું સફળ વાવેતર કરી જાણે કૃષીક્ષેત્રે અનોખી પહેલ કરી અન્ય લોકોને પણ આધુનિક ખેતી કરવા પ્રેરણા આપી હતી. ચંદનની ખેતી માત્ર ભારતમાં જ થાય છે અને તેના ગર્ભમાંથી નીકળતું...

ડીસામાં વીજ કંપનીનીં સમય સુચકતાના પગલે દુર્ઘટના ટળી

ડીસા, તા.30 રાજય સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાનને વધુને વધુ વેગ મળે તે હેતુથી દરેક પાલિકાઓ મહાનગર પાલિકાઓમાં ડોર ટુ ડોર  કચરાના કલેક્શન માટે આગવી વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં દિવસ દરમિયાન પાલિકાના ટેમ્પો દ્વારા સમગ્ર ડીસા શહેરના તમામ વિસ્તારોમાંથી ડોર ટૂ ડોર કચરો કલેક્શન કરવાની કામગીરી નીયમિત થતી હોય છે. પરંતુ ક્યારેક આ વાહનચાલકોની બેદરકારીથી અક...

છાત્રાને ગર્ભવતી બનાવવાની પોસ્ટ મૂકનારા સામે જિલ્લા યુવા ભાજપના અધ્યક્...

પાલનપુર, તા.૨૬ બનાસકાંઠાની એક કોલેજની છાત્રાને જિલ્લાના એક યુવા નેતાએ સગર્ભા બનાવી હોવાની પ્રેસનોટ સાથે જિલ્લા યુવા ભાજપના અધ્યક્ષ હરેશ ચૌધરીનું નામ જોડી સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ કરાતાં હોબાળો મચી ગયો હતો. જિલ્લા અધ્યક્ષે પોસ્ટ વાયરલ કરનારા મોબાઇલ નંબરવાળા સામે ફરિયાદ નોંધાવી હતી. બીજીબાજુ આ પોસ્ટ વાયરલ કરાવવા પાછળ રાષ્ટ્રીય યુવા ભાજપ કારોબા...

દાંતીવાડાના રેન્જ ફોરેસ્ટ ઓફિસર પાસેથી 14 લાખની બિનહિસાબી રોકડ મળી આવી...

પાલનપુર, તા.૨૫ 2018માં દાંતીવાડાના તત્કાલીન રેન્જ ફોરેસ્ટ ઓફિસર ચંદ્રકાંત જોશી રૂ.12 હજારની લાંચ લેતા એસીબીના છટકામાં ઝડપાયા હતા. જેને પગલે આરોપી ચંદ્રકાંત જોશી વિરુદ્ધ પાલનપુર એસીબી પોલીસ સ્ટેશનમાં લાંચ લેવાનો ગુનો નોંધાયો હતો. જેની તપાસ દરમિયાન આરોપીના રહેણાક એવા સરકારી ક્વાર્ટરમાંથી રૂ. 13 લાખ 75 હજાર 930ની રોકડ રકમ મળી આવી હતી. આ મામલે તપાસ ...

જલોત્રા ગામમાં 40 વર્ષ બાદ ચાર એકરમાં 300 મેટ્રિક ટન શેરડીનું ઉત્પાદન

પાલનપુર, તા. 19  એક સમયે ધાણધાર પંથક તરીકે ઓળખાતા પંથક શેરડીના સાંઠાઓથી લહેરાતો હતો ત્યાં પાણીના તળ ઊંડા ગયા બાદ હવે 40 વર્ષ પછી 4 એકરમાં શેરડીનું 300 મેટ્રિક ટન જેટલું ઉત્પાદન મિકેનિકલમાં ડિપ્લોમા કરનારા 40 વર્ષના ખેડૂતે કર્યું છે. જે જલોત્રા ગામમાં 50 વર્ષ પૂર્વે વડદાદા શેરડીનો ગોળ બનાવતા હતા ત્યાં પ્રપોત્રે શેરડીનો મબલખ પાક લેતા લોકો મોમાં આં...

પાલનપુર પાલિકાના કાર્યક્રમમાં 44માંથી માત્ર સાત સભ્યો ધ્વજવંદનમાં હાજર...

પાલનપુર, તા.૧૭ ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકા દ્વારા સ્વાતંત્ર પર્વની ઉજવણીને પણ જુથબંધીનું ગ્રહણ લાગતા મામલો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે. પાલિકાના ધ્વજવંદન કાર્યક્રમ ત્રણબત્તી વિસ્તારની સરકારી સ્કૂલમાં યોજાયો હતો. જ્યાં પાલિકાના ભાજપ- કાંગ્રેસના ૪૪ સભ્યો પૈકી માત્ર ૭ સભ્યો જ ઉપસ્થિત રહેતા આ મુદ્દો ચર્ચાની એરણે ચડ્‌યો છે. દેશભરમાં ૭૩મા સ્વાતંત્ર પર...

ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદથી રસ્તાઓ ધોવાયા, પાલનપુર-આબુ રોડ બંધ કરવો પ...

ઉત્તર ગુજરાત, તા:-૧૬ રાજ્યમાં દક્ષિણ ગુજરાત બાદ હવે ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે, ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં 8 ઇંચ કરતા વધુ વરસાદ પડ્યો છે, પાલનપુર, ડિસા અને દાંતા સહિતના શહેરોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે, અંબાજીમાં વરસાદને કારણે કેટલીક જગ્યાઓએ ભેખડો ધસી પડી હોવાનું સામે આવ્યું છે, બીજી તરફ અહીના રસ્તાઓ પણ ધોવાઇ ગયા છે, પાલનુર-આબુ ...

અંબાજીની મૂર્તિ પાછી આવી ગઈ

ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં વિભાવરી બેન દવેની મુલાકાત ટાણે ગબ્બર ઉપરથી માતાજીની મૂર્તિ હટાવી લેવાતા વિવાદ સર્જાયો હતો. આ વિવાદને પગલે ફેસ ઓફ નેશને સમાચાર રજૂ કરીને મંત્રીની ખુશી માટે કરવામાં આવેલી આ કામગીરી વખોડવામાં આવી હતી. આ અહેવાલના ગંભીર પ્રત્યાઘાત પડ્યા હતા જેને લઈને તાત્કાલિક ધોરણે ફરીથી માતાજીની મૂર્તિને જે જગ્યાએ હતી ત્યાં સ્થા...

ડીસા પાસે વૈભવી કારમાંતી દારૂ સાથે બે ઝડપાયા

બનાસકાંઠા પોલીસ અધિક્ષક પ્રદીપ શેજુળે જિલ્લામાં દારૂ/જુગારની પ્રવુતિ નેસ્ત નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરતા એલ.સી.બી પોલીસ સબ ઇન્સ્પેકટર પી.એલ. વાઘેલા તથા એ.એ.ચૌધરીના માર્ગદર્શન મુજબ સ્ટાફના નરેશ, કુલદીપસિંહ, દિગ્વિજયસિંહ, જયપાલસિંહ, મીલનદાસ નિકુલસિંહ, મોહસીનખાન, પ્રવિણની ટીમ ડીસા રૂરલ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલિગમાં હતી તે દરમિયાન બા...

ડીસા પંથકમાં આડેધડ વૃક્ષછેદનતી પર્યાવરણ સામે તોળાતું જોખમ

'ગ્લોબલ ર્વોમિંગ' માં સપડાયેલા સરહદી બનાસકાંઠા જિલ્લામાં સતત બીજા વર્ષે પણ અપૂરતો વરસાદ પડ્‌યો છે તેથી એકમાત્ર કૃષિ ઉપર નિર્ભર જિલ્લાનું અર્થતંત્ર હચમચી ઉઠ્‌યું છે. તેમ છતાં વન વિભાગની રહેમ નજર હેઠળ પ્રદૂષણની સાથે સાથે વૃક્ષ છેદનની આત્મઘાતી કુપ્રવૃત્તિ નિરંતર ચાલુ છે. વૃક્ષારોપણના તાયફા કરતા વધુ વૃક્ષોની કતલ થઈ રહી છે. તેમાં પણ હરિયાળી નિહાળીને અંગ...

પ્રધાન વિભાવરીએ કહ્યું અને ગબ્બર ઉપરથી અંબાજીની મૂર્તિ હટાવી લેવાઈ

ગુરુવારે માતાજીની પુનમ છે જે મહિનામાં માત્ર એકવાર આવે છે. આ દિવસે માતાજીના ભક્તો દર્શન કરવા આવતા હોય છે ત્યારે ગબ્બરના પ્રાચીન મંદિરમાં જ માતાજીની મૂર્તિ જ દેવસ્થાન ટ્રસ્ટ તરફથી વીઆઈપીની સરભરા માટે હટાવી લીધી છે. ભાજપ સરકાર સત્તામાં એટલી આંધળી બની ગઈ છે કે તેમના મંત્રીઓ પણ હવે મંદિરોમાં પણ તેમને ગમે તેમ વર્તવા લાગ્યા છે. દેવસ્થાન મંત્રી વિભાવરીબ...