Tuesday, August 4, 2026

ભ્રષ્ટાચારમાં ડૂબેલા તંત્રએ વડોદરાને ડૂબાડયું, કરોડોનો ખર્ચ અને પ્લાન ...

અડધો અડધ સોસાયટીના મકાનો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. જૂન પહેલા 90 ટકા પ્રિમોન્સુન કામગીરી પૂર્ણ કર્યાનો દાવો પણ બધું પાણીમાં. આજવાની સપાટી ૨૧૨ ફૂટે અને વિશ્વામિત્રીની ૩૦ ફૂટે પહોંચી અને ૩૨ ફૂટને પાર કરે તો અડધું વડોદરા પાણીમાં ગરકાવની સ્થિતિ, ૨૦૦૫માં ૪૦ ફૂટ સુધી વિશ્વામિત્રી પહોંચી ગઈ હતી અને શહેરમાં પાણી ફરી વળ્યા હતા. વડોદરા મહાનગર પાલિકા દ્વારા...

વડોદરા શહેરમાં એનડીઆરએફની ટીમ અટવાઈ

હાલોલથી વડોદરા આવતા રોડ પર હાઇવે પાસે ભારે પાણી ભરાઈ જતાં વડોદરામાં મદદ કાર્ય માટે આવવા માટે નીકળેલી એનડીઆરએફની ત્રણ ટીમો અટવાઈ હતી. અને વડોદરા આવી શકી ન હતી. જો કે બચાવ માટે એસડીઆરએફની ટીમની મદદ લેવામાં આવી હતી. જો કે સ્થિતિ વધુ વણસતા આર્મીની મદદ લેવામાં આવતા આર્મીની બે ટીમો મોડી રાત્રે આવી પહોંચશે તેમ તંત્રના સત્તાવાર સૂત્રોએ જણાવ્યુ હતું. વીજ...

વડોદરા શહેરના નીચાણ વાળા વિસ્તારમાં ફસાયેલા લોકોને બચાવાયા

વડોદરામાં છેલ્લા 24 કલાકમાં 6 ઈંચ કરતા વધુ વરસાદ પડ્યો છે. વરસાદી પાણી શહેરના ગેડીગેટ, વાઘોડીયા રોડ, કારેલીબાગ, ઇલોરાપાર્ક, સુભાનપુરા વિસ્તારમાં ભરાયા છે. શહેરના એમ.જી.રોડ પર આવેલી દુકાનોમાં પાણી ભરાતા દુકાનદારોની હાલાકી વધી છે. વડોદરા શહેરમાં બપોરથી મન મૂકીને વરસી રહેલા વરસાદના કારણે લોકો ફસાયા તથા ઝાડ પડવાના બનાવો બન્યા હતા. જેને લઈને ફાયર બ્રિગે...

રેલ્વે યુનિવર્સિટીને પ૦ ટકા સસ્તા ભાવે જમીન અપાશે, ગરીબોને નહીં

ડેડીકેટેડ ફ્રેઇટ કોરીડોર પ્રોજેકટ ર૦ર૧ ડીસેમ્બર પહેલાં પૂર્ણ થઇ જશે – પ્રથમ તબક્કો માર્ચ-ર૦ર૦માં કાર્યરત થશે   ગુજરાતમાં ચાલી રહેલા મહત્વપૂર્ણ રેલ્વે પ્રોજેકટસની મગીરી સમીક્ષા કરવા બેઠક મળી હતી. આ સંદર્ભમાં બેઠકમાં જણાવવામાં આવ્યું કે, ડેડીકેટેડ ફ્રેઇટ કોરીડોરની સંપૂર્ણ કામગીરી આગામી ર૦ર૧ ડિસેમ્બર પહેલાં પૂર્ણ કરી દેવાશે. રાજ્ય સરકારે જમીન સંપાદ...

પાકિસ્તાનની ગોળીથી સહિદ થયેલા વડોદરાના મહંમદ આરીફ સફી અલી પઠાણને વિધાન...

વડોદરાના નવાયાર્ડ વિસ્તારના રોશન નગરમાં રહેતો મહંમદ આરીફ સફી અલી પઠાણ છેલ્લા 4 વર્ષથી જમ્મુ એન્ડ કાશ્મીર બટાલિયન 18માં ફરજ બાજવતો હતો. જમ્મુના અખનુર બોર્ડર પર ફરજ પર હતો. પાકિસ્તાન તરફથી ભારે ફાઈરિંગ થયુ હતુ જેમાં આરિફને ગોળી વાગતા તે શહીદ થયો હતો. આરીફ પઠાણ વડોદરાના નવા યાર્ડ વિસ્તારમાં રહે છે. વિધાનસભા ગૃહમાં કહ્યું હતું કે, દરિયાપુર મતવિસ્‍તા...

6000 પરિવારો વિસ્થાપિત થયા

નર્મદા ટ્રીબુનલના ચૂક્દા મુજબ ગુજરાતે મધ્ય પ્રદેશના 5500 પરિવારને તથા મહારાષ્ટ્રના 770 પરિવારોને જમીન આપવી પડી. જયારે કે બાકીના લોકોએ પોતાના રાજ્યમાં જ રહેવાનું પસંદ કર્યું. મધ્ય પ્રદેશ સરકારે જમીનને બદલે રોકડ વળતર અસરગ્રસ્તોને આપવાનું નક્કી કર્યું. જે નર્મદા ટ્રીબુનલના અને સુપ્રીમ કોર્ટના 2000 તથા 2005 ના ચુકાદાની વિરુદ્ધે છે. રોકડ વળતર વિગેરેને ક...

100 કરોડની જમીન પર વડોદરામાં પાણીગેટ પોલીસ સ્ટેશન બનશે 

વડોદરા શહેરનો પાણીગેટ વિસ્તાર કે જે કોમ્યુનલ દ્રષ્ટિએ અતિ સંવેદનશીલ ગણાય છે. તેવા વિસ્તારમાં પોલીસની સતત હાજરી રહે તે આશયથી આ વિસ્તારમાં રૂા. ૮.૧૮ કરોડના ખર્ચે પોલીસ સ્ટેશન સહિત અન્ય પોલીસ સંલગ્ન કચેરીઓ અને આવાસોનું નિર્માણ કરાશે. ગૃહ મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું કે, ભૂતકાળમાં પાણીગેટ વિસ્તારમાં ઘણી વખત ખંજરબાજી હત્યા અને લૂંટફાટના બનાવો સતત બનતા ...

બુલેટ ટ્રેનની બધી વિગતો જાહેર કરો, સંહઠનની ફરી માંગણી

નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ અને અન્ય સંબંધિત અધિકારીઓની 7 અને 8 ડિસેમ્બર, 2018ના રોજ ગુજરાતની મુલાકાત પછી, વિગતો અને દસ્તાવેજોનો આ પ્રકારનો વહેંચણી અસરગ્રસ્ત-સંબંધિત ગ્રામજનો, આ વિસ્તારોમાં કામ કરતી સંસ્થાઓ અને અમને, સમયસર, પારદર્શક અને વ્યાપક રીતે કરવામાં આવતી ચિંતાઓને ઉકેલવામાં મદદ કરશે. મુલાકાતી દરમિયાન અમારી સાથે તમારી સાથેની મુલા...

ભ્રષ્ટાચારથી સરકારને એક જ કેસમાં રૂ.190 કરોડનું નુકસાન બાદ રાજ્યભરમાં ...

સમા-વેમાલી અને આલમગીરની જમીનોમાં નિયમ કરતા ઓછી કપાત કરીને રાજ્ય સરકારને રૂ.190 કરોડનું આર્થિક નુકશાન વુડા અને ટી.પી.ઓ. કચેરીના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ દ્વારા પહોંચાડવામાં આવ્યું હતું. વડોદરા અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી(વુડા)ના બે અધિકારીઓ પ્લોટ વેલિડેશન સર્ટિફિકેટ આપવા માટે રૂ.1.25 લાખની લાંચ લેતા ઝડપાયા બાદ વુડામાં ચાલતા વ્યાપક ભ્રષ્ટાચારની એક પછી એક...

ઉઘરાણાની હદમાં હદ પાર કરતાં કિન્નરે આત્મહત્યા કરી

વડોદરાના કિશનવાડી વિસ્તારમાં વુડાના મકાનમાં રહેતા આકાશ ઉર્ફ 19 વર્ષની આરતીકુંવર જયંતિભાઇ નામના કિન્નરે  પોતાના ઘરમાં પંખા સાથે ઓઢણીથી ફાંસો ખાઇ જીવાદોરી ટુંકાવી લીધી હતી.  આકાશ ઉર્ફ આરતીકુંવરે કિન્નર સમાજના કેટલાક કિન્નરોના ત્રાસથી આપઘાત કરી લીધો છે. આકાશ ઉર્ફ આરતીકુંવર સહિત અમો કિન્નરો પહેલાં બરાનપુરાના હિસ્સો હતા. બે વર્ષથી અમો બરાનપુરા કિન્નર સમ...

27 વર્ષ પહેલા થયેલા વૃક્ષ કૌભાંડની તપાસ ગુજરાત પોલીસ હવે કરશે

ગુજરાતની પોલીસ મગર અને કાચબા જેવું કામ કરી રહી છે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ બહાર આવ્યું છે. ગાંધીનગરની સી.આઇ.ડી. ક્રાઇમ દ્વારા 8 વર્ષ પછી જાહેર કરાયું છે કે, વડોદરાની ગાયકવાડ પ્લાન્ટેશન લિમિટેડ કંપની દ્વારા રાજ્યના  રોકાણકારોને લાલચ આપી નાણા એકત્રિત કરી છેતરપીંડી આચારી હોવાની ફરીયાદ મળી છે. કોઈ ગાંધીનગર ખાતે 9537578868 ફોન નંબર પર સંપર્ક કરી શકે છે. આ ક...

નિશીતા 10,000 ગરીબ છોકરીઓની રૂ.1 કરોડ ફી ભરશે

વડોદરાની નિશીતા રાજપૂતે આ વર્ષે 10 હજાર યુવતીઓની શાળાની ફી ભરીને યુવતીઓને ભણાવવાનું નક્કી કર્યું છે. આઠ વર્ષ પહેલા 151 છોકરીઓની સ્કૂલ ફી ભરીને આ કામની શરૂઆત કરી હતી. દાતાઓ પાસેથી ફીની રકમનો ચેક મેળવે છે, તે ચેકને સીધો સ્કૂલમાં આપે છે અને ફી ભરી દે છે. ત્યારબાદ જે તે દાતાઓએ ચેક આપ્યો હોય છે, તેમાંથી જેટલી વિદ્યાર્થીઓની ફી ભરવામાં આવી હોય તેની તમામ વ...

વડોદરામાં યુવા BJPના નેતા યુવતી સાથે ગંદી ભાષામાં વાત કરતાં પકડાયા

વાતચીતનો વીડિયો વાઇરલ, બિયરની પાર્ટી પણ હતી વડોદરામાં ભાજપને લાંછન લગાડે તેવો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં શહેર યુવા મોરચાનો વોર્ડ નંબર 3નો ઉપપ્રમુખ આકાશ પટેલ એક યુવતી અને મિત્રો સાથે બેસીને બિયર પાર્ટી કરી રહ્યો છે. અશ્લિલ ભાષામાં યુવતી સાથે વાતચીત કરી રહ્યો છે. કારેલીબાગના વીઆઈપી રોડની સોસાયટીમાં રહેતો આકાશ વોર્ડ નંબર 3માં યુવા મોરચાનો ઉપપ્ર...

કાયદાનો ભંગ કરી મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પક્ષાંતર કરાવ્યું, 7 સસ્પેન્...

ડભોઇનું પ્રાચિન નામ દર્ભાવતિ નગર હતું. દર્ભ નામનું ઉચ્ચ પ્રકારનું ઘાસ અહીં ઉગતું હોવાથી તેનું નામ દર્ભાવતિ પડ્યુ હતું. હવે અહીં રાજકીય પક્ષો પક્ષાંતર કરીને ઘાસ ખાઈ રહ્યાં છે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પોતે ડભોઈમાં કૌમુદી હોલ ખાતે કાયદો તોડ્યો હતો. તેમણે પક્ષાંતર વિરોધી કાયદો તોડીને અહીં પક્ષાંતર કરાલેવું હતું. કોંગ્રેસના નગરપાલિકાના પ્રમુખ સહિત કોંગ...

1 કરોડ લોકો કેન્સર કરે એવા પાદરાના હેવી મેટલથી પ્રદુષિત શાકભાજી ખાય છે...

પાદરા વિસ્તારના ‘એફ્લુઅન્ટ ચેનલ આસપાસના ગમોના ભૂગર્ભ પાણી એટલી હદે પ્રદૂષીત થઈ ગયા છે. 24 ગામના 55 ચોરસ કિ.મી.માં શાકભાજી હવે કેમિકલના પાણીથી થતાં હોવાથી તેમાં સોલીડ મેટલ નિકળે છે. જે કેન્સર કરાવે છે. 13585 એકર 5500 હેક્ટર જમીન સારા કૃષિ પાક માટે નકામી બની ગઈ છે. એક હેક્ટરે 20 મેટ્રીક ટન શાકભાજી પાકતું હતું. 1,10,000 ટન શાકભાજી એક ઋતુમાં થાય છે. જે...